Last Update : 18-September-2012, Tuesday

 

કરાચી- કોંકણ વચ્ચે શું સંબંધ?
સિંધુદુર્ગના દરિયા કિનારે પાકિસ્તાની માર્કાવાળી ચરસ ભરેલી થેલીઓ મળી

કેફીદ્રવ્યોની દાણચોરી માટે પાકિસ્તાનીઓ કોકણપટ્ટીનો ઉપયોગ કરતા હોવાની શંકાઃ પકડાયેલા ડ્રગ્સની કિંમત ૩૫ લાખ
મુંબઈ, તા.૧૭
સિંધુદુર્ગના દરિયા કિનારે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ઘસડાઈને આવેલી 'પાકિસ્તાની રાઈસ' માર્કાવાળી પ્લાસ્ટિકની મજબૂત થેલીઓમાંથી નીકળેલો પદાર્થ ચરસ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પાકિસ્તાની માર્કાવાળી થેલીઓમાંથી મળી આવેલા ચરસના આટલા મોટા જથ્થાને લીધે ખળભળાટ વ્યાપી ગયો છે.
સિંધુદુર્ગ જિલ્લાના દેવગઢ, માલવણ અને વેંગુર્લેના દરિયા કિનારે એક કિલોની એક એવી ૬૦ પ્લાસ્ટિકની કોથળીઓ ઘસડાઈ આપી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ચરસની કિંમત ૩૫ લાખ અંદાજવામાં આવ્યો છે. આ ચરસના જથ્થાનો સંબંધ કેફી દ્રવ્યોની દાણચોરી કરતી આંતરરાષ્ટ્રીય સિંડીકેટ સાથે હોવાની શંકા છે. આ પ્રકરણે ખૂબજ ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે એમ ઉચ્ચ પોલીસ અધિકારી નંદકુમાર ઠાકુરે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે આ પ્રકરણમાં પાકિસ્તાની દાણચોરોનો હાથ હોવાની શંકા છે. આ ડ્રગ્સની દાણચોરીના આંતરરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કોસ્ટગાર્ડ અન ેકિનારે વસતા લોકોની સતર્કતાને લીધે થયો હતો. આ થેલીઓ ઉપર 'પાકિસ્તાની રાઈસ' એવું લખાણ હતું. પહેલાં તો અંદર વિસ્ફોટક પાઉડરની શંકા જવાથી બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે તપાસ કરી હતી. ત્યાર પછી લેબોરેટરીમાં તપાસ માટે થેલીઓ મોકલવામાં આવતા આ પાઉડર ચરસ હોવાનું જાણવા મળ્યું હતું.
કોકણના દરિયા કિનારે આ પ્લાસ્ટિકની થેલીઓ કઈ રીતે તણાઈ આવી તેની હજી તપાસ ચાલુ છે. ચોમાસામાં તોફાની દરિયામાં કોઈ જહાજ ભટકી ગયું હશે અથવા તો સુરક્ષા એજન્સીઓએ પીછો કરવાથી દાણચોરોએ ચરસ ભરેલી થેલીઓ દરિયામાં ફેંકી દીધી હશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેશભરના ટ્રાન્સપોર્ટરોની આજે મુંબઇમાં મહત્ત્વની બેઠક
રિઝર્વ બેંકે રૃ.૧૭૦૦૦ કરોડની પ્રવાહિતા વધારવા સીઆરઆર પા ટકા ઘટાડયો ઃ કેન્દ્રની ત્રિપુટી ખુશ

ચંડીગઢ પોલીસે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર વિજેતા યુવતી સામે ફરિયાદ નોંધી

ગ્રાન્ટ રોડમાં સ્કાયવૉક પરથી ભિખારણે પોતાની જ બે માસૂમ બાળકીને નીચે ફેંકી
સિંધુદુર્ગના દરિયા કિનારે પાકિસ્તાની માર્કાવાળી ચરસ ભરેલી થેલીઓ મળી

આજથી ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃકઈ રીતે નક્કી થશે ચેમ્પિયન ?

ખેલાડીઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગઃ કોઇપણ ટીમ બાજી મારી શકે છે
જો હવામાન સારૃ રહેશે તો ચાહકોને ખૂબ જ રોમાંચક ક્રિકેટ માણવા મળશે

જૂનના અંતમાં ચીનનું બાહ્ય દેવું વધીને ૭૮૫ અબજ ડોલર થયું

પાકે. અણુશસ્ત્રોના વહનની ક્ષમતા ધરાવતી બાબર મિસાઈલનું પરીક્ષણ કર્યું
ઇંડા ખાવાથી હૃદયને ધુમ્રપાન કરવા જેટલું જ નુકસાન થાય છે

આઠ કલાક કરતા વધારે કામ કરવાથી હૃદયરોગનો ખતરો ૮૦ ટકા જેટલો વધે

અવકાશ મથકનો દોરીસંચાર સુનીતાએ સંભાળ્યો ઃ ઈતિહાસમાં બીજી મહિલા
પાકિસ્તાને વોર્મઅપ મેચમાં ભારતને પાંચ વિકેટથી પરાજય આપ્યો
સાઉથ આફ્રિકાએ ન્યુઝીલેન્ડ સામે રોમાંચક વિજય મેળવ્યો
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved