Last Update : 18-September-2012, Tuesday

 
જૂનના અંતમાં ચીનનું બાહ્ય દેવું વધીને ૭૮૫ અબજ ડોલર થયું

અર્થતંત્રમાં મંદી અને પ્રોત્સાહન પેકેજને કારણે દેવામાં જોવા મળેલો વધારો

(પીટીઆઇ) બેઇજિંગ, તા. ૧૭
ચાલુ વર્ષના બીજા કર્વાટરમાં ચીનના બાહ્ય દેવામાં ૩૪ અબજ ડોલરનો વધારો થતાં ચાલુ વર્ષના જુન માસનાં અંતે ચીનનું બાહ્ય દેવું વધીને ૭૮૫.૧૭ અબજ ડોલર થઇ ગયુ છે તેમ દેશના ફોરેન એક્ષચેંજ રેગ્યુલેટરે સોમવારે જણાવ્યું હતું. સ્ટેટ એડમિનિસ્ટ્રેશન ઓફ ફોરેન એક્ષચેન્જ(સેફ) દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ રકમમાં હોંગ કોંગ અને મકાઉના બાહ્ય દેવાનો સમાવેશ થતો નથી.
આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે બાહ્ય દેવાની કુલ રકમમાં ૪૯૫.૦૭ અબજ બાહ્ય દેવાના તથા ૨૯૦.૧ અબજ કંપનીઓ વચ્ચેની વેપાર ખાધના છે. સેફના જણાવ્યા અનુસાર ટૂંકા ગાળાના ધિરાણને પગલે બાહ્ય દેવાની રકમમાં વધારો જોવા મળ્યો છે.
એક વર્ષથી ઓછા સમય માટેના દેવાની રકમ ૫૮૮.૨૨ અબજ ડોલર એટલે કે કુલ દેવાનાં ૭૫ ટકા છે. આ રકમ માર્ચ સુધી ૭૪.૨ ટકા હતી. લાંબા ગાળાના દેવાની રકમ વધીને ૧૯૬.૯૫ અબજ ડોલર થઇ ગઇ છે.
અર્થતંત્રમાં જોવા મળી રહેલી મંદી તથા વિવિધ ઇન્ફ્રસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે સરકાર દ્વારા આપવામાં આવેલા ૧૫૦ અબજ ડોલરના પ્રોત્સાહન પેકેજને પગલે ચીનના બાહ્ય દેવાની રકમમાં વધારો જોવા મળ્યો છે. તાજેતરના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ચીનનો કોર્પોરેટ ડેબ્ટ રેશિયો હાલમાં વિશ્વમાં સૌથી વધારે છે. અને તે હવે ભયજનક સપાટીએ પહોંચી ગયુ છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જો હવે ઘરેલૂ માંગ વધારવા માટે તથા નિકાસ વધારવા પ્રોત્સાહનો જાહેર કરવામાં આવશે તો કોર્પોરેટ કંપનીઓ પર ભારે દબાણ જોવા મળશે.
ચાઇના બેંકીગ રેગ્યુલેટરી કમિશન દ્વારા જારી કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે ૨૦૧૧નાં અંતે ચાઇનાની બેંકીગ સિસ્ટમમાં કુલ ૫૫ ટ્રિલિયન યુઆનની લોનો હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેશભરના ટ્રાન્સપોર્ટરોની આજે મુંબઇમાં મહત્ત્વની બેઠક
રિઝર્વ બેંકે રૃ.૧૭૦૦૦ કરોડની પ્રવાહિતા વધારવા સીઆરઆર પા ટકા ઘટાડયો ઃ કેન્દ્રની ત્રિપુટી ખુશ

ચંડીગઢ પોલીસે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર વિજેતા યુવતી સામે ફરિયાદ નોંધી

ગ્રાન્ટ રોડમાં સ્કાયવૉક પરથી ભિખારણે પોતાની જ બે માસૂમ બાળકીને નીચે ફેંકી
સિંધુદુર્ગના દરિયા કિનારે પાકિસ્તાની માર્કાવાળી ચરસ ભરેલી થેલીઓ મળી

આજથી ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃકઈ રીતે નક્કી થશે ચેમ્પિયન ?

ખેલાડીઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગઃ કોઇપણ ટીમ બાજી મારી શકે છે
જો હવામાન સારૃ રહેશે તો ચાહકોને ખૂબ જ રોમાંચક ક્રિકેટ માણવા મળશે

જૂનના અંતમાં ચીનનું બાહ્ય દેવું વધીને ૭૮૫ અબજ ડોલર થયું

પાકે. અણુશસ્ત્રોના વહનની ક્ષમતા ધરાવતી બાબર મિસાઈલનું પરીક્ષણ કર્યું
ઇંડા ખાવાથી હૃદયને ધુમ્રપાન કરવા જેટલું જ નુકસાન થાય છે

આઠ કલાક કરતા વધારે કામ કરવાથી હૃદયરોગનો ખતરો ૮૦ ટકા જેટલો વધે

અવકાશ મથકનો દોરીસંચાર સુનીતાએ સંભાળ્યો ઃ ઈતિહાસમાં બીજી મહિલા
પાકિસ્તાને વોર્મઅપ મેચમાં ભારતને પાંચ વિકેટથી પરાજય આપ્યો
સાઉથ આફ્રિકાએ ન્યુઝીલેન્ડ સામે રોમાંચક વિજય મેળવ્યો
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved