Last Update : 18-September-2012, Tuesday

 
દિલ્હીની વાત
 

ડુ ઓર ડાઇ સામે ફાઇટ ટુ ફીનીશ...
નવી દિલ્હી, તા.૧૭
રીટેલ ક્ષેત્રે એફડીઆઇનો વિરોધ કરનારાઓ અને સરકાર બંને પોતપોતાની વાતને વળગી રહ્યા છે. એક સમયે એફડીઆઇ અંગે નિર્ણય પાછો ઠેલનાર સરકાર હવે 'ડુ ઓર ડાઇ' કોન્સેપ્ટ પર આવી ગઇ છે. વિરોધ પક્ષ પણ 'ફાઇટ ટુ ફીનીશ'ના મુડમાં છે. એફડીઆઇના નિર્ણયને અમલી નહીં બનાવાય એવું કેટલાક રાજ્યોએ કહ્યું છે. બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે પણ કહ્યું છે કે તેમના રાજ્યમાં એફડીઆઇનો અમલ નહીં થાય. ડિઝલના ભાવોમાં વધારો અને એફડીઆઇના મામલે વિરોધ પક્ષોએ ૨૦મીએ ભારત બંધનું એલાન આપ્યું છે. આ પોલીટીકલ વોરનું શું પરિણામ આવશે તે માટે સમયની રાહ જોવી પડશે પરંતુ કેટલાક કોંગી નેતાઓનું માનવું છે કે એફડીઆઇના વિવાદના કારણે કોલસા કૌભાંડનો વિવાદ પાછળ રહી ગયો છે. હવે વિરોધ પક્ષો કોલસા કૌભાંડના બદલે એફડીઆઇ અને ડિઝલમાં ભાવ વધારાની વાતો કરે છે.
અલ્ટીમેટમ આજે પુરું થશે
યુપીએ કેન્દ્ર સરકારના બીજા નંબરના સૌથી મોટા સાથી તૃણમુલ કોંગ્રેસે આપેલું ૭૨ કલાકનું અલ્ટીમેટમ પુરું થવાની નજીક છે. જોકે કોંગ્રેસને બહુ ચિંતા નથી કેમકે તેમના નિર્ણયથી તૃણમુલ કોંગ્રેસમાં જ બે ભાગ પડયા છે. કોઇ કહે છે કે પ્રધાનો પાછા ખેંચી લો તો કોઇ કહે છે કે સરકારને આપેલો ટેકો પાછો ખેંચો. બીજી તરફ ડાબેરીપક્ષો મમતાની ટીકા કરતા કહે છે કે એફડીઆઇનો અમલ કરતી સરકારને તે રોકી શક્યા નથી. સીપીએમ નેતા પ્રકાશ કરાત કહે છે કે મમતા એફડીઆઇના મુદ્દે નિષ્ફળ ગયા હોવા છતાં યુપીએ સરકારના સાથી તરીકે ચાલુ છે.
પ. બંગાળમાં ૮૫ ટકા મુસ્લિમો
કોંગ્રેસમાં વ્યૂહ રચના કરનારાઓને એ વાતથી સંતોષ છે કે ટેકો પાછો ખેંચવા સુધીના મમતા સાથે મતભેદો હોવા છતાં ભાજપ સાથે હાથ મીલાવવા તૈયાર નથી. કેમકે પશ્ચિમ બંગાળમાં ૮૫ ટકા મુસ્લિમ વસ્તી છે. આ લોકોને નારાજ કરવા તે તૈયાર નથી. આ ઉપરાંત રાજ્યના વિકાસ માટે તેમને કેન્દ્રના સહકારની જરૃર પડશે. બીજી તરફ સરકારે પણ તેમનું દિલ જીતવા સ્પેશ્યલ બેલઆઉટ પેકેજ આપવાનો નિર્દેશ કર્યો છે.
કેન્દ્ર- દીદી વચ્ચેના સંબંધો
કેન્દ્ર અને દીદી વચ્ચેના સંબંધોની અવઢવની રસપ્રદ વિગતો છે. ટેકો પાછો ખેંચવા અંગે મમતા વારંવાર કહી ચૂક્યા છે. નવેમ્બર- ૨૦૧૧માં તેમણે એફડીઆઇનો નિર્ણય અટકાવવા સરકારને દબાણ કર્યું હતું. ડિસેમ્બર ૨૦૧૧માં તેમણે એફડીઆઇના બીલને લોકસભામાં ટેકો આપ્યો હોવા છતાં રાજ્યસભામાં તેમણે વિરોધ કર્યો હતો. માર્ચ -૨૦૧૨માં રેલવે પ્રધાન દિનેશ ત્રિવેદીએ તેમને પૂછ્યા વગર રેલવે ભાડા વધારતા તેમને મમતાએ ખસેડી નાખ્યા હતા. હવે છેલ્લે તેમણે ડિઝલમાં ભાવવધારા અંગે સરકારને ૭૨ કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું.
દિલ્હી યુનિવર્સિટીમાં ભાજપને ફટકો
દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયનની ચૂંટણીઓના પરિણામોએ કોંગ્રેસમાં નવું જોમ પુર્યું છે. અને ભાજપના ટેન્શનમાં વધારો કર્યો છે. કોંગ્રેસ સાથે સંલગ્ન NSUIએ ચારમાંથી ત્રણ બેઠકો જીતી છે. ડિઝલના ભાવ વધારા છતાં આ પરિણામો આવ્યા છે. NSUIના ઉમેદવારોને ચિંતા હતી કે ભાવ વધારો તેમના જીતવાના ચાન્સ ઘટાડશે.
એબીવીપીનો નબળો દેખાવ ભાજપના ટેન્શનમાં વધારો કરી રહ્યું છે. અરૃણ જેટલી, વિજય ગોએલ, વિજય જોલી સહિતના ભાજપના કેટલાક નેતાઓએ એબીવીપીના ઉમેદવારોને પીઠબળ પુરૃં પાડયું હતું.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved