Last Update : 19-September-2012, Wednesday

 

'સિવિલ હોસ્પિટલ મેલેરિયા અને ડેન્ગ્યૂનું સ્વર્ગ'

 

- હાઇકોર્ટે તંત્રની બેદરકારીની ટીકા કરી

 

 

 

- કરોડો રૃપિયા ખર્ચાયા હોવા છતાં પરિસ્થિતિ કથળી

 

 

અમદાવાદ, મંગળવાર
સિવિલ હોસ્પિટલ સંકુલમાં ગંદકી અને વકરતા રોગચાળા મુદ્દે થયેલી રિટમાં આજરોજ હાઇકોર્ટે સિવિલ હોસ્પિટલને ડેન્ગ્યુ અને મેેેલેરિયાનું સ્વર્ગ ગણાવી સરકારી તંત્રની બેદરકારીની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. હાઇકોર્ટની ખંડપીઠે તજજ્ઞા કમિટીને સરકારી તંત્ર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયેલા પગલાં અંગે વચગાળાનો અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો હતો.
ચીફ જસ્ટીસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠે આજે રાજ્ય સરકાર, સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓ તેમજ મ્યુનિસિપલ સત્તાવાળાઓની કામગીરી અંગે શંકા દર્શાવી સવાલ કર્યા હતા કે સિવિલ હોસ્પિટલ સંકુલમા ગંદકીનો નિકાલ કરવા, રોગચાળો અટકાવવા અને ડ્રેનેજ- લાઇનનાં સમારકામ પાછળ એક વર્ષમાં દસ કરોડથી પણ વધારે જાહેર જનતાનાં નાણાં ખર્ચાઇ ગયા હોવા છતાં પરિસ્થિતિમાં સુધારો કેમ નથી થયો? અરજદારે જે ફોટોગ્રાફ્સ આપ્યા છે તે સૂચવે છે કે સિવિલ હોસ્પિટલ સંકુલમાં પાઇપલાઇનો તૂટી ગઇ છે. ગંદકી અને ઉકરડો દેખાય છે જે મચ્છરજન્ય રોગોનું ઉત્પત્તિ સ્થાન સૂચવે છે. આ સમસ્યા દરેક ચોમાસામાં વકરે છે, તેનો અદાલતના ચુકાદા પછી પણ કોઇ નિકાલ થયો નથી. આ સિવિલ હોસ્પિટલ ડેન્ગ્યૂઅને મેલેરિયા જેવા રોગો માટે સ્વર્ગ બની ગઇ છે.
ખંડપીઠે મ્યુનિ. તંત્રના સોગંદનામાનું અવલોકન કરી નોંધ્યું હતું કે વર્ષ ૨૦૧૧ કરતાં વર્ષ ૨૦૧૨માં પરિસ્થિતિ અત્યંત ખરાબ છે અને મચ્છરજન્ય રોગચાળાનો આંકડામાં બે ગણો વધારો થયો છે. તજજ્ઞા કમિટીની કામગીરીથી નાખુશ ખંડપીઠે જણાવ્યું હતું કે કમિટીની નબળી કામગીરીથી અમે નિરાશ થયા છીએ. ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ પબ્લિક હેલ્થનાં વડા ડો. દિલીપ માવલંકર અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડો. સુદર્શન આયંગરના અધ્યક્ષપદે બનાવેલ તજજ્ઞા કમિટીએ હાઇકોર્ટના આદેશોને ગંભીરતાથી લીધા નથી. જેના લીધે ચુકાદાના એક વર્ષ પછી પણ આખરી અહેવાલ રજુ કરવામાં આવ્યો નથી.
આ અંગે રાજ્ય સરકારે રજુઆત કરી હતી કે સિવિલ હોસ્પિટલ કેમ્પસ ૧૧૦ એકરનો છે જ્યાં ૯ સંસ્થાનો ચાલે છે. જેમાં રોજેરોજ ૨૦ હજારથી પણ વધારે લોકો સારવાર અર્થે આવતા હોય છે. જેથી પરિસ્થિતિ કાબુમાં લેવી અત્યંત મુશ્કેલ છે. જોકે કોર્ટના ચુકાદા પછી ૭૫ ટકા સુધારો થઇ ગયો છે. મેડિકલ અને અન્ય શાખાના વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં એરકૂલરનો ઉપયોગ કરે છે જેના લીધે પણ મચ્છરોનો ઉપદ્રવ વધે છ અને રોગચાળો ફેલાય છે. ખંડપીઠે તમામ પક્ષોની રજુઆતો સાંભળ્યા પછી વધુ સુનાવણી ૨૮ સપ્ટેમ્બરે નિયત રાખી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કર માફીનો ગેર લાભ લેતી પેઢીઓ સીબીડીટીની સ્ક્રુટીનીમાં
સોનામાં રૃ.૧૫૦ તૂટયા ઃ ચાંદીના ભાવો ગગડી ૬૩ હજારની અંદર જતા રહ્યા
તામિલનાડુના નાના માચીસ ઉત્પાદકોએ મોટા ખેલાડીઓને હંફાવી ૭૦ ટકા હિસ્સો મેળવ્યો

આર્થિક સુધારાના પગલાને આવકારતી S&Pને તેના અમલીકરણ અંગે શંકા

નૈઋત્યનું ચોમાસુ ટૂંક સમયમાં પાછું ખેંચાવાની જાહેરાત
સરપંચોને મહેમાનગતિ માટે ૧૦ હજારનો સરપાવ
નદીનું સ્વરૃપ માતાનું છે ઔપવિત્ર રાખો તો જ ગણેશ કૃપા

સિવિલ હોસ્પિટલ મેલેરિયા અને ડેન્ગ્યૂનું સ્વર્ગ બની છેઃ હાઇકોર્ટ

આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટ્વેન્ટી-૨૦ જંગ ખેલાશે

અફઘાનિસ્તાનની ટીમ વિશે વિચારતા 'કાબુલીવાલા'નું ગીત યાદ આવી જાય
ભારતીય સ્પિન બોલિંગ સામે ટકવું અફઘાની બેટ્સમેનો માટે પડકારરૃપ
કરોડપતિ સ્ટાર્સ વિ. પાર્ટ-ટાઇમ ક્રિકેટર્સ
એસોસિએશનના રાજકારણથી કંટાળીને ભુપતિએ નિવૃત્તિ જાહેર કરી
બાબુ બજરંગીને બ્લાસ્ટ કેસના આરોપીઓએ માર માર્યાની ચર્ચા
શું ગુજરાત સરકાર પ્રજાનો જીવ જોખમમાં મૂકવા માગે છે? ઃ હાઈકોર્ટ
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved