Last Update : 19-September-2012, Wednesday

 
બાબુ બજરંગીને આરોપીઓએ માર માર્યાની ચર્ચા

 

- સેન્ટ્રલ જેલની હોસ્પિટલમાં હુમલો ?

 

 

 

- માત્ર શાબ્દિક ટપાટપી થઇ હતી ઃ જેલ તંત્ર

 

 

 

અમદાવાદ, મંગળવાર
નરોડા પાટીયા કાંડના ગુનેગાર બાબુ બજરંગી પર અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના આરોપીઓએ હુમલો કર્યાની ચર્ચાએ જોર પકડયું છે. હાઇપર ડાયાબિટીસથી પીડાતા બાબુ બજરંગીને જેલની અંદરની હોસ્પિટલમાં યુરિન અને બ્લડના સેમ્પલ માટે લઇ જવાયા ત્યારે સારવાર અર્થે લવાયેલા બ્લાસ્ટના આરોપીઓ વચ્ચે શાબ્દીક ટપાટપી બાદ હુમલો થયાની ચર્ચાએ જેલ સૂત્રોમાં જોર પકડયું છે. જો કે જેલ સત્તાવાળા હુમલાની વાતને નકારી બાબુ બજરંગી અને બ્લાસ્ટના આરોપીઓ વચ્ચે માત્ર ઉગ્ર બોલાચાલી થઇ હોવાનું જણાવી રહ્યાં છે.
૨૦૦૨માં ગોધરાકાંડ પછીના તોફાનો પૈકી નરોડા પાટીયા કેસમાં દોષીત ઠરેલા વી.એચ.પી નેતા બાબુ બજરંગીને ૩૧ ઓગષ્ટથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં પુરવામાં આવ્યા છે. હાઇપર ડાયાબિટીસથી પીડાતા બાબુ બજરંગીની સારવાર જેલની અંદર આવેલા હોસ્પિટલમાં જ ચાલી રહી છે. આજે સવારે ૧૧.૩૦ વાગ્યે બાબુ બજરંગીને યુરિન તથા બ્લડ ટેસ્ટ માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા. આ દરમિયાન તેમની સાથે જેલનો એક ગાર્ડ પણ હાજર હતો. બરાબર આજ સમયે અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં પકડાયેલા ત્રણ આતંકવાદીઓને પણ બોર્ડર વિંગના જવાનો લઇને આવ્યા હતા. ઉપરાંત બડા ચક્કરના પણ ૨૦ જેટલા કેદીઓને પણ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયા હતા. ચર્ચા છે કે હોસ્પિટલમાં બ્લાસ્ટના આરોપીઓ અને બાબુ બજરંગી વચ્ચે કોઇ મુદ્દે ઉગ્ર બોલાચાલી થતા આતંકવાદીઓએ બાબુ બજરંગીને મારમાર્યો હતો. આ જોઇ હાજર ગાર્ડ દોડી આવ્યા હતા અને કેદીઓને છુટા પાડી મામલો થાળે પડયો હતો. જો કે આ મારામારીમાં કોઇને ઇજા થઇ ન હતી.
સાબરમતી સેન્ટ્રલ જેલના સુપ્રિટેન્ડન્ટ આર.જે પારગીનું કહેવુ છે કે જેલમાં બાબુ બજરંગી અને અન્ય કેદીઓ વચ્ચે મારામારીનો નથી થઇ. આરોપીઓ વચ્ચે માત્ર શાબ્દીક ટપાટપી થઇ હતી જેથી હાજર ૮થી ૯સુરક્ષા જવાનોએ તમામ કેદીઓને દુર લઇ જતા મામલો થાળે પડી ગયો હતો. જેલ એસ.પી પારગીએ ઉમેર્યું હતુ કે આ કેસની તપાસ સિનિયર જેલર આર.એસ ભૂરિયાને સોંપવામાં આવી છે. જે સમયે તકરાર થઇ તે સમયે હોસ્પિટલમાં હાજર તમામ કેદીઓના નિવેદન નોંધવામાં આવશે અને કાયા મુદ્દે અને પહેલા કોણે તકરાર શરૃ કરી હતી, તે નક્કી કરી કેદીઓ વિરૃધ્ધ ખટલો ચલાવવામાં આવશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કર માફીનો ગેર લાભ લેતી પેઢીઓ સીબીડીટીની સ્ક્રુટીનીમાં
સોનામાં રૃ.૧૫૦ તૂટયા ઃ ચાંદીના ભાવો ગગડી ૬૩ હજારની અંદર જતા રહ્યા
તામિલનાડુના નાના માચીસ ઉત્પાદકોએ મોટા ખેલાડીઓને હંફાવી ૭૦ ટકા હિસ્સો મેળવ્યો

આર્થિક સુધારાના પગલાને આવકારતી S&Pને તેના અમલીકરણ અંગે શંકા

નૈઋત્યનું ચોમાસુ ટૂંક સમયમાં પાછું ખેંચાવાની જાહેરાત
સરપંચોને મહેમાનગતિ માટે ૧૦ હજારનો સરપાવ
નદીનું સ્વરૃપ માતાનું છે ઔપવિત્ર રાખો તો જ ગણેશ કૃપા

સિવિલ હોસ્પિટલ મેલેરિયા અને ડેન્ગ્યૂનું સ્વર્ગ બની છેઃ હાઇકોર્ટ

આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટ્વેન્ટી-૨૦ જંગ ખેલાશે

અફઘાનિસ્તાનની ટીમ વિશે વિચારતા 'કાબુલીવાલા'નું ગીત યાદ આવી જાય
ભારતીય સ્પિન બોલિંગ સામે ટકવું અફઘાની બેટ્સમેનો માટે પડકારરૃપ
કરોડપતિ સ્ટાર્સ વિ. પાર્ટ-ટાઇમ ક્રિકેટર્સ
એસોસિએશનના રાજકારણથી કંટાળીને ભુપતિએ નિવૃત્તિ જાહેર કરી
બાબુ બજરંગીને બ્લાસ્ટ કેસના આરોપીઓએ માર માર્યાની ચર્ચા
શું ગુજરાત સરકાર પ્રજાનો જીવ જોખમમાં મૂકવા માગે છે? ઃ હાઈકોર્ટ
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved