Last Update : 16-September-2012,Sunday

 
 

આઇસીસીની વન ડે ટીમમાં ધોની, કોહલીની સાથે ગંભીરનો પણ સમાવેશ
કોહલી 'વન ડે પ્લેયર ઓફ ધ યર' ધોની આઇસીસી ટીમનો કેપ્ટન

સંગાકારાને ક્રિકેટર ઓફ ધ યર, ટેસ્ટ પ્લેયર અને પીપલ્સ ચોઇસ એમ ત્રણ એવોર્ડ ઃ ધર્મસેનાને બેસ્ટ અમ્પાયરનો એવોર્ડ એનાયત

કોલંબો,તા.૧૫
ભારતના ઇન ફોર્મ યુવા બેટ્સમેન કોહલીને ગત વર્ષના તેના શાનદાર દેખાવ બદલ આઇસીસીનો વન ડે પ્લેયર ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેને આઇસીસીની વન ડે ટીમ ઓફ ધ યરમાં પણ સામેલ કરવામાં આવ્યો હતો, જેની કેપ્ટન્સી ભારતીય કેપ્ટન ધોનીને સોંપવામાં આવી હતી. ટીમમાં દિલ્હીના ડેશિંગ ઓપનર ગંભીરને પણ સામેલ કરવામાં આવ્યો છે. કોલંબોમાં યોજાયેલા ક્રિકેટના વાર્ષિક એવોર્ડઝમાં શ્રીલંકાનો સિનિયર બેટસમેન સંગાકારા છવાઇ ગયો હતો. સંગાકારાને સૌથી પ્રતિષ્ઠિત ગણાતો ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત તેને ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર અને પીપલ્સ ચોઇસ એવોર્ડનો વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો.
આઇસીસીએ ઓગસ્ટ,૨૦૧૧થી ઓગસ્ટ, ૨૦૧૨ના દેખાવને ધ્યાનમાં રાખીને એવોર્ડ એનાયત કર્યા હતા. જેમાં વન ડે ક્રિકેટમાં કોહલીની બરોબરી કરી શકે તેવો અન્ય કોઇ ક્રિકેટર નહતો. કોહલીએ ઓગસ્ટમાં પુરા થયેલા એક વર્ષ દરમિયાન રમાયેલી ૩૧ વન ડેમાં કુલ મળીને ૧૭૩૩ રન ફટકાર્યા હતા. તેની સરેરાશ ૬૬.૬૫ની રહી હતી, જેમાં આઠ સદીઓ અને છ અડધી સદીઓ સામેલ છે. કોહલીનો હાઇએસ્ટ સ્કોર ૧૮૩ રનનો હતો, જે એશિયા કપમાં પાકિસ્તાન સામે તેણે નોંધાવ્યો હતો.
આઇસીસીના વાર્ષિક એવોર્ડ સમારંભમાં સંગાકારા છવાઇ ગયો હતો. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છેલ્લા એક વર્ષ દરમિયાન કરેલા નોંધપાત્ર દેખાવ બદલ તેને ત્રણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જ્યારે વેસ્ટ ઇન્ડિઝના સુનિલ નારાયણને શ્રેષ્ઠ યુવા પ્રતિભા તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. નારાયણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રભાવક દેખાવ કરતાં વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં નિયમિત સ્થાન મેળવ્યું હતુ.ન્યુઝીલેન્ડના સિનિયર ક્રિકેટર ડેનિયલ વેટોરીને સ્પિરિટ ઓફ ક્રિકેટનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે શ્રીલંકાના અમ્પાયર કુમાર ધર્મસેના બેસ્ટ અમ્પાયર ઓફ ધ યર જાહેર થયા હતા.
ટ્વેન્ટી-૨૦માં ફાસ્ટેસ્ટ સદી ફટકારનારા સાઉથ આફ્રિકાના રિચાર્ડ લેવીને બેસ્ટ ટી-૨૦ પર્ફોમન્સ એવોર્ડ આપવામાં આવ્યો હતો. જ્યારે આયર્લેન્ડના જ્યોર્જ ડોકરેલને બેસ્ટ એસોસિએટ એન્ડ એફિલિયેટ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
કોહલીની કમાલ
કોહલીએ ઓગસ્ટમાં પુરા થયેલા એક વર્ષ દરમિયાન રમાયેલી ૩૧ વન ડેમાં કુલ મળીને ૧૭૩૩ રન ફટકાર્યા હતા. તેની સરેરાશ ૬૬.૬૫ની રહી હતી, જેમાં આઠ સદીઓ અને છ અડધી સદીઓ સામેલ છે.
વન ડે ટીમ ઓફ ધ યર
ધોની (કેપ્ટન, ભારત)
ગંભીર (ભારત)
કૂક (ઈંગ્લેન્ડ)
સંગાકારા (શ્રીલંકા)
કોહલી (ભારત)
ક્લાર્ક (ઓસ્ટ્રેલિયા)
આફ્રિદી (પાકિસ્તાન)
એમ.મોર્કેલ (સાઉથ આફ્રિકા)
ફિન (ઈંગ્લેન્ડ)
માલિંગા (શ્રીલંકા)
અજમલ (પાકિસ્તાન)
૧૨મો ખેલાડી ઃવોટસન(ઓસ્ટ્રેલિયા)

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વેપારીઓ ગુરુવારે દેશવ્યાપી બંધ પાળશેઃ દુકાનદારોનું અસ્તીત્વ અનિશ્ચિત બન્યું
બુધવારથી અમદાવાદ-મુંબઇ વચ્ચે ડબલ-ડેક્કર એસી ટ્રેન દોડતી થશે

રાણે અને સોનિયા વચ્ચે પખવાડિયામાં બીજી વાર બેઠક યોજાતા ખળભળાટ

કાર્ટૂનિસ્ટ સામે દેશ દ્રોહનો કેસ કઇ રીતે નોંધાયો તેની તપાસ થશે
ડીઝલ દરોમાં કરાયેલો વધારો ત્રાસવાદીઓના હુમલા સમાન છે

અમેરિકી નાગરિકો પરના હુમલા સાંખી નહીં લેવાય ઃ ઓબામા

ઇસ્લામ વિરોધી ફિલ્મના નિર્માતાની લોસ એન્જલસ પોલીસ દ્વારા પૂછપરછ
અમેરિકાના અગ્રણી દૈનિકોએ ભારતમાં વિદેશી મૂડી રોકાણની છૂટછાટોને બિરદાવી

કોહલી 'વન ડે પ્લેયર ઓફ ધ યર' ધોની આઇસીસી ટીમનો કેપ્ટન

ભારતીય ક્રિકેટ બોર્ડે આખરે ડેક્કનનો કોન્ટ્રાક્ટ રદ કર્યો
પ્રેક્ટીસ મેચમાં ભારતે શ્રીલંકાને ૨૬ રનથી પરાજય આપ્યો
ભારતની યુવા ટીમે ડેવિસ કપમાં ન્યુઝીલેન્ડને ૩-૦થી હરાવ્યું
સિંધુનો પરાજય

અમેરિકાની ટેક્સાસ અને ડાકોટા યુનિ.માં બોમ્બની ધમકીથી દોડધામ

બેનઝીરના હુકમથી મેં બે દેશને અણું ટેકનોલોજી આપી ઃ ખાન
 
 

Gujarat Samachar Plus

માઈક્રોવેવ સેટેલાઈટ અંગે સ્ટુડન્ટ માહિતગાર થયા
દૂંદાળા દેવ ફ્લાઈટ મારફતે દરિયાપાર પહોંચ્યા
સેલિબ્રિટીઓની રાહે ચાલતી ગર્લ્સમાં કોસ્મેટિક સર્જરી કરાવવાની ઘેલછા
કલર શેડ્સ પારખવામાં એક્સપર્ટ ગર્લ્સ
સિગારેટને આપો તિલાંજલી, અપનાવો ગ્રીન ટી
ઓલ ટાઇમ ફેવરિટ ડેનીમ્સનો ડેશીંગ લૂક
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved