Last Update : 18-September-2012, Tuesday

 
ખાખી વર્ધી પહેરનાર (પોલિસો)ની પણ દર્દભરી જીવનકથા હોય છે
- ગુજરાતમાં વણઝારા જેવા મોટા પોલિસ માથા વર્ષોથી જેલવાસ ભોગવે છે અને હવે બીજા દસેક જેટલાના માથે જેલમાં જવાના વાદળો ઘેરાઈ રહ્યા છે
- કોઈ રાજકીય નેતાને કે પોતાના ઉપરી અધિકારીને ખુશ રાખવા કે ખુશામત કરવાના કારણે લેવાતો ભોગ

દેશના લાખો કરોડો પોલિસ કર્મચારીઓ, ખાખી વર્ધીધારીઓમાંથી લાખો ખાખી વર્દીધારીઓ કરોડ-અબજોપતિ હશે નહીં પણ છે એટલો ભ્રષ્ટાચાર જ્યાં એક બાજુ પોલિસ ખાતામાં છે એમ બીજી બાજુ એવા પણ કોન્સ્ટેબલથી માંડી મોટા સાહેબો સુધીના પોલિસો કાં તો પોતાના ઉપરીને કે કોઇ રાજકારણીને ખુશ રાખવા અથવા એમની ખુશામત કરવા ખોટા (પાપી) કામો કરીને ઊંચે ચઢ્‌યા હોય અને પછી ‘‘ભગવાન કોઇને છોડતો નથી’’, ‘‘ભગવાન અહંિ ને અહંિ ન્યાય આપે છે’’, ‘‘ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી’’ એ કહેવતો પ્રમાણે, કાં તો નીચે પછડાય છે, કાં તો જેલમાં જાય છે, કાં તો કુટુંબના કારણે જીવન અકારુ થઇ જાય છે, કાં તો પોતે કે ઘરનું કોઇ ભયંકર રોગમાં સપડાય છે... પરંતુ ટૂંકમાં, દુઃખી થઇ જાય છે. કરેલા પાપનું પરિણામ ભોગવવું જ પડે છે.
ગુજરાતના ગૃહવિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતના ૧૮ પોલિસ વડા એટલે કે આઈ પી એસ એટલે ઈન્ડીયન એડમીનીસ્ટ્રેટીવ સર્વિસ છે એમ આઈ પી એસ પણ છે. એની પરીક્ષા વગેરે આઈ એ એસ જેમ જ હોય છે અને પછી એની નિમણુંક દેશમાં ગમે ત્યાં કરવામાં આવે છે. જેમ મોટાભાગના આઈએએસ અમલદારો ભ્રષ્ટાચારમાં ઝબોળાયેલા હોય છે એમ આઈપીએસ અમલદારો વિષે પણ કહી શકાય.)
આથી કેન્દ્ર સરકારે દેશભરના આઈએએસ અમલદારો અને આઈપીએસ અમલદારો પાસેની મૂડીમિલકત જણાવવાનો દેશભરના દરેક રાજ્યોને હુકમ કરેલો છે. પ્રધાન વગેરે માટે પણ હુકમ કરેલો છે. આ હુકમ પ્રમાણે માહિતી નહીં આપનાર અમલદારનું પ્રમોશન અટકાવવા જેવા કેટલાક સજાપાત્ર નિયમો બનાવ્યા છે.
એ હુકમ અનુસાર ગુજરાતના ૧૮ આઈપીએસ અમલદારોએ પોતાની સંપત્તિની જે જાહેરાત કરી છે એ ગૃહમાતાએ જણાવ્યા પ્રમાણે....
(૧) શશિકાંત ત્રિવેદી રૂપિયા ૧,૦૧,૦૦,૦૦૦
(૨) નિરજકુમાર રૂપિયા ૧,૨૦,૦૦,૦૦૦
(૩) અનુપસંિહ ગહલોત રૂપિયા ૧,૨૫,૦૦,૦૦૦
(૪) ડો. વિપુલ અગ્રવાલ રૂપિયા ૧,૩૫,૦૦,૦૦૦
(૫) વિશાલ વાઘેલા રૂપિયા ૧,૪૧,૦૦,૦૦૦
(૬) જી એલ સંિઘલ રૂપિયા ૧,૬૧,૦૦,૦૦૦
(૭) એસ પી રાજકુમાર રૂપિયા ૧,૬૦,૦૦,૦૦૦
(૮) આર એસ યાદવ રૂપિયા ૧,૬૫,૦૦,૦૦૦
(૯) આશિષ ભાટિયા રૂપિયા ૧,૭૫,૦૦,૦૦૦
(૧૦) રાજુ ભાર્ગવ રૂા. ૧,૯૦,૦૦,૦૦૦
(૧૧) ધર્મેન્દ્રસંિહ વાઘેલા રૂપિયા ૨,૧૨,૦,૦૦૦
(૧૨) મનીન્દર પવાર રૂા. ૨,૫૦,૦૦,૦૦૦
(૧૩) ચિતરંજન સંિહ રૂા. ૨,૬૦,૦૦,૦૦૦
(૧૪) રાજીવ ભગત રૂા. ૨,૭૦,૦૦૦
(૧૫) પ્રવિણ સંિહા રૂા. ૪,૦૫,૦૦,૦૦૦
(૧૬) જયેશ ભટ્ટ રૂા. ૫,૫૬,૦૦,૦૦૦
(૧૭) વિપુલ વિજય રૂા. ૫,૮૫,૦૦,૦૦૦
(૧૮) હરિકૃષ્ણ પટેલ રૂા. ૮,૩૦,૦૦,૦૦૦
આની સામે એવા પોલિસ અમલદારો અને કોન્સ્ટેબલોની યાદી જુઓ કે જેઓ જેલમાં છે અથવા જેમના માથે જેલમાં જવાના વાદળોના ભણકારા વાગી રહ્યા છે.
(૧) ડી ઝી વણઝારા (ડીજીપી)
(૨) રાજકુમાર પંડયાન (એસપી એટીએસ)
(૩) વિપુલ અગ્રવાલ (એસપી બનાસકાંઠા)
(૪) આશિષ પંડ્યા (પીએસઆઇ પાલનપુર)
(૫) જીતુસંિહ સોલંકી (એએસઆઇ પાલનપુર)
(૬) (૭) કાનજીભાઇ કચ્છી અને વિનોદકુમાર લંિબાચીયા (કોન્સ્ટેબલો)
(૮) (૯) કિરણસંિહ ચૌહાણ, કર્ણસંિહ સિસોદિયા (હેડ કોન્સ્ટેબલ)
(૧૦) પી સી પાંડે (ડીજીપી)
(૧૧) ગીતા જૌહરી (આઇજીપી સીઆઇડી ક્રાઇમ)
(૧૨) ઓ.પી. માથુર (એડી જીપી સીઆઇડી ક્રાઇમ)
(૧૩) રમણભાઇ પટેલ (ડીવાય એસપી સીઆઇડી ક્રાઇમ)
(૧૪) દિનેશ એમ એન (એસપી)
(૧૫) અબ્દુલ રહેમાન (સર્કલ ઈન્સ્પેકટર)
(૧૬) નારાયણ સંિહ ચૌહાણ (એએસઆઇ)
(૧૭, ૧૮, ૧૯) યુઘ્ધવીર સંિહ, દલપત સંિહ, કર્તાર સંિહ (કોન્સ્ટેબલ)
(૨૦) આર કે પટેલ
આ બધા પોલિસોની જે તે સ્થિતિ થવાનું કારણ ભ્રષ્ટાચાર અથવા રાજકીય દબાણ અથવા ઉપરીનું દબાણ છે. ભ્રષ્ટાચાર કરવો ન કરવો એ એમના હાથમાં છે પણ રાજકીય અથવા ઉપરીના દબાણને વશ થવું કે નહીં એ એમના મનોબળના હાથમાં છે.
દા.ત. જે કંઇ એન્કાઉન્ટરો ગુજરાતમાં કે દેશના બીજા ભાગોમાં થયા છે કે થાય છે એ પોલિસની સ્વેચ્છાએ નથી થયા પણ રાજકીય દબાણથી થયા છે.
રાજકીય અથવા ઉપરીના દબાવના કારણે કાં તો ગુનેગારને વઘુ સતામણી કે એન્કાઉન્ટર થાય છે અથવા ગુનાખોરી ઉપર કાબુ કરવામાં નિષ્ફળ જાય છે.
બીજી બાજુ તેઓ જાતે પણ એના શિકાર બને છે.એમ જુઓ તો, નાના પોલિસની સ્થિતિ એક પટાવાળા કરતાં પણ બદતર હોય છે. એ સિપાહીને વરસાદ હોય કે શરદી હોય કે ધોમ ધકતો તડકો હોય પણ રોજની ૧૪થી ૧૫ કલાકની નોકરી કરવી પડે. ક્યારેક ક્યારેક ડ્યુટી વઘુ વખત સુધીની પણ હોય છે. એટલે ડબલ ડ્યુટી કરવા છતાં ઓવર ટાઇમ નથી હોતો કે બીજા દિવસે ઓફ નથી હોતો.
સમાજ અને દેશ પોલિસ પાસેથી પોતાનું રક્ષણ કરવાની આશા રાખે છે પણ પોલિસનું રક્ષણ કરનાર કોઇ નથી.
દા.ત. મુંબઇના પ્રમોદ તાવડે નામના કોન્સ્ટેબલની વાત છે. અત્યારે એ મુંબઇ પોલિસના વાયરલેસ સેકશનમાં કોન્સ્ટેબલ છે પણ બે વર્ષ પહેલાં એ જ્યારે ટ્રાફિક વિભાગમાં હતો ત્યારે એને સીઆઈએસએફના જવાનોએ મારેલો. એની ફરિયાદ એણે પોતાના ઉપરીઓને કરેલી. પણ એની ઉપર કશા પગલાં લેવાયેલા નહીં. એટલે એણે પોતાની એ પીડા પોલિસ કમિશનરને કહી... તો મુંબઇના ગૃહપ્રધાનને પણ ફરિયાદ કરી. એણે વળી તપાસ કરાવવાનું આશ્વાસન આપીને વાતને ટાળી દીધેલી. (આ જ ગૃહપ્રધાન પોલિસોની ફરિયાદો માટે આવાજ કરવાની અને પોલિસોનું યુનિયન રચવાની વાતો કરે છે)
આવા તાવડે જેવા પોલિસો દેશભરમાં હજારો છે. દા.ત. ઝારખંડના મોહનપુર પોલિસ સ્ટેશનના સિપાહી તોતા પાસવાનની વાત પણ આવીજ છે.
તોતાને પોતાના કોઇ જાણીતા વ્યક્તિ દ્વારા કોઇ કટ્ટર ગુનેગારની જાણ થઇ તો એ એણે પોતાના ઉપરીને કહી. એ ઓપરેશન માટે એને મંજુરી મળી એટલે એણે ગુનેગારને પકડી પાડવાની બધી ગોઠવણ કરી. અંતે ગુનેગારને તોતા પાસવાને પકડી લીધો. એ પછી એના ઉપરીએ પોલિસ સ્ટેશનની ડાયરીમાંથી તોતાનું નામ કાઢી નાંખ્યું અને આ સાહસ બદલ એને રાષ્ટ્રપતિ પુરસ્કાર મળ્યો તો એ પણ એણે જ લીધો અને તોતા જોતો રહ્યો! એ છી પેલા ગુનેગારની ટોળકીને ખબર પડી કે એ ઓપરેશન પાછળ તોતા પાસવાન છે તો તોતા પાસવાનને મારી નાંખવા એ ટોળકી પાછળ પડી. છેવટે તોતાને પોલિસ ચોકીમાં જ બેઠા રહેવાની ‘‘ડ્યુટી’’ આપવામાં આવી અને આજે પણ એ એ ‘‘ડ્યુટી’’ જ કરે છે.
દિલ્લીની આ વાત છે. થોડાંક દિવસો પહેલાં કડકડડૂમા કોર્ટમાં વકીલોએ પોલિસોને માર માર્યો તો એમના ઉપરીઓએ વકીલો વિરૂઘ્ધ કશું જ ન કર્યું. કોઇ પોલિસે એ અંગે પણ ફરિયાદ કરી તો એની સામે ડીપાર્ટમેન્ટલ ઈન્ક્વાયરી કરાવવાની ધમકી આપેલી.
બહાર ડ્યુટી પર પોલિસ હોય એને એક તો ૧૫-૧૬ કલાક કામ કરવું પડે છે અને વઘુમાં અઠવાડિક રજા પણ નથી મળતી જ્યારે ઓફિસમાં ડ્યુટી કરનાર પોલિસને એ રજા પણ મળે છે ટાઇમ પણ ઓફિસનો રહે છે.
પોલિસોને પગાર પણ આખા દેશમાં એક સરખો નથી મળતો. જેમકે, દિલ્લીના પોલિસને ચંદીગઢની પોલિસ કરતાં ઓછો પગાર મળે છે અને કેન્દ્રના તાબાના રાજ્યોના પોલિસને બાજુના રાજ્યના પોલિસ કરતાં ઓછો પગાર મળે છે. કેટલાક રાજ્યોમાં પોલિસને બાઇક જવા આવવા માટે મળે છે તો કેટલાક રાજ્યોમાં માસિક ૭૫ રૂપિયા સાયકલ ભથ્થુ મળે છે જ્યારે વર્દીની સિલાઇ રૂપિયા ૩૦૦થી ૬૦૦ સુધી આપવી પડે છે. એ જ રીતે બધા જ પોલિસને રહેવા માટે સરકારી મકાન નથી મળતું અને મળે છે એ પણ ખખડધજ થઇ ગએલા હોય છે.
આ બધા પાછળનું કારણ અને પોલિસ જનતાની રક્ષક બનવાના બદલે જનતાની ભક્ષક બનવાનું કારણ પોલિસનો કાયદો અંગ્રેજોના જમાનાનો એટલે ૧૮૬૧ની સાલનો છે જેમાં અંગ્રેજોના હિતોનું, અંગ્રેજો (એટલે સાહેબો)નું રક્ષણ કરવાનો તથા આપણા જનતાના ભારતીયોના હિતોનું દુર્લક્ષ કરવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવેલો.
કોંગ્રેસ કે ભાજપ કોઇની સરકારે એમાં ફેરફાર નથી કર્યો.
પોલિસોની ફરિયાદ એ પણ છે કે... કોઇ ગુનેગારને પકડવામાં આવે કે થોડીવારે એને છોડી મૂકવા માટે કોઇને કોઇ રાજકીય પક્ષના નેતાનો ફોન આવે છે અને એ ગુનેગારને છોડી મૂકવામાં ન આવે તો એ પોલિસની ટ્રાન્સફર થઇ જાય છે. (આજની લગભગ દરેક ફિલ્મોમાં આવા કિસ્સા હોય જ છે) ભ્રષ્ટાચાર ન કરવો હોય પણ ભ્રષ્ટાચાર કરવો પડે એવી આ દશા છે.
પોલિસને નોકરી મેળવવામાં પણ મોટી રકમની લાંચ આપવી પડે છે. એ લાંચ આપવાના રૂપિયા પણ એ બીજેથી ઉધાર લાવ્યો હોય છે.
ટૂંકા પગારમાં કુટુંબ ચલાવવું, છોકરાઓને ભણાવવા વગેરે કરવા ઉપરાંત લોનના હપ્તા ભરવા લાંચ લેવી પડે એવી સ્થિતિ હોય છે.
પોલિસો માટે કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા થાય છે પણ બીજી યોજનાઓની જેમ એ પણ કાગળ ઉપર જ રહે છે અને જ્યાં એનો અમલ થાય છે ત્યાં નીચેથી ઉપર સુધી ખાયકી હોય છે એટલે એમાં અડધા રૂપિયા જ વપરાય છે બાકી ચાંઉ થઇ જાય છે. (પ્રધાનો અને ઉચ્ચ અમલદારો દ્વારા)
- ગુણવંત છો. શાહ

 

પેરીસ્કોપ
કેગને ૨૩,૦૦૦ સ્ટાફની ખેંચ છે
અત્યારે મનમોહન સરકાર ઉપર જેના કારણે માછલા ધોવાય છે એ કમ્પટ્રોલર એન્ડ એકાઉન્ટન્ટ જનરલ (કેગ) એ સ્ટાફની ઘણી ખેંચ અનુભવી રહી છે. જેમાં ૨૩,૦૦૦ જગ્યા ખાલી છે.
એમાં ગુ્રપ બી અને ગુ્રપ સી કેડરમાં માર્ચ ૨૦૧૨ની ગણતરી પ્રમાણે ૨૩,૦૮૫ જગ્યાઓ ખાલી પડી હતી જ્યારે કેગનો કુલ સ્ટાફ ૬૭,૨૯૦ છે. ગુ્રપ ‘‘એ’’માં પણ એવી ખાલી જગ્યાઓ ભરવાની છે.
આમ છતાં સરકાર ૬૦૦૦ પોસ્ટ જ ભરવાના મૂડમાં છે. એમાં ૪૫૦૦ ઓડીટર, ૫૦૦ એકાઉન્ટન્ટો અને ૧૦૦૦ ડેટા એન્ટરી ઓપરેશનો સ્ટાફ છે.
યુનિયન પબ્લીક કમીશન સમક્ષ ૨૦૦૦ આસીસ્ટન્ટ ઓડીટ ઓફિસરની જરૂરિયાત જણાવી દેવામાં આવી છે.

 

પર્દાફાશ
દારૂડીયા, ચારિત્ર્યહીન અને બિનગુજરાતી વાઇસ ચાન્સલર વિષે એબીવીપી ચૂપ કેમ?
વિદ્યા અને વિદ્યાર્થીઓના હિત માટે રા.સ્વ. સંઘે (આરએસએસ) સ્વ. મા.સ. ગોળવેલકર જ્યારે વડા હતા ત્યારે શરૂ કરેલું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રમુખ તરીકે શરૂના વર્ષોમાં અમદાવાદના નારાયણ રાવ ભંડારીએ પાયાનું કામ કરેલું. એ પછી પણ રાજગુરૂ સાહેબ એના પ્રમુખ હતા.
એ એબીવીપીમાં હંિમત કે નૈતિકતાના સ્થાને ડરપોકપણું અને સ્વાર્થ આવી ગયા લાગે છે કારણ કે કોલેજ અને સ્કુલોની આસપાસ ફરતા ગુંડાતત્ત્વોને મારીને ભગાડવા જેવું કામ પણ એ નથી કરતું અને કોમવાદી મુદ્દા લઇને વિરોધ કરવા નીકળી પડે છે. ગુંડા તત્ત્વોમાં પણ કોમવાદી તત્ત્વો હોય છે.
એ જ રીતે ગુજરાતની ગુજરાતી ભાષી યુનિવર્સિટીમાં ગુજરાતની ભાજપ સરકારે એક બિનગુજરાતી, ગાંધીના ગુજરાતમાં દારૂ પીનારા અને પાછા ચારિત્ર્યહીન ઉપકુલપતિ (વાઈસ ચાન્સલર)ને નીમીને સમગ્ર વિદ્યાર્થી જગતનું જ નહીં પણ સમગ્ર ૬ કરોડની ગુજરાતની જનતાનું તથા નર્મદ અને પ્રેમાનંદ તથા હેમચન્દ્રા ચાર્યનું અપમાન છે.
એબીવીએ એવી વ્યક્તિનો વિરોધ કરવામાં આગેવાની લેવી જોઇએ અને આરએસએસએ પણ એબીવીપી જે વિરોધ કરે એને ટેકો આપવો જોઇએ.
તથા ગુજરાતને થતા અન્યાયના બરાડા પાડનાર ગુજરાત સરકારે પણ ૬ કરોડ ગુજરાતીઓના હિતમાં આવી વ્યક્તિને પાછી મોકલી દેવી જોઇએ.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેશભરના ટ્રાન્સપોર્ટરોની આજે મુંબઇમાં મહત્ત્વની બેઠક
રિઝર્વ બેંકે રૃ.૧૭૦૦૦ કરોડની પ્રવાહિતા વધારવા સીઆરઆર પા ટકા ઘટાડયો ઃ કેન્દ્રની ત્રિપુટી ખુશ

ચંડીગઢ પોલીસે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર વિજેતા યુવતી સામે ફરિયાદ નોંધી

ગ્રાન્ટ રોડમાં સ્કાયવૉક પરથી ભિખારણે પોતાની જ બે માસૂમ બાળકીને નીચે ફેંકી
સિંધુદુર્ગના દરિયા કિનારે પાકિસ્તાની માર્કાવાળી ચરસ ભરેલી થેલીઓ મળી

આજથી ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃકઈ રીતે નક્કી થશે ચેમ્પિયન ?

ખેલાડીઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગઃ કોઇપણ ટીમ બાજી મારી શકે છે
જો હવામાન સારૃ રહેશે તો ચાહકોને ખૂબ જ રોમાંચક ક્રિકેટ માણવા મળશે

જૂનના અંતમાં ચીનનું બાહ્ય દેવું વધીને ૭૮૫ અબજ ડોલર થયું

પાકે. અણુશસ્ત્રોના વહનની ક્ષમતા ધરાવતી બાબર મિસાઈલનું પરીક્ષણ કર્યું
ઇંડા ખાવાથી હૃદયને ધુમ્રપાન કરવા જેટલું જ નુકસાન થાય છે

આઠ કલાક કરતા વધારે કામ કરવાથી હૃદયરોગનો ખતરો ૮૦ ટકા જેટલો વધે

અવકાશ મથકનો દોરીસંચાર સુનીતાએ સંભાળ્યો ઃ ઈતિહાસમાં બીજી મહિલા
પાકિસ્તાને વોર્મઅપ મેચમાં ભારતને પાંચ વિકેટથી પરાજય આપ્યો
સાઉથ આફ્રિકાએ ન્યુઝીલેન્ડ સામે રોમાંચક વિજય મેળવ્યો
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved