Last Update : 20-September-2012,Thursday

 

રોટી, કપડાં અને મકાન ઃ મફત વીજળી ગામેગામ
પરિવર્તન પાર્ટી સત્તામાં આવશે તો ગામડાંમાં મફત વીજળી આપશે

ઘરવિહોણા માટે ૧૧૦ વારનો પ્લોટ મફત ઃ લોનની માર્જીનમની રૃા. ૨૫ હજાર સરકાર ચૂકવશે

અમદાવાદ, બુધવાર
ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રમુખ કેશુભાઈ પટેલે આગામી વિધાનસભા ચૂંટણી માટેનું પરિવર્તન પેકેજ-૩ જાહેર કર્યું છે. જેમાં ''રોટી, કપડા અને મકાન- મફત વીજળી ગામેગામ'' સૂત્ર સાથે ગામડાઓની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે આજે જાહેર કર્યું હતું કે જો ગુજરાતના મતદારો સત્તા તેમના હાથમાં સોંપશે તો ગુજરાતના તમામ ગામડાઓમાં ઘર માટે મફત વીજળી આપવામાં આવશે. ઉપરાંતખેતી માટે પણ મફત વીજળી આપવામાં આવશે. ગામડામાં તમામ ઘરવિહોણાઓને ૧૧૦ મીટરનો પ્લોટ મફત આપવામાં આવશે. બી.પી.એલ. પરિવારની મહિલાને વર્ષમાં બે સાડી મફત મળશે અને ગામમાં જરૃરિતાયમંદને મફત અનાજની સુવિધા ઊભી કરાશે.
ગરીબો માટે દરેક ગામને પાંચ મેટ્રિક ટન અનાજ, BPL પરિવારની મહિલાને વર્ષમાં બે સાડી મફત
આજે પત્રકાર પરિષદમાં કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા તથા ગોરધન ઝડફીયાએ ગ્રામ્યલક્ષીઆ પેકેજની જાહેરાતકરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગામડાઓ પ્રત્યે સદંતર દુર્લક્ષ સેવતા ગામડા ભાંગી રહ્યા છે. મુખ્યમંત્રીએ ઉત્સવોમાં અને પોતાની પ્રસિદ્ધિમાં પ્રજાના ટેક્ષના પૈસાનો મોટો વ્યય કર્યો છે. ટાટાને રૃા. ૩૩ હજાર કરોડની રાહત આપવાના બદલે માત્ર ૧૫ હજાર કરોડ ગામડાની પ્રજા માટે ખર્ચવામાં આવ્યા હોત તો આજે કોઈ પરિવાર ગામ છોડીને શહેર તરફ દોટ મૂકતા ન હોત.
તેમણે મફત વીજળી અંગે જણાવ્યું હતું કે આ કોઈ લોભામણી જાહેરાત નથી, પરંતુ સરકારી આંકડાઓના અભ્યાસ પછી જે શક્ય બની શકે તેમ છે તે જ વાત પ્રજા સમક્ષ લઈને આવ્યા છીએ. ગુજરાતમાં વાર્ષિક ૫૮ હજાર મિલિયન યુનિટ વીજળીનો વપરાશ છે. તે પૈકી કુલ ઘરવપરાશની વીજળી ૯૩૫ કરોડ યુનિટ છે અને ગામડાઓમાં ઘર વપરાશ માટે માત્ર ૩૫૪ કરોડ યુનિટ વીજળી વપરાય છે. ખેતી માટે વર્ષે ૧૨ હજાર મિલિયન યુનિટ વીજળી વાપરવામાં આવે છે. જો તેમને વિના મૂલ્યે વીજળી આપવામાં આવે તો ઘર વપરાશ માટે રૃા. ૨ હજાર કરોડ અને ખેતી માટે રૃા. ૧૧૦૦ કરોડનો વધારાનો બોજો સરકાર ઉપર પડે. ખેતી માટે અત્યારે રૃા. ૩ હજાર કરોડની સબસીડી સરકાર ચૂકવે જ છે. જો ટાટાને રૃા. ૩૩ હજાર કરોડની રાહત સરકાર આપી શકતી હોય તો ગામડાના લોકોને મફત વીજળી આપી શકાય છે.આ વીજલીનો શિસ્તબદ્ધ ઉપયોગ થાય તે માટે દરેક પરિવારનું ૧૨ માસનું બિલ જોઈ સરેરાશ વપરાશ જેટલી વીજળી મફત આપવામાં આવશે.
રોટી, કપડા અને મકાનની વાત કરતા ઝડફીયાએ જણાવ્યું હતું કે ગામડામાં કોઈ વ્યક્તિ ભૂખી ન રહે તે માટે દરેક ગ્રામ પંચાયતને પાંચ ક્વિન્ટલ અનાજ આપવામાં આવશે અને તે અનાજ કોના ઘરે મોકલવું તે સરપંચ અને સભ્યો નક્કી કરશે.
કપડા અંગે તેમણે જણાવ્યું હતું કે ગરીબ પરિવારની મહિલાઓ લોકોના ઉતરેલા કપડા સસ્તામાં ખરીદતી હોય છે. દરેક મહિલાનું સ્વાભિમાન જળવાઈ રહે તે માટે સરકાર BPL પરિવારની ૩૯ લાખ મહિલાઓને વર્ષમાં બે સાડી મફત આપશે. જેમાં એક સાડી ખાદીની આપવામાં આવશે. જેથી વણકરોને પણ પ્રોત્સાહન મળી રહે. આ માટે રૃા. ૮૦ કરોડનો ખર્ચ થશે.
મકાન અંગે તેમણે જાહેરાત કરી હતી કે ગામડામાં જે પરિવારો ઘરવિહોણા છે તેમને ૧૧૦ ચોરવારનો પ્લોટ મફત આપવામાં આવશે. આ પ્લોટ ઉપર તેઓ ૩૫ વારનું મકાન બાંધી શકશે. તે માટે રૃા. ૧ લાખની લોનની વ્યવસ્થા સરકાર કરી આપશે. લોન માટે માર્જીન મની રૃા. ૨૫ હજાર સરકાર ચૂકવશે. પાંચ વર્ષમાં કુલ ૨૧ લાખ પ્લોટ સરકાર ફાળવશે. જરૃર જણાશે તો ગામતળ વધારવામાં આવશે. આ મકાનો બંધાતા સેનીટેશનની સમસ્યા પણ હલ થશે. મફત પ્લોટ અને માર્જીન મનીના રૃા. ૨૫ હજાર આપવાથી સરકાર ઉપર રૃા. ૧૦૫૦ કરોડનો બોજો પડશે.
તેમણે જણાવ્યું હતું કે કેનાલો દ્વારા સિંચાઈ માટે જે પાણી આપવામાં આવે છે તેના દરમાં ૫૦ ટકાનો ઘટાડો કરવામાં આવશે. ગરીબોના ઘરનો ચુલો જલતો રહે તે માટે કેરોસીન પરનો વેટ દૂર કરવામાં આવશે. કેરોસીન ઉપર અત્યારે પાંચ ટકા વેટ અમલમાં છે.
ઝડફીયાએ જણાવ્યું હતું કે કેશુભાઈ પટેલ ઉપર ગુજરાતની પ્રજાને વિશ્વાસ છે કે તેઓ જે કહે છે તે કરી બતાવે છે. ભૂતકાળમાં તેમણે વચનોની પૂર્તિ કરેલી છે. જેથી આ પેકેજને પણ પ્રજા વિશ્વાસમાં રાખીને સમર્થન આપશે.
તેમણે જણાવ્યું હતુંકે હવે પછી શહેરી ગરીબો માટે પણ આ જ પ્રકારનું પેકેજ જાહેર કરવામાં આવશે.

પરિવર્તન પાર્ટીનો મોદીને જવાબ
મોદીએ ૧૦ વર્ષ પોતાનો ખાડો પુરવા પાછળ વેડફી નાખ્યા છે
આજના ટેકનોલોજીના યુગમાં જે માણસ ૧૦ વર્ષે ખાડો પુરી રહે તેને બિલ્ડિંગ બાંધતા ૧૦૦ વર્ષ થાય
અમદાવાદ, બુધવાર
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સરપંચ સંમેલનમાં જણાવ્યું હતું કે તેમને ૧૦ વર્ષ તો ખાડા પુરવામાં ગયા છે. હવે જમીન સમથળ બની છે. તેના પર ભવ્ય ઈમારત ઊભી કરાશે. આ અંગે આજે કેશુભાઈને પુછતાં તેમણે અગાઉની સરકારના નહીં, પરંતુ પોતાનો ખાડો પુરવામાં ૧૦ વર્ષ વેડફી નાખ્યા છે.
જ્યારે સુરેશ મહેતાએ આ વિધાન અંગે કોમેન્ટ કરી હતી કે આજના ટેકનોલોજીના સમયમાં જે માણસ ૧૦ વર્ષ ખાડા પુરવા પાછળ વેડફે, એ બિલ્ડીંગ બાંધવામાં કેટલો સમય લે તે વિચારી લેજો. તમારી બે પેઢી પૂરી થાય તોય તેનું બિલ્ડીંગ ન બને.
ઝડફિયાએ જણાવ્યું હતું કે જે માણસ ૪ હજાર દિવસ સત્તામાં રહ્યા હોય અને છતાં ચૂંટણી આવતા પ્રજાને વચનો આપવા નીકળી પડવું પડેએ જ તેમની નિષ્ફળતાનું પ્રમાણ છે.
વિવેકાનંદ યાત્રા અંગે કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે આ માત્ર સરકારી ખર્ચે ચૂંટણી પ્રવાસ છે. બંને નરેન્દ્રની સરખામણી કરી જ ન શકાય. સ્વામિવિવેકાનંદજી પાસે માત્ર બે જોડી કપડા રહેતા. આ નરેન્દ્ર પાસે ૫૦૦ જોડી કપડા છે. વિવેકાનંદજી પગપાળા પ્રવાસ કરતા હતા. આ નરેન્દ્ર હવામાં જ ઉડે છે.
તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી વડાપ્રધાનને પત્ર લખી ફેડરલ સ્ટ્રકચરની ચિંતા કરવા કહે છે પરંતુ હજી સુધી ક્યારેય નથી બન્યું એવું મોદી કરી રહ્યા છે. રાજ્ય સરકારના ખર્ચે જાહેરખબરો દ્વારા કેન્દ્ર સરકાર સામે આક્ષેપો કરવામાં તેમણે ફેડરલ સ્ટ્રકચરની ચિંતા કરવી જોઈએ.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

વીજળીની મદદથી માનવ-અંગો ફરી વિકસાવવાનું સંશોધન

નહાવાની સાથે કપડાં ધોવાની સુવિધા આપતો અનોખો ફુવારો!
યુકેમાં યુવાની લાંબો સમય ટકશે કેમ કે આધેડ વય ૫૫થી ચાલુ થાય છે !

સોશિયલ મિડિયા વ્યક્તિને આત્મશ્લાઘી બનાવતી હોવાનો મનોવૈજ્ઞાાનિકોનો મત

ચીનમાં અમેરિકી રાજદુતની કાર પર દેખાવકારોએ હુમલો કર્યો

ઓસ્ટે્રલિયાએ આયર્લેન્ડ સામે ૭ વિકેટથી આસાન વિજય મેળવ્યો

ભારતની બેડમિંટન સ્ટાર સાયનાએ રૃપિયા ૪૦ કરોડનો કોન્ટ્રાક્ટ કર્યો
આજે સાઉથ આફ્રિકા સામે ઝિમ્બાબ્વેે હારશે તો બહાર
પરિવર્તન પાર્ટી સત્તામાં આવશે તો ગામડાંમાં મફત વીજળી આપશે
સયાજીગંજમાં છ વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા

ચાંદીના સિક્કા ખરીદવા આવ્યા અને ચોરી ગયા રૃા.૨.૪૯ લાખનું સોનું

સૌથી લાંબો દરીયાકાંઠો ધરાવતુ દાઠા પોલીસ મથક માત્ર ૧૦ જવાનોથી ચાલે છે
નડિયાદમાં ખાનગી હોસ્પિટલમાં ઓચિંતો બ્લાસ્ટ થતા નાસભાગ
સાઉથિ-નિકોલની બીમારીથી ન્યુઝીલેન્ડની ચિંતા વધી
માફી તો માંગી લીધી હવે બોર્ડને મનાવવા બીજુ શું કરુ? ઃ પીટરસન
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved