Last Update : 19-September-2012, Wednesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૯-૦૯-૨૦૧૨, બુધવાર
નિજ ભાદરવા સુદ ચોથ
ગણેશ ચતુર્થી (ચંદ્ર અસ્ત રાત્રે ૯.ક. ૦૧ મિ.)
જૈન-સંવત્સરી પર્વ (ચ.પ.) મિચ્છામિ દુક્કડમ

 

દિવસના ચોઘડિયા ઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા ઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૮ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૩૮ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૮ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૩૭ મિ.
મુબંઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૮ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૩૬ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૧૬ મિ., (સૂ) ૭ ક. ૧૬ મિ., (મું) ૭ ક. ૧૬ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની તુલા (ર.ત.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ સ્વાતિ સાંજના ૭ ક. ૩૦ મિ. સુધી પછી વિશાખા
ગોચર ગ્રહ ઃ સૂર્ય-કન્યા, મંગળ-તુલા, બુધ-કન્યા, ગુરૂ-વૃષભ
શુક્ર-કર્ક, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ
હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યન- કુંભ, પ્લુટો-ધન
ચંદ્ર-તુલા
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈન સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન શરદ, ૠતુ રા. દિ. ભા/૨૮
માસ, તિથિ, વાર ઃ નિજ ભાદરવા સુદ ચોથ ને બુધવાર.
- આજે ગણેશ ચતુર્થી. ચંદ્રઅસ્ત રાત્રે ૯ ક. ૦૧ મિ.
- જૈન, સંવત્સરી મહાપર્વ, બારસાસૂત્ર વાંચન. (ચ.પ.)
સર્વને મિચ્છામિ દુક્કડમ.
- વૈદ્યૃતિ સવારના ૯ ક. ૪૧ મિ.થી રાત્રે ૩૦ ક. ૨૪ મિ. સુધી
- મુંબઈ, પુરુષોત્તમ લાલજીનો ઉત્સવ
મુસલમાની હિજરીસન ૧૪૩૩, જીલ્કાદ માસનો ૨ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ અદીબેહસ્ત માસનો ૩ રોજ અર્દીબેહસ્ત

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ ગણેશ ચતુર્થી તેમજ જૈન સંવત્સરી પર્વે ધર્મકાર્ય, મીલન-મુલાકાતથી હૃદય-મન પ્રફુલ્લિત રહે. મિચ્છામી દુક્કડમ.

 

વૃષભ ઃ જૈન સંવત્સરી પર્વે મિચ્છામિ દુક્કડમ, ગણેશ ચતુર્થી પર્વે નોકરી ધંધાના કામમાં સફળતા-પ્રગતિ જણાય. નવું કામ થાય.

 

મિથુન ઃ નોકરી-ધંધામાં કામમાં જૈન સંવત્સરી પર્વે તેમજ ગણેશ ચતુર્થીએ હળવાશ-રાહત અનુભવો. ધર્મકાર્ય થાય, આનંદ રહે.

 

કર્ક ઃ આપની ગણત્રી-ધારણા પ્રયાસોનું કામ જૈન સંવત્સરી પર્વે, ગણેશ ચતુર્થીએ થાય નહિ, ધર્મકાર્યમાં એકગ્રતા જણાય નહીં.

 

સંિહ ઃ જૈન સંવત્સરી પર્વે મિચ્છામિ દુક્કડમ, ગણેશ ચતુર્થીના આજના પર્વે ધર્મકાર્યથી આનંદ રહે. નોકરી ધંધાનું કામ થાય.

 

કન્યા ઃ આપના નિકટના સગા સંબંધી-મિત્ર વર્ગને મળવાનું થાય. જૈન સંવત્સરી પર્વે મિચ્છામિ દુક્કડમ. ગણેશ ચતુર્થીએ આનંદ રહે.

 

તુલા ઃ ગણેશ ચતુર્થી અને જૈન સંવત્સરી પર્વે ધર્મકાર્યથી આનંદ રહે. મિચ્છામિ દુક્કડમ. નોકરી ધંધામાં સંબંધો તાજા થાય.

 

વૃશ્ચિક ઃ જૈન સંવત્સરી પર્વે મિચ્છામિ દુક્કડમ. ગણેશ ચતુર્થીના પર્વે આજે નોકરી ધંધામાં નાણાંકીય પ્રશ્નોમાં સંભાળવું.

 

ધન ઃ ગણેશ ચતુર્થી પર્વે ધર્મકાર્ય થાય. જૈન સંવત્સરી પર્વે મિચ્છામિ દુક્કડમ. નોકરી ધંધાના કામની વ્યસ્તતા રહે.

 

મકર ઃ ગણેશ ચતુર્થીના પર્વે કાર્ય સફળતામાં પ્રગતિથી આનંદ, હળવાશ, રાહત રહે. ધર્મકાર્ય થાય. જૈન સંવત્સરી પર્વે મિચ્છામિ દુક્કડમ.

 

કુભ ઃ જૈન સંવત્સરી પર્વે ધર્મકાર્યમાં, વ્યવહારિક, સામાજીક-કૌટુંબિક કામમાં વ્યસ્ત રહે, મિચ્છામિ દુક્કડમ.

 

મીન ઃ ગણેશ ચતુર્થી અને જૈન સંવત્સરી પર્વના આજના દિવસે આપે તન-મન-ધન-વાહનથી પડવા વાગવાથી સંભાળવું.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૯-૦૯-૨૦૧૨, બુધવાર

આજથી શરૂ થઈ રહેલા આપના જન્મવર્ષના પ્રારંભે ધર્મકાર્ય થાય. યાત્રા-પ્રવાસ થાય. શુભકાર્ય, ધર્મકાર્યનો ખર્ચ થાય પરંતુ હૃદય-મનની પ્રસન્નતા રહે. જુના સંબંધો, સંસ્મરણો તાજા થાય. નવી ઓળખાણ-મિત્રતા થાય.

 

* નોકરી-ધંધામાં વર્ષાંતે આપને ફાયદો, લાભ થાય. આપની આવક, સુખસંપત્તિમાં વધારો થાય. જેમને નોકરી ન હોય, નોકરી છુટી ગઈ હોય તેમને નોકરી રાહત રહે.

 

* અવિવાહીતને વિવાહ લગ્નનું નક્કી થાય. પુત્ર-પૌત્રાદિક માટે વર્ષ સનુકૂળ રહે.

 

* વિવાદજન્ય પ્રશ્નો ઉકેલ આવવાથી આપ રાહત-હળવાશ અનુભવો.

 

* સ્ત્રી વર્ગને વર્ષારંભે આરોગ્યની કાળજી રાખવી પડે. વર્ગનો ઉત્તરાર્ધ પરિવાર માટે સાનુકુળ રહે.

 

* ૮ વિદ્યાર્થીએ ભણવામાં ચંિતા-તકલીફ હળવી થાય.

 

સુપ્રભાતમ્

નીતિ જાણનાર વિધાનોએ દુઃખનું ઓસડ આ જ કહ્યું છે- વિષાદ કે સંતાપ છોડીને દુઃખના કારણનો નાશ કરવાની શરૂઆત કરી દેવી.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુ અને લીલી વચ્ચે બરોબર જામી હતી. લલ્લુ ખીજાઇને છેલ્લે બોલ્યો, ‘‘તને તો નરકમાં પણ જગા નથી મળવાની!’’
‘‘કંઈ વાંધો નહીં,’’ લીલી બોલી, ‘‘અમસ્તી પણ હવે હું તમારી સાથે રહેવા નથી માંગતી.’’

[Top]
 

આજ ની રેસીપી

મોહક મનોહર મોદક વરાયટી

માવાના મોદક

 

સામગ્રી ઃ ૨૫૦ ગ્રામ માવો, ૬૫થી ૭૦ ગ્રામ સાકર, સાત-આઠ એલચી, ખાવાનો રંગ, કેસર.

 

રીત ઃ માવાને એકદમ છૂટો કરીને કણી ન પડે તે રીતે મસળી લો. મિકસરમાં પણ કરી શકાય. હવે તેમાં સાકર નાખી પાછો માવો મસળી લો. પછી માવાને એક જાડા તળિયાવાળી કડાઈમાં ધીમી આંચ પર રાખી સાકર ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો. મિશ્રણ કડાઈ છોડવા લાગે ત્યારે એને આંચ પરથી ઉતારી ઠંડુ કરવા માટે હલાવતાં રહો. હવે તેમાં એલચીના દાણા અને કેસર જરાતરા ગરમ કરી વાટી લો અને માવામાં મિક્સ કરી દો (મોદક જો કલરફુલ બનાવવા હોય તો તેમાં ખાવાનો કલર મિક્સ કરો). મોદકના સાંચા (મોલ્ડ) બજારમાં તૈયાર મળે છે તેમાં માવાનું પૂરણ ભરી, બંધ કરી, હલકા હાથે ખોલી મોદક કાઢી લો. બહાર મળતા તૈયાર મોદક જેવા જ મોદક ઘરે બનાવી શકશો. એક વખતમાં પાંચથી પચ્ચીસ મોદક તૈયાર થશે.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved