Last Update : 18-September-2012, Tuesday

 

છેલ્લાં ૧૧ વર્ષમાં સૌથી વિનાશક હુમલો
તાલિબાને અફઘાનિસ્તાનમાં અમેરિકાના ૮ યુદ્ધ વિમાનોને તોડી પાડયા

ર૦ કરોડ ડોલરનું નુકશાન ઃ હુમલા પછી પેન્ટાગોનની ચિંતામાં થયેલો વધારો

(પીટીઆઇ) વોશિંગટન, તા .૧૭
અફઘાનિસ્તાનમાં ૧૧ વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં પ્રથમ વખત તાલિબાને અમેરિકા અને નાટો પર સૌથી ઘાતક હુમલો કરી ખુબ જ સુરક્ષા ધરાવતા સૈન્ય બેઝમાં આઠ યુદ્ધ વિમાનોનો નાશ કરી દીધો હતો. અફઘાનિસ્તાનમાં સૌથી મોટા અને ખુબ જ સુરક્ષિત માનવામાં આવતા હેલમંદ પ્રાંતના કેમ્પ બેસ્ટિયનમાં ૧૫ તાલિબાની સૈનિકોએ ત્રણ ટીમોના સ્વરૃપમાં અમેરિકન સૈનિકોનો ગણવેશ પહેરીને હુમલો કર્યો હતો. આ કેમ્પમાં પ્રિન્સ હેરી પણ નિયુક્ત છે. આ હુમલાને કારણે પેન્ટાગોનની ચિંતામાં વધારો થયો છે. આ હુમલાને કારણે અમેરિકાને ૨૦ કરોડ ડોલરનું નુકશાન થયું છે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર આ હુમલો અડધી રાતે થયો હતો. ઓટોમેટિક રાઇફલો, રોકેટ લોેન્ચર અને આત્મઘાતી જેકેટોથી સજ્જ તાલિબાની સૈનિકો એરફિલ્ડની સૌૈથી નજીકની દિવાલને તોડી નાખી પોતાના લક્ષ્યો તરફ આગળ વધ્યા હતા. ત્યાં ગોળીબાર કરીને પાર્ક કરેલા નેવી એવી-૮બીને આગ ચાંપી હતી અને ત્રણ ઇંધણ સ્ટેશનોનો નાશ કર્યો હતો.
તાત્કાલિક કાર્યવાહી કરવા માટે દળોને મોકલવામાં આવ્યા હતા. અમેરિકન સૈન્ય સુત્રોએ જણાવ્યું હતું કે તાલિબાન સૈનિકોએ ત્રણ કલાક સુધી યુદ્ધ કર્યુ હતું અને પકડવામાં આવે તે પહેલા તેમણે વિમાનોને બોંબથી ઉડાડી મૂક્યા હતાં.
અમેરિકા દ્વારા જારી નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ૬ એવી-૮બી હેરિયર જેટ વિમાનોનો નાશ કરી દેવામાં આવ્યો હતો અને બે વિમાનોને ભારે નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. ત્રણ ઇંધણ સ્ટેશનોનો પણ નાશ કરવામાં આવ્યો છે.
એક અંદાજ પ્રમાણે આ હુમલાને કારણે અમેરિકાને ૨૦ કરોડ ડોલરનું નુકશાન થયું છે. એક વિમાનની કીંમત ૨.૩થી ૩ કરોડ ડોલર વચ્ચે હતી. અમેરિકા દ્વારા જારી નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ હુમલામાં અમેરિકાના બે મરિન સૈનિકોના મોત થયા હતા. તથા સિવિલિયન કોન્ટ્રાકટર સહિત ૯ લોકો ઘવાયા હતા.ં

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેશભરના ટ્રાન્સપોર્ટરોની આજે મુંબઇમાં મહત્ત્વની બેઠક
રિઝર્વ બેંકે રૃ.૧૭૦૦૦ કરોડની પ્રવાહિતા વધારવા સીઆરઆર પા ટકા ઘટાડયો ઃ કેન્દ્રની ત્રિપુટી ખુશ

ચંડીગઢ પોલીસે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર વિજેતા યુવતી સામે ફરિયાદ નોંધી

ગ્રાન્ટ રોડમાં સ્કાયવૉક પરથી ભિખારણે પોતાની જ બે માસૂમ બાળકીને નીચે ફેંકી
સિંધુદુર્ગના દરિયા કિનારે પાકિસ્તાની માર્કાવાળી ચરસ ભરેલી થેલીઓ મળી

આજથી ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃકઈ રીતે નક્કી થશે ચેમ્પિયન ?

ખેલાડીઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગઃ કોઇપણ ટીમ બાજી મારી શકે છે
જો હવામાન સારૃ રહેશે તો ચાહકોને ખૂબ જ રોમાંચક ક્રિકેટ માણવા મળશે

જૂનના અંતમાં ચીનનું બાહ્ય દેવું વધીને ૭૮૫ અબજ ડોલર થયું

પાકે. અણુશસ્ત્રોના વહનની ક્ષમતા ધરાવતી બાબર મિસાઈલનું પરીક્ષણ કર્યું
ઇંડા ખાવાથી હૃદયને ધુમ્રપાન કરવા જેટલું જ નુકસાન થાય છે

આઠ કલાક કરતા વધારે કામ કરવાથી હૃદયરોગનો ખતરો ૮૦ ટકા જેટલો વધે

અવકાશ મથકનો દોરીસંચાર સુનીતાએ સંભાળ્યો ઃ ઈતિહાસમાં બીજી મહિલા
પાકિસ્તાને વોર્મઅપ મેચમાં ભારતને પાંચ વિકેટથી પરાજય આપ્યો
સાઉથ આફ્રિકાએ ન્યુઝીલેન્ડ સામે રોમાંચક વિજય મેળવ્યો
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved