Last Update : 20-September-2012,Thursday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૦-૦૯-૨૦૧૨, ગુરૃવાર
નિજ ભાદરવા સુદ પાંચમ - જૈન સંવત્સરી (પં.પ.)
સામા પાંચમ - ઋષિ પંચમી
વિંછુંડો બપોરના ૧૨ ક. ૦૮ મિ.થી શરૃ

 

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૩૭ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૩૬ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૩૫ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૧૬ મિ. (સૂ) ૭ ક. ૧૬ મિ. (મું) ૭ ક. ૧૬ મિ.
જન્મરાશિ ઃ આજે બપોરના ૧૨ ક. ૦૮ મિ. સુધીમાં જન્મેલ બાળકની તુલા (ર.ત.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલા બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ આવે.
નક્ષત્ર ઃ વિશાખા સાંજના ૫ ક. ૪૧ મિ. સુધી પછી અનુરાધા.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-કન્યા, મંગળ-તુલા, બુધ-કન્યા, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ(યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન. ચંદ્ર-બપોરના ૧૨ ક. ૦૮ મિ. સુધી તુલા પછી વૃશ્ચિક.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણાયન શરદઋતુ. રા.દિ.ભા./૨૯
માસ-તિથિ-વાર ઃ નિજ ભાદરવા સુદ પાંચમને ગુરૃવાર.
- આજે ઋષિપાંચમ, આજે સામા પાંચમ.
- જૈન સંવત્સરી પર્વ (પં.પ.) મિચ્છામિ દુક્કડમ
- વિંછુંડો બપોરના ૧૨ ક. ૦૮ મિ.થી
- દ્વિતીય સ્વરૃપોત્સવ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્કાદ માસનો ૩ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ અર્દીબેહસ્ત માસનો ૪ રોજ શહેરેવર

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ ઋષિ પંચમી-સામા પાંચમ - જૈન સંવત્સરી (પં.પ.)ના આજના દિવસે બપોર પછી આપને અસ્વસ્થતા-ચિંતા અનુભવાય.

 

વૃષભ ઃ આપને નોકરી-ધંધાના કામમાં, જાહેર ક્ષેત્રના કામકાજમાં સાનુકૂળતા રહે. મીલન-મુલાકાત-ચર્ચા વિચારણા લાભદાયી રહે.

 

મિથુન ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ કૌટુંબીક ચિંતા જણાય. નાણાંકીય પ્રશ્ને, સામાજીક-વ્યવહારિક પ્રશ્ને ચિંતા રહે.

 

કર્ક ઃ શેરોની લે-વેચમાં, મકાન-જમીન-વાહનની કામગીરીમાં, પુત્ર પૌત્રાદિકના પ્રશ્નમાં આપે જોખમી-ઉતાવળીયો નિર્ણય કરવો નહીં.

 

સિંહ ઃ ઋષિ પંચમી-સામા પાંચમ-જૈન સંવત્સરી (પં.પ.)ના આજના દિવસે નોકરી-ધંધાના સગાસંબંધી-મિત્રવર્ગના પ્રશ્ને ચિંતા રહે.

 

કન્યા ઃ આપના રોજીંદા કામમાં હળવાશ રહે. બહાર કે બહારગામ જવાનું થાય. નોકરી ધંધાના કામમાં સાનુકૂળતા રહે.

 

તુલા ઃ ઋષિપંચમી-સામાપાંચમ - જૈન સંવત્સરી (પં.પ.)નો આજનો દિવસ આનંદનો રહે. સ્વજન સ્નેહીને મળવાનું થાય.

 

વૃશ્ચિક ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ઋષિપંચમી સામા પાંચમ તેમજ જૈન સંવત્સરી (પં.પ.)ના પર્વે હળવાશ જણાય.

 

ધન ઃ નોકરી-ધંધાના કામમાં ચિંતા-રૃકાવટ-મુશ્કેલી જણાય. વ્યવહારિક-સામાજીક-કૌટુંબીક કામ અંગે ખર્ચ થાય. બહાર જવું પડે.

 

મકર ઃ ઋષિ પંચમી-સામા પાંચમના-જૈન સંવત્સરી (પં.પ.) પર્વે કામકાજમાં સાનુકૂળતા રહે. બપોર પછી કોઈને મળવાનું થાય.

 

કુંભ ઃ ઋષિ પંચમી-સામા પાંચમ-જૈન સંવત્સરી (પં.પ.)ના પર્વે આજે આપના રોજિંદા કામમાં જાગૃતિ-સાવધાની રાખવી.

 

મીન ઃ આજનો દિવસ આપે શાંતિથી પસાર કરવો. બપોર સુધીનો સમય અશાંતિ-ઉદ્વેગનો રહે. નોકરી-ધંધામાં સાવધાની રાખવી.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૦-૦૯-૨૦૧૨, ગુરૃવાર

આજની તારીખે શરૃ થતા આપના જન્મવર્ષમાં પ્રતિકૂળતામાંથી બહાર નિકળવા માટે માનસિક, શારીરિક, આર્થીક સ્વસ્થતા દાખવવી જરૃરી રહેશે. માનવ સર્જીત તમારી ભૂલના કારણે કોઈ તકલીફો વધે નહીં તેનું ધ્યાન રાખવું.

 

* નોકરી ધંધામાં સંઘર્ષ-ચિંતાનો સામનો કરવો પડે. સરકારી-ખાતાકીય-કાનૂની કામગીરીમાં સાવધાની રાખવી. ધીરજ, શાંતિ-સ્વસ્થતાથી અગત્યના નિર્ણયો કરવા.

 

* આરોગ્ય સુખાકારીને પ્રાધાન્ય આપવું જરૃરી રહેશે. સામાન્ય બિમારીની ઉપેક્ષા કરવી નહીં.

 

* પુત્ર પૌત્રાદિકના વિદ્યાભ્યાસ-વિવાહ લગ્નના પ્રશ્નમાં તેના મિત્રવર્ગના કારણે ચિંતા રહે.

 

* સ્ત્રી વર્ગને મહેનત-સંઘર્ષ છતાં જસ મળે નહીં.

 

* વિદ્યાર્થીવર્ગને વર્ષારંભથી ભણવામાં ધ્યાન આપવું પડે.

 

સુપ્રભાતમ્

નીતિ જાણનાર વિધાનોએ દુઃખનું ઓસડ આ જ કહ્યું છે- વિષાદ કે સંતાપ છોડીને દુઃખના કારણનો નાશ કરવાની શરૂઆત કરી દેવી.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

પત્ની લીલી પતિ લલ્લુને બોલી, ''હાય! મારા તો કરમભાગ ફૂટી ગયા કે તમારી જેવાને પરણી બાકી મને તમારા કરતાં ઘણા હોંશિયાર પરણવા તૈયાર હતા.''
''તે બરોબર છે,'' લલ્લુ બોલ્યો, ''એ બધા મારા કરતાં હોશિયાર હતા એટલે જ તને ન પરણ્યા...''

[Top]
 

આજ ની રેસીપી

મોહક મનોહર મોદક વરાયટી

માવાના મોદક

 

સામગ્રી ઃ ૨૫૦ ગ્રામ માવો, ૬૫થી ૭૦ ગ્રામ સાકર, સાત-આઠ એલચી, ખાવાનો રંગ, કેસર.

 

રીત ઃ માવાને એકદમ છૂટો કરીને કણી ન પડે તે રીતે મસળી લો. મિકસરમાં પણ કરી શકાય. હવે તેમાં સાકર નાખી પાછો માવો મસળી લો. પછી માવાને એક જાડા તળિયાવાળી કડાઈમાં ધીમી આંચ પર રાખી સાકર ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો. મિશ્રણ કડાઈ છોડવા લાગે ત્યારે એને આંચ પરથી ઉતારી ઠંડુ કરવા માટે હલાવતાં રહો. હવે તેમાં એલચીના દાણા અને કેસર જરાતરા ગરમ કરી વાટી લો અને માવામાં મિક્સ કરી દો (મોદક જો કલરફુલ બનાવવા હોય તો તેમાં ખાવાનો કલર મિક્સ કરો). મોદકના સાંચા (મોલ્ડ) બજારમાં તૈયાર મળે છે તેમાં માવાનું પૂરણ ભરી, બંધ કરી, હલકા હાથે ખોલી મોદક કાઢી લો. બહાર મળતા તૈયાર મોદક જેવા જ મોદક ઘરે બનાવી શકશો. એક વખતમાં પાંચથી પચ્ચીસ મોદક તૈયાર થશે.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved