Last Update : 19-September-2012, Wednesday

 

તામિલનાડુના નાના માચીસ ઉત્પાદકોએ મોટા ખેલાડીઓને હંફાવી ૭૦ ટકા હિસ્સો મેળવ્યો

દસ વર્ષ પૂર્વે ંમોટા ખેલાડીઓનો ૭૦ ટકા હિસ્સો હતો તે હવે ૩૦ ટકા થયો અને સ્મોલ સ્કેલનો વધ્યો

કોવિલપટ્ટી, મંગળવાર
તામિલનાડુમાં છેલ્લા એક દાયકામાં સંગઠીત અને બિનસંગઠીત ક્ષેત્રનાં માચીસનાં બજારમાં નાટયાત્મક પરિવર્તન જોવા મળ્યું છે ચેન્નઈથી ૫૭૦ કિ.મી. દૂર આવેલ કોવિલપટ્ટી રૃ.૧૬૦૦ કરોડનાં ભારતીય માચીસ ઉદ્યોગનું મુખ્ય હબ ગણાય છે. ૧૦ વર્ષના ગાળામાં બિનસંગઠીત ક્ષેત્રનો હિસ્સો ૩૦ ટકા પરથી વધીને ૭૦ ટકા થઈ ગયો છે. જયારે સંગઠીત ક્ષેત્રનો માર્કેટ શેર ઘટીને ૭૦ પરથી ૩૦ ટકા સુધી આવી ગયો છે. દિવાસળી બનાવવાનો ઉદ્યોગ અત્રે સ્મોલ સ્કેલ સેકટર ગણાય છે અને ઘણીવાર તો એ વનમેન શો હોય છે. જો કે કરવેરાના માળખાને લઈને મોટા ખેલાડીઓ વ્યથિત છે કેમ કે સંગઠીત અને બિનસંગઠીત ક્ષેત્ર પરનાં કરભારણમાં અત્રે મોટો તફાવત છે. બિનસંગઠીત ક્ષેત્રે ઘણા ગેરકાયદેસર એકમો પણ ચાલી રહ્યા છે તેથી આવા એકમોને સેન્ટ્રલ એક્સાઈઝ હેઠળ લાવવામાં આવે તો સરકાર તેમના પર ત્રાટકી શકે એવો મત અમુક વર્ગ ધરાવે છે.
બિનસંગઠીત ક્ષેત્ર સામે બીજી એક ફરિયાદ એ છે કે તેઓ યંત્ર-સામગ્રી ગેરકાયદેસર રીતે મેળવી ે તેને ઘરમાં ઈન્સ્ટોલ કરી દે છે અને ૧૦-૧૫ કારીગરોની મદદથી દિવાસળી બનાવી તેમને હેન્ડમેડ માચીસ તરીકે બજારમાં વેચે છે કેમ કે આવી માચીસ પર આબકારી જકાત લાગતી નથી. આમ રૃ.૧૩૦ કરોડની જકાત સરકારને ૧ વર્ષમાં મળવી જોઈએ તેની સામે માંડ રૃ.૩૭.૩૮ કરોડની એકસાઈઝ મળે છે. એવી હૈયાવરાળ સંગઠીત ક્ષેત્રનાં એક પદાધિકારીએ ઠાલવી હતી.
પૂર્ણપણે મશીનથી બનતી માચીસો પર સરકાર ૧૨ ટકાની આબકારી જકાત લગાડે છે ૨૦૧૨-૧૩નાં બજેટમાં આંશિક સ્વરૃપે મશીનથી બનતી માચીસો પર જકાત ૧૦ ટકાથી ઘટાડી ૬ ટકા કરાઈ હતી.
આ ઉદ્યોગ ૧૦થી ૧૫ ટકાનાં દરે દર વર્ષે વિકસી રહ્યો છે. પણ સંગઠીત ક્ષેત્રનું ઉત્પાદન ૧૯૯૫નાં ૧૫૦૦ લાખ બંડલ પરથી ઘટીને હમણાં ૭૫૦ લાખ બંજલ થઈ ગયું છે. પરિણામે આ ક્ષેત્રે હવે માંડ ૧૦૦૦ યુનિટ બચ્યા છે જેમાં ૫૦,૦૦૦ લોકોને રોજગાર મળે છે.
કેટલાક મોટા ઉત્પાદન કેન્દ્રોમાં કોવિલપટ્ટી, વિરુધુનગર, એટ્ટાયાપુરમ અને સત્તુરનો સમાવેશ થાય છે. નાના નાના ગોદામોમાં ઉત્પાદન શરૃ થતાં સંગઠીત ક્ષેત્રનું મહત્ત્વ આમ ઘટી ગયું છે. સેફટી મેચનું ઉત્પાદન ત્રણ રીતે થાય છે. પૂર્ણપણે હાથ-બનાવટની જેમાં માચીસોને મીણમાં બાંળવાની, બોક્સ ભરવાની, લેબલ લગાવવાની અને પેકેજીંગની તમામ પ્રક્રિયા હાથેથી થાય છે. આંશિક યાંત્રિક પદ્ધતિમાં મિણમાં ઓળળાની પ્રક્રિયા મશીનથી થાય છે બાકીની પ્રક્રિયાઓ માણસો કરે છે પૂર્ણપણે યાંત્રિક પદ્ધતિમાં બધુ જ મશીનથી થાય છે જો કે આવી રીતે ઉત્પાદન કરતાં બહુ ઓછા એકમો છે. કેમ કે તે માટે ઊંચા ખર્ચે મશીનોની ચીનથી આયાત કરવી પડે છે. આમ આ ક્ષેત્રે ૮૦ ટકા એકમો આંશિક યાંત્રિક અને ૨૦ ટકા પૂર્ણપણે મિકેનાઈઝડ છે.
ઉદ્યોગનાં નિરીક્ષકોનું માનવું છે કે બિનસંગઠીત ક્ષેત્રનો ભાવ વધતો જાય તો અકસ્માતોનું પ્રમાણ વધવા ઉપરાંત માનવ-હાનિનો ભય પણ રહે છે. ગયા વર્ષે તામિલનાડુએ વિશ્વમાં રૃ.૩૦૦ કરોડની માચીસોની નિકાસ કરી હતી જે સરકાર પ્રોત્સાહનો આપે તો રૃ.૧૦૦૦ કરોડ સુધી વધી શકવાનો આ વર્ગનો અંદાજ છે. જો કે દિવાસળી બનાવવાનાં લાકડાની અછત એચલી વિકટ છે કે ૩-૪ વર્ષ પછી આવું લાકડું જ નહીં મળે આમ ઉદ્યોગને જીવાડવા અત્યારથી જરૃરી વૃક્ષોનાં જંગલો વધારવાનાં પ્રયાસો કરવા જરૃરી છે એમ પણ નિરીક્ષકો માને છે. જાપાને જરૃરી ઝાડ ઉગાડવા રૃ.૬૦૦ કરોડની મદદની ઓફર તામિલનાડુને કરી છે. આ રોકાણથી ઝાડવા સાડાસાત વર્ષમાં લાકડું આપતાં થઈ જાય તેથી ૧૦૦૦ ફેકટરી ચાલે અને ૫૦,૦૦૦ લોકોને રોજગાર મળેએવું નિરીક્ષકોએ જણાવ્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કર માફીનો ગેર લાભ લેતી પેઢીઓ સીબીડીટીની સ્ક્રુટીનીમાં
સોનામાં રૃ.૧૫૦ તૂટયા ઃ ચાંદીના ભાવો ગગડી ૬૩ હજારની અંદર જતા રહ્યા
તામિલનાડુના નાના માચીસ ઉત્પાદકોએ મોટા ખેલાડીઓને હંફાવી ૭૦ ટકા હિસ્સો મેળવ્યો

આર્થિક સુધારાના પગલાને આવકારતી S&Pને તેના અમલીકરણ અંગે શંકા

નૈઋત્યનું ચોમાસુ ટૂંક સમયમાં પાછું ખેંચાવાની જાહેરાત
સરપંચોને મહેમાનગતિ માટે ૧૦ હજારનો સરપાવ
નદીનું સ્વરૃપ માતાનું છે ઔપવિત્ર રાખો તો જ ગણેશ કૃપા

સિવિલ હોસ્પિટલ મેલેરિયા અને ડેન્ગ્યૂનું સ્વર્ગ બની છેઃ હાઇકોર્ટ

આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટ્વેન્ટી-૨૦ જંગ ખેલાશે

અફઘાનિસ્તાનની ટીમ વિશે વિચારતા 'કાબુલીવાલા'નું ગીત યાદ આવી જાય
ભારતીય સ્પિન બોલિંગ સામે ટકવું અફઘાની બેટ્સમેનો માટે પડકારરૃપ
કરોડપતિ સ્ટાર્સ વિ. પાર્ટ-ટાઇમ ક્રિકેટર્સ
એસોસિએશનના રાજકારણથી કંટાળીને ભુપતિએ નિવૃત્તિ જાહેર કરી
બાબુ બજરંગીને બ્લાસ્ટ કેસના આરોપીઓએ માર માર્યાની ચર્ચા
શું ગુજરાત સરકાર પ્રજાનો જીવ જોખમમાં મૂકવા માગે છે? ઃ હાઈકોર્ટ
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved