Last Update : 19-September-2012, Wednesday

 

પહેલો સમરૂ ગણપતિ દેવા આજથી ગણેશોત્સવનો પ્રારંભ

 

- ભગવાનના બધા જ સ્વરૂપો સુંદર અને મનોહારી હોય છે... પૂંજાય છે

 

ભારતીય સંસ્કૃતિ સર્વગ્રાહી અને સર્વ સહિષ્ણુ છે. દરેક ભારતીય ઈશ્વરના અસ્તિત્વનો શ્રઘ્ધાપૂર્વક સ્વીકાર કરીને જ ચાલે છે. ઈશ્વરના કોઈપણ બાહયસ્વરૂપની પૂજા કરે છે. અને તેમના આંતરગુણોનો સ્વીકાર કરે છે. હિન્દુ સંસ્કૃતિમાં ઘણા દેવતાઓના બાહય સ્વરૂપો બેડોળ હોવા છતાં તેવા સ્વરૂપોની પૂજા કરે છે. અને તેના માટે ભારતીય સંસ્કૃતિમાં કોઈજ દુરાગ્રહ નથી. ગણપતિબાપાનું બાહયસ્વરૂપ બેડોળ હોવા છતાં તેમની સર્વત્ર પ્રથમ પુજા થાય છે. ભગવાનના બધાજ રૂપો સુંદર અને મનોહારી છે. જેનું મન જ્યાં આકર્ષાય તે તે સ્વરૂપનું પૂજન કરે છે.
ગણપતિબાપાનું મસ્તક હાથીના મસ્તક જેવું, કાન સૂંપડા જેવા, આંખો ઝીંલી, લાંબી સૂંઢ, ચાર હાથ અને વિશાળ ઉદર અને સંપૂર્ણ શરીરની સરખામણીમાં નાના ટૂંકા પગ છે. આમ ગણપતિજીનું બાહય સ્વરૂપ બેડોળ હોવા છતાં દરેક ધાર્મિક ક્રિયામાં દાદાનું પ્રથમ પૂજન થાય છે.
પંચાયત પૂજા અર્થાત પાંચ દેવોની ઉપાસના, સમાજમાં ગણપતિ, શિવ, હરિ, ભાસ્કર અને અમ્બા એમ પાંચ દેવતાઓનું પૂજન થાય છે. ગણપતિ, શિવ, હરિ, ભાસ્કર અને અમ્બાનું પૂજન એટલે બુઘ્ધિ, જ્ઞાન, લક્ષ્મી, તેજ અને શક્તિની ઉપાસના પરંતુ આપણા ૠષિઓએ ગણપતિજીને ખૂબજ મહત્વ આપ્યું છે. પ્રત્યેક શુભકાર્યમાં દાદાનું જ પહેલું પૂજન થાય છે.
પૌરાણિક કથા છે કે અજાણતામાં ગણપતિનું શીશ કાપી નાંખ્યા પછી પાર્વતીજીને પ્રસન્ન કરવા ભગવાન શિવજી તેમના પાર્ષદોને શીશ શોધી લાવવાનો આદેશ આપે છે. પાર્ષદ નજીકમાંથી હાથીનું મસ્તક લઈ આવે છે આ મસ્તક ગણપતિજીના ધડ પર મુકતા ગણપતિજી સજીવ થાય છે. ગણપતિ ગજાનંદ બને છે. હવે પ્રશ્ન એ થાય છે કે જો ભગવાન શિવજી હાથીનું મસ્તક ધડ પર બેસાડી શકે તો ગણેશજીનું પોતાનું માથુ કેમ ના જોડી શકે ? પરંતુ પુરાણો સમજાવે છે કે ગણપતિ તત્વજ્ઞાનના દેવતા અને સમાજના નેતા છે. તત્વવેત્તા અને નેતા પાસે હાથીનું જ મસ્તક હોવું જોઈએ. વિશાળ મસ્તક આર્થાત સંકુચિત વૃત્તિનો માણસ મહાન તત્વવેત્તા કે સફળ નેતા બની શકતો નથી. આ રીતે ગણ-પતિ પાસે બાહય સૌંદર્ય ન હોવા છતાં આંતરિક સૌંદર્યનો વૈભવ અમાપ છે. હાથીના જીવનમાં તેજસ્વીતા છે. હાથી પોતે ખાતા પહેલાં પ્રથમ બે ત્રણ કોળીયા આમતેમ બીજી દિશામાં ઉડાડે છે તે સૂચવે છે કે મારી સાથે બીજા જીવજંતુઓનું પણ પેટ ભરાવું જોઈએ. ટૂંકમાં ગણપતિજીનું મસ્તક એમ સૂચવી જાય છે કે નેતા અને તત્વવેત્તાના જીવનમાં બુઘ્ધિની તેજસ્વીતા અને અન્યને ખવડાવી ખાવાની ઉદારતા હોવી જોઈએ.
ગણપતિના બીજા મહત્વના અંગ વિષે વિચારીએ તો તેમના કાન સૂંપડા જેવા છે. સૂંપડાનું કાર્ય એ છે કે સારને પચાવી લઈને થોથા એટલે કે ફોતરાને બહાર ફેંકી દેવાનું છે. સાંભળવું વધારે અને બોલવું ઓછું એ કામ સૂંપડા જેવા કાનનું છે. બહધા ગણપતિજી શ્રોતા બનીને અન્યની વાતો સાંભળે છે. અને મોટા હાથી જેવા મસ્તકથી વિચારીને પૂણ્યકાર્યને અમલમાં મૂકે છે.
ગણપતિજીની આંખો હાથી જેવી ઝીંણી છે. ઝીંણી આંખો સુક્ષ્મતા પારખવામાં મદદ કરે છે. નેતાઓએ સુક્ષ્મ દ્રષ્ટિ રાખવી જોઈએ અને બહારના દોષોને અટકાવા જોઈએ. ગણપતિ સુક્ષ્મ અવલોકન સામેની અને અન્ય વ્યક્તિનું ભવિષ્ય પણ સમજી શકે છે.
હાથીનું નાક અર્થાત હાથીની સૂંઠ અનેકવિધ કાર્ય કરે છે. ગણપતિદાદાનું નાક દૂર સુધીનું સુંઘવાનું કામ કરે છે. અર્થાત તત્વવેત્તા અને નેતામાં દૂરદર્શીપણું હોવું જોઈએ. સૂંઢથી ખોરાક પહોંચાડવાનું કામ કરે છે. દુર અંતરે પડેલી કે આવેલી વસ્તુને પોતાની નજીક ખેંચી લાવી શકે છે. સૂંઢની મદદથી વ્હાલ પણ દેખાડી શકે છે અને તેજ સૂંઢથી દુશ્મનને મ્હાત કરે છે. શરીર પર પડેલો કચરો શરીરની સ્વચ્છતા જાળવી શકે છે.
ગણપતિના બે દાંત હોય છે. એક આખો દાંત અને બીજો અડધો દાંત. આખો દાંત શ્રઘ્ધા અને તુટેલો દાંત મેઘાનો છે. ઈશ્વરે જન્મતઃ બે અનમોલ ભેટ આપી છે. એક શ્રઘ્ધાની અને બીજી બુઘ્ધિની. બુઘ્ધિ અને શ્રઘ્ધામાં સમન્વય હોય તો જ જીવનના દરેક કાર્યોમાં સમતુલા અને વિકાસ જાળવી શકાય. જીવનમાં શ્રઘ્ધા અને બુઘ્ધિ બંનેનું સમતોલન જરૂરી છે. બે દાંત પૈકીનો એક દાંત ખંડિત છે. તે બુઘ્ધિની મર્યાદાનો સૂચક છે. શ્રઘ્ધાનો સૂચક છે. બુઘ્ધિ સાથે શ્રઘ્ધાનો સમન્વય કરી જીવન વિકાસ કરવાનું સૂચન આ બંને દાંત કરી જાય છે.
ગણપતિના ચાર હાથ છે. એક હાથમાં અંકુશ, બીજા હાથમાં પાશ, ત્રીજા હાથમાં મોદક અને ચોથો હાથ આશીર્વાદ આપતા હોવાનં સૂચન કરે છે. અંકુશ માનવીએ ઈન્દ્રીયો પર અંકુશ અને નિયમન કરવાનું સૂચવી જાય છે. આમ અંકુશ સંયમનું પ્રતિક છે. અને અંકુશથી સામેની વ્યક્તિ પર દબાવ આપી શકાય છે જ્યારે પાશ શિક્ષા કરવા સામર્થ્ય છે. દરેક નેતા અને તત્વવેતામાં શિક્ષા કરવાનું સામર્થ્ય હોવું જોઈએ. પાશ શબળ નેતાગીરીનું સૂચક છે. આમ અંકુશ અને પાશ સમય અનુસાર ઈન્દ્રીયો પર અંકુશ અને દબાણનું સૂચન કરે છે. ત્રીજા હાથમાં મોદક હોય છે. પ્રસાદીની થાળીમાં મોદક ન મૂકતાં ગણપતિદાદાના હાથમાં મોદક રાખવામાં આવેલ છે. હાથમાં મોદક એટલે સંતોષનું ચિહ્ન છે. શરીરના દરેક અંગો માટે સાત્વિક ખોરાક જરૂરી છે. મોદક સાત્વિક ખોરાક છે. મોદક મોદક ખાવાથી મીઠાશ અને મુલાયમતાનો અનુભવ થાય છે. આ અનુભવ સંતૃપ્તી અને આનંદનો અનુભવ છે. કહેવત છે કે, પેટનો બળ્યો ગામ બાળે. પરંતુ હાથમાં જ ક્ષુધા તૃપ્તી હોય તો એથી વિશેષ આનંદ અને ઈચ્છાતૃપ્તી બીજી શી હોઈ શકે ? બધી જ મીઠાઈમાં લાડુ સરળતાથી બનાવી શકાય અને સૌથી સહેલાઈથી મેળવી શકાય તેવી મીઠાઈ છે.
ગણપતિજીને લંબોદર કહેવામાં આવે છે. માણસ ગાગર પેટ નહીં પણ સાગર પેટ હોવો જોઈએ. સાગર તેના પેટાળમાં સંસારની ખારાશ અને બધો કચરો સાચવે છે. અને છતાં પણ સાગરના કિનારે ઉભા રહેવાનું અને તેના પાણીમાં સ્નાન કરવાનું બધાને ગમે છે.
દાદાના પગ શરીરના બીજા અંગોની સરખામણીમાં નાના છે. ધીમે ધીમે મક્કમ પગલે ઘ્યેય તરફ આગળ વધતાં ગમે તેવું મુશ્કેલીવાળું કામ સરળતાથી ઉકલી જાય છે. નાના અને ટૂંકા પગ બુઘ્ધિમતાનું લક્ષણ છે. દાદા વિષેની પૌરાણિક કથા છે કે પૃથ્વીની પ્રદક્ષિણાની શરતમાં પોતાના ભાઈ કાર્તિકેયને ગણેશે પોતાના નાના પગ હોવા છતાં બુઘ્ધિથી જ મહાત કર્યા હતા. નાના પણ નિશ્ચિત પગલે સુદ્રઢ અને સફળ કાર્ય કરી શકાય છે. તેવું વિઘ્નહર્તાના પગ સૂચવી જાય છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કર માફીનો ગેર લાભ લેતી પેઢીઓ સીબીડીટીની સ્ક્રુટીનીમાં
સોનામાં રૃ.૧૫૦ તૂટયા ઃ ચાંદીના ભાવો ગગડી ૬૩ હજારની અંદર જતા રહ્યા
તામિલનાડુના નાના માચીસ ઉત્પાદકોએ મોટા ખેલાડીઓને હંફાવી ૭૦ ટકા હિસ્સો મેળવ્યો

આર્થિક સુધારાના પગલાને આવકારતી S&Pને તેના અમલીકરણ અંગે શંકા

નૈઋત્યનું ચોમાસુ ટૂંક સમયમાં પાછું ખેંચાવાની જાહેરાત
સરપંચોને મહેમાનગતિ માટે ૧૦ હજારનો સરપાવ
નદીનું સ્વરૃપ માતાનું છે ઔપવિત્ર રાખો તો જ ગણેશ કૃપા

સિવિલ હોસ્પિટલ મેલેરિયા અને ડેન્ગ્યૂનું સ્વર્ગ બની છેઃ હાઇકોર્ટ

આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટ્વેન્ટી-૨૦ જંગ ખેલાશે

અફઘાનિસ્તાનની ટીમ વિશે વિચારતા 'કાબુલીવાલા'નું ગીત યાદ આવી જાય
ભારતીય સ્પિન બોલિંગ સામે ટકવું અફઘાની બેટ્સમેનો માટે પડકારરૃપ
કરોડપતિ સ્ટાર્સ વિ. પાર્ટ-ટાઇમ ક્રિકેટર્સ
એસોસિએશનના રાજકારણથી કંટાળીને ભુપતિએ નિવૃત્તિ જાહેર કરી
બાબુ બજરંગીને બ્લાસ્ટ કેસના આરોપીઓએ માર માર્યાની ચર્ચા
શું ગુજરાત સરકાર પ્રજાનો જીવ જોખમમાં મૂકવા માગે છે? ઃ હાઈકોર્ટ
 

 

 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved