Last Update : 16-September-2012,Sunday

 

આજે પ્રભુ મહાવીરના પંચકલ્યાણકમય કલ્પસૂત્ર વાચન નિમિત્તે આગમ સ્મરણ
કલ્પસૂત્ર સૂચવે છે આધુનિક ઉપાધિનો ઉપચાર

વિ.સં. ૫૨૩માં વડનગર- આનંદપુરના રાજા ધુ્રવસેાના પુત્રના મૃત્યુથી થયેલા શોકને દૂર કરવા મહાન જૈનાચાર્ય કાલિકસૂરિજીએ જાહેરમાં રાજપરિવાર અને સંઘ સમક્ષ વાંચ્યું. ત્યારથી પર્યુષણમાં કલ્પસૂત્રની વાચના શરુ થઈ

જૈન ધર્મ જગતમાં અતિ પ્રાચીન ધર્મ છે. તેમાં શાસનના સ્થાપકો એટલે તીર્થંકરોની સર્વજ્ઞાતાને લીધે સમ્યક્ જ્ઞાાન, દર્શન અને ચારિત્રની અદ્ભુત ત્રિવેણી છે. જૈન ધર્મના પર્વોમાં પર્વાધિરાજ પર્યુષણ- વિશ્વભરમાં નિરાળું પર્વ છે વર્ષભરના દિવસોમાં પ્રસ્તુત ધર્મ પર્વના દિવસો જ્યોતિષની દ્રષ્ટિએ તેમજ ધર્મ આરાધના માટે ઉત્તમ છે. આ પર્વ આનંદ- ઉલ્લાસ કરતા માનવ ભવને ઉજ્જવળ કરનાર તપશ્ચર્યા, ધર્મ આરાધના, વ્રત ઉપવાસ, સાધર્મિક ભક્તિ, સંયમ, વૈચારિક પવિત્રતા, ક્ષમાપના આદિથી ભવતારણ માટેની આત્મશુદ્ધિ કરનાર પર્વ તરીકે વધુ મહત્ત્વનું છે. આ દિવસોમાં પ્રભુ મહાવીરના પંચકલ્યાણકમય 'કલ્પસૂત્ર'નું જાહેર વાચન થાય છે.
'કલ્પસૂત્ર' વિશ્વના પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોમાં આગવું સ્થાન ધરાવે છે. વર્તમાનમાં પણ તેના હસ્તલિખિત સ્વરૃપની વિશિષ્ટ મહત્તા છે. પંદરેક વર્ષ પૂર્વે જ્યાં કલ્પસૂત્રનું જાહેરમાં વાચન થયેલું તે વડનગરમાં એક કાળે મહારાજા સંપ્રતિએ બંધાવેલા જિનાલય- પરિસરમાં વડનગરના જ વતની એક જૈન પરિવારે સુવર્ણની શાહીથી લખાવેલું કલ્પસૂત્ર ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં આચાર્ય ભગવંતને વહોરાવ્યું હતું. આ લખનારને ત્યાં અપૂર્વ પ્રસંગ મહત્તા સમજાવી હતી !
કલ્પસૂત્ર અને જૈન આગમ ગ્રંથોનો પરિચય કરવા જેવો છે. પ્રભુ મહાવીર જૈન ધર્મના વર્તમાન ચોવીસીના તીર્થંકર છે. તેમની પાસેથી ગણધરોએ તત્ત્વબોધક ત્રિપદી પ્રાપ્ત કરી- ઉપન્તેઈ વા, વિગમેઇ વા, ધુવેઈ વા ! આ ઉપરથી દ્વાદશ શાસ્ત્રોની રચના કરી, તે આગમ ગ્રંથો. વૈદિક ધર્મમાં વેદ, ખ્રિસ્તી ધર્મમાં બાઇબલ, બૌદ્ધ ધર્મમાં ત્રિપિટક એમ જૈન દર્શનમાં આગમો છે. આગમોની સંખ્યા ૮૪ જેટલી હતી પરંતુ છેલ્લા ૫૦૦ વર્ષથી ૪૫ આગમો રહ્યા છે. ઘણા પ્રમાણ ગ્રંથો- આગમો વિચ્છેદ ગયા - આ ગ્રંથોનેચૌદ પૂર્વ અને અગિયાર અંગ કહેવાય છે. બારમુ દ્રષ્ટિવાદ વિચ્છેદ પામ્યું. અગિયાર અંગો આ પ્રમાણે છે (૧) આચાર (૨) સૂમકૃત, (૩) સ્થાન, (૪) સમવાય, (૫) ભગવતી, (૬) જ્ઞાાતાધર્મકથા, (૭) ઉપાસકદશા, (૮) અંતકૃદ્ દશા, (૯) અનુત્તર ઔપપાતિક દશા, (૧૦) પ્રશ્ન વ્યાકરણ, (૧૧) વિપાક.
મહાવીર પરંપરામાં આઠમા ભદ્રબાહુ સ્વામીના સમયે પાટલીપુત્રમાં, પછી સ્કંદિલાચાર્ય અને નાગાર્જુનાચાર્યના સમયમાં મથુરામાં. છેલ્લે વલ્લભીમાં વાચનાઓ થઈ. મહાવીરના નિર્વાણ પછી ૯૮૦ વર્ષે, અન્યના મતે ૯૯૩ વર્ષે દેવર્દ્ધિ ગણી ક્ષમાશ્રમણની હાજરીમાં વલ્લભીપુરમાં (તેના એક પરામાં- આનંદપુરમાં !) આગમશાસ્ત્રો ગ્રથસ્થ થયાં.
પર્યુષણમાં વંચાતું કલ્પસૂત્ર લુપ્ત આગમગ્રંથનો મહત્ત્વનો ભાગ છે. વિ.સં. ૫૨૩માં વડનગર- આનંદપુરના રાજા ધુ્રવસેાના પુત્રના મૃત્યુથી થયેલા શોકને દૂર કરવા મહાન જૈનાચાર્ય કાલિકસૂરિજીએ જાહેરમાં રાજપરિવાર અને સંઘ સમક્ષ વાંચ્યું. ત્યારથી પર્યુષણમાં કલ્પસૂત્રની વાચના શરુ થઈ. ટૂંકમાં વલ્લભી (આનંદપુર)માં લિપિબદ્ધ કલ્પસૂત્ર વડનગર (આનંદપુર)માં જાહેરમાં વંચાયું ! એમ પ્રભુ મહાવીરનું જીવન વૃત્તાંત મળે છે.
વિશ્વના આ પ્રાચીન અને મહાન ધર્મ-દર્શન. તત્ત્વજ્ઞાાનનો ઘણો અભ્યાસ થયો છે. હવે તો પાશ્ચાત્ય વિદ્વાનો પણ માને છે કે વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર ઋષભદેવથી મહાવીર સુધીના ૨૪ તીર્થંકરોમાં ઊંડા ભૂતકાળને જવા દઈએ તો પણ ૨૨મા તીર્થંકર નેમિનાથ શ્રી કૃષ્ણના પિતરાઈ ભાઈ હતા. તો ૨૩મા પાર્શ્વનાથ ઐતિહાસિક છે. આમ વિન્ટનિટ્ઝ, યાકોબી, ડૉ. હર્ટેલ, શુબ્રીંગ, સ્ટીવેન્સન, કોલબુ્રક તથા ડો. રાધાકૃષ્ણના, દાસગુપ્તા વગેરેએ ઊંડા અભ્યાસથી જૈન ધર્મ-દર્શનની પ્રાચીનતા- મહાનતા વિશ્વ સમક્ષ મૂકી છે.
આમ ઋષભદેવથી પ્રારંભી પાર્શ્વનાથ અને પછી મહાવીર પ્રભુએ જૈન ધર્મને પુનઃ ઉજાગર કરી. વૈશ્વિક ફલક પર તેની મહાનતા સિદ્ધ કરી છે. ઘણા પાશ્ચાત્ય વિદ્વાનો જૈન ધર્મથી આકર્ષાયા છે. કારણ કે કોઈ પણ ધર્મ કરતાં જૈનધર્મ વિશ્વકલ્યાણ- વિશ્વશાંતિ માટે ખૂબ પ્રસ્તુત છે.
શુબ્રીંગ જેવા પરદેશી વિદ્વાને ઉદ્ધોષ કર્યો કે - સંસાર સાગરમાં ડૂબતા માનવે પોતાના ઉદ્ધાર માટે પોકાર કર્યા તો મહાવીરે તેના ઉદ્ધારનો માર્ગ બતાવ્યો. મહાવીરની અહિંસા જ વિશ્વશાંતિનો માર્ગ છે. ડો. રાધાવિનોદ પોલના મતે- 'એકલી મહાવીરની અહિંસા જ વિશ્વશાંતિ સ્થાપી શકે.' ભગવાન મહાવીર ડૉ. શોભનાથ પાઠકમાંથી ઉદ્ધૃત.
આપણે ત્યાં ઇતિહાસ એ નબળી કડી છે. એમ પાશ્ચાત્ય વિદ્વાનો માને છે, તેમાં તથ્ય છે. આવી વિશ્વ વિરલ વિભૂતિ મહાવીર પ્રભુનું કડીબદ્ધ જીવન ક્યાં છે ? પરંતુ આપણી ઐતિહાસિક દ્રષ્ટિ માત્ર તવારીખો પૂરતી નથી પરંતુ સાંસ્કૃતિક, ધાર્મિક, સામાજિક જેવા વિશાળ ફલકો પરના પ્રભાવને સમજનારી દ્રષ્ટિ છે.
વિશ્વ કવિ રવીન્દ્રનાથના શબ્દોમાં, 'મહાવીર સ્વામીએ ભારતમાં એવો સંદેશ આપ્યો- ફેલાવ્યો કે, ધર્મ માત્ર સામાજિક રુઢિઓના પાલનમાં નથી પરંતુ સત્યધર્મના પાલનમાં મળે છે. મહાવીરના ઉપદેશે સમાજમાં જડ ઘાલી બેઠેલા ભેદભાવોને દૂર કરી સમગ્ર દેશને વશ કર્યો.'- અહિંસા વાણીમાંથી ઉદ્ધૃત.
ભગવાન મહાવીરનો ઉપદેશ વર્તમાન કાળમાં વિશ્વ કલ્યાણનો એકમાત્ર રસ્તો છે. સહ અસ્તિત્વ માટે સમગ્ર સંસારે એનો સ્વીકાર કરવો રહ્યો.
આજે ૨૧મી સદીમાં ભાવિ અગમ્ય છે કાં સર્વક્ષેત્રે અણધારી - અપૂર્વ સિદ્ધિઓ, કાં માનવ સંસ્કૃતિનો વિનાશ !! પૃથ્વી ફરીથી 'માં-હે-જો ડરો !' જો વિશ્વ મહાવીર પ્રભુનો ઉપદેશ ઝીલે તો વિશ્વશાંતિ સહજ છે ! તેમના સંદેશામાં અપરિગ્રહ છે પરિગ્રહ જ સર્વ અનર્થોનું મૂળ છે. બીજો 'અહિંસા' હિંસાનો વ્યાપ પ્રતિદિન વધતો જાય છે.
અહિંસા સ્વીકારથી માનવજાત જીવજગત નિર્ભય બનશે અને છેલ્લે મહાવીરની શ્રેષ્ઠ વિચાર સંપત્તિ સ્યાદ્વાદ ! અન્યના દ્રષ્ટિબિંદુને માનવ સમજતો થશે ત્યારે વિશ્વકલ્યાણનો માર્ગ ખુલ્લો થશે.
પર્યુષણ પર્વ પ્રસંગે વિશ્વવિભૂતિ પ્રભુ મહાવીરને લાખ લાખ વંદના.

Share |
 

Gujarat Samachar Plus

માઈક્રોવેવ સેટેલાઈટ અંગે સ્ટુડન્ટ માહિતગાર થયા
દૂંદાળા દેવ ફ્લાઈટ મારફતે દરિયાપાર પહોંચ્યા
સેલિબ્રિટીઓની રાહે ચાલતી ગર્લ્સમાં કોસ્મેટિક સર્જરી કરાવવાની ઘેલછા
કલર શેડ્સ પારખવામાં એક્સપર્ટ ગર્લ્સ
સિગારેટને આપો તિલાંજલી, અપનાવો ગ્રીન ટી
ઓલ ટાઇમ ફેવરિટ ડેનીમ્સનો ડેશીંગ લૂક
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved