Last Update : 18-September-2012, Tuesday

 

વિરોધનું રાજકારણ

 

સાંસદોના પગારવધારા સિવાય સરકારના બીજા કોઇ પણ નિર્ણય વિશે વિરોધપક્ષોની શી પ્રતિક્રિયા હશે, તે સહેલાઇથી કલ્પી શકાય. તે પોતાનું નામ સાર્થક કરતા હોય તેમ, આંખ મીચીને વિરોધ કરશે. સરકાર યુપીએની હોય કે એનડીએની, તેમના વિરોધપક્ષોનો જાણે એક જ ધર્મ બને છેેઃ વિરોધ, વિરોધ અને વિરોધ.
લોકશાહીમાં સરકારનો વિરોધ કરવાનું આગવું માહત્મ્ય છે. કેમ કે, ચૂંટાયેલી સરકાર આપખુદ ન બની જાય તે જોવાનું હોય છે. પરંતુ આ વિરોધ પાછળનો મૂળ તર્ક નાગરિકહિતનો હોય છે. સરકાર તેને ચૂંટનાર નાગરિકોને બદલે રાજકીય પક્ષ કે સ્થાપિત હિતોનું પ્રતિનિધિત્વ કરવા માંડે તે એક ભયસ્થાન હોય છે. એ કારણથી તેને વિરોધની બીક લાગે અને તે કંઇ પણ આડુંઅવળું કરતાં પહેલાં વિચાર કરે, એવો એક તર્ક વિરોધ માટે અપાય છે. પરંતુ ભારતીય લોકશાહીમાં, છેલ્લા દોઢ-બે દાયકામાં મોરચાયુગ શરૂ થયા પછી વિરોધનો આખો ખ્યાલ બદલાઇ ચૂક્યો છે. સરકાર કંઇ પણ કરે, એટલે પૂરું સમજ્યાવિચાર્યા વિના તેનો વિરોધ કરી દેવો અને એવું ન કરીએ તો વિરોધપક્ષ તરીકેનું આપણું અસ્તિત્ત્વ લાજે- એવી ગેરસમજણ કોંગ્રેસ અને ભાજપ બન્ને મોટા પક્ષો ભૂતકાળમાં દર્શાવી ચૂક્યાં છે. તેનો તાજો દાખલો રીટેલ ક્ષેત્રે વિદેશી મૂડીરોકાણની છૂટછાટથી માંડીને ડીઝલના ભાવવધારા જેવા સરકારી નિર્ણયોના વિરોધમાં જોવા મળે છે.
વિરોધનો એક પ્રકાર મમતા બેનરજી જેવો હોય છે. વાત કોઇ પણ હોય, તેમનું બસ એક ઊંહું અને સામેવાળાએ દોડતા થઇ જવાનું. આ એક જુદા પ્રકારની આપખુદશાહી છે. જરા વધારે આકરા શબ્દો વાપરીને કહેવું હોય તો, એ બ્લેકમેઇલંિગનો સુધરેલો પ્રકાર છે. કારણ કે તેમાં પોતાનો મુદ્દો તાર્કિક રીતે સાચો પુરવાર કરવાની કોઇ વૃત્તિ હોતી નથી. બસ, સીધી લીટીથી આડા ફાટીને પોતાનું માહત્મ્ય સિદ્ધ કરવાનો ખ્યાલ હોય છે. કોંગ્રેસ જેવા પરિવારકેન્દ્રી પક્ષમાં સાથીપક્ષોને સાથે નહીં રાખવાના અને મોટા પક્ષ તરીકેના અભિમાનના પ્રશ્નો હોય. એમાં વળી મમતા બેનરજી જેવાં સાથી મળે. એટલે એકેય વાત સુખરૂપ આગળ વધે જ નહીં.
શેરીની લડાઇથી વિધાનસભા અને સંસદના રાજકારણ સુધી પહોંચેલા લોકોને આ પ્રશ્ન નડતો હોય છે. એ અમુક હદે ક્ષમ્ય છે, પરંતુ મમતા બેનરજી જેટલો અનુભવ થયા પછી, આપખુદશાહી પર કાબૂ રાખવામાં ન આવે તો તે સરવાળે આત્મઘાતી અથવા હાસ્યાસ્પદ પુરવાર થાય છે. અગાઉ નાની નાની બાબતોમાં સરકાર છોડી દેવાની ધમકી આપનારાં અને સરકાર નહીં છોડનારાં મમતા બેનરજીની ધમકીઓને હવે યુપીએ જેવી નબળી સરકાર પણ ગંભીરતાથી લેતી નથી.
આ વખતે સરકારના નવા આર્થિક નિર્ણયો જાહેર થતાં રાબેતા મુજબ મમતા બેનરજીની ધમકી આવી ગઇ, પણ સરકારે જાહેર કર્યું છે કે તે પોતાના આર્થિક કાર્યક્રમ સાથે આગળ વધશે. મમતા બેનરજી ધમપછાડા કર્યા વિના નહીં રહે, પણ અત્યારે તો તેમણે પોતાનો વિરોધ સરકારમાંથી પોતાના મંત્રીને પાછા બોલાવી લેવાના નિર્ણય પૂરતો મર્યાદિત રાખ્યો છે. એક અખબારમાં પ્રગટ થયેલું કોલકાતાના રિક્ષાવાળાનું નિવેદન ફક્ત મમતા બેનરજી માટે નહીં, સૌ વિપક્ષો માટે લાગુ પડે છેઃ આ તો વાઘ આવ્યો રે વાઘ જેવી વાત છે. આ લોકો દરેક વખતે ખોટી ખોટી બૂમો પાડે, તો પછી ખરેખર વાઘ આવશે ત્યારે કોઇ એમની વાત નહીં માને.
સરકારે જાહેર કરેલા આર્થિક નીતિસંબંધી નિર્ણયો બેશક મહત્ત્વના અને ગંભીર છે. તેનો વિરોધ થઇ જ શકે, પરંતુ એ વિરોધ પાછળ તર્ક હોવો જોઇએ. રીટેલમાં વિદેશી મૂડીરોકાણના નિર્ણયને લોકવિરોધી કહી દેવાથી આપણી વાત સાચી થઇ જતી નથી. ભાજપ જેવા પક્ષોએ ખુલાસાવાર સમજાવવું પડે કે આ નિર્ણયથી ફાયદો શો થશે અને નુકસાન કેવી રીતે થશે, એનડીએ સરકારના ગાળામાં લેવાયેલાં આર્થિક પગલાં કરતાં આ નીતિ કેવી રીતે જુદી છે અને ભવિષ્યમાં તેમની સરકાર આવશે તો તે રીટેલ સહિતની બાબતોમાં કેવી આર્થિક નીતિ અપનાવશે. પશ્ચિમ બંગાળમાંથી ઉખડી ચૂકેલા ડાબેરીઓએ તેમનું દર્શન સ્પષ્ટ કરવું પડે. સરકાર વિદેશોમાં અને વિદેશી રેટંિગ એજન્સી સમક્ષ પોતાની આબરૂ જાળવી રાખવા માટે આવાં પગલાં ભરે છે, એમ કહેવામાં રાજકારણથી વધારે બીજું કશું નથી.
ડીઝલમાં ભાવવધારાની વ્યાપક અને આકરી અસરો પડવાની છે, પરંતુ એક રીતે ઘણા સમયથી તે અપેક્ષિત હતો. ડીઝલમાં અપાતી સરકારી રાહતોનો ડીઝલકારને લીધે મોટા પાયે દુરુપયોગ થતો હતો. તેની પર અંકુશ લગાડવા અને સામાન્ય માણસને ડીઝલના ભાવવધારાનો ફટકો ઓછો લાગે, એ માટે સરકાર વધારે મૌલિક રીતે વિચારી શકી હોત. પરંતુ દરેક ભાવવધારા વખતે મોંઘવારીની બૂમો પાડીને મેદાને ઉતરી જવાથી કશો શક્કરવાર વળતો નથી. વિપક્ષોને એમાં રસ પણ ક્યાં છે? તેમને તો બસ, સરકાર લોકોની નજરમાં અળખામણી સાબીત થાય અને આગામી ચૂંટણી સુધી લોકો એક યા બીજા મુદ્દે સરકાર પ્રત્યેના અભાવની લાગણી પંપાળતા રહે, એટલાથી જ સંતોષ હોય છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેશભરના ટ્રાન્સપોર્ટરોની આજે મુંબઇમાં મહત્ત્વની બેઠક
રિઝર્વ બેંકે રૃ.૧૭૦૦૦ કરોડની પ્રવાહિતા વધારવા સીઆરઆર પા ટકા ઘટાડયો ઃ કેન્દ્રની ત્રિપુટી ખુશ

ચંડીગઢ પોલીસે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર વિજેતા યુવતી સામે ફરિયાદ નોંધી

ગ્રાન્ટ રોડમાં સ્કાયવૉક પરથી ભિખારણે પોતાની જ બે માસૂમ બાળકીને નીચે ફેંકી
સિંધુદુર્ગના દરિયા કિનારે પાકિસ્તાની માર્કાવાળી ચરસ ભરેલી થેલીઓ મળી

આજથી ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃકઈ રીતે નક્કી થશે ચેમ્પિયન ?

ખેલાડીઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગઃ કોઇપણ ટીમ બાજી મારી શકે છે
જો હવામાન સારૃ રહેશે તો ચાહકોને ખૂબ જ રોમાંચક ક્રિકેટ માણવા મળશે

જૂનના અંતમાં ચીનનું બાહ્ય દેવું વધીને ૭૮૫ અબજ ડોલર થયું

પાકે. અણુશસ્ત્રોના વહનની ક્ષમતા ધરાવતી બાબર મિસાઈલનું પરીક્ષણ કર્યું
ઇંડા ખાવાથી હૃદયને ધુમ્રપાન કરવા જેટલું જ નુકસાન થાય છે

આઠ કલાક કરતા વધારે કામ કરવાથી હૃદયરોગનો ખતરો ૮૦ ટકા જેટલો વધે

અવકાશ મથકનો દોરીસંચાર સુનીતાએ સંભાળ્યો ઃ ઈતિહાસમાં બીજી મહિલા
પાકિસ્તાને વોર્મઅપ મેચમાં ભારતને પાંચ વિકેટથી પરાજય આપ્યો
સાઉથ આફ્રિકાએ ન્યુઝીલેન્ડ સામે રોમાંચક વિજય મેળવ્યો
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved