Last Update : 16-September-2012,Sunday

 

કલર શેડ્સ પારખવામાં એક્સપર્ટ ગર્લ્સ

 

બેડરૃમની દીવાલ પર કયો રંગ કરાવવો તેનો નિર્ણય પત્ની લે તે જરૃરી છે કારણ કે એક નવા અભ્યાસ અનુસાર સ્ત્રી અને પુરુષને ે રંગ જુદા દેખાય છે. સ્ત્રી પીળા,લીલા અને ભૂરા રંગના સામાન્ય ફરક ધરાવતાં શેડસને પણ સારી રીતે ઓળખી શકે છે.આનો અર્થ એ થયો કે એક જ સરખો રંગ સ્ત્રી અને પુરુષ જુએ તો પણ તેમના મગજમાં તેને ઓળખવાની પ્રક્રિયામાં થોડો ફરક જોવા મળે છે.ઉદાહરણ તરીકે જો તેઓ બંને કેસરી રંગ જુએ તો પુરુષોને તે વધુ લાલ જેવો દેખાય છે. તે જપ્રમાણે પુરુષોને ઘાસ પીળાશ પડતું લીલું અને મહિલાને લીલું દેખાય છે.આ ફરક અહીંજ સીમિત થતો નથી. ન્યુયોર્કની સિટી યુનિવર્સિટીએ જણાવ્યું કે પીળા,લીલા અને ભૂરા રંગના સાધારણ ફરક ધરાવતાં શેડસ વચ્ચેનો તફાવત શોધી કાઢવામાં પુરુષોને મુશ્કેલી પડે છે.
જો કે આની ખાસ કોઇ અસર જોવા મળતી નથી પણ જયારે શેડ કાર્ડમાંથી રંગની પસંદગી કરવાની હોય ત્યારે તે કામ મહિલાને સોંપવું હિતાવહ રહેશે. આ અભ્યાસમાં મહિલા અને પુરુષોને લાઇટની ફલેશ દર્શાવીને રંગ વિશે પૂછવામાં આવ્યું હતું. ભાગ લેનારા તમામની દ્રષ્ટિ સારી હતી અને કોઇ વ્યક્તિ કલર બ્લાઇન્ડ નહોતી.
સંશોધક પ્રોફેસર ઇઝરાયલ અબ્રામોવે કહ્યું હતું કે આંખની રચનામાં રહેલા ફરકને કારણે સ્ત્રી પુરુષને રંગ રંગ વચ્ચેનો ભેદ ઓળખવામાં ફરક પડતો નથી. આંખ દ્વારા મગજનેજે માહિતી મળે છે તેની પ્રક્રિયામાં ટેસ્ટેસ્ટેરોન હોર્મોન મહત્ત્વનો ભાગ ભજવે છે. આને કારણે સ્ત્રી-પુરુષમાં રંગના ભેદને પારખવામાં ફરક પડે છે. જો કે રિઅલ લાાઇફમાં આ ફરકને કારણે શું અસર થાય છે તેની જાણ થઇ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ થયેલા સંશોધનમાં જાણવા મળ્યું હતું કે પુરુષોની તુલનાએ સ્ત્રીઓની ઇન્દ્રિયો વધુ સતેજ હોય છે .તે વધુ સારી રીતે સાંભળી,સુંઘી અને સ્વાદ પારખી શકે છે.જયારે પુરુષોની નિરિક્ષણ શક્તિ સારી હોય છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વેપારીઓ ગુરુવારે દેશવ્યાપી બંધ પાળશેઃ દુકાનદારોનું અસ્તીત્વ અનિશ્ચિત બન્યું
બુધવારથી અમદાવાદ-મુંબઇ વચ્ચે ડબલ-ડેક્કર એસી ટ્રેન દોડતી થશે

રાણે અને સોનિયા વચ્ચે પખવાડિયામાં બીજી વાર બેઠક યોજાતા ખળભળાટ

કાર્ટૂનિસ્ટ સામે દેશ દ્રોહનો કેસ કઇ રીતે નોંધાયો તેની તપાસ થશે
ડીઝલ દરોમાં કરાયેલો વધારો ત્રાસવાદીઓના હુમલા સમાન છે

અમેરિકી નાગરિકો પરના હુમલા સાંખી નહીં લેવાય ઃ ઓબામા

ઇસ્લામ વિરોધી ફિલ્મના નિર્માતાની લોસ એન્જલસ પોલીસ દ્વારા પૂછપરછ
અમેરિકાના અગ્રણી દૈનિકોએ ભારતમાં વિદેશી મૂડી રોકાણની છૂટછાટોને બિરદાવી

કોહલી 'વન ડે પ્લેયર ઓફ ધ યર' ધોની આઇસીસી ટીમનો કેપ્ટન

ભારતીય ક્રિકેટ બોર્ડે આખરે ડેક્કનનો કોન્ટ્રાક્ટ રદ કર્યો
પ્રેક્ટીસ મેચમાં ભારતે શ્રીલંકાને ૨૬ રનથી પરાજય આપ્યો
ભારતની યુવા ટીમે ડેવિસ કપમાં ન્યુઝીલેન્ડને ૩-૦થી હરાવ્યું
સિંધુનો પરાજય

અમેરિકાની ટેક્સાસ અને ડાકોટા યુનિ.માં બોમ્બની ધમકીથી દોડધામ

બેનઝીરના હુકમથી મેં બે દેશને અણું ટેકનોલોજી આપી ઃ ખાન
 
 

Gujarat Samachar Plus

માઈક્રોવેવ સેટેલાઈટ અંગે સ્ટુડન્ટ માહિતગાર થયા
દૂંદાળા દેવ ફ્લાઈટ મારફતે દરિયાપાર પહોંચ્યા
સેલિબ્રિટીઓની રાહે ચાલતી ગર્લ્સમાં કોસ્મેટિક સર્જરી કરાવવાની ઘેલછા
કલર શેડ્સ પારખવામાં એક્સપર્ટ ગર્લ્સ
સિગારેટને આપો તિલાંજલી, અપનાવો ગ્રીન ટી
ઓલ ટાઇમ ફેવરિટ ડેનીમ્સનો ડેશીંગ લૂક
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved