Last Update : 18-September-2012, Tuesday

 

રિઝર્વ બેંકે રૃ.૧૭૦૦૦ કરોડની પ્રવાહિતા વધારવા સીઆરઆર પા ટકા ઘટાડયો ઃ કેન્દ્રની ત્રિપુટી ખુશ

નાણા પ્રધાન ચિદમ્બરમે ૩૦મી ઓકટોબર સુધીમાં રિઝર્વ બેંક અને સરકાર અનેક પગલાં લેશે એવો નિર્દેશ આપ્યો

(પી.ટી.આઈ.) મુંબઈ,તા.૧૭
રિઝર્વ બેંક આજે સેકન્ડ કવાર્ટર મોનેટરી પોલિસીનાં મિડટર્મ રિવ્યુમાં સીઆરઆર (રોકડ અનામત ગુણોત્તર)માં પા ટકાનો ઘટાડો કરી બેંકિંગ વ્યવસ્થામાં રૃ.૧૭,૦૦૦ કરોડની પ્રવાહિતા વધારી તેન ે નાણા પ્રધાન પી.ચિદમ્બરમે એક નાનું પણ આવકાર્ય પગલું ગણાવ્યું હતું. તેઓ રિઝર્વ બેંકની આ નીતિથી હતાશ નથી અને રિઝર્વ બેંકનો આ વચગાળાની સમીક્ષાને તેમણે પ્રોત્સાહક અને ટેકારૃપ ગણાવી હતી. રિઝર્વ બેંક હજુ વધુ નિર્ણયો લેશે એવો ઈશારો કરતાં તેમણે જણાવ્યું હતું કે સરકાર પણ ૩૦મી ઓકટોબર પૂર્વે ઘણા પગલાઓ લેશે. ૩૦મી ઓકટોબરે દ્વિતીય ત્રિમાસિકગાળાની ધિરાણ નીતિ જાહેર કરશે. રાજકોષીય દ્રઢીકરણની યોજનાની સરકાર કરશે જેનાં પગલે ૩૦મી ઓકટોબરનો રિઝર્વ બેંકનો પ્રતિસાદ વિકાસ માટે વધુ પ્રોત્સાહક રહેશે એમ પણ તેમણે જણાવ્યું હતું.
જો કે પોલિસીની જાહેરાત વખતે રિઝર્વ બેંકનાં ગવર્નર ડી.સુબ્બારાવે જણાવ્યું હતું કે અર્થતંત્રમાં હજુ પણ ફુગાવાજન્ય સ્થિતિ ચાલુ રહી છે. તેથી મોનેટરી પોલિસીનો પ્રાથમિક ધ્યેય ફુગાવો ઘટાડવાનો અને ફુગાવાજન્ય અપેક્ષાઓને મર્યાદિત કરવાનો છે.
બેંકિંગ વર્તુળોમાંથી મળતા નિર્દેશોે મુજબ સીઆરઆર કરનાં પગલે વધેલી પ્રવાહિતાનાં પરિણામે હોમ અને કાર લોન્સ પરનાં વ્યાજ દરો ઘટી શકે છે. સીઆરઆરમાં પા ટકાનો ઘટાડો કરાઈ તે સાડાચાર ટકા કરાયો છે અને તેનો અમલ ૨૨મી સપ્ટેમ્બરથી થશે જો કે રેપો રેટ ૮ ટકા અને રિવર્સ રેપો રેટ ૭ ટકાના સ્તરે યથાવત્ રખાયા છે.
વડા પ્રધાનની આર્થિક સલાહકાર સમિતિનાં વડા સી.રંગરાજને વ્યાજ દરનાં ઘટાડા કરતાં પણ સીઆરઆર કટનું આ પગલું વધુ અસરકારક રહેશે એવું જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સીઆરઆર કર બેંકોની પ્રવાહિતા પર સીધી અસર કરે છે અને પોલિસી રેટ કરનાં પગલાં રિઝર્વ બેંક લે તો પણ તેણે સાથે સાથે ઓપન માર્કેટ ઓપરેશન કે અન્ય યંત્રણાઓ દ્વારા પ્રવાહિતા વધારવા પગલાંઓ તો લેવા જ પડે છે.
તાજેતરમાં ડીઝલનાં ભાવ વધારાયા તેના કારણે ફુગાવો ઊંચો જ રહે તો રિઝર્વ બેંક માટે પોલિસી રેટસ ઘટાડવાનું મુશ્કેલ બનશે. સાડા સાત ટકાનાં ફુગાવાના સ્તરે કોઈપણ સેન્ટ્રલ બેજ કમ્ફર્ટેબલ રહી શકે નહીં એમ પણ તેમણે જણાવ્યું હતું. જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો જુલાઈનાં ૬.૮૭ ટકાનાં સ્તરેથી ઓગસ્ટમાં વધીને ૭.૫૫ ટકા થયો હતો.
આયોજન પંચના નાયબ અધ્યક્ષ મોન્ટેક સિંઘ આહલુવાલિયાએ જણાવ્યું હતું કે રિઝર્વ બેંકના આ પગલાંના પરિણામે વધુ ભંડોળો છૂટા થતાં તેની સમગ્ર વ્યવસ્થા પર અસર થશે તેથી આ પગલું યોગ્ય દિશાનું છે.
દરમિયાન આરબીઆઈએ તેનાં પોલિસી રિવ્યુમાં જણાવ્યું છે કે ડીઝલનો ભાવ વધારો ટંૂંકાગાળામાં ફુગાવા પર અસર કરશે પરંતુ લાંબાગાળે તે રાજકોષીય ખાદ્ય ઘટાડશે તેથી સરકારની તાજેતરની જાહેરાતોનાં પગલે સેન્ટીમેન્ટ બદલાવાની સંભાવના છે. વધુમાં એવું પણ જણાવાયું છે કે ઊંચી રાજકોષીય અને ચાલુ ખાતાની ખાદ્ય રિઝર્વ બેંકને રેટ કટ કરતાં અટકાવે છે.
ચોમાસા વિશે આરબીઆઈ પોલિસી જણાવે છે કે છેલ્લે છેલ્લે સારો વરસાદ પડયો તેના કારણે ચાવીરૃપ રવી પાકોના સંયોગોમાં સુધારો થયો છે. સમગ્રતયા વરસાદની ખાદ્ય ૧ મહિના પૂર્વેનાં ૨૨ ટકાનાં સ્તરેથી ઘટી ૭ ટકા થઈ છે છતાં પણ કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં ખાધ વધુ રહી છે. સત્તાવાર આંકડાઓ મુજબ ખરીફ પાક માટેનો વાવણી વિસ્તાર ૧૪મી સપ્ટેમ્બરની સ્થિતિ મુજબ ૧૨ લાખ હેકટર ઓછો પાંચ સામાન્ય વર્ષની સરેરાશની સરખામણીએ રહ્યો છે. અને વધુ ઘટાડો કડધાન્યો, કઠોળ અને તેલિબિંયામાં જોવાયો છે. અઆવી સ્થિતિનાં કારણે વડા પ્રધાનની આર્થિક સલાહકાર સમિતિએ ઓગ્સ્ટમાં કૃષી વિકાસ દર ઘટાડી અડધા ટકાનો કર્યો હતો. આ પ્રોજેકશન ૨૮ વર્ષના સૌથી ખરાબ ચોમાસાવાળા ૨૦૦૯-૧૦ કરતાં પણ ઓછું છે.
જો કે રિઝર્વ બેંકે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવાહિતા સુધરવાનાં પગલાંઓની અસર રૃપે કોમોડિટીનાં ભાવ વધવાની અને તેનાં પગલે ફુગાવાનું મેનેજમેન્ટ મુશ્કેલ થવાની દહેશત પણ વ્યક્ત કરી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેશભરના ટ્રાન્સપોર્ટરોની આજે મુંબઇમાં મહત્ત્વની બેઠક
રિઝર્વ બેંકે રૃ.૧૭૦૦૦ કરોડની પ્રવાહિતા વધારવા સીઆરઆર પા ટકા ઘટાડયો ઃ કેન્દ્રની ત્રિપુટી ખુશ

ચંડીગઢ પોલીસે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર વિજેતા યુવતી સામે ફરિયાદ નોંધી

ગ્રાન્ટ રોડમાં સ્કાયવૉક પરથી ભિખારણે પોતાની જ બે માસૂમ બાળકીને નીચે ફેંકી
સિંધુદુર્ગના દરિયા કિનારે પાકિસ્તાની માર્કાવાળી ચરસ ભરેલી થેલીઓ મળી

આજથી ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃકઈ રીતે નક્કી થશે ચેમ્પિયન ?

ખેલાડીઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગઃ કોઇપણ ટીમ બાજી મારી શકે છે
જો હવામાન સારૃ રહેશે તો ચાહકોને ખૂબ જ રોમાંચક ક્રિકેટ માણવા મળશે

જૂનના અંતમાં ચીનનું બાહ્ય દેવું વધીને ૭૮૫ અબજ ડોલર થયું

પાકે. અણુશસ્ત્રોના વહનની ક્ષમતા ધરાવતી બાબર મિસાઈલનું પરીક્ષણ કર્યું
ઇંડા ખાવાથી હૃદયને ધુમ્રપાન કરવા જેટલું જ નુકસાન થાય છે

આઠ કલાક કરતા વધારે કામ કરવાથી હૃદયરોગનો ખતરો ૮૦ ટકા જેટલો વધે

અવકાશ મથકનો દોરીસંચાર સુનીતાએ સંભાળ્યો ઃ ઈતિહાસમાં બીજી મહિલા
પાકિસ્તાને વોર્મઅપ મેચમાં ભારતને પાંચ વિકેટથી પરાજય આપ્યો
સાઉથ આફ્રિકાએ ન્યુઝીલેન્ડ સામે રોમાંચક વિજય મેળવ્યો
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved