Last Update : 17-September-2012, Monday

 

માયા, મમતા અને મનમોહનની રાશિ એક

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
 

 

કેમ છે કેમ છે કેમ છે, આ તો પ્રેમ છે પ્રેમ છે... આ ફિલ્મી ગીતમાં પ્રેમ છેની જગ્યાએ એમ છે એમ છે એમ છે... એટલો ફેરફાર કરવો જોઈએ. કારણ સિંહ રાશિવાળા ત્રણ નેતાના નામ 'એમ'થી શરૃ થાય છે. મનમોહન સિંહ રાશિવાળા ત્રણ નેતાના નામ 'એમ'થી શરૃ થાય છે. મનમોહન સિંહ, માયાવતી અને મમતા બેનરજી. જોકે રાશિ પ્રમાણેનું વર્તન માયાવતી અને મમતા કરે છે. માયાવતી સત્તા ઉપર હતા ત્યારે બધે 'સિંહભાગ' મેળવવા ઉપર નજર રહેતી. મમતા બેનરજીનો તો સિંહણ જેવો આક્રમક મિજાજ પહેલેથી જ છે. જોકે એ સિંહણને બદલે ઓળખાય છે રોયલ બેંગોલ ટાઇગર તરીકે જ્યારે મનમોહન સિંહનું નામ સિંહ રાશિ પરથી પડયુ હોવા છતાં ક્યારેય ડણક નાખવા માટે મોઢું નથી ખોલતા, એ તો 'સિંહ-આસન' અને 'સિંહ-શાસન સંભાળીને બેઠા રહે છે. ઉર્દૂ શાયરીના શોખીન વડા પ્રધાનને કૈફ આવો એક શેર ફફડાવ્યો હતો ને કે ઃ હઝારો જવાબોં સે અચ્છી હૈ ખામોશી મેરી, કિતને સવાલોં કી આબરૃ રખ લી... પોતે જ પોતાની ચૂપકીદીનો એકરાર કરે અને જ્યારે 'વોશિંગ્ટન પોસ્ટ' અખબાર કોઈ ટકોર કરે ત્યારે કોંગ્રેસીઓને માઠું લાગે. માણસનું રાશિ ઉપરથી નામ પડે, પણ પીએમના નામમાં નામ અને રાશિ મનમોહન સિઘ સાથે જ જોડાયેલા છે. આ શાંત સિંહ વિશે 'વોશિંગ્ટન પોસ્ટ'ના પત્રકારો એવો કટાક્ષ કર્યો હતો કે ભારતમાં મોબાઈલ સાયલન્ટ મોડ પર રાખો એમ નથી કહેવાતું, મનમોહન મોડ પર રાખો એમ કહેવાય છે. પીએમ શેર સંભળાવે પછી શેરને માથે સવા-શેર પણ નીકળેને?
લોકપ્રતિનિધિઓ કુશ્તીબાજો પાસેથી તાલીમ ક્યારે લેશે?
મહાન કુશ્તીબાજ રૃસ્તમ-એ-હિન્દ દારાસિંહ રાજ્યસભાના મેમ્બર હતા ત્યારે એમણે હાથ તો શું કોઈ સામે ઊંચો અવાજ પણ નહોતો ઉઠાવ્યો. પણ ઉપલા ગૃહની ગરીમા જાળવનારા દારાસિંહની વિદાઈ પછી ગયા અઠવાડિયે રાજ્યસભામાં બે માનવંતા મેમ્બરોને કુશ્તી કરતા આખા દેશે ટીવીના પડદે જોયા. સમાજવાદી પાર્ટીના નરેશ અગરવાલ અને બીએસપીના અવતાર સિંહ ઉશ્કેરાઈને બથંબથ આવી ગયા અને શરમજનક સીન જોઈને ઘણાંએ તો ટીવી ઓફ કરી નાખ્યું હશે, દેખવુંય નહીં ને દાઝવુંય નહીં. સાચી દેશદાજ ક્યાં રહી છે? નેતાઓમાં પણ દેશદાઝને દોષદાઝ જ દેખાય છે.
નેતા ઉતરે અખાડે ત્યારે દેશની આબરૃ જાય ખાડે. જોકે સંસદગૃહમાં કે પછી રાજ્યોની વિધાનસભાઓમાં કુશ્તીના દાવપેચ અજમાવવા માટે તાલીમ જરૃરી છે. આ વખતે લંડન ઓલિમ્પિકમાં ચંદ્રકો જીતીને આવેલા કુશ્તીબાજોને સરકારો તરફથી લાખો રૃપિયાના ઇનામોના ઢગલા કરી દેવામાં આવ્યા હતા. કુશ્તીબાજોની સરકારે કદર કરી એના બદલામાં બસ એટલી મદદ લેવી જોઈએ કે જે પ્રજાના પ્રતિનિધિઓ સ્વૈચ્છિક રીતે કુશ્તીની તાલીમ લેવા માગતા હોય એમને કુશ્તી અને ઝપાઝપીની ટ્રેનિંગ આપવાની. માઇકની ફેંકાફેક, કાગળ અને ફાઈલો ઉછાળવી, પગારમાં ઉગામવા કે પછી હાથોહાથની ઝપાઝપી કરવાના દાવપેચ પ્રજાના પ્રતિનિધિઓ અજમાવી ચૂક્યા છે. એટલે ટીવીના પડદે રેસલિંગના નવા દાવપેચ અજમાવતા લોકપ્રતિનિધિઓને જોવા ગમશે. મહિલા લોકપ્રતિનિધિઓને જોવા મશે. મહિલા લોકપ્રતિનિધિઓ ઇચ્છે તો મેડલ વિજેતા મુક્કાબાજ મેરી કોમ પાસેથી મુક્કાબાજી શીખી શકે છે. આખો દેશ હવે તો જાણે છે કે મેરી કોમનો સંબંધ મુક્કાબાજી સાથે અને રાજકારણીઓની વેરીકોમનો સંબંધ 'મોકાબાજી' સાથે જ છે.
શીલા શીલા ક્યાં જવાની...
શીલા શીલા કી જવાની... આ બોલીવૂડનું ગીત થોડા વખત પહેલાં બહુ ગાજ્યું હતું. પણ જવાની પણ કાયમ નથી ટકતી ત્યાં જવાનીનું ગીત ક્યાંથી ટકે? પરંતુ કેરળમાં શીલા શીલા કી જવાની... ગીત આજે પણ અગણિત શીલા-ફેનનું માનીતું છે. શીલા એટલે મલયાલમ ફિલ્મોની સુપરસ્ટાર શીલા. શીલાની જવાની વીત્યાને દાયકાો ગયા છે. છતાં વર્ષની શીલાના ચાહકોમાં ઓટ નથી આવી. શીલાને નામે એક વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. આ વર્લ્ડ રેકોર્ડ છે પ્રેમનઝીર નામના એક જ હીરો સાથે ૧૧૦ ફિલ્મોમાં હિરોઈન તરીકે કામ કરવાનો. દુનિયામાં કોઈ અભિનેત્રીએ એક જ હીરો સાથે આટલી બધી ફિલ્મોમાં અભિનય કર્યો હોય એવો દાખલો નથી. શીલાની 'ચેમ્મીન' ફિલ્મને તો રાષ્ટ્રીય એર્વોર્ડ મેળવ્યો હતો. હવે સાઉથની સિનેમાના પડદા પરથી પોલિટિક્સમાં જવાની પરંપરા જાળવવા માગતી હોય એમ શીલાએ કોંગ્રેસમાં જોડાવાની તૈયારી કરી છે. દિલ્હી જઈને સંરક્ષણ પ્રધાન એ. કે. એન્ટનીને પણ મળી આવી. હવે શીલા કી જવાનીનું ગીત ફેરવીને એના ફેન ગાઈ શકશે ઃ શીલા શીલા ક્યાં જવાની... કોંગીમાં જવાની...
પરપ્રાંતીય વાંદરાને
જંગલભેગા કરવાની પ્રવૃત્તિ
કરોડોના કોલસા કૌભાંડના ખોદી ખોદીને સમાચારો આપતી હિન્દી ન્યૂઝ ચેનલો પર વારંવાર એક શબ્દ કાને પડે છે બંદર-બાંટ. આ બંદર-બાંટ (વાંદરાવાળો ન્યાય તોળવો) કરીને બધા કરોડો કમાયા છે એવો આક્ષેપ થાય છે. બંદર-બાંટથી બધાં પોતપોતાનું સાજુ કરી લેતા હોય છે. પરંતુ બુંદલેખંડમાં સાચા બંદર પકડી પકડીને યુવાનો પૈસા કમાવા માંડયા છે. પકડદાવ યુવાનો પૈસા કમાવા માંડયા છે. પકડદાવ રમીને પૈસા કેમ કમાતા હશે આ યુવાનો એવો સવાલ થાય. પણ આ યુવાનો જેવાં જેવાં નહીં, મસ્તીખોર વાંદરાઓને પકડીને પછી જંગલમાં મૂકી આવવાની તાલીમ પામેલા હોય છે. શહેરોમાં ત્રાટકીને આ બંદરો ભારે ઉત્પાત મચાવતા હોય છે. ઘરોમાં ઘૂસીને ખાવાનું ઊપાડી જાય, રસ્તા પર ખુમચા લઈને પાણીપાણીની ચીજો વેંચવા ઊભા હોય એમની પાસેથી ઝપટ મારી ખાવાની ચીજો તફડાવી જાય, કોઈને બટકાં ભરે તો ક્યાંક વળી ભાંગફોડ કરીને ભાગે. આ ત્રાસવાદી બંદરોને પકડવાની પહેલ બુંદેલખંડના મોહાલી રેન્જના હનૌતા ગામની ઇકો વિકાસ સમિતિએ કરી. પહેલાં તો યુવાનો શોખ ખાતર શહેરમાં ધમાલ મચાવતા વાનરોને પકડી લાવતા અને પછી જંગલમાં છોડી દેતાં, પરંતુ પછી તો રોજબરોજ ક્યાંકને ક્યાંક ઊધમ મચાવતા વાનરોથી ત્રાસીને લોકો મદદ માટે ડિસ્ટ્રેસ કોલ આપવા લાગ્યા. આજે એવી સ્થિતિ છે કે હનૌતા ગામના કેટલાય યુવાનો વાંદરા પકડી પકડીને ધીકતી કમાણી કરવા લાગ્યા છે. કપીલ દેવ ક્રિકેટના મેદાનમાં કેચ કરતા, જ્યારે આ યુવાનો 'કપી-દેવ'ને કેચ કરે છે. બંદરને પકડવા માટે દૂર દૂર દોડી જતા અચકાતા નથી. એ તો 'બંદર' છો દૂર છે જાવું જરૃર છે... એવું મનોમન ગાતા દોડી જ જાય છે. કારણ વાંદરાને પકડી પકડીને જંગલમાં મૂકી આવતાં યુવાનોની આ 'બંદરપકડ-છોડ' પ્રવૃત્તિને જોઈને કોઈ એમને 'પ્રાંતવાદી'નું લેબલ નથી લગાડતું શહેરમાં ઉતરી પડતા બહારના પ્રાંતના લોકોને કાઢવાની વાત થાય ત્યારે ઊહાપોહ મચી જાય છે. પરંતુ શહેરમાંથી પરપ્રાંતીય 'પૂર્વજો'ને પકડીને જંગલભેગા કરવામાં આવે એની સામે કોણ ઊહાપોહ કરે? જે શહેરમાં મંગલને બદલે કરે દંગલ એનાં નસીબમાં જંગલ...
સિધ્ધુની બીબીએ કર્યું સ્ટિંગ ઓપરેશન
મંચ ત્યાં પંચ એ બોલકા સાંસદ અને ભૂતપૂર્વ નવજોતસિંહ સિધ્ધુનો મંત્ર છે. સિધ્ધુ નિશાન વિંધવામાં પાછો ન પડે. એનું નામ સિધ્ધુ. આ નવજોતસિંહ સિધ્ધુની બીબીનું નામ પણ નવજોત જ છે. નવજોત કોરમાંય પતિના નામની સાથે પતિના ગુણ આવે જ કે નહીં? નવજોત કૌરને ખબર પડી કે પંજાબ સિવિલ મેડિકલ સર્વિસ સાથે જોડાયેલા એક ડૉકટર મહાશય પોતાની ખાનગી હોસ્પિટલ ચલાવે છે. સરકારી હોસ્પિટલમાંથી દર મહિને દોઢ લાખ રૃપિયા પગાર લેતા આ ડૉકટર મહાશય સરકારી હોસ્પિટલમાં ફરજ અદા કરવા તરફ ધ્યાન નહોતા આપતા. એ તો વારંવાર ગેરહાજર રહી પોતાની ખાનગી હોસ્પિટલ સંભાળતા હતા. નવજોતકૌર તો પહોંચી ગઈ હોસ્પિટલમાં અને સ્ટિંગ ઓપરેશન કરી ડૉકટરને પ્રાઈવેટ પ્રેકટીસ કરતા રંગેહાથ પકડાવ્યો. સરકારી નોકરીમાં હોવા છતાં ખાનગી હોસ્પિટલ ચલાવવા બદલ ભ્રષ્ટાચારવિરોધી કાનૂન હેઠળ કેસ દર્જ કરવામાં આવ્યો છે. પંજાબના ઉપ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલે તરત જ આ મામલે તપાસનો આદેશ આપ્યો હતો. અત્યાર સુધી કૈક ઓપરેશન કરી ચૂકેલા ડૉકટરનું (સ્ટિંગ) ઓપરેશન એક જાગૃત 'પંજાબદી કુડી'એ કર્યુંઃ જ્યોત સે જ્યોત જગાતે ચલો, નવજોત કા રાસ્તા અપનાતે ચલો....
પંચ-વાણી
નીતિ વિનાનું રાજ છતાં કહેવાય રાજ-નીતિ. રાજનીતિ માટે ઊર્દૂમાં શબ્દ છે સિયાસત. એટલે એમ કહી શકાય કે જ્યાં નહીં સત ત્યાં સિયા-સત.
**********
કરકસરની જુઓ કેવી અવળી અસર
કરી કરની ચોરી, નામ આપ્યું કર-કસર.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અલ કાયદાએ અમેરિકનો પર હુમલા કરવાની ફરી અપીલ કરી

આઈફોન-૫ના વેચાણથી અમેરિકી અર્થતંત્રને વેગ મળશે ઃ અર્થશાસ્ત્રીઓ
૨૦૦ વર્ષ જૂના હિંદુ મંદિરને નહીં તોડવાનો પાક. કોર્ટનો આદેશ

અમેરિકાનું 'ઓક્યુપાય વોલસ્ટ્રીટ' આંદોલન આજે એક વર્ષ પૂરું કરશે

બ્રિટનમાં માનસિક બીમારીથી પીડાતા લોકો હવે સાંસદ બની શકશે
આર્થિક સુધારાઓથી રૃપિયાની મજબૂતી, રેટીંગ ડાઉનગ્રેડનું જોખમ ઘટતા FII આક્રમક મૂડમાં
સોના-ચાંદીમાં ઉંચા મથાળેથી ઝડપી ઘટાડોઃ ડોલર તૂટતાં મંદી આવી
ડિઝલના ભાવ વધારાથી રાજકોષિય ખાધમાં ૦.૨૦ ટકાનો ઘટાડો થશેઃ નાણાં મંત્રાલય

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં ઝંઝાવાત જગાવવા માટે ઓલરાઉન્ડર્સ તૈયાર

આજે ભારત અને પાકિસ્તાન ટી-૨૦ પ્રેક્ટિસ મેચમાં ટકરાશે
૨૦૧૪માં ક્રિકેટ બોર્ડના પ્રમુખ બનવા માટે જેટલીનો માર્ગ મોકળો
ડેવિસ કપઃભારતે ન્યુઝીલેન્ડનો ૫-૦થી વ્હાઇટ વોશ કર્યો
ટ્વેન્ટી-૨૦માં ટીમોનો દેખાવ

ટીન તથા નિકલમાં ભાવો વધુ રૃ.૧૦૦૦ ઉછળ્યાઃ વિશ્વબજારમાં છ મહિનાની ટોચ દેખાઈ

નબળી ક્વોલિટીને કારણે કાંદાના ભાવ દબાણ હેઠળ
 

 

 

Gujarat Samachar Plus

માઈક્રોવેવ સેટેલાઈટ અંગે સ્ટુડન્ટ માહિતગાર થયા
દૂંદાળા દેવ ફ્લાઈટ મારફતે દરિયાપાર પહોંચ્યા
સેલિબ્રિટીઓની રાહે ચાલતી ગર્લ્સમાં કોસ્મેટિક સર્જરી કરાવવાની ઘેલછા
કલર શેડ્સ પારખવામાં એક્સપર્ટ ગર્લ્સ
સિગારેટને આપો તિલાંજલી, અપનાવો ગ્રીન ટી
ઓલ ટાઇમ ફેવરિટ ડેનીમ્સનો ડેશીંગ લૂક
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved