Last Update : 19-September-2012, Wednesday

 

કોંગ્રેસ પર બ્લેકમેઇલિંગના રાજકારણનો આક્ષેપ
મમતાએ ટેકો પાછો ખેંચતાં યુપીએ ભીંસમાં

મમતાનું ગાણું... કન્ડિશન્સ એપ્લાય ઃ FDIનો નિર્ણય પાછો ખેંચાય અને ડિઝલનો ભાવ ઘટાડાય તો ટેકો પાછો આપીશું

(પીટીઆઇ) કોલકાતા, તા. ૧૮
યુપીએના બીજા સૌથી મોટા ઘટક તૃણમુલ કોંગ્રેસે મનમોહનસિંહ સરકારને મોટો આંચકો આપતા ડીઝલનો ભાવવધારો, રીટેલમાં એફડીઆઇ અને ભ્રષ્ટાચારના મુદે સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી હતી. પક્ષના સાંસદો, ઉચ્ચ નેતાઓ સાથેની બેઠકના અંતેે તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ જાહેરાત કરી હતી કે અમે કેન્દ્ર સરકારને આપેલ સમર્થન પાછું લઇ રહ્યા છે. મમતાએ જણાવ્યું હતું કે અમારા પ્રધાનો શુક્રવારે દિલ્હી જઇને વડાપ્રધાનને મળશે અને બપોરે ૩ કલાકે પોતાના રાજીનામા સુપરત કરી દેશે. આ જાહેરાત પછી કોંગ્રેસ સુત્રોએ જણાવ્યું હતું કે મમતા બેનરજી દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓની સોનિયા ગાંધી સરકાર સાથે ચર્ચા કરશે. કોંગ્રેસ મહાસચિવ જનાર્દન દ્વિવેદીએ જણાવ્યું હતું કે અમે મમતા બેનરજી દ્વારા ઉઠાવવામાં આવેલા મુદાઓની સરકાર સાથે ચર્ચા કરીશું.
જો કે મમતા બેનરજીએ જણાવ્યું હતું કે જો સરકાર એફડીઆઇનો નિર્ણય પરત લેશે અને સિલિન્ડરની મર્યાદા વધારી ૧૨ કરશે તથા ડીઝલનો ભાવવધારો ૩ કે ૪ રૃપિયા સુધી મર્યાદિત રાખશે તો સમર્થન પાછું ખેંચવા અંગે પક્ષ ફરીથી વિચારણા કરશે.
મમતાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર કોઇ એક પક્ષની બનેલી નથી. સરકાર અન્ય પક્ષોના સમર્થન પર ટકેલી છે પરંતુ બંગાળમાં અમારી પાસે બહુમતી છે અને અમે કોઇના ટેકા પર આધારિત નથી.
બેનરજીએ કેન્દ્ર સરકારને બહારથી સમર્થન આપવાનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે તેમના નિર્ણયો અધકચરા નથી. મમતા બેનરજીએ કોલ બ્લોક ફાળવણી કૌભાંડ, કાળા નાણા અને ખાતરના ભાવમાં વધારો કરવા બદલ કોંગ્રેસની આકરી ટીકા કરી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે કોલસા કૌભાંડ પરથી ધ્યાન વિચલિત કરવા માટે સરકાર દ્વારા આ નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસને માયાવતી સાથે સમસ્યા સર્જાય છે તો તે મુલાયમ પાસે દોડે છે. જ્યારે મુલાયમ સાથે સમસ્યા સર્જાય છે તો તે નિતિશકુમાર પાસે દોડે છે.
મમતાએ કોંગ્રેસ પર બ્લેકમેઇલ કરવાનો આરોપ મૂક્યો હતો. મમતાએ જણાવ્યું હતું કે બિલાડીના ગળામાં કોઇકે તો ઘંટ બાંધવો પડશે. તેંમણે નાણાપ્રધાન ચિદમ્બરમના ગઇકાલના નિવેદનનો વિરોધ કર્યો હતો. ગઇકાલે નાણાપ્રધાને જણાવ્યું હતું કે કોઇ પણ સંજોગોમાં નિર્ણયો પરત લેવામાં આવશે નહીં.

મમતા બેનર્જી શું બોલ્યાં ?
* મમતા બેનરજી દ્વારા પેન્શન બિલનો પણ વિરોધ કરવાની પણ જાહેરાત
* કોંગ્રેસ બ્લેકમેઇલિંગનું રાજકારણ રમી રહી છે અને બિલાડીના ગળામાં કોઇએ તો ઘંટ બાંધવો જ પડશે.
* યુપીએ સરકાર દેશને વેચવા માંગે છે. અમે સરકારની આ નીતિનો વિરોધ કરીશું.
* જો કેન્દ્ર દ્વારા એફડીઆઇનો નિર્ણય પરત લેવામાં આવશે તથા સિલિન્ડરની મર્યાદા વધારી ૧૨ કરવામાં આવશે અને ડીઝલનો ભાવવધારામાં આંશિક ઘટાડો કરવામાં આવશે તો તૃણમુલ કોંગ્રેસ સમર્થન આપવા અંગે ફરીથી સમીક્ષા કરશે.
* જો દેશમાં મધ્યાવધિ ચૂંટણીનું આયોજન કરવુ પડે તો તે માટે અમે જવાબદાર નથી.
* છૂટક વેપાર સાથે સંકળાયેલા ૫ કરોડ લોકોને એફડીઆઇના નિર્ણયથી નુકશાન થશે.
* જો અમે નિર્ણય નહીં લઇએ તો આ સરકાર પેન્શન સેક્ટરમાં પણ વિદેશી કંપનીઓને મંજુરી આપશે.
* અમે પ્રજા વિરોધી નિર્ણયો સહન કરીશું નહીં.
* આ સરકાર ૩ કે ૬ મહિના ટકશે તેની મને ખબર નથી. તેમણે વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. જો આ સરકાર અમારી સાથે મૈત્રીપૂર્ણ સંબધ જાળવી નહીં શકે તો તે અન્ય પક્ષો સાથે પણ મૈત્રીપૂર્ણ સંબધ જાળવી શકશે નહીં.
* કાળા નાણા પરત ન લાવવા બદલ તેમણે કોંગ્રેસની ટીકા કરી હતી.

વર્તમાન સ્થિતિ માટે યુપીએ સરકાર જવાબદારઃ સપા
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૮
યુપીએ સરકારને બહારથી સમર્થન આપતા ચાવીરૃપ સાથીપક્ષ સમાજવાદી પક્ષે સરકારને સમર્થન પાછું ખેંચવાના તૃણમૂલ કોંગ્રેસના નિર્ણય માટે કોંગ્રેસશાસિત સરકારના વલણને જવાબદાર ગણાવ્યું હતું. સમાજવાદી પક્ષના મહામંત્રી રામગોપાલ યાદવે કોંગ્રેસ સરકાર પર આપખુદ રીતે સરકાર ચલાવવાનો તથા સહયોગી પક્ષો સાથે કોઇ પ્રકારનો વિચાર વિમર્શ ન કરવાનો આરોપ મુક્યો હતો.
તેમણે વધુમાં સરકાર દ્વારા મમતા બેનર્જીને ટેકો પાછો ખેંચવા મજબૂર કરવામાં આવ્યા હોવાનું તથા મમતાને પણ સરકારની કાર્ય પ્રણાલી નાપસંદ હોવાનું જણાવ્યું હતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કર માફીનો ગેર લાભ લેતી પેઢીઓ સીબીડીટીની સ્ક્રુટીનીમાં
સોનામાં રૃ.૧૫૦ તૂટયા ઃ ચાંદીના ભાવો ગગડી ૬૩ હજારની અંદર જતા રહ્યા
તામિલનાડુના નાના માચીસ ઉત્પાદકોએ મોટા ખેલાડીઓને હંફાવી ૭૦ ટકા હિસ્સો મેળવ્યો

આર્થિક સુધારાના પગલાને આવકારતી S&Pને તેના અમલીકરણ અંગે શંકા

નૈઋત્યનું ચોમાસુ ટૂંક સમયમાં પાછું ખેંચાવાની જાહેરાત
સરપંચોને મહેમાનગતિ માટે ૧૦ હજારનો સરપાવ
નદીનું સ્વરૃપ માતાનું છે ઔપવિત્ર રાખો તો જ ગણેશ કૃપા

સિવિલ હોસ્પિટલ મેલેરિયા અને ડેન્ગ્યૂનું સ્વર્ગ બની છેઃ હાઇકોર્ટ

આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટ્વેન્ટી-૨૦ જંગ ખેલાશે

અફઘાનિસ્તાનની ટીમ વિશે વિચારતા 'કાબુલીવાલા'નું ગીત યાદ આવી જાય
ભારતીય સ્પિન બોલિંગ સામે ટકવું અફઘાની બેટ્સમેનો માટે પડકારરૃપ
કરોડપતિ સ્ટાર્સ વિ. પાર્ટ-ટાઇમ ક્રિકેટર્સ
એસોસિએશનના રાજકારણથી કંટાળીને ભુપતિએ નિવૃત્તિ જાહેર કરી
બાબુ બજરંગીને બ્લાસ્ટ કેસના આરોપીઓએ માર માર્યાની ચર્ચા
શું ગુજરાત સરકાર પ્રજાનો જીવ જોખમમાં મૂકવા માગે છે? ઃ હાઈકોર્ટ
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved