Last Update : 16-September-2012,Sunday

 

સરકારે રિટેલ ક્ષેત્રે એફડીઆઈની છૂટ આપતાં
વેપારીઓ ગુરુવારે દેશવ્યાપી બંધ પાળશેઃ દુકાનદારોનું અસ્તીત્વ અનિશ્ચિત બન્યું

મહાકાય વિદેશી કંપનીઓ ભારતના વેપારીઓને ગળી જશે એવી દહેશતઃ હવે કરો યા મરોની લડાઈ માટે સજ્જ બનેલું વેપાર જગત

(વાણિજય પ્રતિનિધિ દ્વારા) નવી મુંબઈ, તા.૧૫
કેન્દ્ર સરકારે મલ્ટી બ્રાન્ડ રીટેલ ક્ષેત્રે ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ)ની ૫૧ ટકા સુધીની છૂટ આપતાં દેશભરના નાના- મોટા વેપારી વર્ગમાં આજે વ્યાપક રોષની લાગણી ફરી વળી હતી. જંગી મહાકાય મલ્ટીનેશનલ કંપનીઓ ડોલરોના કોથળા લઈને ભારતનું રીટેલ ક્ષેત્રે કબજે કરશે તેના પગલે ઘરઆંગણે નાના મોટા બધા વેપારીઓ તથા દુકાનદારોના અસ્તીત્વ સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે અને હવે કરો યા મરોની લડાઈ શરુ થઈ છે જે હેઠળ પ્રથમ તબક્કે ૨૦મી સપ્ટેમ્બર અને ગુરુવારના રોજ નાના- મોટા બધા વેપારીઓ દેશવ્યાપી ધોરણે એક દિવસનો સજ્જડ બંધ પાળી સરકારને આ નિર્ણય પાછો ખેંચવા માટે જગાડવા પ્રયત્ન કરશે એવું વેપારી સૂત્રોએ જણાવ્યું હતું.
ભારતીય ઉદ્યોગ વ્યાપાર મંડળ તથા કોનફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેઈટ)ના સંયુક્ત ઉપક્રમે ગુરુવારે દેશવ્યાપી વેપાર બંધની હાકલ કરવામાં આવી છે તથા આ હાકલને બધી બજારોમાંથી હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો હોવાનું કેઈટના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ કિર્તીભાઈ રાણાએ જણાવ્યું હતું. મહાકાય વિદેશી કંપનીઓ રીટેલ ક્ષેત્રે ભારતમાં પગપેસારો કરશે તેથી ખેડૂતોને કોઈ ફાયદો થવાની શક્યતા નથી અને ઉલ્ટાનું આવી જંગી કંપનીઓ ડોલરની તાકાતના જોરે મનમાની કરશે એવી ભીતી ભારતીય ઉદ્યોગ વ્યાપાર મંડળના નેશનલ સેક્રેટરી કિશોર ખારાવાલાએ જણાવ્યું હતું. નવી મુંબઈમાં સોમવારે મર્ચન્ટ્સ સેન્ટરમાં બપોરે ત્રણ વાગે તથા 'ગ્રોમા' હાઉસમાં મંગળવારે બપોરે ૧૨ વાગે વિવિધ વેપારી સંગઠનોના પ્રતિનિધિઓની મિટિંગ બોલાવવામાં આવી છે જેમાં ગુરુવારના બંધ અંગે પૂર્વતૈયારીની રુપરેખા તથા ભવિષ્યમાં સરકારના મનસ્વી નિર્ણય સામે વળતી લડતની રણનીતિ ચર્ચા કરી નક્કી કરવામાં આવનાર છે એવું નવી મુંબઈ એપીએમસી બજારોના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું. સરકાર કહે છે નવી નિતિથી ખેડૂતોને લાભ થશે પરંતુ આ નિતિથી ભારતના નહિં પરંતુ વિદેશના ખેડૂતોને લાભ થશે એવું સૂચક મંતવ્ય કિર્તી રાણાએ દર્શાવ્યું હતું.
વિશ્વના જે- જે દેશોમાં આવી જંગી કંપનીઓએ રિટેલ ક્ષેત્રે પ્રવેશ કર્યો છે તે બધા દેશોમાં નાના દુકાનદારોનો ખો નિકળી ગયો છે. અમેરિકામાં પણ આવી કંપનીઓ સામે નાના વેપારીઓનું અસ્તિત્વ ભુંસાઈ ગયું છે તો ભારતમાં કેવી દશા થઈ શકે? એવો પ્રશ્ન 'ફામ'ના અધ્યક્ષ મોહન ગુરનાનીએ કર્યો હતો. હવે દેશના વેપારીઓ નહિ જાગે તો આ મહાકાય કંપનીઓ વેપારનો બધો દોર પોતાના હાથમાં લઈ બધાને નચાવશે એવી ચેતવણી દાણાબંદરના સમિક્ષક અને એફડીઆઈ વિરુધ્ધ ઘણા સમયથી ઝુંબેશ ચલાવતા દેવેન્દ્ર વોરાએ જણાવ્યું હતું.
ગણપતિના તહેવારો બુધવારથી શરુ થાય છે અને બીજા દિવસે ગુરુવારે વેપારીઓ બંધ પાળવાના છે. વેપારીઓ આરપારની લડત ચલાવશે તો સરકાર પોતાના નિર્ણયનું વિસર્જન કરશે અને વેપારીઓ સંગઠીત થઈ જોરદાર વિરોધ નહિં કરશે તો વેપારીઓનું વિસર્જન થઈ જવાની ભીતી 'ફામ'ના માનદમંત્રી અરુણ દોશીએ દર્શાવી હતી.
મહારાષ્ટ્રમાં કુલ આશરે ૩૦૦ એપીએમસી માર્કેટો ધમધમે છે જ્યારે દેશભરમાં આ આંકડો ૫૦૦૦થી વધુનો રહ્યો છે. લાખ્ખો જથ્થાબંધ અને કરોડો છૂટક વેપારઓ આજે ભયભીત બન્યા છે અને સરકાર સામે ગુસ્સો વધ્યો છે એવું 'કેઈટ'ના ઉપપ્રમુખ વિરેન શાહે જણાવ્યું હતું. દેશભરમાં ગુરુવારે નાના મોટા બધા વેપારીઓ 'બંધ' પાળી સરકાર સામે દેખાવો, ધરણા, મોરચા કાઢી રોષ વ્યક્ત કરનાર હોવાનું તેમણે જણાવ્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વેપારીઓ ગુરુવારે દેશવ્યાપી બંધ પાળશેઃ દુકાનદારોનું અસ્તીત્વ અનિશ્ચિત બન્યું
બુધવારથી અમદાવાદ-મુંબઇ વચ્ચે ડબલ-ડેક્કર એસી ટ્રેન દોડતી થશે

રાણે અને સોનિયા વચ્ચે પખવાડિયામાં બીજી વાર બેઠક યોજાતા ખળભળાટ

કાર્ટૂનિસ્ટ સામે દેશ દ્રોહનો કેસ કઇ રીતે નોંધાયો તેની તપાસ થશે
ડીઝલ દરોમાં કરાયેલો વધારો ત્રાસવાદીઓના હુમલા સમાન છે

અમેરિકી નાગરિકો પરના હુમલા સાંખી નહીં લેવાય ઃ ઓબામા

ઇસ્લામ વિરોધી ફિલ્મના નિર્માતાની લોસ એન્જલસ પોલીસ દ્વારા પૂછપરછ
અમેરિકાના અગ્રણી દૈનિકોએ ભારતમાં વિદેશી મૂડી રોકાણની છૂટછાટોને બિરદાવી

કોહલી 'વન ડે પ્લેયર ઓફ ધ યર' ધોની આઇસીસી ટીમનો કેપ્ટન

ભારતીય ક્રિકેટ બોર્ડે આખરે ડેક્કનનો કોન્ટ્રાક્ટ રદ કર્યો
પ્રેક્ટીસ મેચમાં ભારતે શ્રીલંકાને ૨૬ રનથી પરાજય આપ્યો
ભારતની યુવા ટીમે ડેવિસ કપમાં ન્યુઝીલેન્ડને ૩-૦થી હરાવ્યું
સિંધુનો પરાજય

અમેરિકાની ટેક્સાસ અને ડાકોટા યુનિ.માં બોમ્બની ધમકીથી દોડધામ

બેનઝીરના હુકમથી મેં બે દેશને અણું ટેકનોલોજી આપી ઃ ખાન
 
 

Gujarat Samachar Plus

માઈક્રોવેવ સેટેલાઈટ અંગે સ્ટુડન્ટ માહિતગાર થયા
દૂંદાળા દેવ ફ્લાઈટ મારફતે દરિયાપાર પહોંચ્યા
સેલિબ્રિટીઓની રાહે ચાલતી ગર્લ્સમાં કોસ્મેટિક સર્જરી કરાવવાની ઘેલછા
કલર શેડ્સ પારખવામાં એક્સપર્ટ ગર્લ્સ
સિગારેટને આપો તિલાંજલી, અપનાવો ગ્રીન ટી
ઓલ ટાઇમ ફેવરિટ ડેનીમ્સનો ડેશીંગ લૂક
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved