Last Update : 18-September-2012, Tuesday

 

સૌંદર્યની આપણી રુચિ કેવી છે?

વિચાર વિહાર - યાસીન દલાલ
- કળા તથા સૌંદર્યની બાબતમાં આપણી રુચિ ધીમે ધીમે અત્યંત સસ્તાપણામાં સરકતી ગઇ છે.

 

હમણાં મિસ ઈન્ડિયાની સ્પર્ધા યોજાઈ ગઈ પણ આપણી યુવતી મિસ વર્લ્ડ ન બની શકી. આવી સ્પર્ધાઓ દર વરસે યોજાતી હતી પણ હવે તો ગામેગામ અને રાજ્યે રાજ્યે એનો રાફડો ફાટ્યો છે. કોલેજોમાં પણ ફેશન શો યોજાય છે. હવે મુંબઇમાં ફિલ્મ અભિનેત્રીઓ અને જાણીતી મોડેલો કોઇને કોઇ ઉત્પાદનને પ્રમોટ કરવા માટે જાહેરમાં ‘કેટ વોક’ કરતી રહે છે એને માટે અભિનેત્રીઓ લાખો અને કરોડો કમાય છે, તો મોડેલો પણ હજારોની રોકડી કરે છે. પ્રશ્ન એ છે કે એકબાજુ દારૂણ ગરીબી અને બીજીબાજુ આવા કરોડોના ભપકા શા માટે?
દરેક પ્રજાની આગવી ઓળખ આપતી જે કેટલીક ખાસિયતો હોય છે, એમાંની એક એની સૌંદર્ય અને કળા પ્રત્યેની રૂચિની હોય છે, જેમાં ઘરની સજાવટથી માંડીને, દીવાલોના શણગાર, લગ્નમંડપનું આયોજન, પોષાક, કેલેન્ડર, ચિત્રો વગેરેનો સમાવેશ થાય છે અને કોઇ પણ પ્રજાનો જ્યારે વિનિપાત શરૂ થાય છે, ત્યારે તેનું પ્રતિબંિબ એની કલાત્મક અભિરુચિમાં પણ પડતું હોય છે. આ દ્રષ્ટિએ છેલ્લા કાયદાની આપણી કળારુચિ, આપણા ‘એસ્થેટિક ટેસ્ટ’ને તપાસીએ તો જણાશે કે આપણી રુચિ અત્યંત નીચી ગઇ છે. કળાને નામે આપણે ત્યાં વિકૃતિ અને બીભત્સતા પ્રવેશી ગયા છે. સૌંદર્ય વિશેની કોઇ જાગૃતિ કે ખેવના એ ક્યાંય દ્રષ્ટિગોચર થતા નથી. રંગોની પસંદગીથી માંડીને ઈમારતોની ડિઝાઇનો સુધીનાં ક્ષેત્રોમાં ચારેબાજુ આ નિમ્ન રુચિ દેખાશે અને એનું પરિણામ? આપણી નગરરચના, આપણી ગૃહ રચના, દીવાલની સજાવટ, ફર્નિચર, કપડાંની ફેશન, સિનેમા, પેઈન્ટંિગ, બધામાં ઊતરતી કક્ષા.
ગિલો ડોરફલેસે અંગ્રેજીમાં એક પુસ્તક લખ્યું છે, ‘‘કિત્શ ધ વર્લ્ડ ઓફ બેડ ટેસ્ટ’’ પુસ્તકમાં, મનુષ્યની સૌંદર્ય વિશેની રુચિ ધીમેધીમે કેવી નીચે ઊતરી, એની તવારીખ આપેલી છે. આ ઊતરતી રુચિને માટે યુરોપમાં ‘કિત્શ’ શબ્દ વપરાય છે અને ‘કિત્શ’નું મૂળ જર્મન ‘વિર્કિત્શેન’માં છે. એનો અર્થ થાય છે, ‘સસ્તાપણું’ અને, કળા તથા સૌંદર્યની બાબતમાં આપણી રુચી ધીમે ધીમે અત્યંત સસ્તાપણામાં સરકતી ગઇ છે. જે માણસની રુચિ અત્યંત નીચી હોય, એને જર્મનીમાં ‘કિત્શમેન’ તરીકે ઓળખવામાં આવે છે. ‘કિત્શ’નું હવે લોકપ્રિય ભાષામાં રૂપાંતર થયું છે, ‘કલાત્મક કચરો’ અહીં ભાવ અને કળાના નામે રજૂ થતાં વિકૃત સ્વરૂપનું છે પણ, ‘કિત્શ’ શબ્દ, ‘માસ કોમ્યુનિકેશન’ને નામે જે ‘માસ કલ્ચર’ ઊભું થાય છે, એને માટે પણ વપરાય છે અને એમાં પણ ભાવ તો કળાના ક્ષેત્રમાં પ્રવેશેલી વિકૃતિનો જ છે, જ્યારે લોકોના વિશાળ સમૂહને આકર્ષવાનો હોય અને ઝડપથી સંદેશો પ્રસરાવવાનો હોય ત્યારે ‘કિત્શનો’નો આશરો લેવાની લાલચ ઊભી થાય છે અને આજની હંિદી ફિલ્મો અને એનાં પોસ્ટર, આ ‘કિત્શ’ના ઉત્તમ નમૂના છે. ‘આર્ટ’ અને ‘વલ્ગારિટી’ શો તફાવત છે, એવું એ ઉત્તમ નિદર્શન કરે છે.
પશ્ચિમની આવતી કુત્સિતતાનું જનક અમેરિકા ગણાય છે. વોલ્ટ ડિઝનીએ ડિઝનીલેન્ડ ઊભું કર્યું અને ડોનાલ્ડ ડકનું પાત્ર સર્જ્યું, ત્યાંથી એનો પ્રારંભ થયો. એ દરમિયાન અમેરિકામાં વિનસની છહીઓ, શિલ્પો અને રોમન ચિત્રોના મિનીચર મોટા પ્રમાણમાં વેચાવા માંડ્યાં. મોટે પાયે ઉત્પાદન થવાથી એમાંથી કલાત્મકતા ઘટવા માંડી અને ઈંદ્રિય સંતપ કર્તાને સ્થાને ઈંદ્રિયોને ભડકાવે એવા રંગો અને એવું આયોજન પ્રવેશી ગયું. માણસની ધાર્મિકતા એની સૌંદર્યવિભાવનાને હંમેશા બગાડતી આવી છે. કોઇપણ શિલ્પ કે ચિત્રને ધર્મનું લેબલ લાગી ગયું, એટલે માણસ એને આંધળી રીતે સ્વીકારી લે છે. એમાં સૌંદર્ય (એસ્થેટિક)ની તલાશ કરવાનું એને સૂઝતું નથી. પરિણામે ક્યારેક કોઇ ફિલ્મ અભિનેત્રી અને દેવીના ચિત્ર વચ્ચે બહુ તફાવત રહેતો નથી. જાહેરખબરોનું પ્રાચુર્ય જેમ વઘ્યું, તેમ કુત્સિતતાનું આક્રમણ પણ વઘ્યું, છાપામાં પાનાં ભરાઇને આવતી ફિલ્મી જાહેરખબરો ઉપર નજર કરીએ, એટલે આ વાતનો ખ્યાલ આવે, ઉપરથી, બસ અને ટ્રેનોના હોર્ડંિગ્ઝ, થાંભલા ઉપરની જાહેરખબરો અને ઊંચા મકાનોની ટોચે આંખોને આંજી દેતી નિયોન, આ બધાએ એકઠાં થઇને આપણી સૌંદર્ય પિપાસા ઉપર જબરદસ્ત હુમલો કર્યો છે.
આપણા દેશમાં શિવાકાશી નામનું ગામ છે, જ્યાંથી દર વર્ષે લાખોની સંખ્યામાં દેવ-દેવીઓના ચિત્રોવાળા કેલેન્ડર જથ્થાબંધ બહાર પડે છે એની સાથે ફૂલઝાડ કે કોઇ નદીવાળા અને ઝરણાંનાં ચિત્રો પણ મળી જાય, ઈતિહાસનાં પાત્રો પણ દેખાઇ જાય. ખ્રિસ્તીઓને આકર્ષવા ઈસુનો ક્રોસ હોય અને મુસ્લીમો માટે કાબાની તસવીર હોય. પણ, આ બધાને જોડતી એક સામાન્ય કડી એ હોય કે એ બઘું સરખું જ ઊભડક હોય, ભડકામણા રંગોવાળું હોય, એમાં ક્યાંય રવિ વર્મા, હુસેન કે હેબ્બાર કે અમૃતા શેરગીલનું ચિત્ર જોવા ન મળે. આંખને ઠારે તેવું રંગોનું મિશ્રણ ન દેખાય. ચિત્રની એકંદર છાપ પણ કોઇ ખાસ સૌંદર્યલક્ષી અભિગમવાળી ન હોય. પણ, કેટલાક પશ્ચિમી નિષ્ણાતોએ કહ્યું છે, તેમ ‘સાધારણ જનતા માટે એ જ કલાત્મક અભિવ્યક્તિ છે!’ આ નિષ્ણાતો કહે છે તેમ, આ કુત્સિતતા એ ઔદ્યોગિક ક્રાંતિ પછીની, વિશ્વને મળેલી આઘુનિક ભેટ છે. અગાઉની પ્રણાલિકાગત કળા કે ભવાઇ જેવાં માઘ્યમોમાં પણ આવી દીવાનખાનાની સજાવટથી માંડીને કેલેન્ડર, ભીંતચિત્રો, પેપરવેઇટ, સ્ટિર કી-ચેઈન, લાઈટર, પેન હોલ્ડર, જેવી અનેક નાની-મોટી ચીજોના જોવા મળે છે. હવે લોકો એવાં ટી-શર્ટ પહેરે છે, જેની ઉપર પણ જાતજાતનાં ચિત્રો અને સૂત્રો ચીતરેલાં હોય છે.
સૌંદર્યની બદલાતી જતી વિભાવના અને આપણી પરિવર્તન પામતી રુચિને પામવા માટે મકાનની બહારની ડિઝાઇન અને અંદરના દીવાનખાનાની સજાવટ ઉપર નજર કરવા જેવી છે. આપણો ડ્રોઈંગરૂમ એક મહાનિબંધનો વિષય છે. કેટલીકવાર સારું કમાતા અને મકાન બાંધકામ પાછળ સારા એવા પૈસા ખર્ચતા લોકો પણ અંદરની સજાવટમાં સૂઝબૂઝના અભાવના લીધે મોટો વિરોધાભાસ સર્જતા હોય છે. મુખ્ય રૂમમાં પ્રવેશીએ ત્યાં જ સ્ટીલની બે-ત્રણ ખુરશીઓ અને એકાદ પલંગ જોવા મળે, સામેના ખૂણામાં પતરાની પાંચ-સાત ટ્રંક (પેટીઓ) એકમેક ઉપર અડકેલી હોય અને દીવાલની અભરાઇ ઉપર તાંબા-પિત્તળના થોડાં વાસણો ખડકાયેલાં હોય, એ દ્રશ્ય હજી આપણા હજારો ઘરોમાં જોવા મળશે અને દીવાલ ઉપર જાતજાતનાં કેલેન્ડરો અને ઘરના સભ્યોની છબીઓ, કોઇ જાતના સંતુલન કે મેળ વગર ટીંગાડી દીધી હોય. થોડાં દેવ-દેવીઓની છબીને મઢાવીને મૂકી હોય જે ઘરમાં જંિદગી ગાળવાની છે, એની ભીંતો પર ચોડેલી છબીઓ, આ બઘું દિમાગને તરબતર કરનારું, એને શીતળતા અર્પનારું હોવું જોઇએ. પણ, એને બદલે જોવા મળે છે ભડકામણા રંગો, બિહામણાં ચિત્રો, ઢંગધડા વિનાનાં કેલેન્ડરો અને એ બધાં એકઠાં થઇને સર્જે છે એક વિચિત્ર પ્રકારની કુત્સિતતા.
કુત્સિતતા અને કદરૂપાપણા વચ્ચે સીધો સંબંધ છે અને ગઇકાલે આપણે જેને ‘કદરૂપુ’ માનતા હતા, એને આજની પેઢી ‘સુંદર’ ગણે છે! આનો ઉત્તમ નમૂનો એટલે આજની હંિદી ફિલ્મોમાં નાયક-નાયિકાઓ જેને બે દાયકા પહેલાં ફિલ્મમાં ‘એક્સ્ટ્રા’ કલાકાર તરીકે પણ પ્રવેશ ન મળે, એવા ચહેરા આજે નાયક કે નાયિકા તરીકે આવી ચડે છે. દક્ષિણમાંથી એક અગ્રગણ્ય અભિનેતા હંિદી ફિલ્મમાં આવ્યો છે, જેનું નામ છે રજનીકાંત. પોસ્ટરમાં એનો ચહેરો જોઇને અફસોસ થાય કે હંિદી ફિલ્મ નિર્માતા અને પ્રેક્ષકની રુચિ શું બલરાજ સહાની અને ક્યાં આજના રજનીકાંત, શત્રુધ્ન સંિહા, ઈમરાન? મીનાકુમારી, મઘુબાલા, બીના રોય, માલા સંિહા, વહીદા રહેમાન, નસીમ, નૂરજહાં અને વીણાનું સ્થાન હવે મલ્લિકા સેરાવત, વિદ્યા બાલન અને રાખી સાવંતે લીઘું છે. કોઇના ચહેરા ઉપર કોઇ સૌમ્યતા નહીં. એકમેકથી અલગ પાડતું કોઇ મૌલિક વ્યક્તિત્વ નહીં. અભિનેતા બધા એક સરખા કરડાકી ભર્યા અને ગલીમાં ફરતા ગુંડા કે દાતણવાળા જેવા લાગે અને અભિનેત્રીના ચહેરા પર પ્રેમના નાજુક સંવેદનોને સ્થાને જોવા મળે વિકૃત જાતીય આવેગો અને ઢંગધડા વિનાની ઊછળકૂદ!
ટેલિવિઝનના આક્રમણે આપણા સાંકડાં ઘરોની સજાવટને ઓર વિકૃત અને કઢંગી બનાવી છે. એનો મોહ એટલો છે કે દસ ફૂટના કમરામાં પણ લોકો ૨૯ ઈંચનું ટી.વી. મૂકે છે અને પછી એની સામે બેસીને આંખોને બગાડતા રહે છે. એક જમાનામાં કમરા મોટા હતા અને એમાં સાગ અને સીસમનું કળાત્મક ફર્નિચર ગોઠવાયેલું રહેલું. હવે સાગ અને શીશમની કળાત્મકતાનું સ્થાન સનમાઇકાના ચળકાટે લીઘું છે. આનો મિસ્ત્રી પ્લાઇવૂડ અને સનમાઇકાના ટુકડાને ફેવિકોલથી જોડી આપીને ચાલતો થાય છે અને આપણી સૌંદર્ય અને કળાની ભૂખ ત્યાં જ પૂરી થાય છે. કાચના શો-કેસમાં લોકો ચાના કપ-રકાબી અને બે-ચાર સ્ટીલના ગ્લાસ મૂકીને ગર્વ લે છે. નવધનિક વર્ગ હવે એક કમરાની સજાવટમાં પચાસ-સાઇઠ હજાર રૂપિયા ખર્ચી નાખે છે. દીવાલ ઉપરના સિમેન્ટ-ચૂનાને ઢાંકી દેવા લાકડાની આખી પેનલ મૂકીને, પછી એની ઉપર મોંઘાદાટ પડદા વડે સજાવાય છે અને ઉપર છતમાં પેરિસનું પ્લાસ્ટર આપણી સૌંદર્યરુચિની મશ્કરી કરતું રહે છે. પોલિશ કરેલું, અને કલાત્મક મરોડવાળું લાકડું અદ્રશ્ય થયું. એને સ્થાને તૈયાર પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમના બારી-બારણાં આવી ગયાં છે. કૃત્રિમ રીતે બનાવેલા લાકડાની જાહેરખબર હમણાં વાંચવા મળેલી.
એકબાજુ આપણે ત્યાં આર્ટ સૌંદર્યના ઉચ્ચ ધોરણોનું શિક્ષણ અપાય છે. મ્યુઝિયમોમાં આપણી સંસ્કાર પરંપરા સચવાય છે, દેશપરદેશમાં મહોત્સવો યોજાય છે, બીજીબાજુ આવું ‘માસ કલ્ચર’ આપણી રુચિને બગાડી રહ્યું છે. આ એક પ્રકારનું ‘કલ્ચર સ્કીફ્રેનિયા’ છે. દિલ્હીમાં વર્ષો પહેલા ‘અર્બન આર્ટ કમિશન’ રચાયેલું, જે શહેરોના જાહેરાતનાં પાટિયાંથી માંડીને મિલ્ક બૂથની રચના સુધી સૌંદર્યશાસ્ત્રીય નિયંત્રણ રાખતું. આવા ‘કલાપંચો’ દરેક શહેરમાં રચવાની જરૂર છે. વિકૃત રુચિ અને સૌંદર્યના કુત્સિત ધોરણો આપણી સર્જનાત્મકતાનો નાશ કરી નાંખશે. આપણા સાહિત્ય, ચિત્રકળા, છબીકળા અને સિનેમાના નીચા ગયેલાં ધોરણો માટે આપણી આ નિમ્ન કોટિની સૌંદર્ય વિભાવના અને એને સ્થાને ગોઠવાઇ ગયેલી અશ્વ્લીલતા અને વિકૃતિ જવાબદાર છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેશભરના ટ્રાન્સપોર્ટરોની આજે મુંબઇમાં મહત્ત્વની બેઠક
રિઝર્વ બેંકે રૃ.૧૭૦૦૦ કરોડની પ્રવાહિતા વધારવા સીઆરઆર પા ટકા ઘટાડયો ઃ કેન્દ્રની ત્રિપુટી ખુશ

ચંડીગઢ પોલીસે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર વિજેતા યુવતી સામે ફરિયાદ નોંધી

ગ્રાન્ટ રોડમાં સ્કાયવૉક પરથી ભિખારણે પોતાની જ બે માસૂમ બાળકીને નીચે ફેંકી
સિંધુદુર્ગના દરિયા કિનારે પાકિસ્તાની માર્કાવાળી ચરસ ભરેલી થેલીઓ મળી

આજથી ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃકઈ રીતે નક્કી થશે ચેમ્પિયન ?

ખેલાડીઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગઃ કોઇપણ ટીમ બાજી મારી શકે છે
જો હવામાન સારૃ રહેશે તો ચાહકોને ખૂબ જ રોમાંચક ક્રિકેટ માણવા મળશે

જૂનના અંતમાં ચીનનું બાહ્ય દેવું વધીને ૭૮૫ અબજ ડોલર થયું

પાકે. અણુશસ્ત્રોના વહનની ક્ષમતા ધરાવતી બાબર મિસાઈલનું પરીક્ષણ કર્યું
ઇંડા ખાવાથી હૃદયને ધુમ્રપાન કરવા જેટલું જ નુકસાન થાય છે

આઠ કલાક કરતા વધારે કામ કરવાથી હૃદયરોગનો ખતરો ૮૦ ટકા જેટલો વધે

અવકાશ મથકનો દોરીસંચાર સુનીતાએ સંભાળ્યો ઃ ઈતિહાસમાં બીજી મહિલા
પાકિસ્તાને વોર્મઅપ મેચમાં ભારતને પાંચ વિકેટથી પરાજય આપ્યો
સાઉથ આફ્રિકાએ ન્યુઝીલેન્ડ સામે રોમાંચક વિજય મેળવ્યો
 

 

 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved