Last Update : 16-September-2012,Sunday

 

ઇસ્લામ વિરોધી ફિલ્મના નિર્માતાની લોસ એન્જલસ પોલીસ દ્વારા પૂછપરછ

બેંક સાથે છેતરપિંડી કરવાના કેસમાં નાકોઉલા બેસેસ્લી દોષિત
(પીટીઆઇ) વોશિંગટન, તા. ૧૫
ઇસ્લામ વિરોધી ફિલ્મના નિર્માતાને પૂછપરછ માટે લોસ એન્જલસ પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યો હતો. ૫૫ વર્ષીય નાકોઉલા બેસેસ્લી દ્વારા નિર્મિત આ ફિલ્મ વિરુદ્ધ વિશ્વના મુસ્લિમ દેશોમાં હિંસક દેખાવો થઇ રહ્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે લોસ એન્જલસમાં ફિલ્મ નિર્માતાના ઘરની નજીકના પોલીસ સ્ટેશનમાં નાકોઉલાની પૂછપરછ કરવામાં આવી હતી.
'ઇનોસન્સ ઓફ મુસ્લિમ્સ' નામની ફિલ્મનાં નિર્માતા અંગે ફેડરેલ અધિકારીઓએ જણાવ્યું હતું કે નાણાકીય અપરાધોમાં દોષિત પુરવાર થયેલા નાકોઉલાની પ્રવૃત્તિઓની તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મના વિરોધમાં મધ્ય પૂર્વ એશિયાના દેશોમાં અમેરિકન દૂતાવાસોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
બેંક સાથે છેતરપિંડી કરવાના આરોપમાં તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેના પર કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે તેના પાંચ વર્ષના પ્રોબેશન પિરિયડમાં તેના પર મૂકવામાં આવેલા પ્રતિબંધોનો તેણે ભંગ કર્યો છે કે નહીં.
અમેરિકન અદાલતોનાં વહીવટી કાર્યાલયનાં પ્રવક્તા કારેન રેડમોન્ડે નાકોઉલાની પૂછપરછને સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જો તપાસમાં જાણવા મળશે કે તેના દ્વારા શરતોનો ભંગ કરવામાં આવ્યો છે તો તેનેે ન્યાયમૂર્તિ ફરીથી જેલમાં મોકલી શકે છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વેપારીઓ ગુરુવારે દેશવ્યાપી બંધ પાળશેઃ દુકાનદારોનું અસ્તીત્વ અનિશ્ચિત બન્યું
બુધવારથી અમદાવાદ-મુંબઇ વચ્ચે ડબલ-ડેક્કર એસી ટ્રેન દોડતી થશે

રાણે અને સોનિયા વચ્ચે પખવાડિયામાં બીજી વાર બેઠક યોજાતા ખળભળાટ

કાર્ટૂનિસ્ટ સામે દેશ દ્રોહનો કેસ કઇ રીતે નોંધાયો તેની તપાસ થશે
ડીઝલ દરોમાં કરાયેલો વધારો ત્રાસવાદીઓના હુમલા સમાન છે

અમેરિકી નાગરિકો પરના હુમલા સાંખી નહીં લેવાય ઃ ઓબામા

ઇસ્લામ વિરોધી ફિલ્મના નિર્માતાની લોસ એન્જલસ પોલીસ દ્વારા પૂછપરછ
અમેરિકાના અગ્રણી દૈનિકોએ ભારતમાં વિદેશી મૂડી રોકાણની છૂટછાટોને બિરદાવી

કોહલી 'વન ડે પ્લેયર ઓફ ધ યર' ધોની આઇસીસી ટીમનો કેપ્ટન

ભારતીય ક્રિકેટ બોર્ડે આખરે ડેક્કનનો કોન્ટ્રાક્ટ રદ કર્યો
પ્રેક્ટીસ મેચમાં ભારતે શ્રીલંકાને ૨૬ રનથી પરાજય આપ્યો
ભારતની યુવા ટીમે ડેવિસ કપમાં ન્યુઝીલેન્ડને ૩-૦થી હરાવ્યું
સિંધુનો પરાજય

અમેરિકાની ટેક્સાસ અને ડાકોટા યુનિ.માં બોમ્બની ધમકીથી દોડધામ

બેનઝીરના હુકમથી મેં બે દેશને અણું ટેકનોલોજી આપી ઃ ખાન
 
 

Gujarat Samachar Plus

માઈક્રોવેવ સેટેલાઈટ અંગે સ્ટુડન્ટ માહિતગાર થયા
દૂંદાળા દેવ ફ્લાઈટ મારફતે દરિયાપાર પહોંચ્યા
સેલિબ્રિટીઓની રાહે ચાલતી ગર્લ્સમાં કોસ્મેટિક સર્જરી કરાવવાની ઘેલછા
કલર શેડ્સ પારખવામાં એક્સપર્ટ ગર્લ્સ
સિગારેટને આપો તિલાંજલી, અપનાવો ગ્રીન ટી
ઓલ ટાઇમ ફેવરિટ ડેનીમ્સનો ડેશીંગ લૂક
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved