Last Update : 19-September-2012, Wednesday

 
પત્નીની પસંદગીમાં બ્યુટી કરતાં બ્રેઇનને મહત્ત્વ જ્યારે
પતિ નક્કી કરવામાં મની પાવર કરતાં મસલ પાવરને વધુ અગત્ય

૩૦ દેશોના ૧૨,૦૦૦ લોકોના સર્વેક્ષણમાં બહાર આવેલી માહિતી

મેલબોર્ન,તા.૧૮
આજકાલ પશ્ચિમના દેશોની સ્ત્રીઓ પોતાના જીવનસાથીઓની પસંદગીમાં તેમના બેન્ક-બેલેન્સ કે મની-પાવર કરતાં તેમના મસલ-પાવરને અથવા દેખાવ કે બોડી-લુક ને વધુ મહત્ત્વ આપવા માંડી છે, જ્યારે પુરુષો તેમની જીવનસંગિનીઓની ચોઈસમાં ચહેરાની 'બ્યુટી' કે રસોઈ કરવાની કુશળતા કરતાં બુદ્ધિશક્તિ કે 'બ્રેઈન'ને પ્રથમ પસંદગી આપવા લાગ્યા છે, એવું તારણ એક સર્વે મારફત જાણવામાં આવ્યું છે.
યોર્ક યુનિવર્સિટીના માનસશાસ્ત્રીઓએ આ સંશોધન માટે લગભગ ૩૦ દેશોના ૧૨,૦૦૦ માણસોનું સર્વેક્ષણ કર્યું હતું અને તેમને પોતાની જીવનસાથીની પસંદગીમાં કયા ગુણોને પ્રાધાન્ય આપશે, એવો સવાલ પૂછ્યો હતો.
પારંપરિક રીતે સ્ત્રીઓ એવા પુુરુષને પરણવાનું પસંદ કરે છે, જે પૈસાપાત્ર અને શ્રીમંત હોય , જેથી પોતાનાં સંતાનોને સુશિક્ષિત અને સમૃદ્ધ બનાવવા પાછળ તે છૂટથી રૃપિયા ખરચી શકે. પરંતુ હવે સ્ત્રીઓ પણ સુશિક્ષિત, સ્વાવલંબી અને આર્થિક રીતે સમૃદ્ધ બનવા લાગી હોવાથી તેઓ પતિ તરીકે એવો પુરુષ પસંદ કરે છે, જેનું શરીર કસાયેલું, સુડોળ અને તંદુરસ્ત હોય અને તે દેખાવે હેન્ડસમ હોય.
બ્રિટન અને ખાસ કરીને સ્કેન્ડિનેવિયા જેવા દેશોના સમાજોમાં પુરુષો સ્ત્રીઓના કમરના વળાંકો, ચહેરાની નજાકત કે અંગમરોડને બદલે તેમની ઈન્ટેલિજન્સ અને ચારિત્ર્યથી વધુ આકર્ષાય છ, જ્યારે સ્ત્રીઓ સંપત્તિવાન ધનવાનોને બદલે આરોગ્યની સંપદા અને આકર્ષક દેહસૌંદર્ય ધરાવતા પુરુષોને પતિ બનાવવા માટે ઉત્સુક હોય છે.
૨૧મી સદીમાં સ્ત્રીઓ હવે ઘણાં ક્ષેત્રોમાં આર્થિક દ્રષ્ટિએ પુરુષ-સમોવડી બની રહી હોવાને કારણે સ્ત્રી-પુરુષ વચ્ચેના ભેદભાવ ભૂંસાઈ રહ્યા હોવાથી બંનેની એકમેકની પસંદગીના અભિગમમાં આવું પરિવર્તન આવ્યું છે, એમ આ સર્વેક્ષણ કરનારા માનસશાસ્ત્રીઓએ કહ્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કર માફીનો ગેર લાભ લેતી પેઢીઓ સીબીડીટીની સ્ક્રુટીનીમાં
સોનામાં રૃ.૧૫૦ તૂટયા ઃ ચાંદીના ભાવો ગગડી ૬૩ હજારની અંદર જતા રહ્યા
તામિલનાડુના નાના માચીસ ઉત્પાદકોએ મોટા ખેલાડીઓને હંફાવી ૭૦ ટકા હિસ્સો મેળવ્યો

આર્થિક સુધારાના પગલાને આવકારતી S&Pને તેના અમલીકરણ અંગે શંકા

નૈઋત્યનું ચોમાસુ ટૂંક સમયમાં પાછું ખેંચાવાની જાહેરાત
સરપંચોને મહેમાનગતિ માટે ૧૦ હજારનો સરપાવ
નદીનું સ્વરૃપ માતાનું છે ઔપવિત્ર રાખો તો જ ગણેશ કૃપા

સિવિલ હોસ્પિટલ મેલેરિયા અને ડેન્ગ્યૂનું સ્વર્ગ બની છેઃ હાઇકોર્ટ

આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટ્વેન્ટી-૨૦ જંગ ખેલાશે

અફઘાનિસ્તાનની ટીમ વિશે વિચારતા 'કાબુલીવાલા'નું ગીત યાદ આવી જાય
ભારતીય સ્પિન બોલિંગ સામે ટકવું અફઘાની બેટ્સમેનો માટે પડકારરૃપ
કરોડપતિ સ્ટાર્સ વિ. પાર્ટ-ટાઇમ ક્રિકેટર્સ
એસોસિએશનના રાજકારણથી કંટાળીને ભુપતિએ નિવૃત્તિ જાહેર કરી
બાબુ બજરંગીને બ્લાસ્ટ કેસના આરોપીઓએ માર માર્યાની ચર્ચા
શું ગુજરાત સરકાર પ્રજાનો જીવ જોખમમાં મૂકવા માગે છે? ઃ હાઈકોર્ટ
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved