Last Update : 19-September-2012, Wednesday

 

શિક્ષણનું અવગતિપત્રક

 

ઉચ્ચ શિક્ષણના વઘુ એક આંતરરાષ્ટ્રિય સર્વેક્ષણમાં જણાયું છે કે વિશ્વની શ્રેષ્ઠ ૨૦૦ યુનિવર્સિટીમાં ભારતની સમ ખાવા પૂરતી એકેય યુનિવર્સિટીનો સમાવેશ થતો નથી. ભારતની જેની સાથે વારંવાર સરખામણી કરવામાં આવે છે, તે ચીનની ૭ યુનિવર્સિટી આ યાદીમાં છે. ભારતમાં ઉચ્ચ શિક્ષણના કથળેલા સ્તરની વાતમાં નવું કશું નથી, પરંતુ અત્યાર સુધી ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (આઇ.આઇ.ટી.) અને ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (આઇ.આઇ.એમ.)ની ગુણવત્તા દેશની શરમ અને આબરૂ ઢાંકવા માટે વપરાતાં હતાં. એ સંસ્થાઓની વિવિધ શાખાઓમાંથી એકાદનો પહેલા ૨૦૦ની યાદીમાં નંબર આવી જાય, એટલે થયું.
ભારતીય ઉચ્ચ શિક્ષણની અવદશા કોઇ એકલદોકલ સર્વેક્ષણનું પરિણામ નથી કે તેમને નજરઅંદાજ કરી શકાય. ક્યારેક યુનિવર્સિટીઓની ઉત્તમતા અંગે, તો ક્યારેક ભારતીય સ્નાતકોની રોજગાર-સજ્જતા વિશે સતત આંગળી ચીંધાતી રહી છે. તેમાં આંગળીનો વાંક કાઢવાને બદલે, તેના દ્વારા ચીંધાયેલી સમસ્યા જોવાની-દૂર કરવાની જરૂર છે. થોડા દાયકા પહેલાં સૌથી મોટો સવાલ આર્થિક સંસાધનોનો હતો.
દૃષ્ટિવંત અઘ્યાપકો હતા, પણ માળખાકીય સુવિધાઓનો અભાવ હતો. પહેલા તબક્કે સરકારી મદદ મેળવતી કોલેજોએ ગુણવત્તા પ્રત્યે ઉદાસીનતા રાખીને શિક્ષણના પાયામાં કુહાડો માર્યો. પરંતુ એ સરકારનું પાપ હતું એટલે તેની આકરી ટીકા ન થઇ.
બીજા તબક્કે ખાનગી શિક્ષણ સંસ્થાઓની લૂંટ ચાલુ થઇ. કેટલાક અપવાદને બાદ કરતાં મોટા ભાગની સંસ્થાઓનો પહેલો, મુખ્ય અને એકમાત્ર આશય કમાણી કરવાનો હોવાથી, શિક્ષણની ગુણવત્તા ગૌણ બની. સરકાર પાસે મોં સંતાડવા અને બહાર દેખાડવા માટે આઇ.આઇ.ટી.-આઇ.આઇ.એમ. હતી. કુલ વસ્તીનો અડધોઅડધ હિસ્સો યુવાનો ધરાવતા ભારત દેશમાંથી ૧ ટકાથી પણ ઓછા યુવાનો આઇ.આઇ.ટી.-આઇ.આઇ.એમ.નો લાભ લઇ શકતા હશે, પરંતુ ‘આટલું પણ કોણ કરે છે’નો રાષ્ટ્રિય મંત્ર ધરાવતા ભારતને આ બન્ને સંસ્થાઓથી સંતોષ હતો. બાકીની સેંકડો યુનિવર્સિટીઓમાં દેશનું ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ’ ગણાતી યુવાપેઢી શું ભણે છે તેની સરકારને કે સમાજને પણ કશી પરવા ન હતી.
તળીયે ગયેલા સ્તરને કારણે દેશની યુવાસંખ્યા ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ’ (સંખ્યાત્મક ફાયદો) બનવાને બદલે ‘ડેમોગ્રાફિક ડેટ’ (સંખ્યાત્મક દેવું) બની રહી હતી, પરંતુ ત્રણ દાયકા પહેલાં સિલિકોન વેલીમાં આઇ.આઇ.ટી.ના સ્નાતકોના જયજયકારના પુણ્ય પર ભારતીય ઉચ્ચ શિક્ષણના કોલર ઊંચા રહેતા હતા.
ઉચ્ચ શિક્ષણની પડતીની સમાંતરે ભારતમાં કોચંિગ ક્લાસની પ્રથા એવી ફૂલીફાલી કે તે મુખ્ય ધારાના શિક્ષણનો પર્યાય બની ગઇ. દરેક બાબતના કોચંિગ ક્લાસ. નર્સરીમાં ભણતું બાળક ટ્યુશને જાય, ચોથા ધોરણનું બાળક પણ ટ્યુશન જાય, દસમા-બારમાના વિદ્યાર્થીઓનો તો પ્રશ્ન જ નથી. બારમા ધોરણમાં સારા ટકા લાવ્યા પછી વિવિધ કોર્સની પ્રવેશ પરીક્ષાઓ ‘ક્રેક’ (પાસ) કરવા માટેના પણ કોચંિગ ક્લાસ અને કોલેજમાં બી.કોમ.-બી.એસસી.થી માંડીને બીજા અભ્યાસક્રમો કરતા વિદ્યાર્થીઓના પણ કોચંિગ ક્લાસ.
કોચંિગ ક્લાસમાં પણ સ્કૂલ-કોલેજ જેવાં જ ટોળાં થવાં લાગ્યાં. એટલે ગુણવત્તાને બદલે પરિણામ અને ટકાવારી મુખ્ય બન્યાં. તેનાથી ધારો કે સારી નોકરી આડેનો પહેલો અવરોધ દૂર થઇ જાય, તો પણ પછી શું? કામ શરૂ કર્યા પછી રોજગાર-ક્ષમતાનો પ્રશ્ન આવીને ઊભો રહ્યો. તેના કારણે ભારતમાં એવી વિચિત્ર સ્થિતિ સર્જાઇ છે કે એક તરફ જથ્થાબંધના હિસાબે ઉચ્ચ ડીગ્રીધારીઓ દર વર્ષે ખડકાય છે અને તેમાંથી ઘણાને સરખી નોકરી મળતી નથી. સામે પક્ષે, નોકરીના બજારમાં આટલા ડીગ્રીધારીઓ હોવા છતાં ઘણી કંપનીઓ બૂમ પાડે છે કે તેમને વ્યાવસાયિક સજ્જતા ધરાવતા લાયક માણસો મળતા નથી. આ વિરોધાભાસ હોવા છતાં વાસ્તવિકતા છે. ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા અંગે પગલાં ભરવામાં ઘણું મોડું થયું છે. છતાં, વઘુ નુકસાન નીવારવા માટે બને એટલી ત્વરાથી સુધારણાની દિશામાં વિચારવાની અને તેનો અમલ કરવાની તાતી જરૂર છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કર માફીનો ગેર લાભ લેતી પેઢીઓ સીબીડીટીની સ્ક્રુટીનીમાં
સોનામાં રૃ.૧૫૦ તૂટયા ઃ ચાંદીના ભાવો ગગડી ૬૩ હજારની અંદર જતા રહ્યા
તામિલનાડુના નાના માચીસ ઉત્પાદકોએ મોટા ખેલાડીઓને હંફાવી ૭૦ ટકા હિસ્સો મેળવ્યો

આર્થિક સુધારાના પગલાને આવકારતી S&Pને તેના અમલીકરણ અંગે શંકા

નૈઋત્યનું ચોમાસુ ટૂંક સમયમાં પાછું ખેંચાવાની જાહેરાત
સરપંચોને મહેમાનગતિ માટે ૧૦ હજારનો સરપાવ
નદીનું સ્વરૃપ માતાનું છે ઔપવિત્ર રાખો તો જ ગણેશ કૃપા

સિવિલ હોસ્પિટલ મેલેરિયા અને ડેન્ગ્યૂનું સ્વર્ગ બની છેઃ હાઇકોર્ટ

આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટ્વેન્ટી-૨૦ જંગ ખેલાશે

અફઘાનિસ્તાનની ટીમ વિશે વિચારતા 'કાબુલીવાલા'નું ગીત યાદ આવી જાય
ભારતીય સ્પિન બોલિંગ સામે ટકવું અફઘાની બેટ્સમેનો માટે પડકારરૃપ
કરોડપતિ સ્ટાર્સ વિ. પાર્ટ-ટાઇમ ક્રિકેટર્સ
એસોસિએશનના રાજકારણથી કંટાળીને ભુપતિએ નિવૃત્તિ જાહેર કરી
બાબુ બજરંગીને બ્લાસ્ટ કેસના આરોપીઓએ માર માર્યાની ચર્ચા
શું ગુજરાત સરકાર પ્રજાનો જીવ જોખમમાં મૂકવા માગે છે? ઃ હાઈકોર્ટ
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved