Last Update : 19-September-2012, Wednesday

 

એક લાખ છ્યાસી હજાર કરોડમાં મીંડાં કેટલાં?

હવામાં ગોળીબાર - મન્નુ શેખચલ્લી
- આજના કૌભાંડોનું ગણિત સમજવું સહેલું નથી. તમે બારમામાં મેથ્સ લીધું હોય તો પણ...

 

અમારું ગણિત કાચું છે.
હું પ્રાઇમરી સ્કુલમાં હતો ત્યારે સ્લેટ પર સરવાળા બાદબાકી કરતો હતો. પછી હાઇસ્કુલમાં આવ્યો ત્યારે નોટબુકમાં બોલપેન વડે ગુણાકાર ભાગાકાર કરતો હતો. પણ પછી જેવું બીજગણિત (એલ્જીબ્રા) આવ્યું કે તરત લોચા પડવા લાગ્યા.
કારણકે કોઇપણ રકમને 'ધારી લેવાની' આવડત જ મારી મગજમાં નહોતી.
પરંતુ આજકાલ બહુ મોટી મોટી રકમો આપણે ધારી લેવી પડે છે. દાખલા તરીકે કોયલા-કૌભાંડના એક લાખ છ્યાસી હજાર કરોડ રૃપિયા! સાલું, અહીં એક લાખ 'ધારણ' કરવાના ફાંફાં છે ત્યાં એક લાખ છ્યાસી હજાર કરોડને 'ધારી' શી રીતે લેવાના?
'કેગ'વાળા સાહેબોનું બીજગણિત પાકું હશે. એમણે એમની નોટમાં લખ્યું હશે... ધારોકે કોયલા કૌભાંડની કુલ રકમ 'એક્સ' છે. પછી એક્સ ઈન્ટુ વાય, એ ઈન્ટુ બી, સી ડિવાઇડેડ બાય ડી, અન્ડર એ-વન માઇનસ ડી-ટુ, ઈન્ટુ બ્રેકેટ મલ્ટીપ્લાઇડ બાય, ડિવાઇડેડ બાય, રેઇઝડ ટુ... એમ કરીને કોઇ લાંબી લચક ''ફોર્મ્યુલા'' વડે આ જવાબ શોધી કાઢ્યો હશે!
અહીં આપણને તો હજી એ વિચારવું પડે છે કે બોસ, એક લાખ રૃપિયા એટલે કેટલા? એમાં સો-સોની કેટલી નોટો હોય?
શું કહ્યું? હજાર નોટો?
તો પછી એક કરોડ એટલે કેટલી નોટો?
શું કહ્યું? એક લાખ નોટો?!!
મારી નાંખ્યા! તો પછી આ તો બે પાંચ કરોડ નહિ, પુરા એક લાખ છ્યાસી હજાર કરોડની વાત છે. એમાં સો-સો વાળી કેટલી નોટો આવે?
જોયું? તમે બી ગુંચવાઇ ગયા ને!
આવું જ થાય છે. રાજીવ ગાંધીના જમાનામાં બધું સિમ્પલ હતું? જાણે રીક્ષાનું ભાડું ચુકવતા હોઇએ એવું...
''ભઇ કેટલા થયા?''
''ચોંસઠ કરોડ.''
''કેટલા? ચોંસઠ કરોડ?''
''મીટર જોઇ લો. ચોંસઠ જ છે.''
''ઠીક છે. પણ છૂટા નથી. લે, આ સો કરોડ.''
''મારી કને બી છૂટા નથી. લો, આ પાંત્રીસ કરોડ છે. એક કરોડ છૂટા નથી.''
''અરે જા જા, ચાલતું હશે? તું દસ દસ કરોડની ચાર નોટો આપ. હું તને ચાર કરોડ છૂટા આપું છું.''
''લાવો ને બોસ! હું તો સવારથી છૂટ્ટા જ શોધું છું.''
''લે, આ બે કરોડ... અને... આ પાછલા ખિસ્સામાંથી એક કરોડ નીકળ્યા... અને... અને... આ મળ્યા, મળ્યા, પચાસ-પચાસ લાખના બે સિક્કા મળ્યા! લે, હવે બરોબર?''
''થેન્ક યુ હોં?''
- બોલો, કેટલું સિમ્પલ હતું, નહિ! પણ આજે જમાનો બદલાઇ ગયો છે. આજે કોઇ પણ આંકડો સીધા સાદા કરોડના હિસાબમાં હોતો જ નથી. કરોડની આગળ કાં તો હજાર લાગે છે કાં તો લાખ લાગે છે.
પેલા મધુ કોડાએ કેટલા કરોડનું કર્યું? ચાર હજાર કરોડનું અને સુરેશ કલમાડી? સાંઇઠ હજાર કરોડ. ઓકે, પેલું ટુ-જી વાળું કેટલા કરોડનું હતું?... વેલ, એ વન પોઇન્ટ સિક્સ્ટી એઇટ લૅક-ક્રોરનું હતું!
એક મિનીટ, એક મિનીટ, આ 'લૅક-ક્રોર' એટલે કેટલા? તો કહેશે, ડૉન્ટ વરી યુ કાઉન્ટ લાઇક ધીસ. ઇટ ઇઝ એઇટીન હંડ્રેડ સિક્સ્ટી બિલીયન રૃપિઝ.
પત્યું? આખી વાત મિલીયન, બિલીયન અને ટ્રીલીયનમાં જતી રહી! તમે કહો કે ભાઇ, ઊભા રહો, આ એક બિલીયનમાં મીંડાં કેટલાં આવે? તો કહેશે, ફરગેટ ઇટ. યુ જસ્ટ ઍઝ્યુમ, ઇટ ઇઝ રફલી થર્ટી એઇટ બિલીયન ડૉલર્સ ઓન્લી!
'હેં? માત્ર આડત્રીસ બિલીયન ડૉલર?'
એક મિનીટ યાર, મેઇન સવાલ પર પાછા આવો!
આ એક લાખ છ્યાસી હજાર કરોડ રૃપિયા એટલે સો-સો વાળી નોટો કેટલીઇઇઇ?
જોયું? ગુંચાવાઇ ગયા ને?
બાકી, નરસિંહરાવના જમાનામાં બી કેટલું સહેલું હતું? હર્ષદ મહેતાએ એક બેગમાં એક કરોડ રૃપિયા પૅક કરીને આપણને ટીવીમાં બતાડેલું! કેટલું ઇઝી લાગતું હતું, નહિ?
હવે ઇમેજીન કરો કે, સાલી, એક લાખ છ્યાસી હજાર બેગો એકવાર ટીવી પર બતાડે તોય, આપણે ગણીએ શી રીતે?
અમારી આ કૌભાંડીઓને એક રિક્વેસ્ટ છે, કે પ્લીઝ, તમે કૌભાંડ કરો તો 'રાઉન્ડ ફીગર'માં કરો. અમને જરા આઇડિયા તો આવે?
જોકે એ હિસાબે આપણા મુખ્યમંત્રીશ્રી બિચારા સીધા છે. એ 'ખાતા નથી અને ખાવા દેવા નથી' એ વાત અલગ છે, પણ એમનો હિસાબ કેટલો સિમ્પલ હોય છે! હમણાં જ ટીવીમાં એમને એવું બોલતા સાંભળ્યા કે આદિવાસીઓના ઉત્કર્ષ માટે એમણે ૨૫૦૦ કરોડ ખર્ચી નાંખ્યા છે. વાઉ. વેરી ગુડ.
એનો મતલબ એ થયો કે જો ગુજરાતમાં ૨૫૦૦ આદિવાસીઓ હોય તો દરેકને એક એક કરોડ મળે! પણ આદિવાસીઓ તો વધારે છે. કેટલા હશે? ૨૫૦૦૦? જો એવું હોય તો દરેક આદિવાસીને દસ-દસ લાખ મળે. વાઉ. વેરી ગુડ.
પણ કદાચ આદિવાસીઓ એનાથી પણ વધારે છે. અઢી લાખ હશે? તો એ હિસાબે દરેક આદિવાસીને કેટલા મળ્યા? એક એક લાખ રૃપિયા? વાઉ!! વાઉ!!
પછી વિચાર આવે કે બૉસ, એક આદિવાસીને જો એક લાખ મળે તો બિચારાની લાઇફ બની જાય! ચલો, માની લો કે આદિવાસીઓ કુલ અઢી ને બદલે પાંચ લાખ છે. તોય ૫૦-૫૦ હજાર મળે!
પણ અલ્યા, ક્યારે મળ્યા? કોણે આપ્યા? આપણા મુખ્યમંત્રીજીએ તો એમને એક એક સાઇકલ કે એક એક સીવવાનો સંચો એવું બધું જ આપેલું! બાકીના રૃપિયા ગયા ક્યાં?
આ તો લોચો!
જોયું? તમે અમારી જેમ નોટમાં બોલપેનથી ગણિત ગણો તો જ આંકડાઓમાં થોડીઘણી સમજ પડે છે. બાકી તો આપણા મુખ્યમંત્રીજી 'પચ્ચીસ લાખ કરોડ' રૃપિયાના એમઓયુ કરીને બેઠા છે! વરસોથી!
- હવે, બોલો, પચ્ચીસ લાખ કરોડમાં સો-સો વાળી કેટલી નોટો હોય?
ગણો? ગણો?....

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કર માફીનો ગેર લાભ લેતી પેઢીઓ સીબીડીટીની સ્ક્રુટીનીમાં
સોનામાં રૃ.૧૫૦ તૂટયા ઃ ચાંદીના ભાવો ગગડી ૬૩ હજારની અંદર જતા રહ્યા
તામિલનાડુના નાના માચીસ ઉત્પાદકોએ મોટા ખેલાડીઓને હંફાવી ૭૦ ટકા હિસ્સો મેળવ્યો

આર્થિક સુધારાના પગલાને આવકારતી S&Pને તેના અમલીકરણ અંગે શંકા

નૈઋત્યનું ચોમાસુ ટૂંક સમયમાં પાછું ખેંચાવાની જાહેરાત
સરપંચોને મહેમાનગતિ માટે ૧૦ હજારનો સરપાવ
નદીનું સ્વરૃપ માતાનું છે ઔપવિત્ર રાખો તો જ ગણેશ કૃપા

સિવિલ હોસ્પિટલ મેલેરિયા અને ડેન્ગ્યૂનું સ્વર્ગ બની છેઃ હાઇકોર્ટ

આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટ્વેન્ટી-૨૦ જંગ ખેલાશે

અફઘાનિસ્તાનની ટીમ વિશે વિચારતા 'કાબુલીવાલા'નું ગીત યાદ આવી જાય
ભારતીય સ્પિન બોલિંગ સામે ટકવું અફઘાની બેટ્સમેનો માટે પડકારરૃપ
કરોડપતિ સ્ટાર્સ વિ. પાર્ટ-ટાઇમ ક્રિકેટર્સ
એસોસિએશનના રાજકારણથી કંટાળીને ભુપતિએ નિવૃત્તિ જાહેર કરી
બાબુ બજરંગીને બ્લાસ્ટ કેસના આરોપીઓએ માર માર્યાની ચર્ચા
શું ગુજરાત સરકાર પ્રજાનો જીવ જોખમમાં મૂકવા માગે છે? ઃ હાઈકોર્ટ
 

 

 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved