Last Update : 19-September-2012, Wednesday

 
 

ઓસ્ટ્રેલિયા અને આયર્લેન્ડ વચ્ચે આજે બપોરે ૩.૩૦થી મુકાબલો
આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટ્વેન્ટી-૨૦ જંગ ખેલાશે

ભારત ધમાકેદાર વિજય સાથે વર્લ્ડ કપનો પ્રારંભ કરવા આતુર
સાંજે ૭.૩૦થી મેચ શરૃ થશે અફઘાનિસ્તાનને લડાયક દેખાવની આશા

કોલંબો,તા.૧૮
આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સુપરસ્ટાર્સ ધરાવતી હાઇપ્રોફાઇલ ભારતીય ટીમ આવતીકાલે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના તેના પ્રથમ મુકાબલામાં ખુબ જ ઓછી જાણીતી અફઘાનિસ્તાનની ટીમ સામે રમવા ઉતરશે. વર્ષ ૨૦૦૭માં ચેમ્પિયની બની ચુકેલી ભારતીય ટીમ આ વખતે પણ ટાઇટલ જાળવવા માટે ફેવરિટ છે. જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની ઓળખ ઉભી કરવા માટે સંઘર્ષ કરી રહેલા અફઘાનિસ્તાનને લડાયક દેખાવની આશા છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ સાંજે ૭.૩૦ વાગ્યાથી રમાશે. જ્યારે ઓસ્ટ્રેલિયા અને આયર્લેન્ડ વચ્ચે બપોરે ૩.૩૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં એસોસિએટ દેશોની ટીમોને પણ ક્વોલિફાઈગને સહારે સામેલ કરવામાં આવી હોવાથી કેટલીક મેચો સાવ 'મિસ મેચ'જેવી જ રહેવાની શક્યતા છે.
ભારત વિ. અફઘાનિસ્તાન
ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં એક વખત ચેમ્પિયન અને બે વખત સુપર એઇટ સુધીની સફર ખેડનારી ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે જીતવા માટે હોટ ફેવરિટ છે. કેપ્ટન ધોની સહિત સેહવાગ, ગંભીર, કોહલી, રૈના જેવા દિગ્ગજ બેટ્સમેનોથી વિશ્વના ટોચના બોલરો પણ પરેશાન છે ત્યારે અફઘાનિસ્તાન તેમની પર કેવી રીતે લગામ લગાવશે તે જોવાનું રહેશે. ટ્વેન્ટી-૨૦ ફોર્મેટમાં આમ તો બંને ટીમો વચ્ચેની સ્પર્ધા ખુબ જ તીવ્ર જોવા મળતી હોય છે. જો કે આવતીકાલનો મુકાબલો મોટાભાગે એક તરફી જ રહેશે તેમ મનાય છે. ભારતીય ટીમ તેના પ્રથમ હરોળના ૧૧ ખેલાડીઓને જ મેદાન પર ઉતારશે અને હરભજનને કદાચ બહાર બેસવું પડે તેવી શક્યતા છે. જ્યારે ઓલરાઉન્ડર પઠાણ, ઝહીર ખાન, અશ્વિનનો સમાવેશ લગભગ નક્કી છે. જ્યારે ચોથો બોલર સ્પિનર હશે કે ફાસ્ટ બોલર તેની ખબર તો મેચ પહેલા જ પડશે.
ક્રિકેટમાં પુનરાગમન કરી રહેલા યુવરાજ સિંઘ પર પણ બધાની નજર રહેશે. ભારતને વન ડેના વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભુમિકા ભજવનારો યુવરાજ કેન્સર સામેની લડાઇ બાદ પરત ફર્યો છે. તેણે ન્યુઝીલેન્ડ સામે નોંધપાત્ર દેખાવ કર્યો હતો અને હવે તે ટી-૨૦ વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમને ચેમ્પિયન બનાવવા માટે તૈયાર છે.
બીજી તરફ અફઘાનિસ્તાનની ટીમ લડાયક દેખાવ કરવા આતુર છે. કેપ્ટન મંગલને આશા છે કે તેમના ખેલાડીઓ શ્રેષ્ઠ દેખાવ કરતાં જીતવા માટે ઝઝુમશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આ ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપનો બીજો મુકાબલો છે. વેસ્ટ ઇન્ડિઝમાં રમાયેલા ગત વર્લ્ડ કપમાં પણ ભારત અને અફઘાનિસ્તાન ટકરાયા હતા અને તેમાં ભારતનો સાત વિકેટથી આસાન વિજય થયો હતો.
ભારત ઃ ધોની (કેપ્ટન), સેહવાગ, ગંભીર, રૈના, કોહલી, યુવરાજ,મનોજ તિવારી, ઇરફાન, ઝહીર, ડિન્ડા, અશ્વિન, બાલાજી, ચાવલા, રોહિત શર્મા, હરભજન.
અફઘાનિસ્તાન ઃ મંગલ (કેપ્ટન), સાદીક, અહમદી, નસીમ બરાસ, દાવ્લાતઝાઇ, હામીદ, મોહમ્મદ નાબી, શફીકુલ્લાહ, શહઝાદ, શેનવારી, સ્ટાનીકઝાઇ, ડી.ઝદરાન, એન.ઝદરાન, એસ.ઝદરાન
ઓસ્ટ્રેલિયા વિ. આયર્લેન્ડ
ટ્વેન્ટી-૨૦ના સુપર ફાસ્ટ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાનું રેન્કિગ ખુબ જ કથળ્યું છે અને તેના કારણે આયર્લેન્ડ સામેનો તેમનો મુકાબલો રસપ્રદ રહેશે તેમ મનાય છે. કેપ્ટન બેઇલીની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયાની ટીમમાં વોટસન, વ્હાઇટ, ડેવીડ હસી જેવા સુપર સ્ટાર ઓલરાઉન્ડર્સ છે. આ ઉપરાંત વોર્નર પણ એકલા હાથે મેચનો તખ્તો પલ્ટી નાંખવા માટે સક્ષમ છે. જો કે ઓસ્ટ્રેલિયાને ઈંગ્લેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં થોડા અંતરથી પરાજય સહન કરવો પડયો હતો. જ્યારે આયર્લેન્ડ તેની બંને પ્રેક્ટિસ મેચ જીતીને ઉત્સાહ સાથે રમવા ઉતરશે.
ઓસ્ટ્રેલિયાનો દેખાવ છેલ્લા કેટલાક સમયથી ચડાવ-ઉતારવાળો જોવા મળ્યો છે. નબળી ટીમો સામે પણ અચાનક ધબડકો કરીને હારી જવું એ ઓસ્ટ્રેલિયા માટે હવે સહજ મનાય છે ત્યારે આયર્લેન્ડ ેતમને ચોંકાવી શકે તેમ છે. જો કે અનુભવના મામલે ઓસ્ટ્રેલિયાની ટીમ આયર્લેન્ડ કરતાં ચડિયાતી છે. વધુમાં બોલિંગના મામલે પણ ઓસ્ટ્રેલિયા અને આયર્લેન્ડની તુલના શક્ય લાગતી નથી. ઓલરાઉન્ડર ક્રિસ્ટીયન, ફાસ્ટ બોલર કમિન્સ, સ્પિનર ડોહેર્ટિ અને મેક્સવેલ પણ મેચમાં મોટો તફાવત સર્જી શકે છે.
બીજી તરફ આયર્લેન્ડ અપસેટ સર્જવા માટે જાણીતું છે. ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જેવા મોટા સ્ટેજ પણ આયર્લેન્ડ આંચકા જનક વિજય મેળવી શકે છે તેમ કેપ્ટન વિલિયમ પોર્ટરફિલ્ડ માને છે.
ઓસ્ટ્રેલિયાઃ બેઇલી (કેપ્ટન), વોટસન, વોર્નર, ક્રિશ્ચયન, ડેવિડ હસી, માઇકલ હસી, વેડ (વિકેટકીપર), વ્હાઇટ, મેકસ્વેલ કમિન્સ, ડોહેત્રી, હિલ્ફેનહોસ, હોગ, મકેય, સ્ટાર્ક
આયર્લેન્ડઃ પોર્ટર ફિલ્ડ (કેપ્ટન), ક્ચુસાક, ડોક્રેલ, જોહન્સન, જોન્સ, જોયસ, મુર્તાગ, કે ઓ'બ્રાયન, એન. ઓ'બ્રાયન, રેન્કીન, સોલેન્સન, સ્ટર્લિંગ, થોમસન, વ્હાઇટ, વિલ્સન (વિકેટ કીપર)

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કર માફીનો ગેર લાભ લેતી પેઢીઓ સીબીડીટીની સ્ક્રુટીનીમાં
સોનામાં રૃ.૧૫૦ તૂટયા ઃ ચાંદીના ભાવો ગગડી ૬૩ હજારની અંદર જતા રહ્યા
તામિલનાડુના નાના માચીસ ઉત્પાદકોએ મોટા ખેલાડીઓને હંફાવી ૭૦ ટકા હિસ્સો મેળવ્યો

આર્થિક સુધારાના પગલાને આવકારતી S&Pને તેના અમલીકરણ અંગે શંકા

નૈઋત્યનું ચોમાસુ ટૂંક સમયમાં પાછું ખેંચાવાની જાહેરાત
સરપંચોને મહેમાનગતિ માટે ૧૦ હજારનો સરપાવ
નદીનું સ્વરૃપ માતાનું છે ઔપવિત્ર રાખો તો જ ગણેશ કૃપા

સિવિલ હોસ્પિટલ મેલેરિયા અને ડેન્ગ્યૂનું સ્વર્ગ બની છેઃ હાઇકોર્ટ

આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટ્વેન્ટી-૨૦ જંગ ખેલાશે

અફઘાનિસ્તાનની ટીમ વિશે વિચારતા 'કાબુલીવાલા'નું ગીત યાદ આવી જાય
ભારતીય સ્પિન બોલિંગ સામે ટકવું અફઘાની બેટ્સમેનો માટે પડકારરૃપ
કરોડપતિ સ્ટાર્સ વિ. પાર્ટ-ટાઇમ ક્રિકેટર્સ
એસોસિએશનના રાજકારણથી કંટાળીને ભુપતિએ નિવૃત્તિ જાહેર કરી
બાબુ બજરંગીને બ્લાસ્ટ કેસના આરોપીઓએ માર માર્યાની ચર્ચા
શું ગુજરાત સરકાર પ્રજાનો જીવ જોખમમાં મૂકવા માગે છે? ઃ હાઈકોર્ટ
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved