Last Update : 19-September-2012, Wednesday

 

કરચોરી, પ્રોફીટ શિફટીંગની શંકા
કર માફીનો ગેર લાભ લેતી પેઢીઓ સીબીડીટીની સ્ક્રુટીનીમાં

પ્રથમ પાંચ માસમાં લક્ષ્યાંકનાં ૨૨ ટકાની જ કર વસૂલાત થઈ હોવાથી સીબીડીટી ગેરલાભ લેનારાઓને ભરડામાં લેશે

નવી દિલ્હી,મંગળવાર
આવકવેરા ખાતું માફીનો લાભ લેતી કંપનીઓનું સ્કેનીંગ કરી રહ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ (સી.બી.ડી.ટી.) એ ઓછા કર ચૂકવતી અને ઘણી કર માફીનો લાભ લેતી કંપનીઓની સઘન સ્ક્રુટીની શરૃ કરી છે. નાણા મંત્રાલયે દાવો કર્યો છે કે ઘણા કિસ્સામાં માફીને પાત્ર ન હોય તેવા એકમનો નફો એક ઝમ્પ્ટેડ કેટેગરીનાં એકમોમાં ટ્રાન્સફર કરી કંપનીઓ ટેક્સ ચોરી કરે છે. આ રીતે માફીને પાત્ર ન હોય છતાં પણ માફી કલેઈમ કરનાર કંપનીઓને ઓળખી કાઢી કરવેરાના સત્તાવાળાઓએ યાદી તૈયાર કરી છે. તેમના હિસાબી ચોપડા પણ તપાસાયા છે.
ઘણી કંપનીઓ કરમાફીનો દૂરઉપયોગ કરતી હોય છે તેથી રો મટીરીયલ કોસ્ટ, પાવરનો વપરાશ અને સંચાલકીય અસરકારકતા જેવી બાબતો પણ કર અધિકારીઓ તપાસી રહ્યા હોવાનું આવકવેરા ખાતાનાં અધિકારીએ જણાવ્યું હતું. એકઝેમ્પ્શન અને તેવા લાભ વગર થતાં ઉત્પાદન ખર્ચને સરખાવવાથી પોલ ખુલ્લી પડી જાય છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
આ મહિનાની શરૃઆતમાં નાણા પ્રધાન પી.ચિદમ્બરમે ઓછો કર ભરતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી તેમાંથી વધારાની રૃ.૩૦,૦૦૦ કરોડની૪ વસૂલાત કરવાની સૂચના આપી હતી. આમ તો કોર્પોરેટ ટેક્સ ૩૦ ટકા છે પણ ઘણી કંપનીઓ સરેરાશ ૨૪ ટકાના ટેકસ કરતા પણ ઓછી રકમનો કર ભરતી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. ઘણા કિસ્સામાં તો અસરકારક ટેક્સ રેટ ૧૦થી ૨૨ ટકા જેટલો નીચો હોવાનું જણાયું હતું. ચિદમ્બરમે આ સેકટર પર ધ્યાન કેન્દ્રિત કરી સરેરાશ દર ૨૪ ટકાથી વધારી ૨૬ ટકા કરાય તો પણ રૃ.૩૦,૦૦૦ કરોડ જેટલી કર આવક વધી જાય એવો નિર્દેશ કર્યો હતો. જો કે તેમણે સ્પષ્ટતા કરી હતી કે કર-માફી પાછી ખેંચાશે નહીં.
૨૦૧૧-૧૨માં કોર્પોરેટ ટેક્સ પેયર્સને અપાયેલ કરમાફીનાં કારણે સરકારે રૃ.૫૧,૨૯૨ કરોડની આવક જતી કરવી પડી હતી. સેઝ, ચેરીટેબલ ટ્રસ્ટસ એન્ડ ઈન્સ્ટીટયુશન્સ, ઈન્ફ્રાસ્ટ્રકચર ફેસિલિટી, ટેલિ કોમ્યુનિકેશન્સ સેવાઓ, પાવર જનરેશન અને ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ, સ્મોલ સ્કેલ સેકટરનાં સાહસો અને હાઉસિંગ પ્રોજેકટોએ આનો લાભ લીધો હતો. આ વર્ષે નાણા મંત્રાલયે સીધા કરવેરામાંથી રૃ.૫,૭૦,૨૫૭ કરોડ મેળવવાનું ટારગેટ રાખ્યું છે, પરંતુ પ્રથમ પાંચ માસમાં માત્ર ૨૨ ટકા કલેકશન જ થયું છે. જો કે ટાર્ગેટ હાંસલ કરી શકવાનો નાણાં મંત્રાલયને વિશ્વાસ છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કર માફીનો ગેર લાભ લેતી પેઢીઓ સીબીડીટીની સ્ક્રુટીનીમાં
સોનામાં રૃ.૧૫૦ તૂટયા ઃ ચાંદીના ભાવો ગગડી ૬૩ હજારની અંદર જતા રહ્યા
તામિલનાડુના નાના માચીસ ઉત્પાદકોએ મોટા ખેલાડીઓને હંફાવી ૭૦ ટકા હિસ્સો મેળવ્યો

આર્થિક સુધારાના પગલાને આવકારતી S&Pને તેના અમલીકરણ અંગે શંકા

નૈઋત્યનું ચોમાસુ ટૂંક સમયમાં પાછું ખેંચાવાની જાહેરાત
સરપંચોને મહેમાનગતિ માટે ૧૦ હજારનો સરપાવ
નદીનું સ્વરૃપ માતાનું છે ઔપવિત્ર રાખો તો જ ગણેશ કૃપા

સિવિલ હોસ્પિટલ મેલેરિયા અને ડેન્ગ્યૂનું સ્વર્ગ બની છેઃ હાઇકોર્ટ

આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટ્વેન્ટી-૨૦ જંગ ખેલાશે

અફઘાનિસ્તાનની ટીમ વિશે વિચારતા 'કાબુલીવાલા'નું ગીત યાદ આવી જાય
ભારતીય સ્પિન બોલિંગ સામે ટકવું અફઘાની બેટ્સમેનો માટે પડકારરૃપ
કરોડપતિ સ્ટાર્સ વિ. પાર્ટ-ટાઇમ ક્રિકેટર્સ
એસોસિએશનના રાજકારણથી કંટાળીને ભુપતિએ નિવૃત્તિ જાહેર કરી
બાબુ બજરંગીને બ્લાસ્ટ કેસના આરોપીઓએ માર માર્યાની ચર્ચા
શું ગુજરાત સરકાર પ્રજાનો જીવ જોખમમાં મૂકવા માગે છે? ઃ હાઈકોર્ટ
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved