Last Update : 18-September-2012, Tuesday

 

વાટાઘાટો દ્વારા મમતાને મનાવી લેવા કોંગ્રેસને ખાતરી
૭૨ કલાકની ડેડલાઈન પૂરી થતાં મમતાએ દબાણ વધાર્યું ઃ ત્રણ વિકલ્પ આપ્યા

શરદ પવારે એનસીપીના મંત્રીઓની ૨૧મીએ બેઠક બોલાવી ઃ સરકાર નિર્ણયો પર અડગ

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧૭
ડીઝલ ભાવવધારો, રાંધણ ગેસની સબસીડીમાં કાપ અને છૂટક વ્યાપાર ક્ષેત્રે મૂડી રોકાણના નિર્ણયો પાછા ખેંચવા આપેલી ૭૨ કલાકની મહેતલ પૂરી થતા તૃણમૂલ કોંગ્રેસે આક્રમક વલણ ચાલુ રાખીને સરકાર પર દબાણ વધાર્યું હતું અને સરકારને ટેકો પાછો ખેંચી લેવા સહિતના ત્રણ વિકલ્પો રજૂ કર્યા હતા. બીજી બાજુ શરદ પવારના એનસીપીએ પણ ૨૧મી સપ્ટેમ્બરે બોલાવેલી મહારાષ્ટ્રના મંત્રીમંડળની બેઠકમાં તાજેતરના સુધારાઓ પર વલણ નક્કી થાય તેવી શક્યતા જોતા કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો હતો. જોકે કોંગ્રેસે આશા વ્યક્ત કરી હતી કે તેઓ તૃણમૂલ કોંગ્રેસને મનાવી લેશે. જ્યારે ભાજપે કોંગ્રેસના સહયોગી પક્ષોને તાજેતરના નિર્ણયો સામે વિરોધ પ્રગટ કરીને સરકારને પડકારવા આહવાન કર્યું હતું. દરમિયાન નાણામંત્રી પી. ચિદમ્બરમે ડીઝલ, રાંધણગેસ અને એફડીઆઈના નિર્ણયો પાછા ખેંચવાની શક્યતા નકારી કાઢી હતી.
તૃણમૂલ કોંગ્રેસના નેતા અને કેન્દ્રિય મંત્રી સુલતાન અહેમદે કહ્યું હતું ''અમે બધા મમતા બેનર્જી સાથે છીએ. યૂપીએમાંથી અમારા મંત્રીઓ પાછા ખેંચી શકીએ અથવા સરકારને ટેકો પાછો ખેંચી લઈએ અથવા અમારા મંત્રીઓ કાર્યાલયમાં હાજરી ન આપે.'' મમતાના સહયોગી મનાતા સાંસદ કુણાલ ઘોષે પણ આ વાતને સમર્થન આપતા જણાવ્યું હતું કે સરકારમાં રહેવું અમારા માટે અગત્યનું નથી, અમે તો દેશના લોકોના હિતમાં લડત આપી રહ્યાં છીએ અને બધાં વિકલ્પ ખુલ્લાં છે. તૃણમૂલ કોંગ્રેસ આવતીકાલે બેઠક યોજીને આ અંગે નિર્ણય લેશે તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતું, ''અમે અમારું સ્થાન સ્પષ્ટ કરી દીધું છે. જનવિરોધી નિર્ણયોને અમે સમર્થન નહીં આપીએ.''
તૃણમૂલ નેતા મદન મિત્રાએ દાવો કર્યો હતો કે ૭૨ કલાકની મહેતલ પૂરી થતા પક્ષના વડા મમતા બેનર્જી જે નિર્ણય લેશે તે સીમાચિન્હરૃપ, હકારાત્મક, જનતરફી અને વાસ્તવિક હશે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે અમે કોઈ પણ સંજોગોમાં ડીઝલ, રાંધણગેસ અને રિટેલમાં એફડીઆઈના નિર્ણયો સ્વીકારીશું નહીં.
બીજી બાજુ એનસીપીના વડા અને કૃષિમંત્રી શરદ પવારે મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓની ૨૧મી સપ્ટેમ્બરે બેઠક બોલાવી છે. બેઠકમાં ડીઝલ ભાવવધારા અને એફડીઆઈ સહિતના મુદ્દે ચર્ચા થાય તેવો સંભવ છે. મુંબઈ અને થાણે ખાતે એનસીપીના કાર્યકરો અગાઉથી ડીઝલ ભાવવધારા અને રાંધણગેસની સબસીડીમાં કાપ અંગે વિરોધ કરી રહ્યા છે. પક્ષના પ્રવકતા નવાબ મલિકે આ નિર્ણયો અંગે ફેરવિચારણા કરવાની માંગ પણ કરી હતી. જોકે પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠક રાબેતા મુજબની છે જેમાં શરદ પવાર મહારાષ્ટ્ર સરકારની કામગીરી અંગે જાણકારી મેળવશે.
દરમિયાન કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ કેન્દ્રિય મંત્રીઓ એ કે એન્ટની, પી ચિદમ્બરમ, સુશીલકુમાર શિંદે, ગુલામ નબી આઝાદ, વ્યાલાર રવિ અને રાજકીય સચિવ અહેમદ પટેલ સાથે પોતાના નિવાસસ્થાને આગળની વ્યૂહરચના ઘડી કાઢવા ચર્ચા કરી હતી. કોંગ્રેસના પ્રવકતા રેણુકા ચૌધરીએ જણાવ્યું હતું ''વાટાઘાટો ચાલુ છે. અમને આશા છે કે અમે કાર્યકારી સંબંધો જાળવી રાખીશું. અમે આશાવાદી છીએ.''
બીજી બાજુ નાણામંત્રી પી ચિદમ્બરમે નિર્ણયો પાછા લેવાની શક્યતાઓ નકારી કાઢતા જણાવ્યું હતું કે, સરકાર માથે કોઈ જોખમ નથી. તેમણે ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં સેબી, મહેસૂલ ખાતું અને ડિસઈન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે વધુ નિર્ણયો લેવામાં આવશે. કેન્દ્રિય મંત્રી અંબિકા સોનીએ પણ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે યૂપીએ સરકારની સ્થિરતાને જોખમાવતું કોઈપણ પગલું તૃણમૂલ કોંગ્રેસ નહીં લે. યૂપીએ સરકારના સહયોગી પક્ષો ભવિષ્યમાં પણ કોંગ્રેસ સાથે રહેશે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં અંબિકા સોનીએ કહ્યું હતું કે અમારા બધા જ સહયોગીઓ સાથે રહે એ માટે અમે આશાવાદી છીએ અને અમારા દ્વારા વાટાઘાટો માટે હંમેશાં ખુલ્લા છે.
દરમિયાન ભાજપે આજે કોંગ્રેસના સહયોગી પક્ષોને આહવાન આપ્યું હતું કે જો તેઓ એફડીઆઈ સહિતના તાજેતરના નિર્ણયો અંગે અસહમત હોય તો સરકારની વિરુદ્ધમાં બહાર આવે. ભાજપા પ્રવકતા શાહનવાઝ હુસેને જણાવ્યું હું ''છૂટક વ્યાપારમાં વિદેશી મૂડી રોકાણના મુદ્દે કોંગ્રેસના સહયોગીઓ પોતાની જવાબદારીમાંથી છટકી નહીં શકે. જો તેઓ નિર્ણયોનો વિરોધ કરતા હોય તો તેમણે રાષ્ટ્રપતિભવન જઈને દેશને યૂપીએ સરકારના સકંજામાંથી છોડાવવામાં મદદરૃપ બનવું જોઈએ.'' તેમણે જણાવ્યું હતું કે રિટેલ ક્ષેત્રે એફડીઆઈનો નિર્ણય દેશના હિતના વિરોધમાં છે અને છૂટક વ્યાપાર ક્ષેત્રે સંકળાયેલા કરોડો લોકોને તેની અસર થશે તેમણે ઉમેર્યું હતું કે રિટેલ ક્ષેત્રે એફડીઆઈના આગમનથી અમેરિકનો માલિક બનશે અને ભારતીયો સેલ્સમેન કે સેલ્સગર્લ બનશે.
હુસેને જણાવ્યું હતું કે ડીઝલ ભાવવધારા અને રિટેલ ક્ષેત્રે એફડીઆઈના પ્રવેશના વિરોધમાં ૨૦મી સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન અપાયું છે. ઉલ્લેખનીય છે કે ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને શિવસેના બંધમાં ભાગ લેવાની નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેશભરના ટ્રાન્સપોર્ટરોની આજે મુંબઇમાં મહત્ત્વની બેઠક
રિઝર્વ બેંકે રૃ.૧૭૦૦૦ કરોડની પ્રવાહિતા વધારવા સીઆરઆર પા ટકા ઘટાડયો ઃ કેન્દ્રની ત્રિપુટી ખુશ

ચંડીગઢ પોલીસે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર વિજેતા યુવતી સામે ફરિયાદ નોંધી

ગ્રાન્ટ રોડમાં સ્કાયવૉક પરથી ભિખારણે પોતાની જ બે માસૂમ બાળકીને નીચે ફેંકી
સિંધુદુર્ગના દરિયા કિનારે પાકિસ્તાની માર્કાવાળી ચરસ ભરેલી થેલીઓ મળી

આજથી ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃકઈ રીતે નક્કી થશે ચેમ્પિયન ?

ખેલાડીઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગઃ કોઇપણ ટીમ બાજી મારી શકે છે
જો હવામાન સારૃ રહેશે તો ચાહકોને ખૂબ જ રોમાંચક ક્રિકેટ માણવા મળશે

જૂનના અંતમાં ચીનનું બાહ્ય દેવું વધીને ૭૮૫ અબજ ડોલર થયું

પાકે. અણુશસ્ત્રોના વહનની ક્ષમતા ધરાવતી બાબર મિસાઈલનું પરીક્ષણ કર્યું
ઇંડા ખાવાથી હૃદયને ધુમ્રપાન કરવા જેટલું જ નુકસાન થાય છે

આઠ કલાક કરતા વધારે કામ કરવાથી હૃદયરોગનો ખતરો ૮૦ ટકા જેટલો વધે

અવકાશ મથકનો દોરીસંચાર સુનીતાએ સંભાળ્યો ઃ ઈતિહાસમાં બીજી મહિલા
પાકિસ્તાને વોર્મઅપ મેચમાં ભારતને પાંચ વિકેટથી પરાજય આપ્યો
સાઉથ આફ્રિકાએ ન્યુઝીલેન્ડ સામે રોમાંચક વિજય મેળવ્યો
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved