Last Update : 18-September-2012, Tuesday

 

પ્રાદેશિક પક્ષોની રાજકીય તોડબાજી
૨૦૧૪ની ચૂંટણીઓ માટેનું વૉર્મ-અપ ઃ ૨૦મીનું ભારત બંધ

 

- મમતા બેનરજી આજે મહત્વના નિર્ણયો લેશે ઃ ટેકો નહીં આપે..

 

૨૦મીના ભારત બંધની આડે હજુ બે દિવસ બાકી છે. ત્યાં સુધીમાં ભારતના રાજકારણમાં પ્રાદેશિક પક્ષો દ્વારા થતા ઘણાં રાજકીય તોડ જોવા મળશે. જેમ કે સમાજવાદી પક્ષ અવઢવમાં છે. ક્યારેક તે એફડીઆઇનો વિરોધ કરે છે તો ક્યારેક તે તેની સફળતા જોયા બાદ તેને ઉત્તર પ્રદેશમાં પ્રવેશવા દેશે એમ કહે છે. હકીકતે તો આ ૨૦૧૪ના લોકસભા જંગની ‘વૉર્મઅપ મેચ’ બની રહેશે.
૨૦મી સપ્ટેમ્બરનું ભારત બંધ રાજકીય સમિકરણો ડામાડોળ કરવાની ક્ષમતા ધરાવે છે. આજે મંગળવારે મમતા બેનરજીના નેતૃત્વવાળો તૃણમુલ કોંગ્રેસ સરકાર સાથેુનું જોડાણ તોડશે કે કેમ તેના નિર્ણય પર ૨૦મીના બંધની તીવ્રતાનો આધાર છે. મમતા નામનો વાઘ દાંત-નહોર વિનાનો છે એવું કોંગ્રેસ જાણી ગઇ છે.
મમતાએ વારંવાર સરકાર સાથેનો છેડો ફાડી નાખવાની વાત કરી છે; સેન્સેશન ઊભું કર્યું છે અને પછી પાણીમાં બેસી ગયા છે.
મોટાભાગના રાજકીય પક્ષો તોડબાજો છે. તેમાંય પ્રાદેશિક પક્ષોએ તો સત્તાને જ પોતાનો સિઘ્ધાંત બનાવી દીધો છે.
રાજકીય સોગઠાબાજી એવી રીતે ગોઠવાઇ છે કે યુપીએ કેન્દ્ર સરકારને કોઇ આંચ આવવાની નથી. તૃણમુલ કોંગ્રેસ તેના પ્રધાનો સરકારમાંથી પાછા ખેંચી લેશે પણ બહારથી ટેકો આપશે.
કેમકે તે ડાબેરી પક્ષોને સરકારમાં જોડાવવાનો ચાન્સ આપવા નથી માગતી. એવું જ માયાવતીના બહુજન સમાજવાદી પાર્ટીનું છે.
જો સમાજવાદી પક્ષના મુલાયમ સરકારને આપેલો ટેકો પાછો ખેંચશે તો માયાવતી ટેકો આપવા તલપાપડ છે.
કોંગ્રેસ દેશનો સૌથી જુનો અને પીઢ રાજકીય પક્ષ છે. રાજકીય સોગઠાબાજી ગોઠવવામાં તે નિષ્ણાત છે. તેણે તેના સાથી પક્ષો સામે તેમના રાજ્યોમાં જ ઊભા થયેલા પ્રતિસ્પર્ધીઓને પણ લલચાવે રાખ્યા છે.
એફડીઆઇ માટે તૈયાર થતી કંપનીઓની માર્કેટીંગ એજન્સીઓએ આ માહિતી તેમને આપશે તેમાં શંકાને સ્થાન નથી. પરંતુ ઉત્તર પ્રદેશમાં માયાવતીનું શાસન હતું ત્યારે શોપંિગ મોલની સિસ્ટમ તોડી પડાઇ હતી તે પણ સૌને ખબર છે.
એફડીઆઇ સાથે સંકળાયેલી કંપનીઓ દેશભરમાં પ્રસરી નહીં શકે કેમ કે દેશના સૌથી મોટા બે રાજ્યો ઉત્તર પ્રદેશ અને બિહારમાં તે પોતાના સ્ટોર્સ ઊભા નહીં કરી શકે!!
રાજકારણમાં પ્રાદેશિક પક્ષોનું રાજ્યમાં પ્રભુત્વ વધતાં જ બંધ જેવા એલાનોનો લાભ ઉઠાવવા આવા પક્ષો તત્પર બની જાય છે.
ડિઝલના ભાવમાં વધારો, રાંધણ ગેસના મર્યાદિત સીલીન્ડર અને એફડીઆઇનો નિર્ણય કોંગ્રેસના વિરોધીઓને છંછેડી રહ્યો છે. કોંગ્રેસે પણ એફડીઆઇના પગલે કિસાનો અને મઘ્યમવર્ગને થનારા લાભની કોઇ વિસ્તૃત ચર્ચા કરી નથી. લોકોને એટલું જ ખબર છે કે વિદેશની મોટી કંપનીઓ ભારતના બજારોમાં આવશે અને લોકોને ક્વોલિટી તેમજ બ્રાન્ડેડ ગુડઝ મળશે. પરંતુ ભારતના લોકો તેમની ખરીદીની સ્ટાઇલ રાતોરાત બદલે એમ નથી. શહેર લેવલના ઘણાં શોપંિગ મોલ બંધ છે અને ઘણાં ખાલીખમ જાય છે.
શિવસેના ૨૦મીના બંધમાં નહીં જોડાય. કેમકે મહારાષ્ટ્રમાં ૨૦મીએ ગણેશોત્સવ શરૂઆતના સમયમાં હશે. પરંતુ રવિવારે શિવસેનાએ તેનો ઉભરો કાઢ્‌યો હતો. ઉઘ્ધવ ઠાકરેએ મમતા બેનરજીનો ઉલ્લેખ કર્યો હતો. મમતાએ પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોએ એમ પણ ઉઘ્ધવ ઠાકરેએ કહ્યું હતું.
ભારત બંધનું એલાન એ ભારતના લોકો માટે નવી વાત નથી. કોઇ સ્વયંભૂ બંધ નથી રાખતું પણ સ્થાનિક કાર્યકરો સાથે સંબંધો બગડવાની બીકે બંધ રાખે છે.
૨૦મીનો બંધ દેશને બે ભાગમાં વહેંચી નાખશે. જ્યાં કોંગ્રેસનું શાસન છે ત્યાં બંધની અસર અંશતઃ દેખાશે જ્યારે જ્યાં કોંગ્રેસનું શાસન નથી ત્યાં બંધને સફળતા મળશે.
સામાન્ય પ્રજા પણ આ રાજકીય સમિકરણો સમજી ગઇ છે. કોઇપણ કહી શકે કે પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મઘ્ય પ્રદેશ વગેરે નોન-કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ‘બંધ’ની અસર દેખાવશે. રાજકારણ પ્રેરીત બંધના કારણે એક દિવસની અસર પડે છે. જો સ્વયંભૂ બંધ હોય તો સરકાર હચમચી જાય પરંતુ ‘બંધ’ પાછળ રહેલું રાજકારણ પ્રજા સમક્ષ છતું થઇ ગયું છે.
મોટાભાગના બંધના એલાનો સત્તાધારી પક્ષને અકળાવવા માટે હોય છે. ૨૦મીનું બંધ આવા જ એક બંધનો ભાગ બની રહેશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેશભરના ટ્રાન્સપોર્ટરોની આજે મુંબઇમાં મહત્ત્વની બેઠક
રિઝર્વ બેંકે રૃ.૧૭૦૦૦ કરોડની પ્રવાહિતા વધારવા સીઆરઆર પા ટકા ઘટાડયો ઃ કેન્દ્રની ત્રિપુટી ખુશ

ચંડીગઢ પોલીસે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર વિજેતા યુવતી સામે ફરિયાદ નોંધી

ગ્રાન્ટ રોડમાં સ્કાયવૉક પરથી ભિખારણે પોતાની જ બે માસૂમ બાળકીને નીચે ફેંકી
સિંધુદુર્ગના દરિયા કિનારે પાકિસ્તાની માર્કાવાળી ચરસ ભરેલી થેલીઓ મળી

આજથી ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃકઈ રીતે નક્કી થશે ચેમ્પિયન ?

ખેલાડીઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગઃ કોઇપણ ટીમ બાજી મારી શકે છે
જો હવામાન સારૃ રહેશે તો ચાહકોને ખૂબ જ રોમાંચક ક્રિકેટ માણવા મળશે

જૂનના અંતમાં ચીનનું બાહ્ય દેવું વધીને ૭૮૫ અબજ ડોલર થયું

પાકે. અણુશસ્ત્રોના વહનની ક્ષમતા ધરાવતી બાબર મિસાઈલનું પરીક્ષણ કર્યું
ઇંડા ખાવાથી હૃદયને ધુમ્રપાન કરવા જેટલું જ નુકસાન થાય છે

આઠ કલાક કરતા વધારે કામ કરવાથી હૃદયરોગનો ખતરો ૮૦ ટકા જેટલો વધે

અવકાશ મથકનો દોરીસંચાર સુનીતાએ સંભાળ્યો ઃ ઈતિહાસમાં બીજી મહિલા
પાકિસ્તાને વોર્મઅપ મેચમાં ભારતને પાંચ વિકેટથી પરાજય આપ્યો
સાઉથ આફ્રિકાએ ન્યુઝીલેન્ડ સામે રોમાંચક વિજય મેળવ્યો
 

 

 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved