Last Update : 17-September-2012, Monday

 

લગ્નની બદલાતી તારીખો અને પલટાતા સંજોગો સૈફ અને કરીનાને ક્યાં લઈ જશે?

બેબોએ લગ્ન બાદ ધર્મ પરિવર્તન કરવાનો સાફ ઈન્કાર કરી દીધો છે. તેના લીધે સૈફને પટોડી પરિવારનું ટ્રસ્ટી પદ ગુમાવવું પડી શકે

કરીના કપૂર અને સૈફ અલીખાનના લગ્ન સંબંધમાં લગભગ છેલ્લા એક વરસથી જાતજાતની વાતો આવ્યા કરે છે. લેટેસ્ટ ન્યુસ એવા છે કે ૨૦૧૨ ના અંત સુધીમાં તેઓ પરણી જાય એવી શક્યતા છે. આ પહેલા ખુદ સૈફની માતા શર્મિલા ટાગોરે મિડીયા સમક્ષ ૧૬ ઑક્ટોબર, ૨૦૧૨ શાદીની તારીખ તરીકે જાહેર કરી હતી. પરંતુ એના થોડા જ દિવસોમાં સૈફે એમ કહીને વાત રોળી-ટોળી નાખી કે કરીના સાથેના મેરેજની તારીખ બાબતમાં હજુ કશું ફાઈનલ નથી. હકીકતમાં ૧૬ ઑક્ટોબરની તારીખ નક્કી કર્યા પહેલા કરીનાના માતા-પિતાને પૂછવામાં ન આવ્યું હોવાથી વાત ટલ્લે ચડી ગઈ હોવાનું જાણવા મળે છે.
થોડા દિવસો પહેલા શર્મિલા ટાગોરે ત્યાં સુધીની વાત કરી હતી કે ૧૬ ઑક્ટોબરે મારો પુત્ર પટૌડી ગામના પટૌડી પેલેસમાં કરીના સાથે વિવાહના બંધનમાં જોડાશે. બીજી એક વાત એવી પણ આવી કે સૈફ અને કરીના લંડનમાં લગ્નગ્રંથીથી જોડાશે. પરંતુ સૈફે એના પ્રત્યાઘાતમાં કહ્યું હતું કે લગ્નનું સ્થળ હજુ નક્કી નથી થયું.
આ સંજોગોમાં પાંચ વરસથી ચાલતી સૈફ-કરીનાની પ્રેમકહાણીનો અંજામ શું આવશે એ વિશે મિડીયા અને એમના ફેન્સ બંને અસમંજસમાં છે. સૈફ અને કરીનાની જોડી 'સૈફીના' ના નામથી વધુ જાણીતી છે. બંને ૫ વરસથી સાથે હરેફરે છે અને એમના સંબંધમાં દ્ઢતા દેખાઈ રહી છે. સૈફની હોમ પ્રોડક્શનની ફિલ્મ 'એજન્ટ વિનોદ'ની રિલિઝ વખતે શાદીની શક્યતા દર્શાવાઈ હતી પરંતુ એવું ન થયું. ત્યાર બાદ માર્ચ-એપ્રિલમાં પણ લગ્નની વાત આવી પણ તારીખ બાબતમાં અનિશ્ચિતતા જેમની તેમ રહી.
૪૨ વરસનો સૈફ અલી ખાન નવાબોના ખાનદાનનો નબીરો છે. એના સદ્ગત પિતા મન્સુર અલી ખાન ભારતીય ક્રિકેટ ટીમના માજી કેપ્ટન અને પટૌડી ગામના નવાબ હતા. સૈફની માતા શર્મિલા હિન્દી ફિલ્મોની બહુ જાણીતી અભિનેત્રી છે. સૈફની બે બહેનો પૈકી સોહા અલી ખાન બૉલીવુડની હિરોઈન છે જ્યારે સબા અલી ખાન જ્વેલરી ડિજાઈનર છે. સ્વાભાવિક રીતે જ સૈફ નવાબોની જેમ ઠાઠમાં ઉછર્યો છે. પોતાના પિતાની જેમ એ ઈંગ્લેન્ડની જાણીતી વિન્ચેસ્ટર કોલેજમાં ભણ્યો છે.
'પરંપરા' નામની મલ્ટીસ્ટાર ફિલ્મથી બૉલીવુડમાં કારકિર્દી શરૃ કરનાર છોટે નવાબનો પ્રારંભિક દોર નબળો રહ્યો હતો. આશિક આવારા, યહ દિલ્લગી, મૈં ખિલાડી તૂ અનાડી અને કચ્ચે ધાગે જેવી એની ફિલ્મો આવી અને ગઈ. પરંતુ ત્યાર બાદ આવેલી સલામ નમસ્તે, હમ તુમ અને દિલ ચાહતા હૈ જેવી હિટ ફિલ્મોએ એની ડગુમગુ કારકિર્દીને સ્થિરતા આપી. 'ઓમકારા'ના એના અભિનયની સમીક્ષકોએ પણ પ્રશંસા કરી.
'લવ આજકલ' ફિલ્મથી સૈફે ફિલ્મ નિર્માણમાં ઝંપલાવ્યું. ઈમ્તિયાઝ અલી દિગ્દર્શિત આ ફિલ્મ સારી એવી સફળ રહી. એનાથી પોરસાઈને અભિનેતાએ 'એજન્ટ વિનોદ' અને 'કોકટેલ' બનાવી પણ કમનસીબે બંને ફ્લોપ નીવડી.
૧૯૯૧માં સૈફે પોતાનાથી ૧૨ વરસ મોટી અભિનેત્રી અમૃતા સિંહ સાથે લગ્ન કરી પોતાના પરિવાર સહિત બધાને આશ્ચર્યનો આંચકો આપ્યો હતો. બે બાળકો અને ૧૩ વરસના દાંપત્ય જીવન બાદ બંનેએ મતભેદોને પગલે છુટાછેડા લઈ લીધા. અમૃતાથી સૈફને બે બાળકો-પુત્ર ઈબ્રાહિમ અલી ખાન અને પુત્રી સારા અલી ખાન છે. અમૃતાને તલાક આપ્યા બાદ સૈફ રોઝા નામની વિદેશી લલનાના પ્રેમમાં પડયો હતો. પરંતુ એ સંબંધ બહુ લાંબો ન ચાલ્યો. ત્યાર બાદ કરીનાની સૈફના જીવનમાં એન્ટ્રી થઈ. શાહિદ કપૂરથી છુટી પડેલી કરીનાને પણ સૈફની જેમ એક આધારની તલાશ હતી, જે સૈફમાં પુરી થઈ. બંને વચ્ચેનો પ્રેમ સંબંધ દિવસો દિવસ સુદ્ઢ બનતો ગયો અને હવે વાત લગ્ન સુધી પહોંચી છે.
કરીનાએ પોતાની માતા બબીતા અને પિતા રણધીર કપૂર વચ્ચે ઘણાં મતભેદ જોયા છે. કપૂર પોતાની બંને પુત્રીઓને ફિલ્મોમાં કામ કરાવવાના સખત વિરોધી હતા પણ બબીતાએ એમનું બિલ્કુલ ચાલવા નથી દીધું. પાર્લાની જમનાબાઈ નરસી સ્કૂલમાં શાળાનું શિક્ષણ લેનાર કરીનાએ માઈક્રો કોમ્પ્યુટરના કોર્સ માટે અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં એડમિશન પણ લીધું હતું. પરંતુ અભિનયનો ઝોક લોહીમાં વહેતો હોવાથી એ અભ્યાસ અધૂરો મૂકી મુંબઈ પાછી ફરી.
જે.પી.દત્તાની ફિલ્મ 'રિફ્યુજી' થી કરીનાએ અભિષેક બચ્ચન સાથે પોતાની કરીઅર શરૃ કરી હતી. ફિલ્મ બહુ ચાલી નહિ પણ ૨૦૦૧માં તુષાર કપૂરને લૉન્ચ કરતી ફિલ્મ 'મુઝે કુછ કહના હૈ' આવી અને કપૂર પુત્રીની ગાડી ચાલી નીકળી. જ્યારે 'ચમેલી', 'ઓમકારા', 'જબ વી મેટ', 'થ્રી ઈડિયટ્સ' અને 'બોડીગાર્ડે' કરીનાને એક સારી અભિનેત્રી તરીકે માન્યતા અપાવી.
કરિશ્મા કપૂરની નાની બહેન પોતાની ફિલ્મો કરતા પોતાના પ્રેમ પ્રકરણોને કારણે વધુ ચર્ચામાં રહી છે. એક સમયે કરીના અને શાહિદ કપૂરનું પ્રેમ પ્રકરણ ખૂબ ગાજ્યું હતું. પછી કોઈક અગમ્ય કારણસર બેબોએ (કરીનાનું હુલામણું નામ બેબો છે) શાહિદનો સાથ છોડીને સૈફનો હાથ ઝાલી લીધો.
હવે છેલ્લા પાંચ વરસથી ચાલતી સૈફીનાની પ્રેમ કહાનીના અંજામને લઈને લોકોના મનમાં એવા સવાલ પૈદા થઈ રહ્યા છે કે સૈફ અને કરીનાના લગ્ન થશે કે નહિ અને થશે તો ક્યારે થશે?
આ સંદર્ભમાં એવી ચર્ચા છે કે કરીના પરણી જશે તો એની ફિલ્મ કારકિર્દીના વળતા પાણી થશે. કરીનાને હમણાં જ એનો અનુભવ થઈ ચુક્યો છે. ભૂતકાળમાં એની સાથે કામ કરવામાં રસ બતાવનાર સંજય લીલા ભણસાળીએ જેવી એની શાદીની ચર્ચા શરૃ થઈ કે તુરત એને પોતાની આગામી ફિલ્મ 'રામ લીલા' માંથી પડતી મૂકી દીધી. ભણસાળી નથી ઈચ્છતા કે એક પરણેલી અભિનેત્રી એમની ફિલ્મમાં જુલિયટ જેવો રોલ કરે. આ બનાવને પગલે કરીના અંદર ખાનેથી ચિંતામાં મૂકાઈ ગઈ હોવાનું કહેવાય છે.
એક બીજી વાત પણ છે. મન્સૂર અલી ખાનના અવસાન બાદ સૈફ પટૌડી એસ્ટેટનો વિધીવત દસમો નવાબ બન્યો. એને પગલે એના પર રોયલ વકફ ટ્રસ્ટની જવાબદારી આવી ગઈ છે, જેની મિલકત રૃા.૧૦૦ કરોડની છે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે સૈફ શાદી બાદ વકફ ટ્રસ્ટનો ટ્રસ્ટી નહિ રહી શકે કારણ કે કરીનાએ લગ્ન બાદ ધર્મ પરિવર્તન કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે.
અત્રે નોંધવુ જોઈએ કે શર્મિલા અને અમૃતા બંનેએ લગ્ન વખતે ધર્મ પરિવર્તન કરી દીધુ હતું. જોકે, નવાબ પટૌડી જીવતા જ એવી વ્યવસ્થા કરી ગયા છે કે વિપરીત સંજોગોમાં ટ્રસ્ટની જવાબદારી સૈફની બહેન સબાને સોંપી દેવાય. આ સંજોગોમાં સૈફ અલીએ વિચારવું પડશે કે કરીના સાથે લગ્ન કરવા એમના માટે કેટલા યોગ્ય પુરવાર થશે. બીજુ, સૈફ પછી નવાબનો દરજ્જો એના અને અમૃતાના દીકરા ઈબ્રાહિમ અલીને જ મળશે.
ટુંકમાં, સૈફીનાની શાદીમાં જે મુશ્કેલીઓ આવી રહી છે એ સારી નિશાની નથી. કરીના એક અતિ મહત્ત્વાકાંક્ષી યુવતિ છે. એણે 'જબ વી મેટ' સુપરહિટ થતા જ શાહિદ સાથેનો ૩ વરસ જુનો સંબંધ ઘડીના છઠ્ઠા ભાગમાં તોડી નાખ્યો હતો એની અત્રે નોંધ લેવી રહી.
મિસ કપૂર અત્યારે ફિલ્મો અને એડના શૂટીંગમાં ગળાડુબ છે. એને થોડા વખતમાં રિલીઝ થનારી 'હિરોઈન' થી ઘણી અપેક્ષાઓ છે. ત્યાર બાદ બેબો પાસે કરણ જોહરની બે ફિલ્મો છે.
કરીનાનો ભરચક કાર્યક્રમ જોતા લાગતું નથી કે આવતા જુન સુધી એને લગ્ન માટે સમય મળે. બીજી તરફ, સૈફ અલી ખાન હવે લગ્ન ટાળવા નથી માગતો. એનું સૌથી મોટું કારણ ૪૨ વરસના અભિનેતાની વધતી જતી વય છે. વળી, એની પુત્રી સારા પણ ૧૮ વરસની થઈ ગઈ છે. એકાદ બે વરસ પછી એ પણ પરણવા લાયક થઈ જશે. એ વખતે સૈફ અને કરીનાના લગ્ન લેવાય તો એ લોકનજરમાં હાસ્યાસ્પદ ઠરે.

Share |
 

Gujarat Samachar Plus

માઈક્રોવેવ સેટેલાઈટ અંગે સ્ટુડન્ટ માહિતગાર થયા
દૂંદાળા દેવ ફ્લાઈટ મારફતે દરિયાપાર પહોંચ્યા
સેલિબ્રિટીઓની રાહે ચાલતી ગર્લ્સમાં કોસ્મેટિક સર્જરી કરાવવાની ઘેલછા
કલર શેડ્સ પારખવામાં એક્સપર્ટ ગર્લ્સ
સિગારેટને આપો તિલાંજલી, અપનાવો ગ્રીન ટી
ઓલ ટાઇમ ફેવરિટ ડેનીમ્સનો ડેશીંગ લૂક
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved