Last Update : 16-September-2012,Sunday

 
દિલ્હીની વાત
 

વડાપ્રધાનનો વધુ એક માસ્ટર સ્ટ્રોક
નવી દિલ્હી, તા.૧૫
ડિઝલમાં ભાવ વધારા પછી સરકારે એફડીઆઈનો નિર્ણય લઈને વિપક્ષો તેમજ પોતાના સાથી પક્ષોનો ગુસ્સો વહોરી લીધો છે. કોંગ્રેસમાં એમ ચર્ચાય છે કે યુપીએ-વન વખતે ભારત-અમેરિકા અણુ સોદામાં વડાપ્રધાને જે માસ્ટર સ્ટ્રોક માર્યો હતો તેવું જ આ વખતે પણ કર્યું છે. ત્યારે વડાપ્રધાનને સરકાર અંગે કોઈ ચિંતા નહોતી અને હાલમાં પણ તેમને ચિંતા નથી. હકીકત તો એ છે કે એફડીઆઈનો નિર્ણય બોલ્ડ ગેમ અને ગેમ ચેન્જર સમાન છે. કોંગ્રેસમાં એવી છાપ છે કે તૃલમૂલ કોંગ્રેસના વિરોધના કારણે એફડીઆઈનો નિર્ણય લેવામાં વિલંબ થયો હતો. જોકે તેના કારણે રેટીંગ એજન્સીઓએ ભારતને ચેતવ્યું હતું. સરકારનું મોરલ મજબૂત એટલા માટે છે કે એફડીઆઈના મુદ્દે ઉદ્યોગો પણ ખુશ છે. બીજી તરફ ગ્રાહકો અને કિસાનોને પણ લાભ થશે એમ મનાય છે.
મમતાને કોંગ્રેસ મનાવી લેશે
તૃણમૂલ કોંગ્રેસ ટેકો પાછો ખેંચવા અંગે ૭૨ કલાકનું અલ્ટીમેટલ આપ્યું છે અને સમાજવાદી પક્ષ, જેડી(એસ), એનસીપી અને ડીએમકેએ એફડીઆઈનો વિરોધ કર્યો હોવા છતાં રાજકીય પંડિતો માને છે કે ઓછામાં ઓછું ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ સુધી તો સરકાર સામે કોઈ જોખમ નથી. એમ પણ મનાય છે કે કેન્દ્રીય સહાયનું કોઈ પેકેજ આપીને સરકાર મમતાને મનાવશે અથવા તો એફડીઆઈની કડવી ગોળી પર સુગર કોટીંગ સાથે રજૂ કરશે. કોંગ્રેસના નેતાઓ એમ પણ માને છે કે ગુજરાતમાં મોદી જીતશે તો પણ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ જીતવી ભાજપ માટે મુશ્કેલ છે. હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન અને આસામ એફડીઆઈની તરફેણમાં છે. જ્યારે ગુજરાત, કેરળ, ઓરિસા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, એમપી તેનો વિરોધ કરે છે.
લોકસભાનું ગણિત કોંગ્રેસની તરફેણમાં...
લોકસભાની બેઠકોના ગણિત પર નજર નાખવા જેવી છે. આ જોતાં કોંગ્રેસને કોઈ ચિંતા નથી. બહારના પક્ષોના ટેકા સાથે યુપીએ પાસે ૩૨૭ સાંસદો છે જ્યારે એનડીએ પાસે ડાબેરીઓના ૨૪ અને અન્ય રાજ્યોના ૨૬ મળીને કુલ ૧૫૬ સાંસદો છે. જો તૃણમુલ કોંગ્રેસ ટેકો પાછો ખેંચશે તો ડાબેરી પક્ષો સરકારને ટેકો આપશે. બહુજન સમાજવાદી પાર્ટી વહેલી ચૂંટણી નથી ઈચ્છતી પરંતુ જો સમાજવાદી પક્ષ ટેકો પાછો ખેંચશે તો સરકારને બીએસપીને ટેકો મળશે. આમ જો ટીએમસી અને એસપી ટેકો પાછો ખેંચશે તો સરકારની મદદે ડાબેરીઓ અને બીએસપી આવશે.
સરકાર પરિવર્તન ચાલુ રાખશે
સરકારના ટોચના સૂત્રો કહે છે કે ડિઝલના ભાવો વધાર્યાં, એફડીઆઈનો નિર્ણય લેવો વગેરેના પગલે ઉભા થયેલા રાજકીય વિરોધ છતાં સરકાર આર્થિક પરિવર્તનના પગલાં રોકવા તૈયાર નથી. સરકાર હવે પેન્શન અને ઈનશ્યોરન્સ ક્ષેત્રે પણ પરિવર્તન લાવશે. સરકાર માને છે કે આર્થિક પરિવર્તનનાં પગલાં કોંગ્રેસની ઈમેજ વધુ સુધારશે. નાણા પ્રધાન પી. ચિદમ્બરમે તો એવો સંકેત આપી દીધો છે કે રોકાણકારોને ફરી રસ જાગે એવા પગલા લેવા તે આતુર છે.
દવાઓના વધતા ભાવો
જો સરકારને તેના આર્થિક પરિવર્તનના પગલામાં સફળ થશે તો ફાર્માસ્યુટીકલ ક્ષેત્રે મર્જર અને એક્વીઝીશનનને પણ કોમ્પીટેશન કમિશન ઓફ ઈન્ડિયાની તપાસ હેઠળ લાવશે. કોર્પોરેટર અફેર્સ અને આરોગ્ય મંત્રાલય વધતા જતા મર્જર અંગે ચિંતીત છે. કેમકે તેના કારણે દવાઓના ભાવ વધ્યા છે. સીસીઆઈના ચેરમેન અશોક ચાવલાએ કહ્યું છે કે આ પબ્લીક પોલીસી ઈશ્યુ હોઈ સરકાર તે પર ખાસ ધ્યાન આપી રહી છે.
ભાજપને બેદી-જયાપ્રદામાં રસ
ભાજપના સૂત્રો જણાવે છે કે પક્ષના નેતાઓ ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી અને ટીમ અણ્ણાના સભ્ય કિરણ બેદી તેમજ અભિનેત્રી સાંસદ જયાપ્રદાના સતત સંપર્કમાં છે. ભાજપ માને છે કે કિરણ બેદીનો ભાજપમાં પ્રવેશ ભ્રષ્ટાચાર સામેની લડતમાં લાભદાયી બનશે જ્યારે જયાપ્રદા ઉત્તર પ્રદેશમાં ભાજપનો પાયો મજબુત બનાવશે.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

માઈક્રોવેવ સેટેલાઈટ અંગે સ્ટુડન્ટ માહિતગાર થયા
દૂંદાળા દેવ ફ્લાઈટ મારફતે દરિયાપાર પહોંચ્યા
સેલિબ્રિટીઓની રાહે ચાલતી ગર્લ્સમાં કોસ્મેટિક સર્જરી કરાવવાની ઘેલછા
કલર શેડ્સ પારખવામાં એક્સપર્ટ ગર્લ્સ
સિગારેટને આપો તિલાંજલી, અપનાવો ગ્રીન ટી
ઓલ ટાઇમ ફેવરિટ ડેનીમ્સનો ડેશીંગ લૂક
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved