Last Update : 19-September-2012, Wednesday

 

ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં

- ગુગલ મેપ્સ દ્વારા એવી સુવિધા શરૃ કરવામાં આવી છે જે ટ્રાફિક જામ હોય એવા રસ્તાઓ અને પ્રત્યેક ટર્નની માહિતી આપશે. જેથી જે તે રોડ પરના ટ્રાફિકની જાણ થશે.

અમદાવાદમાં સાંજના સાતથી નવની વચ્ચે અનેક રસ્તાઓ એવા હોય છે જ્યાંથી નીકળવાનું લોકો ટાળતા હોય છે. નદીની કોઈ પણ બાજુ હોય, પણ અમુક સમયે ટ્રાફિકની સમસ્યા સામે નાગરિક વિવશ થઈ જતા હોય છે. એમાં પણ રિક્ષાચાલકો અને બાઇક ચલાવનારા ટ્રાફિકમાંથી જે સર્પાકાર રસ્તા બનાવીને આગળ વધતા હોય છે એનાથી ક્યારેક મુશ્કેલીઓ ઘટવાના સ્થાને વધી પણ જતી હોય છે. આવા સમયે પહેલાંથી જાણ થઈ જાય કે ક્યા રસ્તા પર કેટલો ટ્રાફિક છે અને એ રસ્તો ન પકડવો હોય અને પોતાના સ્થાને પહોંચવું હોય એના માટેના વિકલ્પો ક્યા છે એવી માહિતી તમારો મોબાઇલ જ આપે તો? સેલફોન પર જ કે સૌથી ઓછું અંતર કાપી આપણે જે સ્થળે પહોંચવું હોય એના શોર્ટકટ ક્યા-ક્યા છે? એ માહિતી હાથવગી બને તો?
ગુગલ મેપ્સ આ તમામ પ્રશ્નોના ઉકેલ સાથે આવ્યું છે. બે નવી સુવિધાઓ હવે ભારતમાં શરૃ કરવામાં આવી છે અને એની મદદથી મુસાફરી સરળ બની રહેશે. ગુગલ મેપ્સ નેવિગેશન (બીટા)ની મદદથી જે સ્થળે પહોંચવું હોય એના શક્ય રૃટ અને એમાં જોવા મળતા ટ્રાફિકની જાણકારી તમને મળી જાય. ટ્રાફિક ચલાવતી વખતે સતત મોબાઇલ પર જોતા ન રહેવું પડે એ માટે આ બોલતો સોફ્ટવેર સૌથી વધુ ઉપયોગી છે. સ્માર્ટ ફોન ધરાવતી કોઈ પણ વ્યક્તિ આ સોફ્ટવેરને મફતમાં ડાઉનલોડ કરી શકે છે. જે લોકો સ્માર્ટ ફોન ઉપયોગ કરતા હોય એમના સ્થાનની જાણકારીની મદદથી અને પહેલાંથી જ ગુગલમાં રહેલા ખૂબ જ મોટા ડેટાબેઝની મદદથી આ સોફ્ટવેર કાર્યરત છે. સ્થળ લખવાનો સમય ન હોય તો ગુગલ મેપ્સ ચાલુ કરી એ બોલી લેતા પણ તરત આ સોફ્ટવેર પરિણામ આપે છે.
પહેલાં પ્રાયોગિક ધોરણે મુંબઈ, બેન્ગલોર, ચેન્નઈ, દિલ્લી, પુણે અને હૈદરાબાદમાં શરૃ કરવામાં આવેલી આ સુવિધા ધીમે-ધીમે અન્ય મોટા શહેરોમાં પણ શરૃ કરવામાં આવશે. આપણે જે રૃટ પસંદ કર્યોે હોય એમાં લાઇવ ટ્રાફિક અપડેટ આપવામાં આવતી હોય છે. એમાં ત્રણ રંગથી એ રસ્તા પરના ટ્રાફિકની જાણ થાય. ખૂબ જ ટ્રાફિક હોય એ રસ્તા પર લાલ રંગ, મધ્યમ ટ્રાફિક પર પીળો અને કોઈ મુશ્કેલી વિના મુસાફરી થઈ શકતી હોય એવા રસ્તા પર લીલો રંગ રાખવામાં આવ્યો હોય છે. ક્યા સ્થળે ટર્ન લેવો અને ટ્રાફિક વધુ હોય તો વિકલ્પ ક્યા રહેશે એ માટેની જાણકારી પણ આસાનીથી ગુગલ મેપ્સ નેવિગેશન આપે છે.
પરંતુ ગુગલ મેપ્સની આ એપ્લીકેશનથી ટ્રાફિકની સમસ્યા જાણી શકાશે. જેથી ઘેરથી નીકળતા પહેલા જ આપણે જે રોડ પર જવાના હોઇએ તે રોડ પરના ટ્રાફિકની વિગત મોબાઇલ પર જ મળી રહેશે. ઉપરાંત જો વધુ ટ્રાફિક હશે તો આપણી મરજી મુજબ જે તે રોડ પર જઇ શકાશે અને સમયનો પણ બચાવ થશે. ઉપરાંત આ એપ્સથી કદાચ અકસ્માત પણ નીવારી શકાશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કર માફીનો ગેર લાભ લેતી પેઢીઓ સીબીડીટીની સ્ક્રુટીનીમાં
સોનામાં રૃ.૧૫૦ તૂટયા ઃ ચાંદીના ભાવો ગગડી ૬૩ હજારની અંદર જતા રહ્યા
તામિલનાડુના નાના માચીસ ઉત્પાદકોએ મોટા ખેલાડીઓને હંફાવી ૭૦ ટકા હિસ્સો મેળવ્યો

આર્થિક સુધારાના પગલાને આવકારતી S&Pને તેના અમલીકરણ અંગે શંકા

નૈઋત્યનું ચોમાસુ ટૂંક સમયમાં પાછું ખેંચાવાની જાહેરાત
સરપંચોને મહેમાનગતિ માટે ૧૦ હજારનો સરપાવ
નદીનું સ્વરૃપ માતાનું છે ઔપવિત્ર રાખો તો જ ગણેશ કૃપા

સિવિલ હોસ્પિટલ મેલેરિયા અને ડેન્ગ્યૂનું સ્વર્ગ બની છેઃ હાઇકોર્ટ

આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટ્વેન્ટી-૨૦ જંગ ખેલાશે

અફઘાનિસ્તાનની ટીમ વિશે વિચારતા 'કાબુલીવાલા'નું ગીત યાદ આવી જાય
ભારતીય સ્પિન બોલિંગ સામે ટકવું અફઘાની બેટ્સમેનો માટે પડકારરૃપ
કરોડપતિ સ્ટાર્સ વિ. પાર્ટ-ટાઇમ ક્રિકેટર્સ
એસોસિએશનના રાજકારણથી કંટાળીને ભુપતિએ નિવૃત્તિ જાહેર કરી
બાબુ બજરંગીને બ્લાસ્ટ કેસના આરોપીઓએ માર માર્યાની ચર્ચા
શું ગુજરાત સરકાર પ્રજાનો જીવ જોખમમાં મૂકવા માગે છે? ઃ હાઈકોર્ટ
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved