Last Update : 19-September-2012, Wednesday

 

એચઆઈવી - એઈડઝ જેવા રોગ અંગે
શું ગુજરાત સરકાર પ્રજાનો જીવ જોખમમાં મૂકવા માગે છે? ઃ હાઈકોર્ટ

પીસીઆર ટેસ્ટની અનિવાર્યતા અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા આદેશ

અમદાવાદ, મંગળવાર
એચઆઈવી અને એઈડઝ જેવા જીવલેણ રોગો સામે પગલાં લેવામાં ગુજરાત સરકારનાં કૂણમાં વલણની ઝાટકણી કાડતાં હાઇકોર્ટે સવાલ કર્યો હતો કે શું તમે પ્રજાનો જીવ જોખમમાં મૂકવા માંગો છો? એચઆઈવીની તપાસ માટે પોલિમર્સ ચેન રિએકશન ટેસ્ટ (પી.સી.આર.)ની તપાસ અનિવાર્ય બતાવવાની દાદ માંગતી રિટમાં હાઈકોર્ટની ખંડપીઠે કેન્દ્ર સરકાર અને નેશનલ એઈડ્ઝ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશનને અન્ય દેશોમાં પી.સી.આર. ટેસ્ટની સ્થિતિ દર્શાવતું સોગંદનામું કરવા આદેશ આપ્યો હતો.
આ રિટ અંગે ગુજરાત સરકારે સોગંદનામું રજૂ કરી જણાવ્યું હતું કે એચઆઈવીનાં ટેસ્ટ મુદ્દે કાયદાકીય નિયમો સંસદ દ્વારા ઘડાય છે. ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટનાં અન્વયે કેન્દ્ર સરકારને તેમાં ફેરફારો કરવાની કે હસ્તક્ષેપ કરવાની સત્તા હોય છે. જેથી આ બાબતે રાજ્ય સરકારની કોઇ જ ભૂમિકા નથી. રાજ્ય સરકારે તેની રજુઆતમાં જણાવ્યું હતું કે જો માત્ર ગુજરાત સરકાર આ ટેસ્ટને લાગુ પાડે અને અન્ય રાજ્યો ન કરતાં હોય તો અન્ય રાજ્યોમાંથી આવતાં લોહીમાંથી પણ એચઆઈવીનો ચેપ લાગી શકે છે. રાજ્યમાં પી.સી.આર. ટેસ્ટની લેબોરેટરી સ્થાપવા પાછળ રૃપિયા બે કરોડનો જંગી ખર્ચ થશે અને દરેક ટેસ્ટ પાછળ ૯૦૦ રૃપિયાનો ખર્ચ થશે. રાજ્યમાં એચઆઈવી અને એઈડ્ઝની સ્થિતિ અંગે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે ગુજરાતમાં એચઆઈવીનો ચેપ લાગવાનો દર માત્ર ૦.૦૯ ટકા છે.
હાઈકોર્ટે રાજ્ય સરકારનાં વલણ સામે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે શું ગુજરાત મેડિકલ ક્ષેત્રમાં આગવી ઓળખ ન ઊભી કરી શકે? બીજા રાજ્યોની પળોજણમાં પડવા કરતા ગુજરાત પી.સી.આર. ટેસ્ટ લાગુ કરી અન્ય રાજ્યો સામે ઉદાહરણ ન બની શકે? ઓછી ટકાવારી બતાવી રાજ્ય સરકાર શું સામાન્ય પ્રજાનો જીવ જોખમમાં મૂકવા માંગે છે. શું રૃપિયા ૨-૩ કરોડ બચાવવા લોકોનો જીવ જોખમમાં મૂકવો યોગ્ય છે?
ખંડપીઠે તમામ પક્ષોને સાંભળ્યા પછી આદેશ આપ્યો હતો કે કેન્દ્ર સરકાર અને સંબંધિત સત્તામંડળ કોર્ટ સમક્ષ સ્પષ્ટ કરે કે વિશ્વનાં કેટલાં દેશોમાં એચઆઈવી અને એઈડ્ઝની તપાસ માટે એલિઝા ટેસ્ટ થાય છે અને કેટલાં દેશોએ આ ટેસ્ટની જોગવાઇ દૂર કરી છે. તે અંગે કેન્દ્ર અને નેશનલ એઈડ્ઝ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન સોગંદનામું રજુ કરે. ખંડપીઠે પોલીમર્સ ચેઇન રિએકશન (પી.સી.આર.) ટેસ્ટ બાબતે જવાબ રજુ કરવાનાં આદેશ આપી સુનાવણી ૨૬ સપ્ટેમ્બરે નિયત રાખી હતી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કર માફીનો ગેર લાભ લેતી પેઢીઓ સીબીડીટીની સ્ક્રુટીનીમાં
સોનામાં રૃ.૧૫૦ તૂટયા ઃ ચાંદીના ભાવો ગગડી ૬૩ હજારની અંદર જતા રહ્યા
તામિલનાડુના નાના માચીસ ઉત્પાદકોએ મોટા ખેલાડીઓને હંફાવી ૭૦ ટકા હિસ્સો મેળવ્યો

આર્થિક સુધારાના પગલાને આવકારતી S&Pને તેના અમલીકરણ અંગે શંકા

નૈઋત્યનું ચોમાસુ ટૂંક સમયમાં પાછું ખેંચાવાની જાહેરાત
સરપંચોને મહેમાનગતિ માટે ૧૦ હજારનો સરપાવ
નદીનું સ્વરૃપ માતાનું છે ઔપવિત્ર રાખો તો જ ગણેશ કૃપા

સિવિલ હોસ્પિટલ મેલેરિયા અને ડેન્ગ્યૂનું સ્વર્ગ બની છેઃ હાઇકોર્ટ

આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટ્વેન્ટી-૨૦ જંગ ખેલાશે

અફઘાનિસ્તાનની ટીમ વિશે વિચારતા 'કાબુલીવાલા'નું ગીત યાદ આવી જાય
ભારતીય સ્પિન બોલિંગ સામે ટકવું અફઘાની બેટ્સમેનો માટે પડકારરૃપ
કરોડપતિ સ્ટાર્સ વિ. પાર્ટ-ટાઇમ ક્રિકેટર્સ
એસોસિએશનના રાજકારણથી કંટાળીને ભુપતિએ નિવૃત્તિ જાહેર કરી
બાબુ બજરંગીને બ્લાસ્ટ કેસના આરોપીઓએ માર માર્યાની ચર્ચા
શું ગુજરાત સરકાર પ્રજાનો જીવ જોખમમાં મૂકવા માગે છે? ઃ હાઈકોર્ટ
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved