Last Update : 17-September-2012, Monday

 
 

શ્રીલંકાની મુશ્કેલ પરિસ્થિતીમાં મીડલ-લો ઓર્ડરના બેટ્સમેનો નિર્ણાયક સાબિત થશે
ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં ઝંઝાવાત જગાવવા માટે ઓલરાઉન્ડર્સ તૈયાર

સાઉથ આફ્રિકાને એલ્બી મોર્કેલ, ઓસ્ટ્રેલિયાને વોટસન અને વિન્ડિઝને પોલાર્ડના આક્રમક દેખાવની આશા

ભારત માટે ઇન ફોર્મ ઇરફાન પઠાણ ટ્રમ્પ કાર્ડ સાબિત થઇ શકે

કોલંબો,તા.૧૬
આઇસીસીના ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના પ્રારંભને આડે ગણતરીના કલાકો જ બાકી બચ્યા છે ત્યારે વિશ્વની ટોચની ૧૨ ટીમોએ પોતપોતાની તૈયારીને આખરી ઓપ આપી દીધો છે. ક્રિકેટના આ સુપરફાસ્ટ ફોર્મેટમાં ઘણી વખત એકાદ-બે ખેલાડીઓનો નિર્ણાયક દેખાવ બાજી પલ્ટી નાંખતો હોય છે. ટોચની દરેક ટીમમાં આવા બે-ત્રણ ખેલાડીઓ છે,જેઓ ચમત્કાર સર્જી શકે તેમ છે. ટ્વેન્ટી-૨૦ ફોર્મેટમાં દરેક ટીમના કેપ્ટનોનો મદાર મોટાભાગે ઓલરાઉન્ડર્સ પર વધુ હોય છે. તેમાં ય ટ્વેન્ટી-૨૦ના આગમન બાદ વિસ્ફોટક બેટિંગ કરનારા બેટ્સમેનોએ સ્પિનર તરીકેની પોતાની કુશળતાને પણ વિકસાવતાં મુકાબલા રોમાંચક બનવા માંડયા છે. વર્લ્ડ કપના પ્રારંભ અગાઉ સ્ટાર ટુ વોચ પર એક નજર..
ઇરફાન પઠાણ ઃ ભારતીય ક્રિકેટમાં એક સમયે કપિલ દેવ બાદ સ્થાન લઇ શકે તેવી ઓલરાઉન્ડ પ્રતિભા દર્શાવનારો ઇરફાન પઠાણ આ વખતે જોરદાર ફોર્મમાં છે. શ્રીલંકામાં તાજેતરમાં રમાયેલી શ્રેણીમાં ઝઁઝાવાતી દેખાવ સાથે તેણે વર્લ્ડ કપની ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી દીધું હતુ. આ વખતે તે ભારત માટે ટ્રમ્પકાર્ડ સાબિત થઇ શકે તેમ છે.ઇરફાને ભારત તરફથી ૧૯ ટ્વેન્ટી-૨૦માં ૨૬.૬૦ રનની સરેરાશથી ૧૩૩ રન ફટકાર્યા છે. જ્યારે તેણે ૨૩ વિકેટ પણ ઝડપી છે.
એલ્બી મોર્કેલ ઃ સાઉથ આફ્રિકાનો આ ઝંઝાવાતી ઓલરાઉન્ડર આઇપીએલમાં યાદગાર દેખાવ કરી ચુક્યો છે. આ વખતે સાઉથ આફ્રિકા તેનું ચોકર્સનું બિરૃદ ખોટુ સાબિત કરવા કટિબધ્ધ છે ત્યારે એલ્બી મોર્કેલ તેમાં નિર્ણાયક ભુમિકા ભજવી શકે છે. એલ્બી મોર્કેલે ૩૮ ટ્વેન્ટી-૨૦માં સાઉથ આફ્રિકા તરફથી ૨૩.૯૦ની સરેરાશથી ૫૦૨ રન ફટકાર્યા છે અને તેણે ૨૦ વિકેટ પણ ઝડપી છે. મોર્કેલને ભારતીય પરિસ્થિતિનો સારો અભ્યાસ છે જેના કારણે તે શ્રીલંકામાં જોરદાર દેખાવ કરશે તેમ મનાય છે.
શેન વોટસન ઃ ઓસ્ટ્રેલિયાનો દારોમદાર તેમના સ્ટાર પ્લેયર વોટસન પર જ રહેશે. આઇપીએલમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો બહોળો અનુભવ ધરાવતો વોટસન નિર્ણાયક તબક્કે યાદગાર દેખાવ કરવા માટે જાણીતો છે. વોટસને ઓસ્ટ્રેલિયા તરફથી ૩૦ ટ્વેન્ટી-૨૦ રમતાં ૨૭.૦૭ની સરેરાશથી ૭૩૧ રન ફટકાર્યા હતા અને તેણે ૨૨.૪૫ની સરેરાશથી ૨૪ વિકેટ પણ ઝડપી છે.
ઇઓન મોર્ગન ઃ ઈંગ્લેન્ડનો મીડલ ઓર્ડરનો બેટ્સમેન મોર્ગન રાઇટ-આર્મ મીડિયમ પેસ બોલિંગ પણ કરી શકે છે. લડાયક બેટિંગને કારણે ઈંગ્લેન્ડના આશાસ્પદ બેટ્સમેનોમાં સામેલ મોર્ગન આયર્લેન્ડમાં જન્મ્યો છે. તેણે ટ્વેન્ટી-૨૦માં ૨૫ મેચમાં ૩૬.૩૫ની સરેરાશથી ૬૧૮ રન ફટકાર્યા હતા. તેનો શ્રેષ્ઠ સ્કોર નોટઆઉટ ૮૫નો છે.
જેમ્સ ફ્રેન્કલીન ઃ આઇપીએલનો આધારભૂત સ્ટાર ફ્રેન્કલીન તેની મજબુત બેટિંગ અને ઝંઝાવાતી બોલિંગને સહારે મેચનું પાસુ પલ્ટી શકે છે. ફ્રેન્કલીન ડોમેસ્ટીક લેવલે તો ૧૧૭ ટ્વેન્ટી-૨૦ રમવાનો અનુભવ ધરાવે છે. ભારતના પ્રવાસમાં પણ તેનો દેખાવ નોંધપાત્ર રહ્યો હતો. ન્યુઝીલેન્ડ તરફથી ૨૪ ટ્વેન્ટી-૨૦ રમતાં તેણે ૨૨.૭૮ની સરેરાશથી ૨૯૬ રન ફટકાર્યા છે અને ૧૨ વિકેટ પણ ઝડપી હતી.
શાહિદ આફ્રિદી ઃ આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી-૨૦ના સૌથી અનુભવી ખેલાડીઓમાં સામેલ આફ્રિદી પર હજુ પાકિસ્તાન આધારિત છે. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતમાંથી ટીમને ઉગારવા માટે જાણીતા આફ્રિદીએ ૫૦ આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી-૨૦માં ૧૮.૨૦ની સરેરાશથી ૮૦૧ રન ફટકાર્યા છે. જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર અણનમ ૫૪ રનનો છે. જ્યારે તેણે ૧૯.૬૭ની સરેરાશથી ૫૮ વિકેટ પણ ઝડપી છે.
એંજેલો મેથ્યૂસ ઃ શ્રીલંકાની ટીમના વાઇસ કેપ્ટન મેથ્યૂસની ઓલરાઉન્ડ પ્રતિભા યજમાન ટીમને ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જીતવાની વધુ મજબુત દાવેદાર બનાવે છે. મેથ્યૂસ ઘરઆંગણે રમાઇ રહેલા વર્લ્ડ કપમાં જોરદાર દેખાવ કરતાં ટીમને ચેમ્પિયન બનાવવાની કોશીશ કરશે. તેણે શ્રીલંકા તરફથી૨૮ ટ્વેન્ટી-૨૦માં ૨૪.૨૦ની સરેરાશથી ૩૬૩ રન ફટકાર્યા છે અને ૧૭ વિકેટો પણ ઝડપી છે.
કિરોન પોલાર્ડ ઃ આ વખતના વર્લ્ડ કપમાં ડાર્ક હોર્સ ગણાતી વિન્ડિઝની ટીમનો મજબુત આધાર પોલાર્ડ છે. તેણે આઇપીએલમાં તો તેની પ્રતિભાની સાબિતી આપી દીધી છે. મીડલ ઓર્ડરમાં ઉપયોગી બેટિંગ અને આખરી તબક્કામાં નિર્ણાયક ઓવરો નાંખીને ટીમને વિજેતા કેવી રીતે બનાવવી તે પોલાર્ડને આવડે છે. તેણે ૨૪ ટ્વેન્ટી-૨૦માં ૨૦.૬૮ની સરેરાશથી ૩૩૧ રન ફટકાર્યા છે અને ૧૧ વિકેટ પણ ઝડપી છે.

ટ્વેન્ટી-૨૦માં સૌથી વધુ રન

બેટસમેન

દેશ

મેચ

ઇનિંગ

રન

સરેરાશ

શ્રેષ્ઠ

૫૦-૧૦૦

બી.મેકુલમ

ન્યુઝીલેન્ડ

૪૮

૪૮

૧૪૪૩

૩૬.૦૭

૧૧૬*

૯-૧

પીટરસન

ઇંગ્લેન્ડ

૩૬

૩૬

૧૧૭૬

૩૭.૯૩

૭૯

૭-૦

સ્મિથ

સાઉથ આફ્રિકા

૩૩

૩૩

૯૮૨

૩૧.૬૭

૮૯*

૫-૦

જયવર્દને

શ્રીલંકા

૩૭

૩૭

૯૮૧

૩૦.૬૫

૧૦૦

૬-૧

વોર્નર

ઓસ્ટ્રેલિયા

૩૬

૩૬

૯૭૮

૨૭.૧૬

૮૯

૭-૦

દિલશાન

શ્રીલંકા

૩૮

૩૭

૯૧૭

૨૯.૫૮

૧૦૪*

૫-૧

સંગાકારા

શ્રીલંકા

૩૫

૩૪

૯૧૦

૩૦.૩૩

૭૮

૬-૦

ડયુમિની

સાઉથ આફ્રિકી

૩૭

૩૫

૮૪૬

૩૨.૫૩

૯૬*

૪-૦

ગપ્ટિલ

ન્યુઝીલેન્ડ

૩૨

૩૦

૮૧૮

૩૨.૭૨

૯૧*

૪-૦

આફ્રિદી

પાકિસ્તાન

૫૦

૪૮

૮૦૧

૧૮.૨૦

૫૪*

૪-૦


* ટી-૨૦માં ભારત તરફથી સૌથી વધુ ૭૫૫ રન ગંભીરે ૨૮ મેચની ઇનિંગમાં ૩૦.૨૦ની સરેરાશથી ફટકાર્યા છે. જેમાં ૭ અડધી સદી સામેલ છે. તે આ યાદીમાં ૧૫માં ક્રમે છે.

 

ટ્વેન્ટી-૨૦માં સૌથી વધુ વિકેટ

બોલર

દેશ

ઓવર

રન આપ્યા

વિકેટ

શ્રેષ્ઠ

સરેરાશ

ઇકોનોમિ

અજમલ

પાકિસ્તાન

૧૫૪.૦

૯૨૯

૬૦

૪/૧૯

૧૫.૪૮

૬.૦૩

ગુલ

પાકિસ્તાન

૧૪૮.૪

૯૮૫

૫૯

૫/૬

૧૬.૬૯

૬.૬૨

આફ્રિદી

પાકિસ્તાન

૧૮૬.૫

૧૧૪૧

૫૮

૪/૧૧

૧૯.૬૭

૬.૧૦

સ્વોન

ઇંગ્લેન્ડ

૧૧૬.૦

૭૪૨

૪૪

૩/૧૩

૧૬.૮૬

૬.૩૯

બ્રોડ

ઇંગ્લેન્ડ

૧૩૨.૩

૯૭૨

૪૧

૩/૧૭

૨૩.૭૦

૭.૩૩

એ.મેન્ડીસ

શ્રીલંકા

૭૯.૦

૪૪૫

૪૦

૬/૧૬

૧૧.૧૨

૫.૬૩

મલિંગા

શ્રીલંકા

૧૧૨.૩

૮૧૮

૪૦

૩/૧૨

૨૦.૪૫

૭.૨૭

એન.મેકુલમ

ન્યુઝીલેન્ડ

૯૧.૨

૫૯૭

૩૬

૪/૧૬

૧૬.૫૮

૬.૫૩

જોહન્સન

ઓસ્ટ્રેલિયા

૧૦૧.૨

૭૨૪

૩૬

૩/૧૫

૨૦.૧૧

૭.૧૪

બોથા

સાઉથ આફ્રિકા

૧૧૬.૨

૭૨૭

૩૬

૩/૧૬

૨૦.૧૯

૬.૨૪

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અલ કાયદાએ અમેરિકનો પર હુમલા કરવાની ફરી અપીલ કરી

આઈફોન-૫ના વેચાણથી અમેરિકી અર્થતંત્રને વેગ મળશે ઃ અર્થશાસ્ત્રીઓ
૨૦૦ વર્ષ જૂના હિંદુ મંદિરને નહીં તોડવાનો પાક. કોર્ટનો આદેશ

અમેરિકાનું 'ઓક્યુપાય વોલસ્ટ્રીટ' આંદોલન આજે એક વર્ષ પૂરું કરશે

બ્રિટનમાં માનસિક બીમારીથી પીડાતા લોકો હવે સાંસદ બની શકશે
આર્થિક સુધારાઓથી રૃપિયાની મજબૂતી, રેટીંગ ડાઉનગ્રેડનું જોખમ ઘટતા FII આક્રમક મૂડમાં
સોના-ચાંદીમાં ઉંચા મથાળેથી ઝડપી ઘટાડોઃ ડોલર તૂટતાં મંદી આવી
ડિઝલના ભાવ વધારાથી રાજકોષિય ખાધમાં ૦.૨૦ ટકાનો ઘટાડો થશેઃ નાણાં મંત્રાલય

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં ઝંઝાવાત જગાવવા માટે ઓલરાઉન્ડર્સ તૈયાર

આજે ભારત અને પાકિસ્તાન ટી-૨૦ પ્રેક્ટિસ મેચમાં ટકરાશે
૨૦૧૪માં ક્રિકેટ બોર્ડના પ્રમુખ બનવા માટે જેટલીનો માર્ગ મોકળો
ડેવિસ કપઃભારતે ન્યુઝીલેન્ડનો ૫-૦થી વ્હાઇટ વોશ કર્યો
ટ્વેન્ટી-૨૦માં ટીમોનો દેખાવ

ટીન તથા નિકલમાં ભાવો વધુ રૃ.૧૦૦૦ ઉછળ્યાઃ વિશ્વબજારમાં છ મહિનાની ટોચ દેખાઈ

નબળી ક્વોલિટીને કારણે કાંદાના ભાવ દબાણ હેઠળ
 
 

Gujarat Samachar Plus

માઈક્રોવેવ સેટેલાઈટ અંગે સ્ટુડન્ટ માહિતગાર થયા
દૂંદાળા દેવ ફ્લાઈટ મારફતે દરિયાપાર પહોંચ્યા
સેલિબ્રિટીઓની રાહે ચાલતી ગર્લ્સમાં કોસ્મેટિક સર્જરી કરાવવાની ઘેલછા
કલર શેડ્સ પારખવામાં એક્સપર્ટ ગર્લ્સ
સિગારેટને આપો તિલાંજલી, અપનાવો ગ્રીન ટી
ઓલ ટાઇમ ફેવરિટ ડેનીમ્સનો ડેશીંગ લૂક
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved