Last Update : 17-September-2012, Monday

 

સ્વ-તંત્રતા અને સ્વ-નિયમન

 

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ કાપડિયાની બેન્ચે આપેલો પ્રસાર માઘ્યમોની કામગીરી અંગેનો ચુકાદા ચંિતા અને ચર્ચાનું કારણ બન્યો છે. ‘સહારા’ કંપનીએ કરેલી ફરિયાદ પર ચુકાદો આપતાં બેન્ચે એવું ઠરાવ્યું કે કોઇ કેસની કાર્યવાહી ચાલુ હોય અને તેને લગતા સમાચારો પ્રગટ થવાથી આરોપીને ન્યાય મળવામાં અડચણ પડતી લાગે, તો આરોપી તેની સામે અદાલતમાં રજૂઆત કરી શકે. જો અદાલતને યોગ્ય લાગે તો તે આરીપોની ફરિયાદ મંજૂર રાખીને, કેસની કાર્યવાહી પૂરી ન થાય ત્યાં સુધી, એ કેસ અંગેના સમાચાર પ્રગટ કરવા પર પાબંદી ફરમાવી શકે.

 

આ ચુકાદાનાં બે વિરોધાભાસી છતાં સાચાં અર્થઘટન થયાં. પહેલું ‘હાશ’ પ્રેરનારું હતું. કારણ કે અદાલતે આ પ્રકારના બનાવોમાં પ્રસાર માઘ્યમોએ શું કરવું ને શું ન કરવું, એવા કોઇ આદેશ કે નિર્દેશ આપ્યા નહીં. ઘણાને એવી આશંકા હતી કે અદાલત કદાચ પ્રસાર માઘ્યમોની અમર્યાદ સ્વતંત્રતા પર પગ મૂકે. એવું ન કરવા બદલ કેટલાકે અદાલતની પ્રશંસા કરી અને ચુકાદાને આવકાર્યો.

 

બીજો મત એવો હતો કે અદાલતે ભલે પ્રસાર માઘ્યમોને ઠપકો ન આપ્યો કે તેમને શીખામણ-નિર્દેશ સુદ્ધાં ન આપ્યા, પણ પ્રસાર માઘ્યમોનું સ્વાતંત્ર્ય રૂંધવા માટેની બારી ખોલી આપી તેનું શું? તેમની દલીલ એવી છે કે આરોપી વગદાર હોય અથવા અત્યારે બને છે તેમ સરકાર પોતે હોય કે કોઇ મોટી કંપની હોય, તો તેના પાવરધા વકીલો નવો ચુકાદો આગળ કરીને, કેસ પૂરો ન થઇ જાય ત્યાં લગી તેને લગતા સમાચાર પ્રગટ ન થાય, એવો હુકમ મેળવી શકેે. ખરું જોતાં, ન્યાયપ્રક્રિયા પર વિપરીતઅસર કરે એવા સમાચારો તો અદાલતો અત્યારે પણ અટકાવી શકે છે. પરંતુ ઉપર જણાવેલા ચુકાદા પછી, કોઇ આરોપીની રજૂઆત માન્ય રહે તો, બધાં પ્રસાર માઘ્યમમાં કોઇ પણ સ્વરૂપે કેસને લગતા સમાચાર આવી જ ન શકે, એવી શક્યતા ઊભી થઇ છે.

 

પ્રસાર માઘ્યમોના સંદર્ભે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો મુદ્દો સતત ચર્ચા અને વાદવિવાદનો વિષય રહ્યો છે. ભારત જેવા દેશમાં વાણી અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય લોકશાહીના પર્યાય જેવું છે. તેમાં ‘શરતો લાગુ’ની ફુદડી મારી શકાય નહીં, એવું ચોથી જાગીરના પ્રતિનિધિઓનું દૃઢ મંતવ્ય છે. સ્વાતંત્ર્યના આ પ્રદેશમાં તે કોઇ પણ પ્રકારની પેશકદમી સાંખી લેવા તૈયાર નથી. બીજી તરફ સરકાર અને અદાલતોને વખતોવખત યાદ કરાવતા રહેવું પડે છે કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય સાડી સત્તર વાર કબૂલ, પણ તે અમર્યાદ નથી. લોકોને ગમે કે ન ગમે, પણ તેમાં શરતો લાગુ હોય જ છે. આ મુદ્દો છેવટે બંધારણના મૂળભૂત અધિકાર સાથે સંકળાયેલો છે. બીજી તરફ, પ્રસાર માઘ્યમોના વધતા જતા વ્યાપ અને તેમની વચ્ચેની વ્યાવસાયિક હરીફાઇની લ્હાયમાં તેમની વિશ્વસનીયતા સામે ઘણા પ્રશ્નાર્થ ઊભા થાય છે. એટલે પ્રસાર માઘ્યમોએ ક્યાંક લક્ષ્મણરેખા દોરવી જોઇએ, એમાં પણ બેમત નથી. મુદ્દાનો સવાલ લક્ષ્મણરેખા હોવી જોઇએ કે નહીં, તે નથી. પ્રશ્ન એ છે કે લક્ષ્મણરેખા દોરવાનું કામ કોણ કરે?

 

પહેલો અને સૌથી ઇચ્છનીય-આવકાર્ય-બિનવિવાદાસ્પદ વિકલ્પ છે કે પ્રસાર માઘ્યમો ખુદ પોતાની હદ નક્કી કરે. તે લોકશાહી માટે શોભાસ્પદ છે અને પ્રસાર માઘ્યમોની ગરીમા પણ તેમાં જળવાઇ જાય છે. અખબારો-સામયિકોમાં હજુ સ્વનિયમન માટેની તકો રહે છે. અપવાદરૂપ અખબારોએ ‘ઓમ્બડ્‌સમેન’ નીમીને સ્વનિયમનની દિશામાં વલણ દર્શાવ્યું હતું. આવા ઓમ્બડ્‌સમેન અખબાર સાથે સંકળાયેલા હોવા છતાં, તેમનું કામ અખબારમાં આવતી સામગ્રીમાં રહી જતી ભૂલચૂકને સમારી લેવાનું હોય. એ દૃષ્ટિ્‌એ તેમને અખબારના ‘ઇન હાઉસ’ ટીકાકાર ગણી શકાય. અખબારની સામગ્રી સામે વાચકોની ફરિયાદોનું વાજબીપણું તે નક્કી કરે. જરૂર લાગ્યે અખબારના કર્તાહર્તાઓનો કાન આમળે, તેમને ભૂલ કબૂલ કરવાની અને તેને સુધારી લેવાની ફરજ પાડે.

 

ટીવી ચેનલમાં આ કામ ઘણું અઘરું છે. કારણ કે તેમાં અખબાર કે સામયિક જેટલો સમય હોતો નથી અને તેનાથી અનેક ગણું વધારે ગળાકાપ-ગુણવત્તાકાપ હરીફાઇનું દબાણ હોય છે. બ્રેકંિગ ન્યૂઝ અને એક્સક્લુઝિવની લ્હાયમાં કાચું કપાવાની અને કોઇને નુકસાન થવાની સંભાવના મોટા પ્રમાણમાં રહે છે. એટલા માટે જ, આ મુદ્દા વિશેની ચર્ચા હંમેશાં સામસામા છેડે ચાલતી રહે છે. ટીવી ચેનલો પર થતો અતિરેક જોતાં તેની પર નિયમનની જરૂર છે એ તો સ્પષ્ટ છે, પણ એ કામ સરકારને બદલે ચેનલોનું સંગઠન કરે અને અસરકારક રીતે કરે તેમાં ચોથી જાગીરની શોભા છે. કારણ કે બધી મર્યાદાઓ છતાં, ઘણા સમાચારો બહાર લાવવામાં અને તેને ન્યાયિક કાર્યવાહીના પાટે ચડાવવામાં પ્રસાર માઘ્યમોની ભૂમિકા મહત્ત્વની રહી છે. તેમના પક્ષે ચોક્સાઇથી દાનત સુધીના અનેક પ્રશ્નો બેશક છે. છતાં, એ સ્વનિયમનથી મહદ્‌ અંશે ઉકેલી શકાય, જો એ મનથી કરવામાં આવે. પ્રેસ કાઉન્સિલના અઘ્યક્ષ નિવૃત્ત જસ્ટિસ કાત્જુ પણ ઘણી વાર પ્રસાર માઘ્યમોની મર્યાદાઓ ચીંધી ચૂક્યા છે. છતાં, પ્રસાર માઘ્યમો સ્વનિયમનની પોતાની જવાબદારી નહીં સમજે તો તેમણે અદાલત કે સરકાર તરફથી નિયમનના કડવા ધૂંટડા ગળવાની તૈયારી રાખવી પડશે અને તેમાં એમનો દોષ પણ ઓછો નહીં હોય.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અલ કાયદાએ અમેરિકનો પર હુમલા કરવાની ફરી અપીલ કરી

આઈફોન-૫ના વેચાણથી અમેરિકી અર્થતંત્રને વેગ મળશે ઃ અર્થશાસ્ત્રીઓ
૨૦૦ વર્ષ જૂના હિંદુ મંદિરને નહીં તોડવાનો પાક. કોર્ટનો આદેશ

અમેરિકાનું 'ઓક્યુપાય વોલસ્ટ્રીટ' આંદોલન આજે એક વર્ષ પૂરું કરશે

બ્રિટનમાં માનસિક બીમારીથી પીડાતા લોકો હવે સાંસદ બની શકશે
આર્થિક સુધારાઓથી રૃપિયાની મજબૂતી, રેટીંગ ડાઉનગ્રેડનું જોખમ ઘટતા FII આક્રમક મૂડમાં
સોના-ચાંદીમાં ઉંચા મથાળેથી ઝડપી ઘટાડોઃ ડોલર તૂટતાં મંદી આવી
ડિઝલના ભાવ વધારાથી રાજકોષિય ખાધમાં ૦.૨૦ ટકાનો ઘટાડો થશેઃ નાણાં મંત્રાલય

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં ઝંઝાવાત જગાવવા માટે ઓલરાઉન્ડર્સ તૈયાર

આજે ભારત અને પાકિસ્તાન ટી-૨૦ પ્રેક્ટિસ મેચમાં ટકરાશે
૨૦૧૪માં ક્રિકેટ બોર્ડના પ્રમુખ બનવા માટે જેટલીનો માર્ગ મોકળો
ડેવિસ કપઃભારતે ન્યુઝીલેન્ડનો ૫-૦થી વ્હાઇટ વોશ કર્યો
ટ્વેન્ટી-૨૦માં ટીમોનો દેખાવ

ટીન તથા નિકલમાં ભાવો વધુ રૃ.૧૦૦૦ ઉછળ્યાઃ વિશ્વબજારમાં છ મહિનાની ટોચ દેખાઈ

નબળી ક્વોલિટીને કારણે કાંદાના ભાવ દબાણ હેઠળ
 
 

Gujarat Samachar Plus

માઈક્રોવેવ સેટેલાઈટ અંગે સ્ટુડન્ટ માહિતગાર થયા
દૂંદાળા દેવ ફ્લાઈટ મારફતે દરિયાપાર પહોંચ્યા
સેલિબ્રિટીઓની રાહે ચાલતી ગર્લ્સમાં કોસ્મેટિક સર્જરી કરાવવાની ઘેલછા
કલર શેડ્સ પારખવામાં એક્સપર્ટ ગર્લ્સ
સિગારેટને આપો તિલાંજલી, અપનાવો ગ્રીન ટી
ઓલ ટાઇમ ફેવરિટ ડેનીમ્સનો ડેશીંગ લૂક
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved