Last Update : 17-September-2012, Monday

 

વિશ્વબજારમાં છ મહિનાની ટોચથી ભાવો ઘટયા
સોના-ચાંદીમાં ઉંચા મથાળેથી ઝડપી ઘટાડોઃ ડોલર તૂટતાં મંદી આવી

અમેરિકા નવા આર્થિક પેકેજમાં દર મહિને અગાઉ કરતાં ૬૦ અબજ ડોલર ઓછા ખર્ચશેઃ ઘરઆંગણે આગામી સપ્તાહમાં ડોલરના ભાવો વધુ ઘટવાની શક્યતા

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, શનિવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓના ભાવો ઉંચા મથાળેથી તૂટયા હતા. સોનાના ભાવો ૧૦ ગ્રામના રૃ.૨૧૦થી ૨૨૫ જાતવાર તૂટયા હતા જ્યારે ચાંદીના ભાવો આજે કિલોના રૃ.૬૫૫ ઘટી ગયા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવો ઔંશના ઉંચેથી ઘટી છેલ્લે ૧૭૭૧.૫૦થી ૧૭૭૨ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૩૨૨૦૦ વાળા રૃ.૩૧૯૮૫ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૨૩૫૫ વાળા આજે રૃ.૩૨૧૩૦ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૬૩૬૬૫ વાળા આજે ઘટી રૃ.૬૩૦૧૦ રહ્યા હતા. વિશ્વબજારમાં ચાંદીના ભાવો છેલ્લે ૩૪.૭૦થી ૩૪.૭૧ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વબજારમાં જોકે સોના-ચાંદીના ભાવો હજી ઉંચા રહ્યા છે પરંતુ ઘરઆંગણે રૃપિયા સામે ડોલરના ભાવો ઝડપથી નીચા આવતાં કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ દબાણ હેઠળ રહી છે અને તેના પગલે હાજર બજારમાં આજે સોના-ચાંદીમાં ઉંચા ભાવોએ વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યા હતા. મુંબઈમાં છેલ્લે મોડી સાંજે ચાંદીના ભાવો રૃ.૬૨૯૫૦થી ૬૩૦૦૦ બોલાઈ રહ્યા હતા જ્યારે કેશમાં ભાવો આ ભાવથી નીચા રૃ.૬૨૧૦૦થી ૬૨૧૫૦ બોલાઈ રહ્યા હતા. બજાર ભાવો તથા કેશમાં ભાવો વચ્ચે તાજેતરમાં ભાવ તફાવત રૃ.૧૫૦૦થી ૨૦૦૦ જેવો મોટો થઈ ગયો હતો તે હવે તફાવત ઘટયો છે. જોકે હજી પણ કેશમાં ભાવો નોંધપાત્ર નીચા બોલાઈ રહ્યા છે. મુંબઈમાં મોડી સાંજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૩૨૦૦૦, ૯૯.૯૦ના રૃ.૩૨૧૫૦ તથા ૧૦ તોલાના બિસ્કીટના રૃ.૩૭૫૫૦૦ આસપાસ બોલાઈ રહ્યા હતા. દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો ટોચ પરથી ૧૦ ગ્રામના રૃ.૪૦૦ ઘટી ૯૯.૫૦ના રૃ.૩૨૩૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૨૫૦૦ રહ્યાના સમાચારો હતા. જ્યારે ત્યાં ચાંદીના ભાવો હાજરમાં રૃ.૧૦૦ ઘટી રૃ.૬૧૯૦૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૯૮૫ તૂટી રૃ.૬૪૨૮૦ રહ્યાના સમાચારો હતા. ચાંદી સિક્કા (૧૦૦)ના ભાવો ત્યાં રૃ.૧૦૦૦ ઘટી રૃ.૭૮થી ૭૯ હજાર રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવો જે ઉંચામાં ૧૭૭૯થી ૧૭૮૦ ડોલર જેવી છ મહિનાની ટોચ પર પહોંચી ગયા હતા તે ઘટી છેલ્લે ૧૭૭૦.૫૦થી ૧૭૭૧ ડોલર રહ્યાના સમાચારો હતા. ઘરઆંગણે રૃપિયા સામે ડોલરના ભાવો ૧૧૩ પૈસા ઘટી શુક્રવારે છેલ્લે રૃ.૫૫ની અંદર ઉતરી રૃ.૫૪.૩૦ બોલાયા છે. વિશ્વબજારમાં અમેરીકા દ્વારા નવું આર્થિક પેકેજ રજૂ કરાતાં ડોલરના ભાવો યુરો સામે ઘટયા છે. ભારતમાં વિવિધ ક્ષેત્રે ડાયરેક્ટ ફોરેન ઈન્વેસ્ટમેન્ટની છૂટ અપાતાં તથા શેરબજારમાં તેજી આવતાં ભારતમાં દરીયાપારથી હવે પછી ડોલરનો પ્રવાહ વધવાની શક્યતા જાણકારો બતાવતા હતા. ડોલરના ભાવો શુક્રવારે ઘટી રૃ.૫૪.૩૦ રહ્યા છે અને આવતા સપ્તાહમાં ડોલરના ભાવો પ્રથમ રૃ.૫૪ની સપાટી તથા ત્યાર પછી રૃ.૫૩ની સપાટીની અંદર ઉતરી તવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. આમ થશે તો ઘરઆંગણે સોના-ચાંદીની ઈમ્પોર્ટ કોસ્ટ વધુ નીચી ઉતરવાની શક્યતા ઉભી થઈ છે. અમેરિકાએ આર્થિક વિકાસને વેગ આપવા દર મહિને ૪૦ અબજ ડોલરના બોન્ડ ખરીદવાનું નક્કી કર્યું છે. ૨૦૦૮ના વર્ષથી અમેરિકાએ આવા સ્ટીમ્યુલસ પેકેજ આપવાની ક્વોન્ટીટેટીવ ઈઝીંગની શરુઆત કરી હતી. આવા બે કયુ-ઈ થઈ ગયા છે અને હવે ત્રીજો કયુ-ઈ શરુ થયો છે. અગાઉના બે કયુ-ઈમાં અમેરિકાએ આશરે ચાર વર્ષમાં ત્રણ ટ્રીલીયન ડોલર ખર્ચ્યા છે. આ દરમિયાન દર મહિને ૧૦૦ અબજ ડોલર ખર્ચ કરાયો છે. હવે ત્રીજા કયુ-ઈમાં દર મહિને ૪૦ બજ ડોલર ખર્ચવાનું એલાન થયું છે. આમ દર મહિને ૬૦ અબજ ડોલર ઓછા ખર્ચવામાં આવનાર છે એ વાત વિશ્વબજારની આગામી ચાલ માટે ચાવીરૃપ ભૂમિકા ભજવે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અલ કાયદાએ અમેરિકનો પર હુમલા કરવાની ફરી અપીલ કરી

આઈફોન-૫ના વેચાણથી અમેરિકી અર્થતંત્રને વેગ મળશે ઃ અર્થશાસ્ત્રીઓ
૨૦૦ વર્ષ જૂના હિંદુ મંદિરને નહીં તોડવાનો પાક. કોર્ટનો આદેશ

અમેરિકાનું 'ઓક્યુપાય વોલસ્ટ્રીટ' આંદોલન આજે એક વર્ષ પૂરું કરશે

બ્રિટનમાં માનસિક બીમારીથી પીડાતા લોકો હવે સાંસદ બની શકશે
આર્થિક સુધારાઓથી રૃપિયાની મજબૂતી, રેટીંગ ડાઉનગ્રેડનું જોખમ ઘટતા FII આક્રમક મૂડમાં
સોના-ચાંદીમાં ઉંચા મથાળેથી ઝડપી ઘટાડોઃ ડોલર તૂટતાં મંદી આવી
ડિઝલના ભાવ વધારાથી રાજકોષિય ખાધમાં ૦.૨૦ ટકાનો ઘટાડો થશેઃ નાણાં મંત્રાલય

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં ઝંઝાવાત જગાવવા માટે ઓલરાઉન્ડર્સ તૈયાર

આજે ભારત અને પાકિસ્તાન ટી-૨૦ પ્રેક્ટિસ મેચમાં ટકરાશે
૨૦૧૪માં ક્રિકેટ બોર્ડના પ્રમુખ બનવા માટે જેટલીનો માર્ગ મોકળો
ડેવિસ કપઃભારતે ન્યુઝીલેન્ડનો ૫-૦થી વ્હાઇટ વોશ કર્યો
ટ્વેન્ટી-૨૦માં ટીમોનો દેખાવ

ટીન તથા નિકલમાં ભાવો વધુ રૃ.૧૦૦૦ ઉછળ્યાઃ વિશ્વબજારમાં છ મહિનાની ટોચ દેખાઈ

નબળી ક્વોલિટીને કારણે કાંદાના ભાવ દબાણ હેઠળ
 
 

Gujarat Samachar Plus

માઈક્રોવેવ સેટેલાઈટ અંગે સ્ટુડન્ટ માહિતગાર થયા
દૂંદાળા દેવ ફ્લાઈટ મારફતે દરિયાપાર પહોંચ્યા
સેલિબ્રિટીઓની રાહે ચાલતી ગર્લ્સમાં કોસ્મેટિક સર્જરી કરાવવાની ઘેલછા
કલર શેડ્સ પારખવામાં એક્સપર્ટ ગર્લ્સ
સિગારેટને આપો તિલાંજલી, અપનાવો ગ્રીન ટી
ઓલ ટાઇમ ફેવરિટ ડેનીમ્સનો ડેશીંગ લૂક
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved