Last Update : 17-September-2012, Monday

 

આર્થિક સુધારાઓથી રૃપિયાની મજબૂતી, રેટીંગ ડાઉનગ્રેડનું જોખમ ઘટતા FII આક્રમક મૂડમાં

RBI પર નજર ઃ ચાર દિવસના સપ્તાહમાં સેન્સેક્ષ ૧૮૮૩૩ કુદાવતા ૧૯૦૨૨, નિફ્ટી ૫૬૮૮ કુદાવતા ૫૭૫૫ જોવાશે ઃ સપોર્ટ ૧૮૧૧૧, ૫૪૫૫

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, શનિવાર
નાણા પ્રધાન પી. ચિદમ્બરમનું નાણા પ્રધાન તરીકે ૧, ઓગસ્ટથી થયેલું પુનઃ રાગમન અપેક્ષા મુજબ શેરબજારો માટે શુકનિયાળ સાબીત થયું છે. ચિદમ્બરમની વાપસીથી અત્યાર સુધીમાં સેન્સેક્ષે ૭ ટકાની તેજી બતાવી છે. અટકી પડેલા આર્થિક સુધારા અને મનમોહન સિંહની સરકારને લકવો મારી ગયાનું અને પ્રણવ મુખર્જીના અર્થતંત્રને અધોગતિમાં ધકેલી રહ્યાનો કોર્પોરેટ જગત, બજારના ખેલાડીઓના આક્રોશ ચિદમ્બરમે અપેક્ષા મુજબ ઠારી દઇ એક સાથે અનેક આર્થિક સુધારાના પગલાં જાહેર કરી દઇ છ બોલમાં છ સિક્સર મારી સંસદના ચોમાસુ સત્રને 'કોલગેટ' મામલે વેડફી દેનારા વિપક્ષો માટે ન બોલાય, ન રહેવાય, ન સહેવાય જેવો ઘાટ ઘડી દીધો છે.
આર્થિક સુધારાના એક સાથે અનેક પગલાં ઃ ભારતના રેટીંગ ડાઉનગ્રેડનું જોખમ દૂર થયું
સંસદના ચોમાસું સત્ર બાદ ડીઝલના ભાવમાં અપેક્ષીત વધારો કરી દઇ અને એની સાથે મલ્ટિ બ્રાન્ડ રીટેલ ક્ષેત્રે ૫૧ ટકા એફડીઆઇ, સિંગલ બ્રાન્ડ રીટેલમાં ૧૦૦ ટકા એફડીઆઇ રોકાણ, એવીએશનમાં ૪૯ ટકા એફડીઆઇ મંજૂરી સાથે વિદેશીઓ માટે સિંગર બ્રાન્ડમાં ૩૦ ટકા એમએસએમઇ પાસેથી માલની ખરીદીની શરત નાબૂદ કરી સાથે ચાર પીએસયુ કંપનીઓમાં ડીસઇન્વેસ્ટમેન્ટ જાહેર કરી દઇ આંતરરાષ્ટ્રીય રેટીંગ એજન્સીઓ તરફથી ભારતના ક્રેડિટ રેટીંગના ડાઉનગ્રેડનું જોખમ દૂર કર્યું છે. એક કાંકરે અનેકને વિંધી રાજ્યોને રીટેલમાં એફડીઆઇ મંજૂરી આપવી કે નહીં એની મોકળાશ કરી આપી વહેંચીને આગળ વધવાનું લીધેલું આવકાર્ય પગલું એક પ્રકારે ઘણા રાજ્યોમાં વિપક્ષોની સરકાર હોઇ વિપક્ષોને પણ ભાવતું પીરસી વિરોધનો વંટોળ શાંત કરી દેવાયો છે. ડૉલર સામે રૃપિયાની પડતી પણ પી.ચિદમ્બરમના આગમન બાદ અટકી છે. જે હવે આર્થિક સુધારાએ ડૉલર ૫૫ની સપાટી તોડી ગયો હોઇ ખાધ ઘટવાના પોઝીટીવ સંકેતે ભારતનું રેટીંગ ડાઉનગ્રેડનું જોખમ દૂર થયું છે.
મોંઘવારી મામલે ડીઝલના ભાવ વધારાના આંશિક રોલબેક શક્ય સામે રિઝર્વ બેંક સીઆરઆર અડધાથી એક ટકો ઘટાડશે!
એફડીઆઇ મામલે હવે વિરોધ પક્ષોના વિરોધની શક્યતા ઓછી છે, માત્ર ડીઝલના ભાવ વધારાથી મોંઘવારી ભડકશે એ મામલે વિરોધ પક્ષો યુપીએ સરકારને શક્ય એટલી બદનામ કરવાનું ચૂંટણીઓ પૂર્વે શસ્ત્ર ઉગામશે. ભારતની વધતી રાજકોષીય ખાધથી ડીઝલનો ભાવ વધારો અને એલપીજી સબસીડી પર અંકુશ અનિવાર્ય હતા. રાજકોષીય ખાધના અંકુશથી ભારતના રેટીંગ ડાઉનગ્રેડનું જોખમ ઘટશે. પરંતુ મોંઘવારી મામલે વિરોધના અપેક્ષીત વંટોળને શાંત કરવા શક્ય છે કે ડીઝલનો ભાવ વધારો આંશિક રૃા. ૨ જેટલો પાછો ખેંચવામાં આવે, અને સામે સોમવારે ૧૭, સપ્ટેમ્બરે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ધિરાણ નીતિની થનારી સમીક્ષામાં આર્થિક- ઔદ્યોગિક વૃદ્ધિને ન્યાય આપી સીઆરઆરમાં અડધાથી એક ટકાનો ઘટાડો કરવામાં આવે. આમ અર્થતંત્રને પુનઃ ઝડપી આર્થિક વૃદ્ધિના પંથે લઇ જવા નાણા પ્રધાન પી. ચિદમ્બરમ આ વખતે ચૂપકીદી સેવી નક્કર આર્થિક સુધારાના પગલાં લેવા બતાવેલી મક્કમતા બતાવે છે કે શેરબજારમાં ડાઉનસાઇડ જોખમ દૂર થયું છે.
વાહ PC, તમે તો ૬ બોલમાં ૬ SIXER મારી
જેમ યુવરાજ કેન્સરથી લડીને ૨૦/૨૦ વર્લ્ડ કપ માટે લંકા પહોંચી ગયો, તેમ 'કામ નહીં કરતી સરકાર મનમોહન સિંહ બેકાર, આવી કેન્સર જેવી બીમારીને (૧) ડીઝલનો ભાવ વધારો, પેટ્રોલમાં એક્સાઇઝ ઘટાડો, એલપીજી સબસીડીમાં કાપ (૨) મલ્ટિ બ્રાન્ડ રીટેલમાં ૫૧ ટકા FDI મંજૂરી (૩) સિંગલ બ્રાન્ડ રીટેલમાં ૧૦૦ ટકા FDI મંજૂરી (૪) એવીએશનમાં ૪૯ ટકા FDI પરવાનગી (૫) કેબલ, ડીટીએચમાં ૭૪ ટકા FDI મંજૂરી અને (૬) PSU ડીસઇન્વેસ્ટમેનવ્ટ છ બોલમાં છ સિક્સર મારી બજારની મંદી તથા ડાઉનસાઇડ જોખમ ખલાસ કરી નાખ્યું. જ્યારે PC એટલે કે પર્સનલ કોમ્પ્યુટર આવ્યા હતાં, ત્યારે બેકારી વધશે એવું કહેનારા ચૂપ થઇ ગયા તેમ રીટેલ FDI થી રીટેલમાં ક્રાંતી આવતાં નકારાત્મક વિચારોવાળા પણ ચૂપ થઇ જશે. કોંગ્રેસની ટીમના કેપ્ટન થવું હોય તો સોમવારે CRR માં ઘટાડો કરો.
અર્જુનની જેમ માછલીની આંખને વિંધનાર P. chidambaram જી આપને Salute.
ટેક્સટાઇલ ઉદ્યોગમાં કોટન યાર્ન મિલોની દિવાળી કેવી આવી
વર્ષ ૨૦૧૦ મે મહિનાથી વર્ષ ૨૦૧૨ના જાન્યુઆરી મહિના સુધી કોટન અને તેમાંથી બનતાં કોટન યાર્નના ભાવોમાં સંતાકુકડી ચાલતી હતી. કાચામાલ કોટનના ભાવ ઊંચા હતા તો ફિનિશ્ડ પ્રોડક્ટસ કોટન યાર્નના ભાવ નીચા આવી ટેક્સટાઇલ ઉદ્યોગનું દિવાળું નીકળી જાય એવી પરિસ્થિતિ હતી.
જાન્યુઆરી ૨૦૧૨થી કાચામાલ કોટનના ભાવ નીચા તો કોટન યાર્નના ભાવ ઊંચા થયા છે અને તફાવત ઘણો વધતો રહ્યો છે, જેના સીધા ફાયદાં નફાકારકતા અને એનપીએમ-ટેક્સટાઇલ કોટન બ્લેન્ડેડ ઉદ્યોગને થયા છે. ૮૦ ટકા કંપનીઓએ ટર્નઅરાઉન્ડ એપ્રિલથી જૂન ત્રિમાસિકમાં કરી ઘણી કંપનીઓએ નુકસાની સામે મોટા ચોખ્ખા નફા નોંધાવ્યા છે. આમ જ્યારે બજાર ફરી તેજીની અંગળાઇ લઇ રહ્યું છે, ત્યારે આ ઉદ્યોગનું રી-રેટીંગ દ્વારા વહેલી દિવાળી ઓક્ટોબર મહિનામાં જાહેર થનારાં પરિણામોમાં દેખાશે.
અહીંથી ભારતની સર્વશ્રેષ્ઠ LMW ગુ્રપની સુપરસેલ્સ ઇન્ડિયા લિમિટેડ વિશે આજે અહીં માહિતી આપી છે. જ્યારે ગત રવિવારે અહીંથી વર્ધમાન ટેક્સટાઇલ્સ વિશે જણાવેલ. બન્ને કંપનીઓની પૂર્ણ વર્ષની શ્રેષ્ઠ કામગીરી અપેક્ષીત છે.
ડાર્ક હોર્સ ઃ સુપર સેલ્સ ઇન્ડિયા લિમિટેડ
ISO 9001: 2008 સર્ટીફાઇડ રૃા. ૧૦ પેઇડ અપ, એનએસઇ કોડ ઃ SUPER, બીએસઇ કોડ ઃ ૫૧૨૫૨૭, LMW ગુ્રપના પ્રમોટર્સ દ્વારા પ્રમોટેડ આ ગુ્રપનું ટર્નઓવર રૃા. ૩૦૦૦ કરોડથી વધુ છે. સુપર સેલ્સ લક્ષ્મી મશીન વર્કસના ૧,૭૯,૪૮૦ શેરો ધરાવે છે. શુક્રવારના બંધ ભાવ રૃા. ૨૦૪૦ મુજબ રૃા. ૩૬,૬૨,૦૦,૦૦૦ (રૃા. ૩૬.૬૨ કરોડ) મૂલ્ય, જે સુપર સેલ્સના એક શેરદીઠ રૃા. ૧૨૦ની સંપતિ છે. સુપર સેલ્સ ઇન્ડિયા લિમિટેડ ચાર ડિવિઝનમાં કાર્યરત છે.
(૧) માર્કેટીંગ ડિવિઝન ઃ તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ ચાર રાજ્યોમાં ઓફિસ દ્વારા ઓપરેટ કરી વર્ષ ૧૯૮૧થી લક્ષ્મી મશીન વર્કસ લિમિટેડના સેલીંગ એજન્ટ તરીકે ૫૦ કર્વાલિફાઇડ એન્જિનિયર થકી ટેક્સટાઇલ મશીનોના ઇન્સ્ટોલેશનથી કમિશનીંગ- કાર્યરત કરવાની પ્રી અને પોસ્ટ ઇન્સ્ટોલેશન સપોર્ટ, ૨૪ x ૭ ટેકનીકલ સપોર્ટ સેન્ટરની રેકોર્ડ કામગીરીથી કંપની હાલ (એ) લક્ષ્મી મશીન વર્કસ લિ. સિવાય (બી) એલજી ઇલેક્ટ્રીક એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિ. (સી) લક્ષ્મી કેઇપો ઇન્ડસ્ટ્રીઝ (ડી) લક્ષ્મી ઇલેક્ટ્રીક ડ્રાઇવ્સ લિ. (ઇ) એડવેઇથ લક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ લિ. એમ પાંચ કંપનીઓના સેલીંગ એજન્ટ ડિવિઝન થકી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં પગદંડો ધરાવે છે.
(૨) ટેક્સટાઇલ ડિવિઝન ઃ ૧૭૦૦૦ સ્પિન્ડલ કોમ્પેક્ટ સ્પિનિંગ સહિત કુલ ૯૦,૦૦૦ સ્પિન્ડલ્સની સ્પિનિંગ ક્ષમતા થકી હોઝીયરી યાર્ન, વીવીંગ યાર્ન, રોકોસ કોમ્પેક્ટ યાર્ન, ગ્રાસ્ડ યાર્ન, સ્લબ યાર્ન, લેન્ઝીંગ માઇક્રો મોડલ યાર્ન, ટીએફઓ ડબલ યાર્ન, ૩૦ વર્ષથી કાર્યરત ૧૦૦ ટકા કોટન યાર્ન VAAMAA બ્રાન્ડ થકી યુ.એસ. ડોલર ૩૦૦ લાખનું ટર્નઓવર ધરાવે છે.
(૩) એન્જિનિયરીંગ ડિવિઝન ઃ વર્ષ ૨૦૧૦માં ટેક્સટાઇલ ઉદ્યોગ અને દક્ષિણ ભારતની વિવિધ ઇન્ડસ્ટ્રીઝના ગ્રાહકો માટે ઘણા પ્રકારના ગીયર્સનું ઉત્પાદન કોઇમ્બતુર જિલ્લામાં ચાલુ કર્યું છે. યુનીટ ISO 9001 : 2008 સર્ટીફાઇડ હોવાથી DIN ૪ ક્વૉલિટીના વિવિધ ગીયર્સનું ઉત્પાદન કરી રહી છે. આ ડિવિઝનનું ૪૦ ટકા વેચાણ લક્ષ્મી મશીન વર્કસને કરે છે. બાકીના ૬૦ ટકા એવીયેશન, એરોસ્પેસ, પ્રિન્ટિંગ, સિમેન્ટ, સ્ટીલ, મેડીકલ, રેલવે, કોલ પ્લાન્ટ, વિન્ડ ટર્બાઇન, માઇક્રો એસેમ્બિલિંગ, પેપર, ફર્ટીલાઇઝર, ડીફેન્સ, ફૂડ પ્રોસેસીંગ, પાવર, એલીવેટર જેવા ઉદ્યોગોને વેચાણ કરે છે.
(૪) વિન્ડ એનર્જી ડિવિઝન ઃ કંપની ૨૮ મેગાવોટ વિન્ડ એનર્જીની ક્ષમતા કોઇમ્બતુરમાં પાંચ જગ્યાએ, થેની અને ઉડમપેટ મળીને સાત જગ્યાએ ૨૮ મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરે છે. જે પૂર્ણ ક્ષમતાનો કંપનીના ત્રણ ડિવિઝનમાં ઉપયોગ થાય છે. જેથી પાવર ખર્ચમાં મોટો ફાયદો થાય છે અને માર્કેટીંગ કરવાની જરૃર નથી.
નાણાકીય વિગત
શેરદીઠ આવક ઃ વર્ષ ૨૦૦૯ની રૃા. ૪.૬૪, વર્ષ ૨૦૧૦ની રૃા. ૫૫.૯૬, વર્ષ ૨૦૧૧ની રૃા. ૬૪.૨૯, વર્ષ ૨૦૧૨ની રૃા. ૪૬.૦૯
બુક વેલ્યુ ઃ માર્ચ ૨૦૦૯ના રૃા. ૧૫૩.૬૩, માર્ચ ૨૦૧૦ના રૃા. ૨૦૦.૮૦, માર્ચ ૨૦૧૧ના રૃા. ૨૫૮.૯૩, માર્ચ ૨૦૧૨ના રૃા. ૨૧૨.૮૫
ડિવિડન્ડ ઃ માર્ચ ૨૦૦૯માં ૬ ટકા, માર્ચ ૨૦૧૦માં ૧૦૦ ટકા, માર્ચ ૨૦૧૧માં ૧૦૦ ટકા, માર્ચ ૨૦૧૨માં શૂન્ય (માર્ચ ૨૦૧૨નું પૂર્ણ વર્ષ કોટન યાર્નના ભાવમાં મંદીને કારણે ખરાબ નીવડેલું)
ત્રિમાસિક પરિણામો ઃ (૧) સપ્ટેમ્બર ૨૦૧૧થી ડિસેમ્બર, ૨૦૧૧ના વેચાણ રૃા. ૩૩.૫૨ કરોડ થકી નુકસાન-ચોખ્ખી ખોટ રૃા. ૧૦ કરોડ નોંધાવી નેગેટીવ શેરદીઠ આવક રૃા. ૩૨.૭૬ હતી. (૨) જાન્યુઆરી ૨૦૧૨થી માર્ચ, ૨૦૧૨ના વેચાણ રૃા. ૩૫ કરોડ થકી ચોખ્ખો નફો રૃા. ૫.૯૦ કરોડ મેળવી શેરદીઠ આવક રૃા. ૧૬.૫૭ નોંધાવી છે. (૩) ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ગત સમાનગાળાના વેચાણની સરખામણીએ ૩૨ ટકા ઉછાળો મેળવી રૃા. ૪૧ કરોડના વેચાણ થકી ચોખ્ખો નફો ગત વર્ષની રૃા. ૪ કરોડની નુકસાનીની તુલનાએ રૃા. ૧.૫૪ કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. (૪) કંપનીએ માર્ચ ૨૦૧૦માં શેરદીઠ આવક રૃા. ૫૮.૯૦ નોંધાવેલી ત્યારે ઓપરેટીંગ પ્રોફીટ માર્જીન (ઓપીએમ) ૩૦.૨૦ ટકા અને નેટ પ્રોફીટ માર્જીન (એનપીએમ) ૧૪.૧૦ ટકા મેળવ્યું હતું. માર્ચ ૨૦૧૧માં શેરદીઠ આવક રૃા. ૬૯.૮૦ નોંધાવેલી ત્યારે ઓપીએમ ૨૮.૫૦ ટકા અને એનપીએમ ૧૨ ટકા નોંધાવ્યા હતા. ચાલુ નાણાકીય વર્ષમાં કંપની અપેક્ષીત વેચાણ રૃા. ૧૮૫ કરોડ થકી ખૂબ જ મર્યાદિત રહી માત્ર ૭ ટકા એનપીએમ ગણીએ તો ચોખ્ખો નફો રૃા. ૧૨.૯૫ કરોડ અને શેરદીઠ આવક રૃા. ૪૨.૧૮ નોંધાવી શકશે. રૃા. ૧૦ ડિવિડન્ડ બાદ કરીએ તો પણ બુક વેલ્યુ રૃા. ૨૪૪ થકી મજબૂત બોનસ ઉમેદવાર તરીકે ઉભરી આવશે.
આમ (૧) ટેક્સટાઇલ ઉદ્યોગના પ્રતિષ્ઠિત LMW ગુ્રપની કંપની સુપર સેલ્સ ઇન્ડિયા લિમિટેડ (૨) શેરદીઠ રૃા. ૧૨૦ LMW ના શેર હોલ્ડિંગ થકી રોકાણ મૂલ્ય (૩) માર્કેટીંગ, ટેક્સટાઇલ, એન્જિનિયરીંગ અને વિન્ડ એનર્જી એમ ચાર ડિવિઝન ધરાવતી (૪) વર્ષ ૨૦૧૧માં શેરદીઠ આવક રૃા. ૬૪ નોંધાવી શકેલી (૫) રૃા. ૨૪૪ની બુક વેલ્યુ થકી અપેક્ષીત મજબૂત બોનસ ઉમેદવાર (૬) ૧૦૦ ટકા ડિવિડન્ડ ચૂકવનારી (૭) અપેક્ષીત શેરદીઠ આવક રૃા. ૪૨.૧૮ સામે એનએસઇ, બીએસઇ પર માત્ર ૪.૫૦ના પી/ઇએ ઉપલબ્ધ છે. જેને માત્ર ૯નો પી/ઇએ આપીએ તો પણ ભાવ રૃા. ૩૮૦ને આંબી શકનાર LMW ગુ્રપની સુપર સેલ્સ ઇન્ડિયા અત્યારે રૃા. ૧૯૩ ભાવે ઉપલબ્ધ છે.
રિઝર્વ બેંક વ્યાજ દર ઘટાડે કે ન ઘટાડે, ૫૬૮૮ કુદાવતા ૫૭૫૫૪, સેન્સેક્ષ ૧૮૮૩૩ કુદાવતા ૧૯૦૨૨ જોવાશે ઃ સપોર્ટ ૫૪૫૫, ૧૮૧૧૧
આર્થિક સુધારાઓ એક સાથે અનેક જાહેર કરાયાને આવકારી એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શુક્રવારે કેશ સેગ્મેન્ટમાં રૃા. ૨૫૨૨ કરોડના શે રોની, ઇન્ડેક્ષ ફ્યુચર્સમાં રૃા. ૯૦૩ કરોડ અને સ્ટોક ફ્યુચર્સમાં રૃા. ૪૯૯ કરોડની ચોખ્ખી ખરીદી કરી ધૂમ ધડાકા સાથે યુપીએ સરકારના પગલાંને આવકાર્યા છે, ત્યારે હવે આરબીઆઇ સોમવારે સીઆરઆરમાં અડધાથી એક ટકાનો વધારો કરે કે ન કરે તેજીનું સેન્ટીમેન્ટ જળવાઇ રહેવાની શક્યતા છે. ગણેશ ચર્તુથી ૧૯, સપ્ટેમ્બરના બજારો બંધ રહેનાર હોઇ નવા ચાર દિવસના સપ્તાહમાં તેજીનું તોફાન આગળ વધવાની અપેક્ષાએ સેન્સેક્ષ ૧૮૧૧૧ના ટેકાએ ૧૮૮૩૩ કુદાવતા ૧૯૦૨૨ જોવાશે. જ્યારે નિફ્ટી ૫૪૫૫ના ટેકાએ ૫૬૮૮ કુદાવતા ૫૭૫૫ સુધીની શક્યતા રહેશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અલ કાયદાએ અમેરિકનો પર હુમલા કરવાની ફરી અપીલ કરી

આઈફોન-૫ના વેચાણથી અમેરિકી અર્થતંત્રને વેગ મળશે ઃ અર્થશાસ્ત્રીઓ
૨૦૦ વર્ષ જૂના હિંદુ મંદિરને નહીં તોડવાનો પાક. કોર્ટનો આદેશ

અમેરિકાનું 'ઓક્યુપાય વોલસ્ટ્રીટ' આંદોલન આજે એક વર્ષ પૂરું કરશે

બ્રિટનમાં માનસિક બીમારીથી પીડાતા લોકો હવે સાંસદ બની શકશે
આર્થિક સુધારાઓથી રૃપિયાની મજબૂતી, રેટીંગ ડાઉનગ્રેડનું જોખમ ઘટતા FII આક્રમક મૂડમાં
સોના-ચાંદીમાં ઉંચા મથાળેથી ઝડપી ઘટાડોઃ ડોલર તૂટતાં મંદી આવી
ડિઝલના ભાવ વધારાથી રાજકોષિય ખાધમાં ૦.૨૦ ટકાનો ઘટાડો થશેઃ નાણાં મંત્રાલય

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં ઝંઝાવાત જગાવવા માટે ઓલરાઉન્ડર્સ તૈયાર

આજે ભારત અને પાકિસ્તાન ટી-૨૦ પ્રેક્ટિસ મેચમાં ટકરાશે
૨૦૧૪માં ક્રિકેટ બોર્ડના પ્રમુખ બનવા માટે જેટલીનો માર્ગ મોકળો
ડેવિસ કપઃભારતે ન્યુઝીલેન્ડનો ૫-૦થી વ્હાઇટ વોશ કર્યો
ટ્વેન્ટી-૨૦માં ટીમોનો દેખાવ

ટીન તથા નિકલમાં ભાવો વધુ રૃ.૧૦૦૦ ઉછળ્યાઃ વિશ્વબજારમાં છ મહિનાની ટોચ દેખાઈ

નબળી ક્વોલિટીને કારણે કાંદાના ભાવ દબાણ હેઠળ
 
 

Gujarat Samachar Plus

માઈક્રોવેવ સેટેલાઈટ અંગે સ્ટુડન્ટ માહિતગાર થયા
દૂંદાળા દેવ ફ્લાઈટ મારફતે દરિયાપાર પહોંચ્યા
સેલિબ્રિટીઓની રાહે ચાલતી ગર્લ્સમાં કોસ્મેટિક સર્જરી કરાવવાની ઘેલછા
કલર શેડ્સ પારખવામાં એક્સપર્ટ ગર્લ્સ
સિગારેટને આપો તિલાંજલી, અપનાવો ગ્રીન ટી
ઓલ ટાઇમ ફેવરિટ ડેનીમ્સનો ડેશીંગ લૂક
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved