Last Update : 19-September-2012, Wednesday

 
દિલ્હીની વાત
 

વધુ આર્થિક પરિવર્તનના સંકેત
નવી દિલ્હી, તા.૧૮
વડાપ્રધાન અને નાણા પ્રધાનના નિવેદનો પર ધ્યાન આપીએ તો લાગે કે સરકાર હજુ આર્થિક પરિવર્તનના બીજા પગલાંઓ લેશે. એક તરફ વડાપ્રધાન આ પરિવર્તનની પ્રોસેસને ઝડપી બનાવવા આતુર છે તો નાણાપ્રધાન, વડાપ્રધાનના નેતૃત્વવાળા નેશનલ ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ માટે પ્લાન કરી રહ્યા છે. આવા પ્લાન પાછળનું કારણ એ છે કે સરકાર પાસે પુરતું સંખ્યાબળ હોઇ તેને વિરોધ પક્ષ કે સાથી પક્ષ તરફથી કોઇ ડર નથી. કોંગ્રેસ સિવાયના પક્ષો સાથે એનડીએ સાથે જોડાઈ શકતા નથી કેમ કે તેમને લઘુમતીનો ટેકો ગુમાવવાની ચિંતા છે. એફડીઆઈના નિર્ણય અંગે હજુ આમ આદમીનો કોઇ પ્રતિભાવ મળ્યો નથી તેથી કેટલાક રાજકીય પક્ષો આ મુદ્દે સ્પષ્ટ નથી. તેમને એવો ડર છે કે જો લોકો એફડીઆઈને સ્વીકારશે તો તેમનું વિરોધનું ગણિત ખોટું પડશે.
તૃણમૂલ કોંગ્રેસ દ્વિઘામાં...
એફડીઆઈનો વિરોધ કરતા પક્ષો આક્ષેપબાજીનો મારો એટલા માટે ચલાવે રાખે છે કે તે સરકારને મુંઝવણમાં મુકવા માગે છે. કેટલીક રાજય સરકારોની નજર કેન્દ્રીય સહાય પર છે. કેમ કે તેમના રાજયનું અસ્તિત્વ આવી સહાય પર નિર્ભર હોય છે.
આ લોકો એમ પણ માને છે કે આર્થિક ઉદારીકરણના મુદ્દે સરકારને ઉથલાવવાની વાત 'બેડ-પોલીટીકસ' ગણાય. પ્રધાનો પાછા ખેંચવાની બાબતે તૃણમુલ કોંગ્રેસમાં પણ મતભેદો છે. ભાજપે આજે તૃણમુલ કોંગ્રેસને ટેકો પાછો ખેંચવા પડકાર કર્યો છે. ભાજપે ટીએમસીને ચેતવી છે કે જો તે ટેકો પાછો નહીં ખેંચે તેની ક્રેડીટને મોટો ફટકો પડશે.
૨૦મીના બંધ પર નજર
૨૦ સપ્ટેમ્બરના ભારત બંધ પર સૌની નજર છે. યુપીએ સરકારને બહારથી ટેકો આપતા પક્ષો અને વિરોધ પક્ષોએ બંધનું એલાન આપ્યું છે. જો કે એનડીએનો મહત્વનો સાથી પક્ષ બંધમાં નહીં જોડાય. તેમણે ગણેશ મહોત્સવનું કારણ બતાવ્યું છે. અન્ય કેટલાક પક્ષોએ અલગ બંધનું એલાન આપ્યું છે. જેમાં ડાબેરી પક્ષો, સમાજવાદી પક્ષ, બીજેડી, ટીડીપી અને જેડી (એસ) જોડાયા છે.
એફડીઆઈ અંગે લાલુ ઉવાચ...
બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર અને જેડી (યુ)ના નેતાએ એફડીઆઈના નિર્ણયનો વિરોધ કર્યો છે. જયારે બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવે તેનો વિરોધ કર્યો છે. લાલુએ પોતાની માન્યતા પાછળનું લોજીક રજુ કર્યું છે. તે કહે છે કે લોકો એરકન્ડીશન્ડ શોરૃમમાંથી બૂટ ખરીદે છે પરંતુ અનાજ તો તેમણે ઓપન માર્કેટમાંથી જ ખરીદવું પડે છે. તેમણે ટીએમસીના નેતા મમતા બેનરજીની ટીકા કરતાં કહ્યું હતું કે તેમની ચિંતા કરવાની જરૃર નથી. કેમ કે તે સવારે કંઇક કહે છે અને સાંજે કંઇક બીજું જ કહે છે.
શાકાહારી રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ બન્યા પહેલાં પ્રણવ મુકરજીનું 'મેલ' ખાવાનું વળગણ હતું. (ફીશ ઇન ગ્રેવી) રાષ્ટ્રપતિ ભવનના સૂત્રો જણાવે છે કે હવે પ્રણવ શાકાહારી બની ગયા છે. કાર્યક્રમો ગોઠવનારને પ્રણવના મદદનીશો શાકાહારી મેનુ માટે સંદેશો આપે છે. રાષ્ટ્રપતિ પ્રણવ દિલ્હીની બહાર જાય છે તો પણ તેમનું મેનુ શાકાહારી હોય છે.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved