Last Update : 17-September-2012, Monday

 

આઈફોન-૫ના વેચાણથી અમેરિકી અર્થતંત્રને વેગ મળશે ઃ અર્થશાસ્ત્રીઓ

૨૧મીએ બજારમાં મૂકાનાર ફોનનું પહેલા જ દિવસે ૧ કરોડ નંગ વેચાણ થવા ધારણા
વોશિંગ્ટન, તા. ૧૬
એપલનો નવો આઈફોન-૫ બજારમાં મૂકાયેલા સૌથી મોટા ઉત્પાદનોમાંનો એક તો છે જ પણ સાથે સાથે તે અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીઓ અગાઉ અમેરિકાના અર્થતંત્ર માટે એક સમયસરનું પ્રોત્સાહક પરિબળ પણ બની રહેશે એવું નિષ્ણાંતોનું માનવું છે.
૨૧મી સપ્ટેમ્બરે બજારમાં આવનારા આઈફોન-૫નું પહેલાં જ દિવસે ૧ કરોડ જેટલા નંગોનું વેચાણ થશે એવી એપલ કંપનીને અપેક્ષા છે અને ચોથા ત્રિમાસિક ગાળામાં આઈફોન-૫નું વેચાણ પાંચ કરોડને આંબી જશે એવી ધારણા છે. જો આમ થાય તો અમેરિકાના અર્થતંત્રને એક મોટો અને મજબૂત સહારો મળી રહે.
જે.પી. મોર્ગનના આર્થિક સલાહકાર માઈકલ ફેરોલીના મતે ચોથા ત્રિમાસિકગાળામાં અમેરિકાના અર્થતંત્રમાં આઈફોન-૫ના કારણે ૦.૨૫થી ૦.૫૦ ટકાનો વધારો થઈ શકે છે. કેરી સિંહે નામના અમેરિકન અર્થશાસ્ત્રીએ પણ આ ગણતરીને વ્યાજબી ગણાવી છે. જોએલ નારાફ નામના અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું કે અમેરિકી અર્થતંત્રને વેગ મળવાની તાતી જરૃર છે અને આઈફોન-૫ને બજારમાં મૂકવા માટે આથી વધુ સારો સમય નહીં મળે. ન્યૂયોર્ક ટાઈમ્સના બ્લોગર અને પ્રિન્સટન યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક પાલ ક્રૂગમેને રોજગારીની તકો વધવાની આશા વ્યક્ત કરી હતી.
આઈફોન-૫ અગાઉ પમ એપલે પોતાના એક સર્વેક્ષણ મુજબ દાવો કર્યો હતો કે કંપનીએ અમેરિકામાં પાંચ લાખ નોકરીઓ ઊભી કરવામાં ફાળો આપ્યો છે. મોબાઈલ ફોનની સાથે સાથે માઈક્રોસોફટ પણ બજારમાં નવું સરફેસ ટેબ્લેટ કોમ્પ્યુટર મૂકવાની છે. ગૂગલે પણ નવુ ટેબ્લેટ અને સ્માર્ટફોન બજારમાં મૂક્યાં છે. એમેઝોન પણ પોતાના કિન્ડલ ફાયર ટેબ્લેટમાં સુધારાવધારા કરી રહી છે. એપલ પણ આવનારા દિવસોમાં ટેબ્લેટ માર્કેટમાં પોતાનું સ્થાન મજબૂત કરવા મિની આઈપેડ બજારમાં મૂકવાની છે.
મોર્ગન સ્ટેનલીના આર્થિક વિશ્લેષક કેરી હુબર્ટીના દાવા અનુસાર એપલ ચોથા ત્રિમાસિક ગાળામાં ૪ કરોડ ૮૦ લાખથી ૫ કરોડ ૩૦ લાખ આઈફોનની નિકાસ કરે તેવી સંભાવના છે. તેમના મતે ૨૦૧૩માં આઈફોનના નિકાસનો આંકડો ૨૬ કરોડ ૬૦ લાખે પહોંચી શકે છે. સાયરેક્યૂસ યુનિવર્સિટીના પ્રાધ્યાપક જેસન ડેરેકે જણાવ્યું હતું કે આઈફોનના વેચાણથી થનારો નફો અમેરિકામાં જ રહેશે. ચીનમાં નહીં જાય. તેમણે એક અભ્યાસના આધારે જણાવ્યું હતું કે પ્રત્યેક આઈફોન કે આઈપેડના વેચાણ દીઠ ચીની કામદારોને ૧૦ ડોલર મળશે.
જોકે ઘણાં ખરાં અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આઈફોન કે અન્ય ઉપકરણોના વેચાણથી નવેમ્બરમાં આવનારી ચૂંટણી પર ઝાઝો પ્રભાવ નહીં પડે. આઈફોન-૫ને બજારમાં થોડો મોડો મૂકાયો છે અને ચૂંટણીઓ અગાઉના બે મહિનામાં રોજગારીની તકો વધવાની સંભાવનાઓ ઓછી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અલ કાયદાએ અમેરિકનો પર હુમલા કરવાની ફરી અપીલ કરી

આઈફોન-૫ના વેચાણથી અમેરિકી અર્થતંત્રને વેગ મળશે ઃ અર્થશાસ્ત્રીઓ
૨૦૦ વર્ષ જૂના હિંદુ મંદિરને નહીં તોડવાનો પાક. કોર્ટનો આદેશ

અમેરિકાનું 'ઓક્યુપાય વોલસ્ટ્રીટ' આંદોલન આજે એક વર્ષ પૂરું કરશે

બ્રિટનમાં માનસિક બીમારીથી પીડાતા લોકો હવે સાંસદ બની શકશે
આર્થિક સુધારાઓથી રૃપિયાની મજબૂતી, રેટીંગ ડાઉનગ્રેડનું જોખમ ઘટતા FII આક્રમક મૂડમાં
સોના-ચાંદીમાં ઉંચા મથાળેથી ઝડપી ઘટાડોઃ ડોલર તૂટતાં મંદી આવી
ડિઝલના ભાવ વધારાથી રાજકોષિય ખાધમાં ૦.૨૦ ટકાનો ઘટાડો થશેઃ નાણાં મંત્રાલય

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં ઝંઝાવાત જગાવવા માટે ઓલરાઉન્ડર્સ તૈયાર

આજે ભારત અને પાકિસ્તાન ટી-૨૦ પ્રેક્ટિસ મેચમાં ટકરાશે
૨૦૧૪માં ક્રિકેટ બોર્ડના પ્રમુખ બનવા માટે જેટલીનો માર્ગ મોકળો
ડેવિસ કપઃભારતે ન્યુઝીલેન્ડનો ૫-૦થી વ્હાઇટ વોશ કર્યો
ટ્વેન્ટી-૨૦માં ટીમોનો દેખાવ

ટીન તથા નિકલમાં ભાવો વધુ રૃ.૧૦૦૦ ઉછળ્યાઃ વિશ્વબજારમાં છ મહિનાની ટોચ દેખાઈ

નબળી ક્વોલિટીને કારણે કાંદાના ભાવ દબાણ હેઠળ
 
 

Gujarat Samachar Plus

માઈક્રોવેવ સેટેલાઈટ અંગે સ્ટુડન્ટ માહિતગાર થયા
દૂંદાળા દેવ ફ્લાઈટ મારફતે દરિયાપાર પહોંચ્યા
સેલિબ્રિટીઓની રાહે ચાલતી ગર્લ્સમાં કોસ્મેટિક સર્જરી કરાવવાની ઘેલછા
કલર શેડ્સ પારખવામાં એક્સપર્ટ ગર્લ્સ
સિગારેટને આપો તિલાંજલી, અપનાવો ગ્રીન ટી
ઓલ ટાઇમ ફેવરિટ ડેનીમ્સનો ડેશીંગ લૂક
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved