Last Update : 18-September-2012, Tuesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૮-૦૯-૨૦૧૨, મંગળવાર
નિજ ભાદરવા સુદ ત્રીજ - કેવડા ત્રીજ
જૈન - સ્થવિરાવલિ વાંચન
મુસલમાની - જીલ્કાદ માસ શરૂ

 

દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૩૯ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૩૮ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૩૭ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૧૫ મિ. (સૂ) ૭ ક. ૧૫ મિ. (મું) ૭ ક. ૧૫ મિ.
જન્મરાશિ ઃ આજે સવારના ૧૦ ક. ૨૫ મિ. સુધીમાં જન્મેલ બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની તુલા (ર.ત.) રાશિ આવે.
નક્ષત્ર ઃ ચિત્રા રાત્રે ૯ ક. ૨૫ મિ. સુધી સ્વાતિ
ગોચર ગ્રહ ઃ સૂર્ય-કન્યા, મંગળ-તુલા, બુધ-કન્યા, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ(યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન. ચંદ્ર-સવારના ૧૦ ક. ૨૫ મિ. સુધી કન્યા પછી તુલા.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણાયન. રા.દિ.ભા./૨૭
માસ-તિથિ-વાર ઃ નિજ ભાદરવા સુદ ત્રીજને મંગળવાર.
- કેવડાત્રીજ, હરિતાલીકા ત્રીજ. ગૌરી તૃતિયા. વરાહ જયંતી.
- મુસલમાની જીલ્કાદ માસ શરૂ.
- જૈન, સ્થવિરાવાલિ વાંચન.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્કાદ માસનો પ્રથમ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ અર્દીબેહસ્ત માસનો બીજો રોજ બહેમન

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ કેવડાત્રીજ-હરિતાલીકાના આજના દિવસે સાંસારીક પ્રશ્ને ચંિતા રહે. મિત્રવર્ગથી ઉચાટ-ઉદ્વેગ-વિચારોમાં અટવાયેલા રહો.

 

વૃષભ ઃ આકસ્મિક કોઈ કામ નોકરી-ધંધાનું થાય. ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગથી, ગ્રાહકવર્ગથી સાનુકૂળતા રહે. વધારાનું કામ થાય.

 

મિથુન ઃ નાણાંકીય લેવડ દેવડનો વ્યવહાર સચવાય, સંતાનનું કામ થાય. પરંતુ ભાઈભાંડુ-નોકર ચાકર-કારીગરવર્ગની તકલીફ ચંિતા રહે.

 

કર્ક ઃ હૃદય-મનનો ઉદ્વેગ-અશાંતિ તમારા રોજીંદા કામમાં અન્ય કામમાં અનુભવો. નિકટતાથી વિકટતા અનુભવાય.

 

સંિહ ઃ યશ-સફળતા મળે તેવું કામ થાય. નોકરી ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય. ઉઘરાણી નાણા આવવાથી રાહત રહે.

 

કન્યા ઃ કૌટુંબીક કામકાજમાં, નોકરી-ધંધાના કામમાં ચંિતા પછી રાહત જણાય. ધંધો-આવક થાય. હળવાશ-રાહત અનુભવો.

 

તુલા ઃ માનસિક પરિતાપ છતાં નોકરી-ધંધાના, સગા સંબંધી-મિત્રવર્ગના કામમાં ઘ્યાન આપી શકો. જુના સંબંધો તાજા થાય.

 

વૃશ્ચિક ઃ યાત્રા-પ્રવાસ-મુલાકાતમાં, નોકરી-ધંધાના સરકારી, રાજકીય-ખાતાકીય-કાનૂની પ્રશ્નમાં, ચર્ચા વિચારણામાં ચંિતા રહે.

 

ધન ઃ વિલંબમાં પડેલ કામ ઉકેલાય, ક્ષણિક લાભ થાય. કમિશન-દલાલી-એજન્સીના કામમાં, કરારી ધંધા માટે કોઈને મળવાનું થાય.

 

મકર ઃ આપના હૃદય-મનની પ્રસન્નતા રહે. ચંિતા-દોડધામમાં રાહત અનુભવો. નોકરી-ધંધાનું, ઘર પરિવારનું કામકાજ ઉકેલાય.

 

કુંભ ઃ હરો ફરો કામકાજ કરો પરંતુ હૃદય-મનને શાંતિ જણાય નહીં. મુલાકાતમાં ચર્ચા વિચારણામાં સમય, શ્રમ, નાણાંનો વ્યય થાય.

 

મીન ઃ ઉતાવળીયો નિર્ણય, ઉશ્કેરાટ-ગુસ્સો તમને નુકસાન કરે. વાહન શાંતિથી-ધીમેથી ચલાવવું. સગા સબંધીથી મુશ્કેલી અનુભવો.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૮-૦૯-૨૦૧૨, મંગળવાર

આજની તારીખે શરૂ થઈ રહેલું આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ તમારી ચંિતા-વ્યથા ઓછી થતી જાય. શારીરિક-માનસિક સ્ફૂર્તિ-તાજગી-સ્વસ્થતાના કારણે પોતાના કામમાં સારી રીતે ઘ્યાન આપી શકો.

 

વિશેષમાં - * વર્ષારંભે આરોગ્યની કાળજી. પ્રારંભના એકસો દિવસ આપને શારિરીક, માનસિક અસ્વસ્થથા-ચંિતા-તકલીફના પસાર થાય.

 

* વર્ષના મઘ્યભાગથી વર્ષના ઉત્તરાર્ધ સુધીમાં નોકરી-ધંધામાં તમારી મહેનતનું શુભફળ પ્રાપ્ત કરી શકો. તમારા ભાગ્યોદય-પ્રગતિની શરૂઆત થાય.

 

* સ્ત્રીવર્ગને સાંસારીક પ્રશ્ને પતિના આરોગ્યના પ્રશ્ને, પોતાના આરોગ્યના પ્રશ્ને વર્ષારંભે તકલીફ પરંતુ પછી રાહત થતી જાય.

 

* વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસમાં મહેનતનું શુભ ફળ પ્રાપ્ત થાય પરંતુ વિદ્યાભ્યાસ માટે સ્થળાંતર થાય.

 

સુપ્રભાતમ્

નીતિ જાણનાર વિધાનોએ દુઃખનું ઓસડ આ જ કહ્યું છે- વિષાદ કે સંતાપ છોડીને દુઃખના કારણનો નાશ કરવાની શરૂઆત કરી દેવી.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુ અને લીલી વચ્ચે બરોબર જામી હતી. લલ્લુ ખીજાઇને છેલ્લે બોલ્યો, ‘‘તને તો નરકમાં પણ જગા નથી મળવાની!’’
‘‘કંઈ વાંધો નહીં,’’ લીલી બોલી, ‘‘અમસ્તી પણ હવે હું તમારી સાથે રહેવા નથી માંગતી.’’

[Top]
 

આજ ની રેસીપી

મોહક મનોહર મોદક વરાયટી

માવાના મોદક

 

સામગ્રી ઃ ૨૫૦ ગ્રામ માવો, ૬૫થી ૭૦ ગ્રામ સાકર, સાત-આઠ એલચી, ખાવાનો રંગ, કેસર.

 

રીત ઃ માવાને એકદમ છૂટો કરીને કણી ન પડે તે રીતે મસળી લો. મિકસરમાં પણ કરી શકાય. હવે તેમાં સાકર નાખી પાછો માવો મસળી લો. પછી માવાને એક જાડા તળિયાવાળી કડાઈમાં ધીમી આંચ પર રાખી સાકર ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો. મિશ્રણ કડાઈ છોડવા લાગે ત્યારે એને આંચ પરથી ઉતારી ઠંડુ કરવા માટે હલાવતાં રહો. હવે તેમાં એલચીના દાણા અને કેસર જરાતરા ગરમ કરી વાટી લો અને માવામાં મિક્સ કરી દો (મોદક જો કલરફુલ બનાવવા હોય તો તેમાં ખાવાનો કલર મિક્સ કરો). મોદકના સાંચા (મોલ્ડ) બજારમાં તૈયાર મળે છે તેમાં માવાનું પૂરણ ભરી, બંધ કરી, હલકા હાથે ખોલી મોદક કાઢી લો. બહાર મળતા તૈયાર મોદક જેવા જ મોદક ઘરે બનાવી શકશો. એક વખતમાં પાંચથી પચ્ચીસ મોદક તૈયાર થશે.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved