Last Update : 20-September-2012,Thursday

 

વરાછામાં ગ્રાહકના સ્વાંગમાં બે ગઠિયાનો કરતબ
ચાંદીના સિક્કા ખરીદવા આવ્યા અને ચોરી ગયા રૃા.૨.૪૯ લાખનું સોનું

નવી શક્તિવિજય સોસાયટીમાં જવેલર્સ સાથે ઠગાઇ ઃ સોનાના ટુકડા સેરવતા ફુટેજ સી.સી. કેમેરામાં મળ્યા

(પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર
વરાછા લંબેહનુમાન રોડ નવી શક્તિવિજય સોસાયટીમાં ગત સોમવારે સવારે ચાંદીના સિક્કા અને મંગળસૂત્ર - બુટ્ટી ખરીદવાના બહાને બે ગઠીયા જવેલરની નજર ચૂકવી રૃ. ૨.૪૯ લાખની કિંમતના સોનાના ટુકડા ચોરી ગયા હતા. સવારે બનેલી આ ઘટના અંગે જવેલરને સાંજે સીસી ટીવી ફુટેજ જોયા બાદ જાણ થતાં તેણે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વરાછા બરોડા પ્રિસ્ટેજ ઉર્મિ સોસાયટી વિભાગ-૨, એ-૩માં રહેતા રજનીકાંતભાઇ મનજીભાઇ વરાછા લંબેહનુમાન રોડ નવી શક્તિવિજય સોસાયટી મકાન નં. ૧૪૯ના ગ્રાઉન્ડ ફલોર ઉપર આવેલી દુકાન નં. ૨માં સોના-ચાંદીના દાગીના વેચવાનો વ્યવસાય કરે છે. ગત સોમવારે સવારે રજનીકાંતભાઇએ દુકાન ખોલી તેની થોડીવારમાં બે અજાણ્યા ત્યાં આવ્યા હતાં.
તે પૈકી એક યુવાન બહાર ઉભો રહ્યો હતો. જયારે બીજો યુવાન દુકાનમાં આવ્યો હતો. તે યુવાને રજનીકાંતભાઇને કહ્યું હતું કે, આજે વિશ્વકર્મા જયંતિ છે. અમે મિસ્ત્રી છીએ તેથી ચાંદીના સિક્કા ખરીદવા છે, બતાવો. આથી રજનીકાંતભાઇએ તેને સિક્કા બતાવ્યા હતા. તે સમયે નજીકમાં મુકેલા મંગળસૂત્રના બોકસ ઉપર પેલા યુવાનની નજર પડતાં તેણે મંગળસૂત્ર બતાવવા કહ્યું હતું.
પેલો યુવાન મંગળસૂત્ર જોઇ રહ્યો હતો ત્યારે બહાર ઉભેલો યુવાન બોલ્યો હતો કે, મારે પત્ની માટે બુટ્ટી ખરીદવી છે. એમ કહી તે અંદર આવ્યો હતો. બંને યુવાનોએ બુટ્ટી બતાવવા કહેતા રજનીકાંતભાઇએ બુટ્ટીના ડબ્બામાંથી બુટ્ટી કાઢી બતાવવા માંડી હતી. તે પૈકી બુટ્ટીની જોડી પસંદ કરી બંનેએ તેના રૃ. ૨૦૦૦ ૧૦૦-૧૦૦ની નોટ ફેલાવી આપ્યા હતા. જતાં જતાં તેઓ કહેતા ગયા હતા કે જો પત્નીને પસંદ ન પડે તો પાછા આવીશું.
બંને ગયા બાદ રજનીકાંતભાઇએ ચાંદીના સિક્કા, મંગળસૂત્ર અને બુટ્ટીના ડબ્બા તેમની જગ્યાએ મુકી દીધા હતા. દરમિયાન સાંજે દાગીના બનાવવા માટે સોનાના ટુકડાની જરૃર પડતા રજનીકાંતભાઇએ મંગળસૂત્રના ડબ્બામાં હોવાથી તે ડબ્બો ખોલ્યો હતો પરંતુ તેમાં સોનાના ટુકડા ન હતા. રજનીકાંતભાઇએ દુકાનમાં ફીટ કરેલા સીસી ટીવી કેમેરાના ફૂટેજ નિહાળતા સવારે દાગીના ખરીદવા આવેલા બે યુવાન રૃ. ૧૦૦ની નોટો આપતા હતા ત્યારે તેની નીચેથી સોનાના ટુકડા ચોરી ગયા હોવાનું સ્પષ્ટ નજરે ચઢયું હતું.
રૃ. ૨,૪૯,૫૫૦ની મત્તાના સોનાની ચોરી અંગે રજનીકાંતભાઇએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એમ.બી. વસાવાએ વધુ તપાસ હાથ ધરી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

વીજળીની મદદથી માનવ-અંગો ફરી વિકસાવવાનું સંશોધન

નહાવાની સાથે કપડાં ધોવાની સુવિધા આપતો અનોખો ફુવારો!
યુકેમાં યુવાની લાંબો સમય ટકશે કેમ કે આધેડ વય ૫૫થી ચાલુ થાય છે !

સોશિયલ મિડિયા વ્યક્તિને આત્મશ્લાઘી બનાવતી હોવાનો મનોવૈજ્ઞાાનિકોનો મત

ચીનમાં અમેરિકી રાજદુતની કાર પર દેખાવકારોએ હુમલો કર્યો

ઓસ્ટે્રલિયાએ આયર્લેન્ડ સામે ૭ વિકેટથી આસાન વિજય મેળવ્યો

ભારતની બેડમિંટન સ્ટાર સાયનાએ રૃપિયા ૪૦ કરોડનો કોન્ટ્રાક્ટ કર્યો
આજે સાઉથ આફ્રિકા સામે ઝિમ્બાબ્વેે હારશે તો બહાર
પરિવર્તન પાર્ટી સત્તામાં આવશે તો ગામડાંમાં મફત વીજળી આપશે
સયાજીગંજમાં છ વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા

ચાંદીના સિક્કા ખરીદવા આવ્યા અને ચોરી ગયા રૃા.૨.૪૯ લાખનું સોનું

સૌથી લાંબો દરીયાકાંઠો ધરાવતુ દાઠા પોલીસ મથક માત્ર ૧૦ જવાનોથી ચાલે છે
નડિયાદમાં ખાનગી હોસ્પિટલમાં ઓચિંતો બ્લાસ્ટ થતા નાસભાગ
સાઉથિ-નિકોલની બીમારીથી ન્યુઝીલેન્ડની ચિંતા વધી
માફી તો માંગી લીધી હવે બોર્ડને મનાવવા બીજુ શું કરુ? ઃ પીટરસન
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved