Last Update : 18-September-2012, Tuesday

 

પાકિસ્તાની અત્યાચારો સહીને ભારત આવેલા હિંદુઓની વેદના
''પાકિસ્તાનમાં પાછા જવા કરતાં અમે મરવાનુ પસંદ કરીશું''

રાજસ્થાનમાં સ્થળાંતરિત હિંદુઓના ધાડાં આવી રહ્યા છે

જોધપુર,તા.૧૭
'પાકિસ્તાન પાછા વળવા કરતાં અમે મોતને પસંદ કરીશું', એમ છેલ્લા થોડા દિવસોથી અત્રે આવેલા અનેક સ્થળાંતરિતોની લાગણીનો પડઘો પાડતા એક સ્થળાંતરિતે કહ્યું. છેલ્લા પખવાડિયામાં જ પાકિસ્તાની હિંદુઓની હિજરત વધી છે. ૧૫૦ બાળકો અને ૯૦ સ્ત્રીઓ સહિતની ૩૫૦ સ્થળાંતરિતોની છેલ્લી ટુકડી અહીં આવી પહોંચી છે.
એમને આરંભે એક સ્થાનિક મંદિરમાં રખાયા હતા, પરંતુ સંખ્યા વધતા એમને ત્યાં રાખવાનું અશક્ય બન્યું. એમણે જગ્યા ખાલી કરી છે અને હવે તંબુઓમાં રહે છે.
રામદાસ નામના સ્થળાંતરિત હિંદુએ કહ્યું કે પાકિસ્તાની હિંદુઓની કન્યાઓને અપહરણ કરી જઈ એમની સાથે લગ્ન માટે અને ઈસ્લામના અંગીકાર માટે બળજબરી કરાય છે.
ગઇ તા.૧૦ સપ્ટેમ્બરે ૨૦૦થી વધુ પાકિસ્તાની હિંદુઓ થાર એક્સપ્રેસ ટ્રેઇન મારફતે જોધપુર આવ્યા હતા. એ પછી નાના જુથોમાં અન્ય ૧૫૦ લોકો પણ આવ્યા છે.
રાજસ્થાનમાં શરણાર્થીઓ માટે કાર્યરત સીમાંત લોકસંગઠન નામના જુથના મતે ઇ.સ. ૧૯૭૧થી પાકિસ્તાનના એક લાખ દસ હજાર હિંદુ સ્થળાંતરિતો રાજસ્થાનમાં વસે છે. એ પૈકી ૧૩૦૦૦ને ઇ.સ. ૨૦૦૫-'૦૬ સુધીમાં ભારતનું નાગરિકત્વ અપાયું છે. વધુ ૭૦૦૦ લોકોએ લોન્ગ ટર્મ વીઝા માટે અરજી કરી છે.
સહુથી વધુ હિંદુ સ્થળાંતરિતો રાજસ્થાનમાં આવે છે. અમે રાજ્ય સરકારને એમના માટે પુનર્વસન નીતિ ઘડવા કહ્યું છે. અમે કેન્દ્ર સરકારને પણ નિરાશ્રિતો માટે યોગ્ય નીતિ અને કાયદો ઘડવા માટે પણ જણાવ્યું છે. એમ સીમાંત લોક સંગઠનના અધ્યક્ષ હિંદુ સિંઘ સોધાએ જણાવ્યું.
પાકિસ્તાનમાં હિંદુ કિશોરીઓનું અપહરણ કરી, એમના પર બળાત્કાર કરી એમને મુસ્લિમ બનાવી દેવાના કેટલાક કેસ બન્યા છે. આ હિંદુઓને ત્યાં મદદ કરવારૃ કોઇ નથી. ઇસ્લામ અંગીકાર કરવાનો ઇન્કાર કરનારને માનસિક રીતે હેરાન કરાય છે. એમ એક સ્થળાંતરિત હિંદુએ જણાવ્યું.
અમે રોજમદાર તરીકે કાર્ય કરીએ છીએ. પરંતુ અમને મહેનતાણું મુકવાનું નથી. અમે એ કામ કરવાની ના પાડીએ તો અમોને મારવામાં આવે છે એમ પંચારામ ભીલ નામના સ્થળાંતરિતે જણાવ્યું.
અહી આવતા મોટા ભાગના સ્થળાંતરિતો સાંગલસિંધ (પાકિસ્તાનના) હૈદ્રાબાદના છે. અમે પાછા જવા માંગતા નથી. એમ પંચારામે ભીલે ઉમેર્યું હતુ.
સત્તાવાળાઓને સતામણી બાબત ફરિયાદ કરવી એ વધુ મુશ્કેલીને નોંતરવા સમાન છે. એમ કૃષ્ણા નામની ૪૦ વર્ષની મહિલા સ્થળાંતરિતે જણાવ્યું.
હિંદુ લઘુમતીને મદદ કરવાની પાકિસ્તાનની રાજકીય ઇચ્છા જ નથી. જો હિંદુ પરિવારનો સહેલાઇથી વીઝા અપાય તો પાકિસ્તાનમાં કોઇ રહેશે નહી.
કેન્દ્ર અને રાજયના કક્ષાની ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ સ્થળાંતરિતોની હિલચાલ પર બારીક નજર રાખે છે.
રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોને પાકિસ્તાનથી સ્થળાંતરિત થઇને આવનારાઓને તમામ મદદની ખાતરી આપી છે.
જો કે સ્થળાંતરિતોની ફરિયાદ છે કે તેઓ ભારતના મતદાર નહી હોવાથી એમને રાખવા માટે પૂરતા પ્રયાસો હાથ ધરાતા નથી.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેશભરના ટ્રાન્સપોર્ટરોની આજે મુંબઇમાં મહત્ત્વની બેઠક
રિઝર્વ બેંકે રૃ.૧૭૦૦૦ કરોડની પ્રવાહિતા વધારવા સીઆરઆર પા ટકા ઘટાડયો ઃ કેન્દ્રની ત્રિપુટી ખુશ

ચંડીગઢ પોલીસે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર વિજેતા યુવતી સામે ફરિયાદ નોંધી

ગ્રાન્ટ રોડમાં સ્કાયવૉક પરથી ભિખારણે પોતાની જ બે માસૂમ બાળકીને નીચે ફેંકી
સિંધુદુર્ગના દરિયા કિનારે પાકિસ્તાની માર્કાવાળી ચરસ ભરેલી થેલીઓ મળી

આજથી ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃકઈ રીતે નક્કી થશે ચેમ્પિયન ?

ખેલાડીઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગઃ કોઇપણ ટીમ બાજી મારી શકે છે
જો હવામાન સારૃ રહેશે તો ચાહકોને ખૂબ જ રોમાંચક ક્રિકેટ માણવા મળશે

જૂનના અંતમાં ચીનનું બાહ્ય દેવું વધીને ૭૮૫ અબજ ડોલર થયું

પાકે. અણુશસ્ત્રોના વહનની ક્ષમતા ધરાવતી બાબર મિસાઈલનું પરીક્ષણ કર્યું
ઇંડા ખાવાથી હૃદયને ધુમ્રપાન કરવા જેટલું જ નુકસાન થાય છે

આઠ કલાક કરતા વધારે કામ કરવાથી હૃદયરોગનો ખતરો ૮૦ ટકા જેટલો વધે

અવકાશ મથકનો દોરીસંચાર સુનીતાએ સંભાળ્યો ઃ ઈતિહાસમાં બીજી મહિલા
પાકિસ્તાને વોર્મઅપ મેચમાં ભારતને પાંચ વિકેટથી પરાજય આપ્યો
સાઉથ આફ્રિકાએ ન્યુઝીલેન્ડ સામે રોમાંચક વિજય મેળવ્યો
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved