Last Update : 17-September-2012, Monday

 

પાડા લડે એમાં ‘બાટલા’નો ખો !

- મન્નુ શેખચલ્લી

 

સરકારે ગેસના બાટલામાં શું ગોલમાલ કરી એ અડધા લોકોને સમજાતું જ નથી! કહે છે કે વરસમાં માત્ર છ બાટલા અત્યારના ભાવે મળશે, પછીનો સાતમો આઠમો નવમો બાટલો લગભગ ડબલ ભાવે લેવો પડશે!
આટલી લમણાંઝીક ઓછી હોય તેમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એકબીજાનો વાંક કાઢે છે કે ‘તમારે લીધે જ ગેસ મોંઘો છે!’
આમાં મામૂલી માણસ જાય ક્યાં? જુઓ, એ ક્યાંક તો જઈ જ રહ્યો છે...
* * *
એક મામૂલી માણસ એનું ઠાઠીયું સ્કુટર લઈને ક્યાંક જઈ રહ્યો છે ત્યાં બે જણા એને ઘેરી વળે છે.
એક એનું સ્કુટર ડાબી બાજુ ખેંચીને કહે છે ‘‘અલ્યા, પેલો દિલ્હીવાળો તને લૂંટે છે !’’
ત્યાં તો બીજો સ્કુટરને જમણી બાજુ ખેંચીને કહે છે ‘‘ના ના, ગાંધીનગરવાળો જ તને લૂંટે છે !’’
બિચારો મામૂલી માણસ મુંઝાઈ જાય છે ‘‘પણ ભાઈઓ, હું ગુજરાતવાળો છું. મને તો છોડો ?’’
‘‘ના મારી વાત સાંભળ! મારે તો તને ગેસ સસ્તામાં આપવો છે, પણ દિલ્હીવાળો જ ગેસ મોંઘો આપે છે.’’
‘‘એય એય ગાંધીનગરવાળા, અમે તો બધાને સરખા ભાવે આપીએ છીએ! તું જ એના પર તારા વેટ ચડાવે છે.’’
‘‘એય દિલ્હીઈઈ, અમારા વેટ બીજા જેટલા જ છે !’’
‘‘ખોટું ખોટું ખોટું ! તું આ મામૂલી માણસને ભરમાવે છે.’’
‘‘કોઈ ભરમાવતું નથી. જો જો...’’ એક જણ બિચારા મામૂલી-મેનના ચશ્મા આગળ છાપું ધરે છે. ‘‘આ મારી જાહેરખબર વાંચ !’’
‘‘ના, મારી જાહેરખબર વાંચ ! મારી તો રંગીન છે !’’
‘‘તો શું થયું ? એ ખોટી છે ! તમે અમને માત્ર ૩૩ એમટીકેડબલ્યુ આપો છો.’’
‘‘ગપ્પાં ના મારો, અમે ૪૫ એમટીકેડબલ્યુ આપ્યા છે.’’
‘‘... પણ મારા બાપાઓ...’’ બિચારો મામૂલી-મેન ચીસ પાડે છે ‘‘આ એમટીકેડબલ્યુ છે શું ?’’
‘‘એ બઘું એકનું એક જ છે. દિલ્હીવાળાનું બઘું એવું જ હોય! એસઆઈટી, સીબીઆઈ, સીટીબીટી, ડબલ્યુબીટી...’’
‘‘ના ના ગાંધીનગરવાળા પણ ઓછા નથી. એ અમારી એ.સી.તે.સી. કરે છે !’’
‘‘ઓ મારા સાહેબો, તમારે એકબીજા જોડે લડવું હોય તો બીજે ક્યાંક જઈને લડોને? મને છોડો, પ્લીઝ...’’
‘‘અરે? તને તો છોડાતો હશે ?’’
‘‘ના છોડાય! તારું જ તો અમારે કામ છે.’’
‘‘પણ મારે મારું કામ છે. એનું શું ?’’
‘‘બોલ, તારું શું કામ છે ? હું કરી આપીશ !’’
‘‘ના, હું સસ્તામાં કરી આપીશ !’’
‘‘અરે દિલ્હીવાળો સુધરે તો હું મફતમાં કરી આપું !’’
‘‘એક મિનીટ... હું મારું કામ કહું ?’’
‘‘બોલ.’’
‘‘મારે... હમણાં ને હમણાં... એક ગેસનો બાટલો જોઈએ છે... બોલો, અપાવો છો ? ઓન આપ્યા વિના ?’’
‘‘હેં ?’’
બન્ને વિચારમાં પડી જાય છે. બન્નેના દિમાગમાં એક જ વિચાર ચાલી રહ્યો છે ઃ
‘‘સાલું... આ ‘બાટલાનો બાટલો...’ એકદમ હિટ આઈડિયા છે, નહંિ ?’’
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

માઈક્રોવેવ સેટેલાઈટ અંગે સ્ટુડન્ટ માહિતગાર થયા
દૂંદાળા દેવ ફ્લાઈટ મારફતે દરિયાપાર પહોંચ્યા
સેલિબ્રિટીઓની રાહે ચાલતી ગર્લ્સમાં કોસ્મેટિક સર્જરી કરાવવાની ઘેલછા
કલર શેડ્સ પારખવામાં એક્સપર્ટ ગર્લ્સ
સિગારેટને આપો તિલાંજલી, અપનાવો ગ્રીન ટી
ઓલ ટાઇમ ફેવરિટ ડેનીમ્સનો ડેશીંગ લૂક
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved