Last Update : 19-September-2012, Wednesday

 

બહેતર હૈ, એન્થની સે પૂછોઃ બી આર ચોપરાએ કહ્યું

સિનેમેજિક - અજિત પોપટ
 

 

વાત છે લગભગ ૧૯૫૫-૫૬ની. સિનિયર સાજિંદાઓને તારીખ યાદ નથી. એક ઘટના ચોક્કસ છેઃ બી આર ચોપરાની દિલીપકુમાર, અજિત અને વૈજયંતીમાલાને ચમકાવતી ફિલ્મ નયા દૌરના એક ગીતને રેકોર્ડિંગ પહેલાં ફાઇનલ ટચ અપાઇ રહ્યો હતો. આના હૈ તો આ રાહ મેં કુછ ફેર નહીં હૈ, ભગવાન કે ઘર દેર હૈ, અંધેર નહીં હૈ...ગીત હતું. તમને ફિલ્મના પ્રસંગો યાદ હોય તો આ ગીત પછી દિલીપ અને અજિત વચ્ચે ગેરસમજ થાય છે. બંને બાથંબાથી પર આવી જાય છે અને એકબીજા સામે ફેંકેલા પથ્થરો ટકરાય ત્યારે પથ્થરો પર ઇન્ટરવલ શબ્દ કોરાઇ જાય છે. આમ વાર્તાના વહેણમાં પણ આ ગીત મહત્ત્વનો ફાળો આપવાનું હતું. ખુદ બી આર ચોપરા ત્યાં હાજર હતા. બધું બરાબર છે ? એવો સવાલ બી આર ચોપરા સામે જોઇને પૂછાયો ત્યારે બી આરએ મ્યુઝિક એરેંજર સામે પ્રશ્નસૂચક દ્રષ્ટિ કરી. એરેંજરે પોતાની છાતી પર હાથ મૂકીને ઇશારો કર્યો, જાણે કહેતા હોય મૈં હું ના...ગયા અઠવાડિયે જે અનોખા મ્યુઝિક એરેંજર કમ કમ્પોઝરની વાત શરૃ કરી હતી એ એન્થની ગોન્સાલ્વિસ આ ગીતના એરેંજર હતા.
'હંુ કદી કોઇની પાસે શાસ્ત્રીય સંગીત શીખ્યો નથી, જે કંઇ સારું સાંભળ્યું છે એમાંથી તર્જો બનાવું છું' એવું આપણા સૌના લાડકા સંગીતકાર ઓ પી નય્યરે એક કરતાં વધુ વખત કહ્યું હતું. પરંતુ ઓ પી નય્યર હોય યા મદન મોહન હોય કે પછી શંકર જયકિસન હોય યા કલ્યાણજી આણંદજી હોય- ઉત્તમ મ્યુઝિક એરેંજર અને સહાયક સંગીતકાર સ્વરનિયોજકનો અડધો અડધ માનસિક ભાર હળવો કરી નાખતા રહ્યા છે.
શંકર જયકિસન સાથે સેબાસ્ટિયન અને ફ્રેન્કી ફરનાન્ડો હતા એમ એસ ડી બર્મન સાથે બાસુ અને મનોહારી હતા. પરંતુ આ બધા વચ્ચે એક કોમન કડી હતી જેને આપણે એન્થની ગોન્સાલ્વિસના નામથી ઓળખીએ છીએ. આપણા સંગીતકારોને મદદરૃપ થવા આ ગોવાનીસ સંગીતકાર ભારતીય સંગીતના પાયાના સિદ્ધાંતો પણ શીખ્યો. સ્ટાફ નોટેશનનો તો ખાં હતો. મુંબઇમાં સ્થિર થયા પછી એ ભારતીય સંગીતનો પણ જાણકાર બન્યો. તમે નયા દૌૈરનું મુહમ્મદ રફીએે ગાયેલું આ ગીત ફરી સાંભળો. ઓ પી નય્યરની મૂળ તર્જને અનુરૃપ ફ્રન્ટગ્રાઉન્ડ મ્યુઝિક અને ત્યારબાદ સંઘેડાઉતાર હોય એવું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક. રફી સાહેબ તાર સપ્તક પર ઉપાડ કરે છે- આના હૈ તો આ... રાહ મેં...કુછ ફેર....નહીં હૈ... અને જે ફ્રન્ટગ્રાઉન્ડ મ્યુઝિક છેડાય છે એમાં ક્યાંય મૂળ બંદિશની રસક્ષતિ થતી નથી. ઊલટું ગીત વધુ આસ્વાદ્ય બનતું જણાય છે. આ ખૂબી મ્યુઝિક એરેંજર એન્થનીની હતી.
૧૯૩૯-૪૦ની આસપાસ એન્થની મુંબઇ આવ્યા. એમની પાસે પાશ્ચાત્ય સંગીતનું ભાથું હતું. એમના પિતા પ્રભુ ગોન્સાલ્વિસ ગોવાના એક ચર્ચ સાથે સંકળાયેલા હતા. ચર્ચમાં ભગવાન ઇસા મસીહની પ્રાર્થનાનાં જે ભક્તિગીતો ગવાતાં એમાં એન્થનીના પિતા ઓર્ગન અને પિયાનો વગાડવા ઉપરાંત ગાયકોને માર્ગદર્શન આપતા. પિતા પાસેથી ભક્તિગીતોનો વારસો લઇને એન્થનીએ મુંબઇમાં પગ મૂક્યો હતો. ગયા શુક્રવારે બરજોર લોર્ડની વાત કરી હતી. એ રીતે એન્થનીએ પણ થોડાઘણાં નહીં સેંકડો ગીતોમાં પોતાની કમાલ દેખાડી હતી. એક તબક્કે તો લતાજી અને મન્ના ડેને લઇને ૧૦૦ સાજિંદા સાથેનું એક મ્યુઝિક ગુ્રપ પણ બનાવ્યું હતું. સંગીતકારો જેટલો જ વિશ્વાસ લતાજીને પણ એન્થનીની સર્જનકલા પર હતો.
એનું કારણ એન્થનીએ વિવિધ સંગીતકારો સાથે આપેલા એક એકથી ચઢિયાતાં ગીતો. પાંચ-સાત ગીતો યાદ કરવા હોય તો નોંધી લો- નૌશાદસાહેબનું અમર ગીત આવાઝ દે કહાં હૈ દુનિયા મેરી જવાં હૈ (અનમોલ ઘડી), દિલ મેરા તોડા (ફિલ્મ મજબૂર, સંગીત ગુલામ હૈદર), જિયા બેકરાર હૈ આઇ બહાર હૈ (બરસાત, શંકર જયકિસન), વગેરેેમાં એન્થનીએ વાયોલિન છેડયું હતું અને આ ગીતોમાં એરેંજરની કામગીરી બજાવી હતી- દિલ જલતા હૈ તો જલને દે (પહલી નજર, અનિલ વિશ્વાસ), જબ ઉસને ગેસુ બિખરાયે (શાહજહાં, નૌશાદ), દિલ ને તો દિયા ધોખા (બેદર્દી, રોશન), યે રાત યે ચાંદની ફિર કહાં (જાલ, એસ ડી બર્મન), હમ આપ કી આંખોં મેં ઇસ દિલ કો (પ્યાસા, એસ ડી બર્મન), સુહાના સફર ઔર યે મૌસમ હસીં (મધુમતી, સલિલ ચૌધરી), ફિલ્મ નયા દૌરનાં બધાં ગીતો... આ યાદી ઘણી લાંબી થઇ જાય. આપણે થોડાથી સંતોષ માનીએ. એન્થની વિશે વધુ વાતો કરીએ એ પહેલાં કહી દઉં. એન્થની ઇઝ નો મોર. થોડા સમય પહેલાં એ આ ફાની દુનિયાને છોડી ગયા.
(વધુ આવતા શુક્રવારે)

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કર માફીનો ગેર લાભ લેતી પેઢીઓ સીબીડીટીની સ્ક્રુટીનીમાં
સોનામાં રૃ.૧૫૦ તૂટયા ઃ ચાંદીના ભાવો ગગડી ૬૩ હજારની અંદર જતા રહ્યા
તામિલનાડુના નાના માચીસ ઉત્પાદકોએ મોટા ખેલાડીઓને હંફાવી ૭૦ ટકા હિસ્સો મેળવ્યો

આર્થિક સુધારાના પગલાને આવકારતી S&Pને તેના અમલીકરણ અંગે શંકા

નૈઋત્યનું ચોમાસુ ટૂંક સમયમાં પાછું ખેંચાવાની જાહેરાત
સરપંચોને મહેમાનગતિ માટે ૧૦ હજારનો સરપાવ
નદીનું સ્વરૃપ માતાનું છે ઔપવિત્ર રાખો તો જ ગણેશ કૃપા

સિવિલ હોસ્પિટલ મેલેરિયા અને ડેન્ગ્યૂનું સ્વર્ગ બની છેઃ હાઇકોર્ટ

આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટ્વેન્ટી-૨૦ જંગ ખેલાશે

અફઘાનિસ્તાનની ટીમ વિશે વિચારતા 'કાબુલીવાલા'નું ગીત યાદ આવી જાય
ભારતીય સ્પિન બોલિંગ સામે ટકવું અફઘાની બેટ્સમેનો માટે પડકારરૃપ
કરોડપતિ સ્ટાર્સ વિ. પાર્ટ-ટાઇમ ક્રિકેટર્સ
એસોસિએશનના રાજકારણથી કંટાળીને ભુપતિએ નિવૃત્તિ જાહેર કરી
બાબુ બજરંગીને બ્લાસ્ટ કેસના આરોપીઓએ માર માર્યાની ચર્ચા
શું ગુજરાત સરકાર પ્રજાનો જીવ જોખમમાં મૂકવા માગે છે? ઃ હાઈકોર્ટ
 

 

 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved