Last Update : 19-September-2012, Wednesday

 

નરેન્દ્ર મોદીની ગાંધીનગરના સરપંચ સંમેલનમાં જાહેરાત
સરપંચોને મહેમાનગતિ માટે ૧૦ હજારનો સરપાવ

કુપોષણ સામે લડવા 'મિશન બલમ્ સુખમ્' યોજના ખુલ્લી મુકતા મુખ્યમંત્રી નાદુરસ્ત તબિયત હોવાનું જણાવી સુષમા સ્વરાજ કાર્યક્રમમાં ન આવ્યા

ગાંધીનગર, મંગળવાર
આજે ગાંધીનગર ખાતે ગુજરાતના ૧૪ હજાર સરપંચોનું મહા સંમેલન મળ્યું હતું. આ સંમેલનને સંબોધતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરપંચોની જવાબદારી વધી હોવાથી તેમણે નાના-મોટા ખર્ચા કરવા પડે છે આથી વાર્ષિક ૧૦ હજાર રૃપિયા સરપંચોને હસ્તક મુકવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત રાજયમાં કુપોષણ સામે લડવા માટે મિશન બલમ્ સુખમ્ નામની યોજના ખુલ્લી મુકવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ આગેવાન સુષમા સ્વરાજ હાજર રહેવાના હતા. પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે તે ઉપસ્થિત રહ્યા નહોતા.
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી મોદીએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા વડાપ્રધાને કુપોષણ મામલે ચિંતા કરી હતી. તેની લાગણીનો આદર કરીને ગુજરાતે મિશન બલમ્ સુખમ્ નામની યોજના બનાવી છે. જે અંતર્ગત્ રાજયના કોઈ ગામમાં કોઈ બાળકને કપોષણથી પીડાવા નહીં દેવાય. પોતાના ગામમાં કોઈ બાળક કુપોષણથી પીડાતું ન હોય તે જોવાની જવાબદારી સરપંચોની છે. અને ગ્રામ પંચાયતને આ માટે કુપોષિત બાળકોની સંખ્યાના સપ્રમાણરૃપ સરેરાશ બે લાખ રૃપિયાની સહાય આપવાની જાહેરાત કરી ર૬ ગ્રામ પંચાયતોને બે લાખ રૃપિયાની સહાયના ચેક આપવામાં આવ્યા હતા.
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે પ૦ વર્ષના શાસનમાં જે ખાડા પાડયા હતા તે પુરવામાં જ ૧૦ વર્ષ નીકળી ગયા છે. હવે જાન્યુઆરીથી ર૦૧૩થી ભવ્ય-દિવ્ય ગુજરાતના નિર્માણનું કામ શરૃ કરવાનું છે. ૪૦ વર્ષ સુધી માત્ર કોંગ્રેસથી પ્રેરિત મહાનુભવોના હાથમાં શાસન હતું. વર્તમાન શાસક પક્ષ એટલો પ્રભાવી નહોતો. છતાં તાજેતરમાં પંચાયતીરાજના ૮૯ હજાર પૂર્વ પ્રતિનિધિઓનું સન્માન કરી આ સરકારે પંચાયતીરાજનું ગૌરવ પણ વધાર્યું છે.
મુખ્યમંત્રીએ સરપંચોને બે સંકલ્પ લેવડાવ્યા હતા. જેમાં એક એ હતો કે હવે કોઈ ગામમાં એકેય ઘર એવું ન રહે કે જયાં શૌચાલય ન હોય. જયારે બીજા સંકલ્પરૃપે મુખ્યમંત્રીએ ગામેગામ ગરીબ લાભાર્થીઓ આવાસથી વંચિત ન રહે તે જોવા કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ૪૦ વર્ષમાં ૧૦ લાખ મકાનો બન્યા છે. પણ ૧૦ વર્ષમાં ૧૬ લાખ મકાનો બનાવાવાય છે. આ એક જ મહિનામાં વધુ છ લાખ ગરીબોને આવાસના પ્લોટ અને બાંધકામ સહાયના પ્રથમ હપ્તાના તરીકે રૃા.ર૧ હજારના ચેક અપાઈ ગયા છે. હજુ પણ જે ગામમાં કાચા કે તૂટેલા-ફૂટેલા ઘરમાં કોઈ રહેતું હોય તો તેને ઘર આપવા સરપંચો ઝુંબેશ ઉપાડે. ર૦૧૧ની વસતિ ગણતરી મુજબ અને ર૦૧રના સામાજિક-આર્થિક સેન્સસના આંકડાને ધ્યાનમાં લઈ કાચા મકાનમાં રહેનાર તમામને પાકા આવાસ મળી રહેશે તેવી જાહેરાત કરી હતી.
અંતમાં તેમણે જણાવ્યું હતું ક અત્યારે કોઈપણ કામ થાય તેને કેટલાક લોકો એમાં ચૂંટણી જ જૂએ છે. દરેક બાબતને ચૂંટણીના ત્રાજવે તોળવાની માનસિકત્તા સમાજને નુકસાન કરે છે. પ્રજા હવે સારા કામને ઓળખે છે અને સ્વિકારે છે. કોઈ ગામમાં તનાવનો ગરમાવો લાવ્યા વગર વિકાસના કામમાં લાગી જવા સરપંચોને શીખ આપી હતી.
આજે મુખ્યમંત્રીના શાસનના ૪૦૦૦ દિવસો પૂરા થતાં હોવાથી સરપંચો દ્વારા નરેન્દ્ર મોદીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં લોકસભાના વિરોધપક્ષના નેતા સુષમા સ્વરાજ ઉપસ્થિત રહેવાના હતા. પરંતુ તેમની અચાનક તબિયત બગડતાં તેઓ આવી શક્યા નહોતા. તેમણે તેના શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું કે રાજયના વિકાસમાં સરપંચોનું યોગદાન પ્રભાવી હોય છે. ગુજરાતના વિકાસમાં પોતાનું યોગદાન આપવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં મહેસુલ મંત્રી આનંદીબેન પટેલ, નરોત્તમ પટેલ સહિતનાઓએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. ભાજપના રાજયસભાના સદસ્યો ઓમ માથુર, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા બલબીર પૂંજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કર માફીનો ગેર લાભ લેતી પેઢીઓ સીબીડીટીની સ્ક્રુટીનીમાં
સોનામાં રૃ.૧૫૦ તૂટયા ઃ ચાંદીના ભાવો ગગડી ૬૩ હજારની અંદર જતા રહ્યા
તામિલનાડુના નાના માચીસ ઉત્પાદકોએ મોટા ખેલાડીઓને હંફાવી ૭૦ ટકા હિસ્સો મેળવ્યો

આર્થિક સુધારાના પગલાને આવકારતી S&Pને તેના અમલીકરણ અંગે શંકા

નૈઋત્યનું ચોમાસુ ટૂંક સમયમાં પાછું ખેંચાવાની જાહેરાત
સરપંચોને મહેમાનગતિ માટે ૧૦ હજારનો સરપાવ
નદીનું સ્વરૃપ માતાનું છે ઔપવિત્ર રાખો તો જ ગણેશ કૃપા

સિવિલ હોસ્પિટલ મેલેરિયા અને ડેન્ગ્યૂનું સ્વર્ગ બની છેઃ હાઇકોર્ટ

આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટ્વેન્ટી-૨૦ જંગ ખેલાશે

અફઘાનિસ્તાનની ટીમ વિશે વિચારતા 'કાબુલીવાલા'નું ગીત યાદ આવી જાય
ભારતીય સ્પિન બોલિંગ સામે ટકવું અફઘાની બેટ્સમેનો માટે પડકારરૃપ
કરોડપતિ સ્ટાર્સ વિ. પાર્ટ-ટાઇમ ક્રિકેટર્સ
એસોસિએશનના રાજકારણથી કંટાળીને ભુપતિએ નિવૃત્તિ જાહેર કરી
બાબુ બજરંગીને બ્લાસ્ટ કેસના આરોપીઓએ માર માર્યાની ચર્ચા
શું ગુજરાત સરકાર પ્રજાનો જીવ જોખમમાં મૂકવા માગે છે? ઃ હાઈકોર્ટ
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved