Last Update : 16-September-2012,Sunday

 

બુધવારથી અમદાવાદ-મુંબઇ વચ્ચે ડબલ-ડેક્કર એસી ટ્રેન દોડતી થશે

સપ્તાહમાં છ દિવસ દોડનારી ટ્રેનમાં પેન્ટ્રી કાર અને એલસીડીની સગવડ હશે

મુંબઇ તા.૧૫
લાંબા વિલંબ બાદ અમદાવાદ-મુંબઇ એસી ડબલ-ડેકર ટ્રેન હવે બુધવાર, ૧૯ સપ્ટેમ્બરે અમદાવાદથી પોતાનો પહેલો પ્રવાસ ખેડવા તૈયાર છે. ટ્રેન સવારે ૬ વાગે અમદાવાદથી રવાના થઇ બપોરે ૧ વાગે મુંબઇ પહોંચશે. એ જ રીતે, ડબલ ડેકર ટ્રેન મુંબઇથી ગુરૃવારે બપોરે ૨.૨૦ કલાકે ઉપડી રાત્રે ૯.૪૦ વાગે અમદાવાદ પહોંચશે. 'ટ્રેનના શુભારંભની જુલાઇથી વાટ જોવાતી હતી પરંતુ કોઇક અકળ કારણોસર એની તારીખ પાછળ ઠેલાતી હતી. અંતે હવે ટ્રેન બુધવારથી શરૃ થઇ રહી છે,' એમ પશ્ચિમ રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
અમદાવાદના રેલવે ડિવીજનલ મેનેજર રાકેશ બેહલે જણાવ્યુ ંહતું કે રેલવેના રાજ્ય કક્ષાના પ્રધાન ભરત સિંહ સોલંકી બુધવારે સાંજે ૪ વાગે ટ્રેનને લીલી ઝંડી દાખવી અમદાવાદથી રવાના કરશે. ડબલ ડેકકરની નિયમિત સેવાઓ શુક્રવારથી શરૃ થશે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
સપ્તાહમાં છ દિવસ દોડનારી ડબલ-ડેકકર ટ્રેનમાં નવ કોચ જોડાશે, જેમાં ૧૨૮ સીટ ધરાવતા સાત એસી ડબલ ડેક્કર ચેયર કાર કોચ હશે. પંજાબની કપૂરથલા કોચ ફેકટરીમાં બનેલા પ્રત્યેક ડબલ-ડેક્કર કોચ ઑટોમેટિક દરવાજા, આઠ ઇમરજંસી બારીઓ અને દરવાજા નજીક આગ બુઝાવવાના સાધનોથી સજજ છે.
'કોચની ડિઝાઇન પેસેંજરની સગવડ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઇ છે. વધુમાં, દરેક કોચમાં મિની-પેન્ટ્રી હશે, જેમાં એક ફ્રીઝ અને માઇક્રોવેવ ઓવન હશે' એવી માહિતી વરિષ્ઠ અધિકારીએ વધુમાં આપી હતી.
ડબલ-ડેક્કર કોચીસમાં એલસીડી પણ હશે. એલસીડી દ્વારા મુસાફરોનું મનોરંજન કરવા ઉપરાંત રેલવે જાહેરખબરો દેખાડીને આવક પણ ઊભી કરશે 'અમે એલસીડી સ્ક્રીન પર ગુજરાત અને મહારાષ્ટ્રની સંસ્કૃતિની ઝાંખી કરાવતા કાર્યક્રમો દેખાડવાનું પણ વિચારી રહ્યા છીએ। પેસેંજરો માટે યાત્રા એક સુખદ અને આહલાદક અનુભવ બની રહે એ માટે અમે શ્રેષ્ઠ સેવાઓ આપવાનો પ્રયાસ કરીશું,' એમ બેહલે વધુમાં જણાવ્યું હતું.
હાલ રેલવે અધિકારીઓ ટ્રેનની પેન્ટ્રી કારમાં નાસ્તા અને જમવામાં કઇ કઇ વાનગીઓ રાખવી એ નક્કી કરવામાં વ્યસ્ત છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વેપારીઓ ગુરુવારે દેશવ્યાપી બંધ પાળશેઃ દુકાનદારોનું અસ્તીત્વ અનિશ્ચિત બન્યું
બુધવારથી અમદાવાદ-મુંબઇ વચ્ચે ડબલ-ડેક્કર એસી ટ્રેન દોડતી થશે

રાણે અને સોનિયા વચ્ચે પખવાડિયામાં બીજી વાર બેઠક યોજાતા ખળભળાટ

કાર્ટૂનિસ્ટ સામે દેશ દ્રોહનો કેસ કઇ રીતે નોંધાયો તેની તપાસ થશે
ડીઝલ દરોમાં કરાયેલો વધારો ત્રાસવાદીઓના હુમલા સમાન છે

અમેરિકી નાગરિકો પરના હુમલા સાંખી નહીં લેવાય ઃ ઓબામા

ઇસ્લામ વિરોધી ફિલ્મના નિર્માતાની લોસ એન્જલસ પોલીસ દ્વારા પૂછપરછ
અમેરિકાના અગ્રણી દૈનિકોએ ભારતમાં વિદેશી મૂડી રોકાણની છૂટછાટોને બિરદાવી

કોહલી 'વન ડે પ્લેયર ઓફ ધ યર' ધોની આઇસીસી ટીમનો કેપ્ટન

ભારતીય ક્રિકેટ બોર્ડે આખરે ડેક્કનનો કોન્ટ્રાક્ટ રદ કર્યો
પ્રેક્ટીસ મેચમાં ભારતે શ્રીલંકાને ૨૬ રનથી પરાજય આપ્યો
ભારતની યુવા ટીમે ડેવિસ કપમાં ન્યુઝીલેન્ડને ૩-૦થી હરાવ્યું
સિંધુનો પરાજય

અમેરિકાની ટેક્સાસ અને ડાકોટા યુનિ.માં બોમ્બની ધમકીથી દોડધામ

બેનઝીરના હુકમથી મેં બે દેશને અણું ટેકનોલોજી આપી ઃ ખાન
 
 

Gujarat Samachar Plus

માઈક્રોવેવ સેટેલાઈટ અંગે સ્ટુડન્ટ માહિતગાર થયા
દૂંદાળા દેવ ફ્લાઈટ મારફતે દરિયાપાર પહોંચ્યા
સેલિબ્રિટીઓની રાહે ચાલતી ગર્લ્સમાં કોસ્મેટિક સર્જરી કરાવવાની ઘેલછા
કલર શેડ્સ પારખવામાં એક્સપર્ટ ગર્લ્સ
સિગારેટને આપો તિલાંજલી, અપનાવો ગ્રીન ટી
ઓલ ટાઇમ ફેવરિટ ડેનીમ્સનો ડેશીંગ લૂક
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved