Last Update : 17-September-2012, Monday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૭-૯-૨૦૧૨, સોમવાર
નિજ ભાદરવો શરૃ (એકમનો ક્ષય) સામવેદી શ્રાવણી જૈન મહાવીર જન્મ વાંચન - અઠ્ઠમ તપ સ્વામિનારાયણ સંતોએ જનોઈ બદલવી.
દિવસના ચોઘડિયાઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયાઃ ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદયઃ ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્તઃ ૧૮ ક. ૪૦ મિ.
સૂરત સૂર્યોદયઃ ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્તઃ ૧૮ ક. ૩૯ મિ.
મુંબઈ સૂર્યોદયઃ ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્તઃ ૧૮ ક. ૩૮ મિ.
નવકારસી સમયઃ (અ) ૭ ક. ૧૫ મિ. (સૂ) ૭ ક. ૧૫ મિ. (મું) ૭ ક. ૧૫ મિ.
જન્મરાશિઃ- આજે જન્મેલ બાળકની કન્યા (પ.ઠ.ણ) રાશિ આવશે.
નક્ષત્રઃ- હસ્ત રાત્રે ૧૧ ક. ૨૨ મિ. સુધી પછી ચિત્રા
ગોચર ગ્રહઃ- સૂર્ય-કન્યા, મંગળ-તુલા, બુધ-કન્યા, ગુરૃ-વૃષભ, શુક્ર-કર્ક, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-કન્યા.
વિક્રમ સંવતઃ ૨૦૬૮ શોભન સં. શાકેઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવતઃ ૨૫૩૮
દક્ષિણાયન શરદ ઋતુ રા.દિ. ભા./૨૬
માસ-તિથિ-વારઃ- નિજ-બીજો ભાદરવો મહિનો શરૃ (સુદ-એકમનો ક્ષય)
- નિજ ભાદરવા સુદ બીજ ને સોમવાર. સુદ એકમનો ક્ષય છે. ચંદ્રદર્શન.
- સામવેદી શ્રાવણી
- પારસી શહેનશાહી અર્દીબેહસ્તમાસ શરૃ.
- મૌન વૃતારંભ
- જૈન મહાવીર જન્મ વાંચન. તેલાધર, ગણધરવાદ વાંચન.
- જૈન અઠ્ઠમ તપ.
- સ્વામિનારાયણ સંતોએ આજે જનોઈ બદલવી.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ શવ્વાલ માસનો ત્રીસમો રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ અર્દીબેહસ્ત માસનો પ્રથમ રોજ હોરમજદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષઃ નિજ ભાદરવો મહિનો આજથી શરૃ થતાં આપના નોકરી-ધંધાના કામની વ્યસ્તતા વધે. ધર્મકાર્યથી આનંદ રહે. ખર્ચ થાય.
વૃષભઃ આજે આપને નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. કાગળ, કાપડ, તૈયાર વસ્ત્રો, અનાજ કરિયાણાના ધંધામાં ધંધો-આવક શરૃ થાય.
મિથુનઃ નિજ ભાદરવા મહિનાના પ્રારંભથી આપના હૃદય-મનને શાંતિ જણાય નહીં. શરદી-કફ-આરોગ્યની અસ્વસ્થતા અનુભવાય.
કર્ક ઃ આપના નોકરી-ધંધાના કામ અંગે, મકાન-જમીન-મીલ્કતના કામ અંગે ચર્ચા વિચારણા થાય. વિલંબમાં પડેલા કામમાં ધ્યાન આપવું પડે.
સિંહઃ આપને નિજ ભાદરવા મહિનાના પ્રારંભે નોકરી-ધંધાના કામમાં સાનુકૂળ પ્રગતિ જણાય. પરંતુ વડીલવર્ગના પ્રશ્ને ચિંતા રહે.
કન્યાઃ ચિંતા-વ્યથામાં રાહત થતી જણાય. ધંધો-આવક થવાથી નાણાંકીય ચિંતા-મુંઝવણ ઓછી થાય. પરંતુ કૌટુંબીક પ્રશ્ને ચિંતામાં રહો.
તુલાઃ સરકારી-કાનૂની કામમાં, બેંકના કામમાં, સગા સંબંધી-મિત્રવર્ગના કામમાં આપને શાંતિ-રાહત જણાય નહીં. આરોગ્ય સાચવવું પડે.
વૃશ્ચિકઃ આપના રોજીંદા કામમાં, સંતાનના કામમાં ધ્યાન આપી શકો. નોકરી-ધંધાના કામમાં હરિફ વર્ગના કારણે મુશ્કેલી અનુભવો.
ધનઃ નોકરી-ધંધાના, ઘર-પરિવારના કામમાં, પુત્ર પૌત્રાદિકના કામમાં, કાનૂની વિવાદમાં, દેવાની પરિસ્થિતિમાં તકલીફ ચિંતા રહે.
મકરઃ આપના નોકરી-ધંધાના કામમાં યશ-સફળતા મળે. તમારા કામ મહેનત, દોડધામથી ફાયદો-લાભ થાય, આનંદ રહે.
કુંભઃ પોતાની ગણત્રી-ધારણા પ્રમાણેનું કામ થાય નહીં. સાંસારીક પ્રશ્નમાં, મિત્રતાના સંબંધમાં, આરોગ્યની બાબતમાં ચિંતા જણાય.
મીનઃ માનસિક સ્વસ્થતાના કારણે આપના રોજીંદા કામમાં ધ્યાન આપી શકો, કામ ઉકેલાય પરંતુ જોખમી નિર્ણય કરવો નહીં.

 

જન્મ તારીખ વર્ષ સંકેત
તા. ૧૭ સપ્ટેમ્બર-૨૦૧૨
આજની તારીખે શરૃ થઈ રહેલું આપનું જન્મવર્ષ આરોહ-અવરોહનું રહે. પુત્ર પૌત્રાદિકના વિદ્યા ભણતર, વિવાહલગ્ન, નોકરી-ધંધાના પ્રશ્ને વર્ષારંભે ખર્ચ-ચિંતા છતાં પ્રશ્ન ઉકેલાય પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં આપે નોકરી-ધંધાના કામકાજમાં જાગૃતિ, સાવધાની રાખવી. મોસાળ પક્ષ કે સાસરી પક્ષે ચિંતા-વિવાદનું આવરણ આવી જાય. વિશેષમાં -
* આરોગ્ય સુખાકારીને પ્રાધાન્ય આપવું. વધુ પડતા શ્રમ-દોડધામમાં એકદમ બિમાર થઈ જાવ, વધુ ખર્ચો આવી જાય.
* નોકરી-ધંધામાં ઉતાવળીયો નિર્ણય કરી કોઈ ફેરફારી કરવી નહીં. નાણાંકીય પ્રશ્ને સંભાળવું.
* કૌટુંબીક સંબંધોમાં મનદુઃખ, ગેરસમજ, વિવાદ થાય આપનું અપમાન થાય, આક્ષેપ, અપયશ મળે.
* સ્ત્રીવર્ગને ઘર-પરિવારના- પિયર પક્ષના પ્રશ્ને ચિંતા રહે. પરંતુ આરોગ્ય સાચવવું.
* વિદ્યાર્થીવર્ગને મિત્રવર્ગના કારણે ભણવામાં એકાગ્રતા જળવાય નહીં.

 

 

સુપ્રભાતમ્

જે માણસ દુઃખ આવી પડતાં માત્ર ગભરાઈ જઈને ખેદ જ કર્યા કરે છે તે કેવળ પીડાને વધારે છે. તે દુઃખનો અંત પામતો નથી.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુ ઘરમાં આવીને બોલ્યો, ‘‘મેડમ, મેડમ, બહાર મોટરમાં સાહેબ બેભાન થઈને પડ્યા છે અને બાજુમાં સૌભાગ્ય સ્ટોરની થેલીમાં કંઈ પેકેટ જેવું પડ્યું છે.’’
‘‘જલ્દી જા,’’ મેડમ લીલી બોલી, ‘‘એ પેકેટ લઈ આવ, એમાં મારી નવી સાડીઓ છે, જા, જા, દોડ !’’

[Top]
 

આજ ની રેસીપી

મોહક મનોહર મોદક વરાયટી

માવાના મોદક

 

સામગ્રી ઃ ૨૫૦ ગ્રામ માવો, ૬૫થી ૭૦ ગ્રામ સાકર, સાત-આઠ એલચી, ખાવાનો રંગ, કેસર.

 

રીત ઃ માવાને એકદમ છૂટો કરીને કણી ન પડે તે રીતે મસળી લો. મિકસરમાં પણ કરી શકાય. હવે તેમાં સાકર નાખી પાછો માવો મસળી લો. પછી માવાને એક જાડા તળિયાવાળી કડાઈમાં ધીમી આંચ પર રાખી સાકર ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો. મિશ્રણ કડાઈ છોડવા લાગે ત્યારે એને આંચ પરથી ઉતારી ઠંડુ કરવા માટે હલાવતાં રહો. હવે તેમાં એલચીના દાણા અને કેસર જરાતરા ગરમ કરી વાટી લો અને માવામાં મિક્સ કરી દો (મોદક જો કલરફુલ બનાવવા હોય તો તેમાં ખાવાનો કલર મિક્સ કરો). મોદકના સાંચા (મોલ્ડ) બજારમાં તૈયાર મળે છે તેમાં માવાનું પૂરણ ભરી, બંધ કરી, હલકા હાથે ખોલી મોદક કાઢી લો. બહાર મળતા તૈયાર મોદક જેવા જ મોદક ઘરે બનાવી શકશો. એક વખતમાં પાંચથી પચ્ચીસ મોદક તૈયાર થશે.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved