Last Update : 16-September-2012,Sunday

 

પ્રમોટર્સ તૈયાર થાય તો અમદાવાદની ફ્રેન્ચાઇઝી પણ ટીમ માટેની હોડમાં ઉતરી શકે
ભારતીય ક્રિકેટ બોર્ડે આખરે ડેક્કનનો કોન્ટ્રાક્ટ રદ કર્યો

બોર્ડના નિર્ણયને ડેક્કને કોર્ટમાં પડકાર્યો

અમદાવાદ ૨૦૦૮ અને ૨૦૧૦માં તક ઝડપી શક્યું નહતુ

 

ચેન્નઇ,તા.૧૫
ભારતીય ક્રિકેટ બોર્ડે આખરે દેવામાં ડુબેલી ડેક્કન ચાર્જર્સ ફ્રેન્ચાઇઝીનો કરાર જ રદ કરી દીધો છે. આ સાથે કોચી બાદ ડેક્કનની પણ આઇપીએલમાંથી હકાલપટ્ટી થઇ છે. હવે બોર્ડ આઇપીએલની છઠ્ઠી સિઝન માટે એક નવી ફ્રેન્ચાઇઝીને સામેલ કરવા માટે ટેન્ડર બહાર પાડે તેવી શક્યતા છે. જેના કારણે આઇપીએલની નવી ફ્રેન્ચાઇઝી તરીકે અમદાવાદને પણ તક મળી શકે તેમ છે. જો ગુજરાતના ટોચના ઉદ્યોગપતિઓ તેમજ અન્ય પ્રોમટર્સ રસ દાખવે તો ફ્રેન્ચાઇઝી મેળવવાની ત્રીજી વખતની તક ગુજરાતના ક્રિકેટ ચાહકોને ફળી શકે છે.
દેવામાં ડુબેલી ફ્રેન્ચાઇઝી ડેક્કન ચાર્જર્સે ખેલાડીઓના પગારની રકમ તેમજ બીસીસીઆઇને ચુકવવાની નિયત ફીની રકમ ચુકવી નહતી અને તેના માટે બોર્ડે આપેલી એક મહિનાની ડેડલાઇન આજે શનિવારે સાંજે પુરી થતી હતી પણ બોર્ડે ગઇકાલે એટલે શુક્રવારે મોડી સાંજે આઇપીએલની ગવર્નિંગ કાઉન્સીલની તાકીદની બેઠક બોલાવીને તેનો કોન્ટ્રાક્ટ જ રદ કરી નાંખ્યો હતો. બોર્ડના નિર્ણયથી રોષે ભરાયેલા ફ્રેન્ચાઇઝીના માલિકોએ આ અંગે મુંબઇ હાઇ કોર્ટમાં કેસ કર્યો હતો. જેની સુનાવણી ૧૭મીએ યોજાશે.
આઇપીએલમાં એન્ટ્રીની અમદાવાદને ત્રીજી તક
વર્ષ ૨૦૦૮ અને ત્યાર બાદ ૨૦૧૦માં ફ્રેન્ચાઇઝી મેળવવાની રેસમાં કોઇેને કોઇ કારણે અમદાવાદ વિજય રેખા પાર કરી શક્યું નહતુ. હવે ડેક્કનની હકાલપટ્ટી બાદ બોર્ડ નવેસરથી ટીમ માટે ટેન્ડર મંગાવવા વિચારી રહ્યું છે. આવી સ્થિતીમાં જો ગુજરાતના ઉદ્યોગપતિઓ તેમજ અન્યો પ્રમોટર્સ તરીકે તૈયાર થઇને અમદાવાદનું નામ ફ્રેન્ચાઇઝીની રેસમાં ઉતારે તેવી આશા ગુજરાતના ક્રિકેટ ચાહકો રાખી રહ્યા છે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં વર્ષ ૨૦૧૦માં રાજસ્થાન રોયલ્સની કેટલીક હોમ-મેચીસ રમાઇ ચુકી છે. ત્યારે રાજસ્થાન અને તેની હરિફ ટીમો મોટેરા સ્ટેડિયમની સુવિધાઓથી પ્રભાવિત થઇ હતી. આઇપીએલની ભૂતપૂર્વ ફ્રેન્ચાઇઝી કોચી ટસ્કર્સના માલિકોએ પણ તેમનો બેઝ કોચીને બદલે અમદાવાદમાં રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
હવે ડેક્કનનું શું થશે ?
બોર્ડના ટોચના અધિકારીએ જણાવ્યું કે, બોર્ડ હવે આઇપીએલની છઠ્ઠી એડીશન માટે નવી જ ફ્રેન્ચાઇઝને સામેલ કરવા માટે ટેન્ડર બહાર પાડશે.
ડેક્કનનો કરાર રદ થતાં તેના માલિકોને એક પણ રૃપિયો નહીં મળે. બીસીસીઆઇ ડેક્કને આપેલી બેન્ક ગેરેન્ટીને વટાવી શકશે અને તેમાંથી ખેલાડીઓને પગાર ચુકવશે. આ ઉપરાંત અન્ય સ્ટેક હોલ્ડર્સને પણ બાકી રહેતી રકમની ચુકવણી કરવામાં આવશે.
તાકીદની બેઠકનો હાઇડ્રામા
ભારે નાણાંકિય સંકટમાં સપડાયેલા ડેક્કને ખેલાડીઓના પગાર તેમજ અન્ય ચુકવણી માટે બોર્ડે એક મહિનાનો સમય આપ્યો હતો. જેનો સમય શનિવારે પુરો થતો હોવાના અહેવાલ વહેતા થયાં હતા. જો કે બીસીસીઆઇએ શુક્રવારે જ મોડી સાંજે અચાનક આઇપીએલની ગવર્નિંગ કાઉન્સીલની બેઠક બોલાવી હતી અને ડેક્કનનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો હતો. જો કે બોર્ડને ડેક્કન તરફથી મળેલો પત્ર હતો, જેમાં તેમને ફ્રેન્ચાઇઝી તરફથી આર્બિટ્રેશન માટેનું આવાહન કરવામાં આવ્યું હતુ. ફ્રેન્ચાઇઝીએ જણાવ્યું હતુ કે, તેમણે કોઇ કરારનો ભંગ કર્યો નથી અને જો કોઇ થયો પણ હોય તો બીસીસીઆઇએ ફ્રેન્ચાઇઝીને ટર્મિનેટ કરવાનો નિર્ણય તો ન જ લેવો જોઇએ. કારણ કે એક બેન્ક અમારા બાકી દેવા ચુકવવા માટે તૈયાર છે. આવી સ્થિતીમાં બોર્ડે કોઇ આકરો નિર્ણય ન લેવો જોઇએ. બોર્ડના સચિવ જગદાલેએ કહ્યું કે, અમે ફ્રેન્ચાઇઝીને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેમણે અમારા પ્રયાસ છતાં નિર્ધારિત સમયમાં ચુકવણી કરી નથી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વેપારીઓ ગુરુવારે દેશવ્યાપી બંધ પાળશેઃ દુકાનદારોનું અસ્તીત્વ અનિશ્ચિત બન્યું
બુધવારથી અમદાવાદ-મુંબઇ વચ્ચે ડબલ-ડેક્કર એસી ટ્રેન દોડતી થશે

રાણે અને સોનિયા વચ્ચે પખવાડિયામાં બીજી વાર બેઠક યોજાતા ખળભળાટ

કાર્ટૂનિસ્ટ સામે દેશ દ્રોહનો કેસ કઇ રીતે નોંધાયો તેની તપાસ થશે
ડીઝલ દરોમાં કરાયેલો વધારો ત્રાસવાદીઓના હુમલા સમાન છે

અમેરિકી નાગરિકો પરના હુમલા સાંખી નહીં લેવાય ઃ ઓબામા

ઇસ્લામ વિરોધી ફિલ્મના નિર્માતાની લોસ એન્જલસ પોલીસ દ્વારા પૂછપરછ
અમેરિકાના અગ્રણી દૈનિકોએ ભારતમાં વિદેશી મૂડી રોકાણની છૂટછાટોને બિરદાવી

કોહલી 'વન ડે પ્લેયર ઓફ ધ યર' ધોની આઇસીસી ટીમનો કેપ્ટન

ભારતીય ક્રિકેટ બોર્ડે આખરે ડેક્કનનો કોન્ટ્રાક્ટ રદ કર્યો
પ્રેક્ટીસ મેચમાં ભારતે શ્રીલંકાને ૨૬ રનથી પરાજય આપ્યો
ભારતની યુવા ટીમે ડેવિસ કપમાં ન્યુઝીલેન્ડને ૩-૦થી હરાવ્યું
સિંધુનો પરાજય

અમેરિકાની ટેક્સાસ અને ડાકોટા યુનિ.માં બોમ્બની ધમકીથી દોડધામ

બેનઝીરના હુકમથી મેં બે દેશને અણું ટેકનોલોજી આપી ઃ ખાન
 
 

Gujarat Samachar Plus

માઈક્રોવેવ સેટેલાઈટ અંગે સ્ટુડન્ટ માહિતગાર થયા
દૂંદાળા દેવ ફ્લાઈટ મારફતે દરિયાપાર પહોંચ્યા
સેલિબ્રિટીઓની રાહે ચાલતી ગર્લ્સમાં કોસ્મેટિક સર્જરી કરાવવાની ઘેલછા
કલર શેડ્સ પારખવામાં એક્સપર્ટ ગર્લ્સ
સિગારેટને આપો તિલાંજલી, અપનાવો ગ્રીન ટી
ઓલ ટાઇમ ફેવરિટ ડેનીમ્સનો ડેશીંગ લૂક
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved