Last Update : 16-September-2012,Sunday

 

R.S.S.ના પૂર્વ વડા સુદર્શનનું અવસાનઃ આજે અગ્નિ સંસ્કાર

નિતીન ગડકરી, સુષ્મા સ્વરાજ, નિતીશ સહીત અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પી

(પી.ટી.આઇ.) રાયપુર, તા. ૧૫
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.)ના પૂર્વ વડા કે. એસ. સુદર્શનનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે. તેઓ તેમના 'સ્વદેશી' અંગેના મક્કમ વિચારો માટે જાણીતા હતા.
૮૧ વર્ષીય સુદર્શનને પોતાનો વ્યક્તિગત પરિવાર નહતો. તેઓ ભાઇ અને બહેનોને વિલાપ કરતા છોડી ગયા છે. સંઘના પૂર્વ વડા બે દિવસ પૂર્વે એક પુસ્તકના વિમોચન સમારોહમાં ભાગ લેવા રાયપુર આવ્યા હતા. તેઓ વહેલી સવારે ૬.૫૦ કલાકે સંઘ કાર્યાલયમાં જ ગુજરી ગયા હતા.
તેમના અવસાન સંદર્ભે સુષ્મા સ્વરાજ, નીતિન ગડકરી, એલ. કે. અડવાણી સહીત અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેઓ વહેલી સવાર 'મોર્નિંગ વોક' માટે ગયા હતા. કાર્યાલયે પરત આવ્યા બાદ તેઓ તેમની ચેમ્બરમાં પ્રાણાયામ કરી રહ્યા હતા ત્યારે તેમને હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો અને અવસાન થયું હતું તેમ તબીબોએ માહિતી આપી હતી. તેમના મૃતદેહને નાગપુર લઇ જઇને લોકોના દર્શનાર્થે રાખવામાં આવશે. આવતીકાલે (રવિવારે) બપોરે ૩.૦૦ કલાકે, નાગપુર ખાતે તેમને અગ્નિ સંસ્કાર અપાશે.
૧૮ જુન, ૧૯૩૧ના રોજ રાયપુર ખાતે જન્મેલા સુદર્શનજી ટેલીકોમ્યુનિકેશન એન્જિનિયરીંગમાં સ્નાતક હતા. સંઘના પ્રચારક હોવાને કારણે અપરણિત રહેનારા સુદર્શનજીએ જીવન સંઘની સેવામાં વિતાવ્યું હતું અને રાયપુર સંઘ કાર્યાલયમાં જ કુદરતનું શરણું શોધી લીધું. તેમણે સળંગ ૬ દાયકા સુધી સંઘની સેવા કરી હતી. વર્ષ ૨૦૦૦માં તેઓ રજ્જુભૈયા બાદ સર સંઘ સંચાલક બન્યા હતા. પરંતુ આરોગ્ય સંબંધી સમસ્યાને કારણે પદ છોડી દીધું હતું. તેઓ સંઘ સેવક ઉપરાંત સ્વદેશી વસ્તુઓના અત્યંત આગ્રહી હતા. એટલું જ નહીં પણ તેમની તાલીમ અંગે સંઘ કાર્યકરોમાં ખ્યાત હતા. તેઓ મધ્ય કર્ણાટકના કુપ્પુહાલી ગામના વતની હતા.
તેમને શ્રદ્ધાંજલી આપતા ભાજપ વડા નિતીન ગડકરીએ જણાવ્યું કે તેમના અવસાનથી સંઘને ભારે ખોટ પડી છે. તેમણે તેમનું સમગ્ર જીવન સંઘને સમર્પિત કર્યું હતું. તેમના અવસાનથી પડેલી ખોટ પુરવી મુશ્કેલ છે. તેમના મૃત્યુથી સંઘમાં એક આખા યુગનો અંત આવી ગયો છે. તેમની અંત્યેષ્ટીમાં ભાજપશાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો, ભાજપના વરિષ્ઠ નેતાઓ અડવાણી, અરૃણ જેટલી વગેરે ઉપસ્થિત રહેશે. તેમને સુષ્મા સ્વરાજ, બિહારના મુખ્યપ્રધાન નિતીશકુમાર સહિત અનેક નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વેપારીઓ ગુરુવારે દેશવ્યાપી બંધ પાળશેઃ દુકાનદારોનું અસ્તીત્વ અનિશ્ચિત બન્યું
બુધવારથી અમદાવાદ-મુંબઇ વચ્ચે ડબલ-ડેક્કર એસી ટ્રેન દોડતી થશે

રાણે અને સોનિયા વચ્ચે પખવાડિયામાં બીજી વાર બેઠક યોજાતા ખળભળાટ

કાર્ટૂનિસ્ટ સામે દેશ દ્રોહનો કેસ કઇ રીતે નોંધાયો તેની તપાસ થશે
ડીઝલ દરોમાં કરાયેલો વધારો ત્રાસવાદીઓના હુમલા સમાન છે

અમેરિકી નાગરિકો પરના હુમલા સાંખી નહીં લેવાય ઃ ઓબામા

ઇસ્લામ વિરોધી ફિલ્મના નિર્માતાની લોસ એન્જલસ પોલીસ દ્વારા પૂછપરછ
અમેરિકાના અગ્રણી દૈનિકોએ ભારતમાં વિદેશી મૂડી રોકાણની છૂટછાટોને બિરદાવી

કોહલી 'વન ડે પ્લેયર ઓફ ધ યર' ધોની આઇસીસી ટીમનો કેપ્ટન

ભારતીય ક્રિકેટ બોર્ડે આખરે ડેક્કનનો કોન્ટ્રાક્ટ રદ કર્યો
પ્રેક્ટીસ મેચમાં ભારતે શ્રીલંકાને ૨૬ રનથી પરાજય આપ્યો
ભારતની યુવા ટીમે ડેવિસ કપમાં ન્યુઝીલેન્ડને ૩-૦થી હરાવ્યું
સિંધુનો પરાજય

અમેરિકાની ટેક્સાસ અને ડાકોટા યુનિ.માં બોમ્બની ધમકીથી દોડધામ

બેનઝીરના હુકમથી મેં બે દેશને અણું ટેકનોલોજી આપી ઃ ખાન
 
 

Gujarat Samachar Plus

માઈક્રોવેવ સેટેલાઈટ અંગે સ્ટુડન્ટ માહિતગાર થયા
દૂંદાળા દેવ ફ્લાઈટ મારફતે દરિયાપાર પહોંચ્યા
સેલિબ્રિટીઓની રાહે ચાલતી ગર્લ્સમાં કોસ્મેટિક સર્જરી કરાવવાની ઘેલછા
કલર શેડ્સ પારખવામાં એક્સપર્ટ ગર્લ્સ
સિગારેટને આપો તિલાંજલી, અપનાવો ગ્રીન ટી
ઓલ ટાઇમ ફેવરિટ ડેનીમ્સનો ડેશીંગ લૂક
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved