Last Update : 16-September-2012,Sunday

 

તમામ રાજકીય પક્ષો જોડાયા
ડીઝલ, FDIના મુદ્દે ૨૦મીએ ભારત બંધ

એનડીએ વતી અડવાણીએ જાહેરાત કરી ઃ ઉત્તર પ્રદેશ અને ભાજપ શાસિત રાજ્યો રિટેલમાં એફડીઆઇનો અમલ નહીં કરે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૫
મલ્ટીબ્રાન્ડ રીટેલમાં એફડીઆઇની મંજુરી અને ડીઝલમાં ભાવવધારાના કેન્દ્ર સરકારના નિર્ણયની વિરુદ્ધમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએ દ્વારા ૨૦ સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમાજવાદી પાર્ટી, જનતા દળ(એસ), સીપીઆઇ(એમ), સીપીઆઇ, બીજેડી, ટીડીપી, ફોરવર્ડ બ્લોક અને આરએસપી દ્વારા પણ સંયુક્તપણે ૨૦મી સપ્ટેમ્બરે અલગથી ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે. એનડીએ વતી ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી દ્વારા બંધની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે એનડીએ દ્વારા આજે આ મહિનાની ૨૦મી તારીખે રાષ્ટ્રવ્યાપી બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉત્તરપ્રદેશ અને ભાજપ શાસિત રાજ્યોએ આજે જણાવ્યું હતું કે તેઓ મલ્ટીબ્રાન્ડ રીટેલમાં એફડીઆઇનો અમલ કરશે નહીં. જમ્મુ અને કાશ્મીર તથા આસામે કેન્દ્ર સરકારના એફડીઆઇને મંજુરી આપવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. બહુજન સમાજ પાર્ટીએ પણ રીટેલમાં એફડીઆઇને મંજુરી આપવાના નિર્ણયનો વિરોધ કર્યો છે. જો કે આરજેડીએ સરકારના આ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે.
ભાજપ પ્રવક્તા જગત પ્રકાશે જણાવ્યું હતું કે ભાજપ શાસિત તમામ રાજયોએ સર્વાનુમતે મલ્ટીબ્રાન્ડ રીટેલમાં એફડીઆઇનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે.
પશ્ચિમ બંગાળ દ્વારા એફડીઆઇનો વિરોધ કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયને સમર્થન આપનારા રાજ્યોમાં મહારાષ્ટ્ર, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ અને આસામનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે આ તમામ યુપીએ શાસિત રાજયો છે. યુપીએ શાસિત રાજ્યોમાં દસ લાખથી વધુ વસ્તી ધરાવતા ૧૯ શહેરો છે જેમાં દિલ્હી, મુંબઇ, પૂણે, નાગપુર, જયપુર, હૈદરાબાદ, વિજયવાડા અને શ્રીનગરનો સમાવેશ થાય છે.
કેબિનેટ દ્વારા મંજુર કરવામાં આવેલ એફડીઆઇ નીતિ અનુસાર વિદેશી કંપનીઓને ટ્રેડ લાયસન્સ આપવાની સત્તા રાજ્ય સરકારને આપવામાં આવી છે. આ ઉપરાંત દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં જ વિદેશી કંપનીઓને દુકાન શરૃ કરવાની મંજુરી આપવામાં આવી છે.
એનડીએના કાર્યકારી અધ્યક્ષ એલ. કે. અડવાણીએ જણાવ્યું હતું કે દેશના લોકો યુપીએ સરકારથી ગૂંગળામણ અનુભવે છે અને આ સરકારનું પતન થાય તેવુ ઇચ્છે છે. તેમણે વડાપ્રધાન મનમોહનસિંહને આત્મનિરીક્ષણ કરવાની તથા નવી ચૂંટણીની જાહેરાત કરવાની સલાહ આપી હતી.

૨૦મીના ભારત બંધમાં જોડાનારા પક્ષો
* ભાજપ
* જનતા દળ(એસ)
* શિરોમણી અકાલી દળ
* શિવસેના
* સમાજવાદી પાર્ટી
* સીપીઆઇ(એમ)
* સીપીઆઇ
* બીજેડી
* ટીડીપી
* ફોર્વડ બ્લોક
* આરએસપી

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વેપારીઓ ગુરુવારે દેશવ્યાપી બંધ પાળશેઃ દુકાનદારોનું અસ્તીત્વ અનિશ્ચિત બન્યું
બુધવારથી અમદાવાદ-મુંબઇ વચ્ચે ડબલ-ડેક્કર એસી ટ્રેન દોડતી થશે

રાણે અને સોનિયા વચ્ચે પખવાડિયામાં બીજી વાર બેઠક યોજાતા ખળભળાટ

કાર્ટૂનિસ્ટ સામે દેશ દ્રોહનો કેસ કઇ રીતે નોંધાયો તેની તપાસ થશે
ડીઝલ દરોમાં કરાયેલો વધારો ત્રાસવાદીઓના હુમલા સમાન છે

અમેરિકી નાગરિકો પરના હુમલા સાંખી નહીં લેવાય ઃ ઓબામા

ઇસ્લામ વિરોધી ફિલ્મના નિર્માતાની લોસ એન્જલસ પોલીસ દ્વારા પૂછપરછ
અમેરિકાના અગ્રણી દૈનિકોએ ભારતમાં વિદેશી મૂડી રોકાણની છૂટછાટોને બિરદાવી

કોહલી 'વન ડે પ્લેયર ઓફ ધ યર' ધોની આઇસીસી ટીમનો કેપ્ટન

ભારતીય ક્રિકેટ બોર્ડે આખરે ડેક્કનનો કોન્ટ્રાક્ટ રદ કર્યો
પ્રેક્ટીસ મેચમાં ભારતે શ્રીલંકાને ૨૬ રનથી પરાજય આપ્યો
ભારતની યુવા ટીમે ડેવિસ કપમાં ન્યુઝીલેન્ડને ૩-૦થી હરાવ્યું
સિંધુનો પરાજય

અમેરિકાની ટેક્સાસ અને ડાકોટા યુનિ.માં બોમ્બની ધમકીથી દોડધામ

બેનઝીરના હુકમથી મેં બે દેશને અણું ટેકનોલોજી આપી ઃ ખાન
 
 

Gujarat Samachar Plus

માઈક્રોવેવ સેટેલાઈટ અંગે સ્ટુડન્ટ માહિતગાર થયા
દૂંદાળા દેવ ફ્લાઈટ મારફતે દરિયાપાર પહોંચ્યા
સેલિબ્રિટીઓની રાહે ચાલતી ગર્લ્સમાં કોસ્મેટિક સર્જરી કરાવવાની ઘેલછા
કલર શેડ્સ પારખવામાં એક્સપર્ટ ગર્લ્સ
સિગારેટને આપો તિલાંજલી, અપનાવો ગ્રીન ટી
ઓલ ટાઇમ ફેવરિટ ડેનીમ્સનો ડેશીંગ લૂક
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved